Home Blog Page 1794

ચારધામ યાત્રાએ ગત વર્ષના તોડ્યા રેકોર્ડ

ઉત્તરાખંડમાં 10મીમેના રોજ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. આ વર્ષે પણ ભકોતના ઘસરાએ પાછલા વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. યાત્રા દરમિયાન ભક્તોના ઘોડાપુર ઉમટી પડતા કેટલીક વ્યવસ્થા પણ ખોરવાય જવાના સમાચાર સામે આવી રહ્યા છે.

આ વર્ષે ગત વર્ષ કરતા બમણી સંખ્યામાં ભક્તોનું ઘોડા પુર ઉમટ્યું છે. થોડા દિવસો પહેલા ગઢવાલના કમિશનરે કહ્યું હતું કે, ‘ચારધામ યાત્રામાં ભીડને નિયંત્રણ કરવા માટે જરૂર પડશે તો NDRF અને ITBPની મદદ લેવાશે.’ ચારધામ યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મંદિર સમિતિએ પણ ભક્તોની ભીડના ધ્યાને રાખી મોડી રાત સુધી મંદિર ખુલા રાખવાનો નિર્ણય કર્યો છે. મળતા માહિતી મુજબ ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 64 શ્રદ્ધાળુના મોત થયા છે. જેમાંથી કેદારનાથમાં 27, બદ્રીનાથમાં 21, યમુનોત્રીમાં 13 અને ગંગોત્રીમાં ત્રણ લોકોના મોત થયા છે.

કેદારનાથ યાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે બીજીતરફ મંદિરોમાં દર્શન કરવા માટે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. આ સાથે વહિવટીતંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ ભીડને કાબુમાં રાખવા અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે તમામ બાબત પર ધ્યાન રાખી રહી છે.

ઉલ્લેનીય છે કે યમુનોત્રી લગભગ 1,38,557 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જે ગત વર્ષની તુલનાએ 127 ટકા વધુ છે. જ્યારે ગંગોત્રી ધામમાં 1,28,777 ભક્તો આવ્યા હતા, જે ગત વર્ષની તુલનાએ 89 ટકા વધુ છે. કેદારનાથ ધામમાં 3,19,193 શ્રદ્ધાળુઓ આવ્યા, જે ગત વર્ષોની તુલનાએ 156 ટકા વધુ છે. જ્યારે બદ્રીનાથ ધામમાં 1,39,656 ભક્તો ઉમટ્યા, જે ગત વર્ષથી 27 ટકા વધુ છે.

શા માટે ફ્રાન્સનું કાન્સ શહેર જાણીતું છે?

બહુચર્ચિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 25મી મેના રોજ સમાપ્ત થયો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રેન્ચ શહેર કાન્સમાં યોજાય છે. જેમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓ ભાગ લે છે. દર વર્ષે ભારતમાંથી ઘણી હસ્તીઓ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની હાજરી નોંધાવે છે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 4 મે થી 25 મે 2024 દરમિયાન યોજાયો હતો. આજે અમે તમને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે નહીં પણ તમને કાન્સ શહેરની અન્ય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના કારણે આ શહેર પ્રખ્યાત બન્યું છે. તો ચાલો જાણીએ કાન્સ શહેર વિશે.

તસવીર: પિક્સાબે

કાન્સ પ્રવાસન માટે પણ જાણીતું છે

ફ્રાંસનું કાન્સ શહેર ખૂબ જ સુંદર છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આ શહેરની ખ્યાતિ માત્ર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને કારણે નથી. પણ અહીંના સુંદર દૃશ્ય અને પર્યટનને કારણે તે જાણીતું છે. આજે અમે તમને કાન્સ શહેરના આવા જ કેટલાક પ્રખ્યાત પર્યટન સ્થળો વિશે જણાવીશું. જ્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.

બુલવર્ડ દે લા ક્રોસેટ

બુલવાર્ડ ડે લા ક્રોસેટ: આ રોડને ફ્રેન્ચ રિવેરાનો સૌથી સુંદર માર્ગ માનવામાં આવે છે. તમને અહીં ઘણા પ્રવાસીઓ ફરતા જોવા મળશે. અહીં ખરીદી માટે પણ ઘણી ઉત્તમ જગ્યાઓ છે. તો આની સાથે તમે અહીં અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકો છો. તમને આ રસ્તા પર ઘણા પામ વૃક્ષો પણ વાવેલા જોવા મળશે. દુનિયાભરમાંથી લોકો અહીં તેની મુલાકાત લેવા આવે છે.

એગ્લીઝ નોટ્રે-ડ્રેમ ડે લ એસ્પેરેંસ

એગ્લીઝ નોટ્રે-ડ્રેમ ડે લ એસ્પેરેંસ(Eglise Notre-Dame de l’Espérance) આ એક ચર્ચ છે જે કંઈક અંશે નોટ્રે ડેમ ડી પેરિસના ચર્ચ જેવું છે. આ કાન્સ શહેરનું સૌથી પ્રખ્યાત ચર્ચ છે. સદીઓ જૂના ચર્ચનો આંતરિક ભાગ અદભૂત છે. તેનું આર્કિટેક્ચર લોકોને જોતાની સાથે જ મંત્રમુગ્ધ કરી દે છે. ફોટોગ્રાફીના શોખીનો પણ આ ચર્ચમાં ખૂબ આવે છે. તમને જણાવી દઈએ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ચર્ચનો ઉપયોગ હોસ્પિટલ તરીકે પણ થતો હતો.

અદ્ભુત બીચ જોવા માટે પ્રવાસીઓ આવે છે

ઐતિહાસિક ચર્ચ અને ભવ્ય શોપિંગ મોલ્સ ઉપરાંત, કાન્સ શહેર તેના ભવ્ય દરિયાકિનારા માટે પણ જાણીતું છે. તમે અહીં બીચ પર વિશ્વના વિવિધ દેશોના ઘણા પ્રવાસીઓને ફરતા જોશો. અહીં તમે ઘણી વોટર સ્પોર્ટ્સમાં પણ ભાગ લઈ શકો છો. આ બીચ પરથી તમને ભૂમધ્ય સમુદ્રના ભવ્ય પાણીનો નજારો જોવા મળશે. જો તમને દરિયા કિનારે રહેવું ગમે છે, તો તમે બીચ પાસે બનેલી હોટેલમાં પણ રોકાઈ શકો છો.

પ્રજ્વલ રેવન્ના SIT સમક્ષ 31 મેએ હાજર થશે

નવી દિલ્હીઃ કર્ણાટકની હાસલ લોકસભા સીટથી સાંસદ અને ફરી એક વાર ચૂંટણી મેદાનમાં ઊતરેલા JDS નેતા પ્રજ્વલ રેવન્નાએ એક વિડિયો જારી કરીને એલાન કર્યું હતું કે તે ખુદ 31 મેએ SIT સામે હાજર થશે. સેક્સ સ્કેન્ડલનો કેસ સામે આવ્યા પછી પ્રજ્વલ રેવન્ના ફરાયા થયો હતો અને તેણે ડિપ્લોમેટિક પાસપોર્ટનો લાભ લઈને દેશ છોડી જર્મની જતો રહ્યો હતો, પણ હવે તે 31 મેએ કર્ણાટક પોલીસની SITની ટીમની સામે હાજર થશે.

તેણે કહ્યું હતું કે વિદેશમાં મારા નિવાસ અંગે યોગ્ય માહિતી ના આપવા બદલ હું પરિવારના સભ્યો, કુમારન્ના અને પાર્ટીના કાર્યકર્તાઓથી માફી માગું છું. 26 તારીખે જ્યારે ચૂંટણી પૂરી થઈ, ત્યાં સુધી માટી સામે કોઈ કેસ નહોતો અને SITની પણ રચના નહોતી થઈ. મારા ગયા પછી 2-3 દિવસ પછી મેં યુટ્યુબ પર મારા પર લાગેલા આરોપ જોયા હતા.  જેથી મેં મારા વકીલ દ્વારા SITને પત્ર લખીને સાત દિવસનો સમય માગ્યો હતો.

એક અહેવાલ મુજબ સેક્સ વિડિયો સામે આવ્યાના તરત બાદ શનિવારે સવારે તેઓ જર્મની માટે રવાના થયા હતા. રવિવારે તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી કે વિડિયોની સાથે છેડછાડ કરવામાં આવી છે. આવી હજ્જારો ક્લિપ છે, એમ રિપોર્ટ કહે છે.આ કૌભાંડ ગયા સપ્તાહે ત્યારે સામે આવ્યું, જ્યારે એક મહિલાએ રેવન્ના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવતાં તેમની વિરુદ્ધ પોલીસમાં કે નોંધ્યો હતો. મહિલાની ફરિયાદને આધારે પોલીસે IPCની કલમ 354A, 354D, 506 અને 509 હેઠળ FIR નોંધ્યો હતો. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2019 અને 2022ની વચ્ચે કેટલીય વાર તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મિડિયામાં વાઇરલ ક્લિપમાં કેટલીક અન્ય મહિલાઓ દેખાઈ રહી છે અને તેમના કેસ નોંધવા માટે આગળ આવવાની સંભાવના છે.

 

 

 

 

 

મુંદ્રા પોર્ટ પર લાંગર્યું સૌથી મોટું મહાકાય જહાજ

અમદાવાદ: 26મી મેના રોજ અદાણી પોર્ટસ મુંદ્રા ખાતે સૌથી મોટું જહાજ MSC Anna લાંગરવામાં આવ્યું. ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. આ ઘટના મુંદ્રા પોર્ટ જ નહીં, પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સીમાચિહ્નરૂપ છે. MSC Annaની એકંદર લંબાઈ 399.98 મીટર એટલે કે લગભગ ચાર ફૂટબોલ મેદાન જેટલી લંબાઈ છે. તે 19,200 TEUs (કન્ટેનર)ની મહાકાય ક્ષમતા ધરાવે છે.એક ભારતીય બંદર પર અત્યાર સુધીમાં લાંગરવામાં આવેલ સૌથી મોટું કન્ટેનર જહાજ છે. તેનો ડ્રાફ્ટ 16.3 મીટર છે, જેને ફક્ત મુન્દ્રામાં જ સમાવી શકાય છે. કારણ કે ભારતમાં અન્ય કોઈ બંદર ડીપ-ડ્રાફ્ટ જહાજને લાંગરવા માટે સક્ષમ નથી. તેના મુંદરા પોર્ટ પર રોકાણ દરમિયાન આ જહાજ અંદાજે 12,500 TEUs કન્ટેનરો એક્સ્ચેન્જ કરશે, જે મુંદ્રા પોર્ટના મોટાપાયે કાર્ગોનું કાર્યક્ષમ સંચાલન કરવાની ક્ષમતા દર્શાવે છે.જુલાઈ 2023માં મુન્દ્રા પોર્ટ પર વિશ્વનું સૌથી લાંબા કન્ટેનર જહાજોમાંનું એક MV MSC હેમ્બર્ગ લાંગરીને રેકોર્ડ બનાવ્યો હતો. તેનાથી વિશ્વના સૌથી મોટા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા દેખાય છે, અને આજે MSC Annaના આગમન માટેનો માર્ગ મોકળો બન્યો.મુન્દ્રા પોર્ટે અત્યાર સુધી અનેક વિક્રમજનક સિદ્ધિઓ હાંસલ કરી છે. ઓક્ટોબર 2023માં, એક મહિનામાં 16 MMT કાર્ગો હેન્ડલ કરનાર તે ભારતનું સર્વ પ્રથમ પોર્ટ બન્યું. કન્ટેનર ટર્મિનલ CT-3 એક વર્ષમાં 3 મિલિયન TEUsનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ છે. ટર્મિનલે નવેમ્બરમાં 3,00,000થી વધુ TEUનો માસિક હેન્ડલિંગ રેકોર્ડ પણ હાંસલ કર્યો હતો. જે ભારતમાં કોઈપણ ટર્મિનલ દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ છે. મુન્દ્રા પોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર બંને માટે મહત્ત્વપૂર્ણ હબ તરીકે વિકાસ પામ્યું છે. 35,000 એકરમાં ફેલાયેલું તે ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે. તે ડીપ ડ્રાફ્ટ અને તમામ હવામાન ક્ષમતાઓથી સુસજ્જ છે.

સુરતમાં ગેમઝોનના નામે લોકો સાથે થાય છે રમત!

ચાર વર્ષ આંખ આડા કાન કર્યા બાદ અંતે રાજકોટમાં 28ના જીવ હોમાયા બાજ તંત્રની આંખ ખુલી હતી. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ગુજરાતમાં તમામ મહાનગર પાલિકા એક્શન મોડમાં આવી છે. જ્યારે સુરત મહાનગર પાલિકા પણ સફાળું જાગ્યું હતું. પાલિકાએ શહેરમાં ચાલતા 10 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ કરાયું હતું. સુરત શહેરમાં એક બે નહીં પરંતુ પાંચ-પાંચ ગેમઝોન પાલિકાની બિલ્ડીંગ યુઝ પરમીશન વિના જ ધમધમતા હતા.

લાંબા સમયથી પાલિકાની પરવાનગી વિના આ ગેમઝોન ચાલતા હતા તો પાલિકાના અધિકારી કર્મચારીઓએ આ ગેમ ઝોન કેમ બંધ કરાવ્યા નહીં ? શુ પાલિકા અને અન્ય તંત્ર તક્ષશિલા કે રાજકોટ જેવી મોટી દુર્ઘટનાની રાહ જોતા હતા ? આવા અનેક પ્રશ્નો સુરત પાલિક પર ઉભા થઈ રહ્યા છે

રાજકોટમાં ગત શનિવારે સાંજે એક ગેમઝોનમાં લાગેલી આગમાં 27થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર જાગ્યું છે અને શનિવારે રાત્રીથી રવિવારે મોડી સાંજ સુધી શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં ચકાસણી કરી હતી અને 10 ગેમ ઝોન બંધ કરાવ્યા હતા તેમાંથી અડધોઅડધ એટલે કે પાંચ ગેમ ઝોન પાસે પાલિકાની બી.યુ. પરમીશન હતી જ નહીં.

TRPGamezone

બિ.યુ. બિલ્ડીંગ યુઝ પરવાનગી વરગ સુરતમાં રહેતા લોકો પર પાલિકા આકરી કાર્યવાહી કરતા હોય છે. પરંતુ સુરતમાં લાંબા સમયથી પાંચ પાંચ ગેમ ઝોન પાલિકાની બી.યુ પરમિશન વિના કેવી રીતે ચાલતા હતા? તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે. રાજકારણીઓ અને અધિકારીઓની મીલી ભગતના કારણે આ ગેમ ઝોન બી.યુ પરમિશન વિના ચાલતા હતા અને આવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે.

હાઇકોર્ટે કોર્પોરેશનના અધિકારીઓને લગાવી ફટકાર

રાજકોટઃ રાજકોટ ગેમિંગ ઝોનમાં મોટી સુરક્ષા ખામીઓ સામે આવ્યા પછી હાઇકોર્ટે સોમવારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આકરી ફટકાર લગાવી છે. આ ભીષણ આગમાં 27થી વધુ લોકોનાં મોત થયાં હતાં. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની વિશેષ ખંડપીઠે રાજ્ય મશીનરીમાં વિશ્વાસનો અભાવ દર્શાવતાં સવાલ ઉઠાવ્યો હતો કે કોર્ટના આદેશો છતાં આવી દુર્ઘટના કેવી રીતે બની શકે?

હાઇકોર્ટે કહ્યું હતું કે ગેમઝોનના અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર છે. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ RMC કમિશનર જવાબદાર છે. આપણે જે નિર્દોષ બાળકો ગુમાવ્યા જેની જવાબદારી વહીવટ તંત્રની છે. RMCએ હાઈકોર્ટના હુકમોનું પાલન કર્યું નથી. આ અધિકારી સામે પગલાં લઈ સરકાર તેમને સસ્પેન્ડ કરે. સંલગ્ન ચીફ ફાયર ઓફિસરને સોગંદનામા પર વિગતો રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ, રાજકોટ સિવિલ હોસ્પિટલ પર હોબાળો કરવામાં આવ્યો હતો. સ્વજનોની ભાળ મેળવવા રાહ જોઇ રહેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્રણ દિવસ વીત્યા છતા ગુમ થયેલાઓની ભાળ ન મળતા પરિવારજનો ગુસ્સે થયા હતા. તાત્કાલિક જવાબ આપવાની પરિવારજનોએ માગ કરી હતી. અમને ક્યારે જવાબ મળશે તેવો પરિવારજનોએ સવાલ કર્યો હતો.

મૃતકોના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. મીડિયાની વાત ન માનવાની રાજકોટ પોલીસ વાતો કરી રહી છે. ઈમરજન્સી નંબર પર સંપર્ક કરવાની રાજકોટ પોલીસે અપીલ કરી હતી. પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોનું મિસિંગ લિસ્ટ છે.

રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્ય મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ જવાબદાર છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં આસિસ્ટંટ ટાઉન પ્લાનર અને આસિસ્ટંટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયા આ લોકપ્રિય ગુજરાતીઓ

છેલ્લા કેટલાક સમયથી ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024’ (Cannes Film Festival 2024) ખૂબ જ ચર્ચામાં રહ્યો. આ વર્ષે ભારતીય ઈન્ફ્લુએન્સર, એક્ટર્સ અને ડિરેક્ટરે તો જાણે ભારતનું ગૌરવ વધારી દીધું. કલકત્તાની અભિનેત્રી અનસૂયા સેન ગુપ્તાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે તો પાયલ કાપડિયાએ ડિરેક્શનમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ જીત્યો છે. ગ્લેમરથી ભરપૂર આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતીઓનો પણ પ્રભાવ રહ્યો. આ વર્ષે અભિનેત્રી રત્ના પાઠક શાહથી માંડીને મુંબઈના ઈન્ફ્લુએન્સરે રેડ કાર્પેટ પર પોતાનો જાદુ બતાવ્યો. આમ, તો કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતી ન પહોંચ્યા હોય, તે પછી બિઝનેસ હોય, મનોરંજન ક્ષેત્ર હોય કે રાજકીય. આપણે જાણીએ અત્યાર સુધી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા કયા ગુજરાતીનો જલવો રહ્યો?

રત્ના પાઠક શાહ

રત્ના પાઠક શાહ, નસીરુદ્દીન શાહ અને પ્રતીક બબ્બર સ્ટારર મંથન ફિલ્મ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં બતાવવામાં આવી હતી. જેના માટે ફિલ્મની સ્ટાર કાસ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રત્ના પાઠકનો જન્મ મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તે દિગ્ગજ અભિનેત્રી દિના પાઠકના પુત્રી છે. રત્ના પાઠક શાહ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી અને ડિરેક્ટર તરીકે સક્રીય છે. સિનેમાની સાથે સાથે રંગમંચ સાથે પણ તેમનો ગાઢ નાતો જોવા મળે છે.

વિરાજ ઘેલાણી

મુંબઈના ગુજરાતી ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી પણ સૂટ-બૂટમાં સજ્જ થઈ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતાં. ઈન્સ્ટાગ્રામ પર વિરાજ ઘેલાણીની અધધ ફેન ફોલોઈંગ છે. તેમણે `જવાન` અને `ગોવિંદા નામ મેરા` જેવી ફિલ્મોમાં કર્યુ છે. આ ઉપરાંત વિરાજે ગુજરાતી વેબ સીરિઝમાં પણ કામ કર્યુ છે અને હવે તે ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા તૈયાર છે.

આસ્થા શાહ

એવી પ્રથમ ભારતીય કોન્ટેન્ટ ક્રિએટર, જે પાંડુરોગ પીડિત હોવા છતાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શાન બની છે. મુંબઈની આસ્થા શાહે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક નવો ચિલો ચીતર્યો છે. તેણીએ શરીરમાં સફેદ ડાઘ સાથે રેડ કાર્પેટ પર વૉક કર્યુ હતું. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતી આસ્થા સોશ્યલ મીડિયા પર વિટિલિગો વિશે જાગૃતિ ફેલાવે છે.

હેલી શાહ

ટીવી અભિનેત્રી હેલી શાહ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં રેડ કાર્પેટ પર શાનદાર અંદાજમાં જોવા મળી હતી. હેલીએ સ્વરાગિની, સુફિયાના પ્યાર મેરા અને ઈશ્ક મેં મરજાવાં 2 જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યુ છે.તેણીએ ‘કાયાપલટ’થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મનું પોસ્ટર કાન્સમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. અહીં નોંધવું રહ્યું કે હેલી શાહ ગુજરાતી છે અને તે મૂળ અમદાવાદની છે.

જુહી પારેખ

ફિલ્મ નિર્માતા જુહી પારેખ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022નો ભાગ બન્યા હતાં. તેણીએ પોતાની ફિલ્મ ‘સફેદ’ના ફર્સ્ટ લુકનું અનાવરણ ત્યાં કર્યુ હતું. આ ફિલ્મના તે સહ-નિર્માતા હતાં.

કોમલ ઠક્કર

મુળ કચ્છની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કરનારી પ્રથમ ગુજરાતી અભિનેત્રી છે. તેણીએ 2022માં ફ્રાન્સના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીઘો હતો.

 

 

Nutshell In 99

ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ: શક્તિસિંહ

રાજકોટ અગ્નિકાંડમાં STI તપાસના ધમધમાટ શરૂ થયા છે. સરકારના એક્શન મોડમાં આવી છે. સરકારે 6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. તો હવે બીજી બાજુ રાજકોટ અગ્નિ કાંડમાં રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ વતી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતરી આવ્યા હતા અને તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતાં સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.

પ્રેસ કોન્ફરેન્સમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સરકારેને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. લીપાથોપી બંધ કરવી જોઈએ. માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો. જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

તેમણે કહ્યું કે જ્યારે પણ ધનિકો સામે કાર્યવાહી કરવાનો વારો આવે છે તો સરકાર કે પોલીસ દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવે છે. જ્યારે ગરીબ વ્યક્તિ દ્વારા કોઈ ઝૂંપડું બાંધે કે પછી નાનકડો ઓટલો પણ બાંધવામાં આવે તો મહાનગરપાલિકાઓ દ્વારા બુલડોઝર જેવી કાર્યવાહીઓ કરવામાં આવે છે. પણ જ્યારે ધનિકો દ્વારા લોકોના જીવ સાથે ખિલવાડ કરવામાં આવે તો કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી. તેમણે કહ્યું કે તંત્રએ આંખ આડા કાન કર્યા છે. ફાયર સેફ્ટી જેવા પગલા પણ ન લેવાયા. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં. આ રાજકોટ મહાનગરપાલિકાનું નબળું વલણ દર્શાવે છે. હપ્તારાજને કારણે જ આવી ઘટનાઓ બની રહી છે.

સરકાર પર શક્તિસિંહનો પ્રહાર

શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદનું આયોજન કરી સરકારીને બોધ પાઠ લેવાની વાત કરતા કહ્યું કે, આ દુર્ઘટનામાંથી સરકારે બોધપાઠ લેવાની જરૂર છે. સરકાર ફક્ત મોટી માછલીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગેમ ઝોનનું પાપ છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં હપ્તારાજ ચાલે છે. નાના અધિકારીઓને ફસાવીને મોટા અધિકારીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

ઓનલાઇન યૌન શોષણનો 30 કરોડ બાળકો શિકાર બન્યાઃ અહેવાલ

નવી દિલ્હીઃ વિશ્વમાં પ્રતિ વર્ષ 30 કરોડથી વધુ બાળકો ઓનલાઇન યૌન શોષણ અને હેરાનગતિનો શિકાર થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે આ પહેલું અધ્યયન છે, જે બતાવે છે કે ઇન્ટરનેટ પર બાળકો શિકાર થવાની સમસ્યા કેટલી મોટી છે. બ્રિટનની એડિનબરા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ અધ્યયન કર્યું છે.

27 મેએ પ્રકાશિત આ સંશોધનાત્મક અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં વિશ્વના દરેક આઠમા બાળકને ઇન્ટરનેટ પર યૌન શોષણનો શિકાર થવો પડ્યો છે. અહેવાલ મુજબ અશ્લીલ સંદેશ મોકલવા અથવા યૌન કામગીરીનો આગ્રહ કરવાવાળા પીડિટ બાળકોની સંખ્યા પણ લગભગ આટલી જ રહી છે.

ઓનલાઇન યૌન ઉત્પીડનની આ કામગીરી બ્લેકમેલ કરવા સુધી આવી ગઈ અને કેટલાય કિસ્સાઓમાં ખાનગી ફોટોના બદલે અપરાધીઓએ નાણાંની માગ કરી હતી. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને ડીપફેક ટેક્નિક દ્વારા વાંધાજનક વિડિયો અને ફોટો બનાવીને પણ બાળકોને શિકાર બનાવવામાં આવ્યા હતા.

સંશોધનકર્તાઓ કહે છે કે આ સમસ્યા વિશ્વઆખામાં ફેલાયેલી છે, પણ અમેરિકામાં જોખમ બહુ વધુ આંકવામાં આવ્યું છે, કેમ કે દરેક નવમાંથી એક વ્યક્તે ક્યારેકને ક્યારેક બાળકો સાથે ઓનલાઇન દુર્વ્યવહારની વાત માની છે.

ચાઇલ્ડલાઇટના પ્રમુખ સ્ટેન્ફીલ્ડે જણાવ્યું હતું કે બાળકોના યૌન ઉત્પીડનની સંખ્યા એટલી મોટી છે કે સરેરાશ પ્રતિ મિનિટે પોલીસ કે કોઈ સમાજસેવી સંસ્થાને આ પ્રકારની ઘટનાની ફરિયાદ મળે છે. આ એક વૈશ્વિક આરોગ્ય રોગચાળો છે, જે ઘણા સમય સુધી ઢંકાયેલી રહી છે. આવું દરેક દેશમાં થાય છે અને ઝડપથી આગળ વધી રહી છે. આના માટે આકરા પગલાં લેવાની જરૂર છે.

ભારતમાં આ પ્રકારના ગુનાઓમાં ઝડપતી વધારો જોવા મળ્યો છે. એક અહેવાલ મુજબ દેશમાં 2019 પછી બાળકોના ઓનલાઇન યૌન શોષણના કેસોમાં 87 ટકા વધારો જોવા મળ્યો છે. નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપલોઇટેડ ચિલ્ડ્રન નામની સંસ્થાએ જણાવ્યું હતું કે આ બાળકોના યૌન શોષણની ઓનલાઇન સામગ્રી 3.2 કરોડનો વધારો થયો છે.