કાજોલની દીકરીને નથી બનવું હીરોઈન, આ ક્ષેત્રમાં બનાવવું છે કરિયર

મુંબઈ: અજય દેવગન અને કાજોલની દીકરી નીસા દેવગન (Nysa Devgn Birthday) પોતાનો 21મો જન્મદિવસ ઉજવી રહી છે. નીસા હજુ પણ ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી.ઘણા સ્ટાર કિડ્સની જેમ નીસાનો હાલમાં ફિલ્મોમાં આવવાનો કોઈ ઈરાદો નથી. આ વાતનો ખુલાસો ખુદ તેના પિતા અજય દેવગણે કર્યો હતો.તેણે કહ્યું હતું કે તે ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સાહિત નથી.

 

21 વર્ષની નીસા સ્વિત્ઝરલેન્ડથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. આ પહેલા તેણે સિંગાપોરમાં 3 વર્ષ અભ્યાસ કર્યો હતો. નીસાને અભિનયની દુનિયા સાથે કોઈ ખાસ લગાવ નથી.

નીસા વિશ્વની શ્રેષ્ઠ શેફ બનવા માંગે છે. તેની માતા કાજોલે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે નીસાને રસોઈનો શોખ છે. અભ્યાસની સાથે નીસા સારી સ્વિમર પણ છે.

સ્ટાર કિડ હોવાના કારણે તે ઘણીવાર ટ્રોલનો શિકાર બને છે. એકવાર એવું બન્યું હતું કે તે રેસ્ટોરન્ટની બહાર આવતાની સાથે જ પાપારાઝી તેને તેનો ફોટો ક્લિક કરવાનું કહેતો રહ્યો પરંતુ તેણે બધાની અવગણના કરી અને કારનો દરવાજો બંધ કરી દીધો.આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો અને લોકોએ તેની ટીકા કરી હતી.

અગાઉ, નીસા તેના કપડાના કારણે ટ્રોલ થઈ ચૂકી છે. ત્યારે અજય દેવગણે બચાવમાં ઉભા થઈને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. અજયે ઘણી વખત ટ્રોલિંગને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે એકવાર કહ્યું હતું કે ટ્રોલિંગ માત્ર નીસાને જ નહીં પરંતુ સમગ્ર પરિવારને અસર કરે છે.

બર્થડેને એક દિવસ પહેલા માતા કાજોલે દીકરી નીસા માટે એક ભાવુક સરપ્રાઈઝ પોસ્ટ શેર કરી હતી. બંનેની સાથે તસવીર શેર કરતાં કાજોલે કહ્યું હતું કે કાલે નીસાનો બર્થડે છે પરંતુ આજનો દિવસ પણ એનોો જ છે. (તસવીર સૌજન્ય: નીસા દેવગન ઈન્સ્ટાગ્રામ)