Home Blog Page 1744

દેશમાં રક્તદાન કરવામાં ગુજરાત મોખરે, છતાં…

ભારતમાં દર વર્ષે ચાર કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે એની સામે ડોનેશન માત્ર ચાલીસ લાખ જેટલું જ મળે છે. જો કે ગુજરાતની વાત કરીએ તો World Health Organization(WHO) પ્રમાણે માથાદીઠ 1 ટકા રક્તદાનની જરૂરિયાત સામે ગુજરાત રાજ્યમાં 1.63 ટકા રક્તદાન થાય છે. માટે એમ કહી શકાય કે સમગ્ર દેશમાં રક્તદાન કરવામાં ગુજરાત મોખરે છે. આમ છતાં આ પરિસ્થિતિમાં ઉનાળા દરમિયાન ફેરફાર થાય છે. ગત માર્ચ અને એપ્રિલ મહિનાની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ બ્લડની અછત સર્જાઈ હતી.

દર વર્ષે 14 જૂન એ બ્લડ ડોનેશન ડે તરીકે મનાવાય છે ત્યારે આ વિષયને આવો વિસ્તારથી સમજીએ..

લોહીની તંગી કેમ સર્જાય છે?

વર્ષ 2022-23ની વાત કરીએ તો રાજ્યમાં અંદાજે 9,88,795 યુનિટ રક્તદાન થયું છે, જેમાં 77 ટકા સ્વૈચ્છિક રક્તદાન છે. જોકે ગરમીનો પારો વધતાં રાજ્યની 194 બ્લડ બેંકમાં 75 ટકા સુધી સ્વૈચ્છિક રક્તદાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં ખાસ કરીને AB-,A-,B- અને O- બ્લડ ગ્રુપ ના લોહીનો સ્ટોક ઓછો હતો. જ્યારે AB+,A+,B+,અને O+ બ્લડ ગ્રૂપના લોહીનો સ્ટોક મર્યાદિત છે. ગુજરાતની અલગ-અલગ સરકારી, સ્ટેન્ડઅલોન, ચેરીટેબલ અને ખાનગી બ્લડ બેંકમાં પેક્ડ રેડ બ્લડ સેલની ડિમાન્ડ સામે માત્ર 25 ટકા જેટલું જ સ્વૈચ્છિક રક્તદાનથી લોહી મળી રહ્યું છે. જેના કારણે કહી શકાય કે ઉનાળાના સમયમાં લોહીની તંગી સર્જાય છે.

રક્તદાનમાં કેમ થયો ઘટાડો?

અમદાવાદમાં દર મહિને 25થી 30 હજાર અને રાજ્યમાં એક લાખથી વધુ રક્તની જરૂરિયાત હોય છે. જેમાં ખાસ કરીને થેલેસેમીયાના દર્દીઓને રક્તની જરૂરિયાત વધારે હોય છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ રક્તદાતાઓમાં ઘટાડો જોવા મળે છે. સામાન્ય દિવસોની સરખામણીમાં ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં 50 ટકા જેટલું જ રક્તદાન થતું હોય છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાતના રેડક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી ડો. પ્રકાશ પરમાર કહે છે, “ઉનાળા દરમિયાન બ્લડની અછત રહે એની પાછળ અનેક કારણો છે. જેમ કે કોલેજો તથા યુનિવર્સીટીઓમાં પરીક્ષા ચાલતી હોય છે. શાળાઓમાં વેકેશન શરૂ થાય તો કેટલાક લોકો ફરવા જાય, તો અન્ય લોકો જે બહારગામથી શહેરમાં અભ્યાસ માટે આવ્યા હોય એ પણ પોતાના વતનમાં જાય છે. જેના કારણે બ્લડ કેમ્પ ઓછા થાય છે. જેથી બ્લડની અછત સર્જાય છે.”

ડો.પ્રકાશ કહે છે, “બ્લડની અછતને નિવારી પણ શકાય છે. જાગૃત લોકો બ્લડ બેંક પર જઈને બ્લડ ડોનેશન કરવું જોઈએ, એટલું જ નહીં સોસાયટીઓમાં, વિવિધ કલબ, સંસ્થાઓએ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું જોઈએ.”

AB Negative ગ્રુપનું બ્લડ સૌથી ઓછું ડોનેટ થાય છે

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોતાની બ્લડબેંક છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી કહે છેઃ “સિવિલ હોસ્પિટલમાં રોજ એવરેજ 100 બોટલ Packed Red Cells, 40 બોટલ Fresh Frozen plasma, 30 બોટલ Platelets ની જરૂરીયાત હોય છે. એક બોટલમાં 350ml અથવા 450ml બ્લડ હોય છે. જ્યારે એક બ્લડ ડોનર બ્લડ આપે તો એનો 42 દિવસ Packed Red Cells, 1 વર્ષમાં Fresh frozen plasma અને ૫ દિવસમાં Platelets  નો ઉપયોગ કરી લેવો પડે.”

ડો.જોષી કહે છે, “O Positive બ્લડ ગ્રુપની જરૂરીયાત સૌથી વધારે રહે છે. જ્યારે B Positive ગ્રુપનું બ્લડ સૌથી વધારે ડોનેટ થાય છે. તો વળી AB Negative ગ્રુપનું બ્લ્ડ સૌથી ઓછું આવે છે.”

વાર્ષિક રક્ત સંગ્રહ અને સ્વૈચ્છિક રક્તદાતાના દાનની ટકાવારી

District Voluntary Donation Replacement Donation Annual Collection VBD %
Ahmedabad  131246 58590 189836 69.1
Amreli  5291 1959 7250 73
Anand  19277 5226 24503 78.7
Aravalli 3254 3122 6376 51
Banaskantha  14217 13014 27231 52.2
Bharuch  12875 2000 14875 86.6
Bhavnagar 32981 750 33731 97.8
Botad  3074 610 3684 83.4
Dahod  5300 5921 11221 47.2
Devbhoomi Dwarka  1338 15 1353 98.9
Gandhinagar  8285 7278 15563 53.2
Gir Somnath  1212 2123 3335 36.3
Jamnagar  23464 4502 27966 83.9
Junagadh  9248 5732 14980 61.7
Kheda  9366 5732 14827 63.2
Kutch  23645 2955 26600 88.9
Mehsana  16847 2116 18963 88.8
Morbi  3978 466 4444 89.5
Narmada  98 149 247 39.7
Navsari  20824 689 21513 96.8
Panchmahal  8736 1228 9964 87.7
Patan  8228 7711 15939 51.6
Porbandar  5869 37 5906 99.4
Rajkot  73456 1524 74980 98
Sabarkantha  11422 3438 14860 76.9
Surat  91345 693 92038 99.2
Surendranagar  3367 5859 9526 38.5
Tapi  1293 7837 9130 14.2
Vadodara  52620 27812 80434 65.4
Valsad  24700 2501 27201 90.8
Gujarat 627156 181318 808474 77.6

 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ઈ-રક્તકોષ પોર્ટલ ઉપર સમગ્ર દેશની બ્લડ બેન્કમાં ઉપલબ્ધ રિયલ ટાઈમ બ્લડ સ્ટોકનો ડેટા જોઈ શકાય છે. આ ડેટા પ્રમાણે ગુજરાતની ટોપ 10 બ્લડ બેન્ક કે જ્યાં સૌથી વધુ બ્લડ કલેક્શન થાય છે ત્યાં નેગેટિવ બ્લડ ગ્રૂપનું લોહી ઉપલબ્ધ નથી. જેમાં ખાસ કરીને સરકારી બ્લડ બેન્કોમાં લોહીનો સ્ટોક ઓછો હોવાના આંકડા સામે આવ્યા છે. ઇ-રક્તકોષ પોર્ટલ પર દિવસમાં બે વખત ડેટા અપલોડ થાય છે. દર વર્ષે મે અને જૂન મહિનામાં ઉનાળાના હિસાબે સ્વૈચ્છિક રક્તદાન ઘટવાના કારણે લોહીની અછત સર્જાતી હોય છે. ખાસ કરીને આ સમયગાળામાં કોલેજો બંધ હોય છે લોકો વેકેશનમાં બહાર જાય છે. જેના કારણે યુવાનો અથવા નિયમિત રક્તદાતા તરફથી લોહી મળી શકતું નથી. મોટા શહેરોમાં હોલ બ્લડનો કન્સેપ્ટ રહ્યો નથી. દર્દીની જરૂરિયાત મુજબ બ્લડ કોમ્પોનન્ટ અપાય છે. જો કે ગુજરાત સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (જીએસબીટીસી) પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ લોહી એકત્ર થયું છે.

બ્લડ કલેક્શન કરતી રાજ્યની મોટી બ્લડ બેન્ક

બ્લડ બેંક કેટેગરી AB- AB+ A- A+ B- B+ O- O+
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ રેડક્રોસ 1 10 34 5 26 1 40
પ્રથમા બ્લડ સેન્ટર અમદાવાદ ચેરિટેબલ 2 6 18 8
ઈન્દુ બ્લડ સેન્ટર, વડોદરા ચેરિટેબલ 4 30 4 21 20 328 4 296
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સરકારી 1 19 1 40 9 84 1 76
વી.એસ. હોસ્પિટલ અમદાવાદ સરકારી
શારદાબેન હોસ્પિટલ,અમદાવાદ સરકારી
લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, સુરત ચેરિટેબલ 5 139 39 257 62 666 43 400
જી.જી. હોસ્પિટલ, જામનગર સરકારી
બ્લડ સેન્ટર GMERS કોલેજ, જૂનાગઢ સરકારી
સુરત રક્તદાન સેન્ટર એન્ડ રિસર્ચ સેન્ટર ચેરિટેબલ 3 58 6 9 14 191 196
પીડીયુ હોસ્પિટલ, રાજકોટ સરકારી 2 21 42 3 72 2 41
વલસાડ રક્તદાન કેન્દ્ર, વલસાડ ચેરિટેબલ 2 32 3 8 71 7 14
સર ટી. હોસ્પિટલ,ભાવનગર સરકારી 3 57 11 61 11 48 9 75

 

બ્લડ ડોનેશન માટે સહિયારો પ્રયાસ

અમદાવાદના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો ચિંતન દેસાઈ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “મોટાભાગની બ્લડની જરૂરિયાત થેલેસેમિયાના દર્દીઓ, લીવર ટ્રાન્સપ્લાન્ટ,કિડની ટ્રાન્સપ્લાન્ટ, બાયપાસ, ની-રિપ્લેસમેન્ટ સહિતની સર્જરી માટે પડે છે. જેમાં પ્લાન્ટ સર્જરી માટે વધુ બ્લડની જરૂરિયાત ઊભી થાય છે. થેલેસેમીયાના બાળકોને પણ બાળકોને બ્લડ પૂરું પાડવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાતમાં સરકારની સાથે રહીને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ બ્લડ ડોનેશન કેમ્પ કરતી હોય છે. રાજયમાં આ બાબતે ઘણી જાગૃતિ છે માટે બ્લડ ડોનેશનનું સપ્લાય ચાલુ રહે છે.”

ક્યાં દર્દીને કેટલા બ્લડની જરૂર પડે

લીવર ટ્રાન્સપ્લાન્ટ – 25થી 30 બોટલ

કિડની ટ્રાન્સપ્લાન્ટ – 4થી 6

કેન્સર – 10થી વધુ

થેલેસેમિયા – 2થી 3 યુનિટ

ની રિપ્લેસમેન્ટ – 2 યુનિટ

બાયપાસ – 2થી 4 યુનિટ

 

શિયાળાના સમય દરમિયાન બ્લડ ડોનેશનના કેમ્પ વધુ થતા હોય છે એટલે એક અંદાજ પ્રમાણે આ સમય દરમિયાન બ્લડ બેંકમાં સૌથી વધારે બ્લડ એકત્ર થાય છે. એકત્ર થયેલા બ્લડનો સૌથી વધારે ઉપયોગ થેલેસેમિયાના દર્દીઓ માટે કરવામાં આવે છે, કારણ કે એ દર્દીને રોજ નવા બ્લડની જરૂર પડે છે. ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બ્લડ ડોનેટ કરવાની બાબતે મોખરે છે.

વસ્તી પ્રમાણે અંદાજિત જરૂરિયાત

જો કે સામાન્ય બલ્ડની જરૂરિયાત સામે ગુજરાતની બ્લડબેંકો હાલના તબ્બકે સમૃદ્ધ છે. જેનું એક કારણ લોકોમાં બ્લડ ડોનેટ કરવાની જાગૃતિ પણ છે.

(હેતલ રાવ)

રાશિ ભવિષ્ય 09/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.


થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

સુપર સન્ડે.. મોદીની તાજપોશી, ભારત-પાક વચ્ચે જંગ

આજનો દિવસ ભારત માટે સુપર સન્ડે છે. એક તરફ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે તો બીજી તરફ T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. નરેન્દ્ર મોદી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે જ્યારે રોહિત શર્માની સેના ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હરીફ પાકિસ્તાન સામે બડાઈ કરશે.

PM તરીકે શપથ ગ્રહણ કરીને નરેન્દ્ર મોદી પંડિત જવાહરલાલ નેહરુના ચૂંટણી રેકોર્ડની બરાબરી કરશે. પંડિત નેહરુ એકમાત્ર એવા નેતા હતા જેમણે સતત ત્રણ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના પછી નરેન્દ્ર મોદી બીજા એવા રાજનેતા હશે જેઓ સતત ત્રણ વખત પીએમ પદના શપથ લેશે. નેહરુ સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા અને 16 વર્ષ અને 286 દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યા.

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મોદી સાંજે 7.15 કલાકે પીએમ પદના શપથ લેશે. આ પહેલા મોદી સવારે 6:30 વાગે રાજઘાટ પહોંચશે અને મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ પર બાપુને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી, સાત વાગ્યે તેઓ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર જશે. અડધા કલાક પછી, 7:30 વાગ્યે, અમે યુદ્ધ સ્મારક પર જઈશું અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીશું. આ સાથે પીએમ મોદીના દિવસની શરૂઆત થશે.

અનેક દેશોના વડાઓ પણ ભાગ લેશે

મોદીના શપથ ગ્રહણમાં ઘણા પડોશી દેશોના વડાઓ પણ ભાગ લેશે. જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ મુઇઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. ભૂટાનના મંત્રી શેરિંગ તોબગે છે. આમાંથી કેટલાક નેતાઓ શનિવારે જ દિલ્હી પહોંચ્યા હતા.

ભાજપ ચૂંટણીમાં બહુમતીથી દૂર, NDA પાર

ભારતીય જનતા પાર્ટી પાસે સંપૂર્ણ બહુમતી ધરાવતી NDA સરકારના બે સંપૂર્ણ કાર્યકાળ પછી, આ વખતે ભાજપને પોતાના દમ પર ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળી નથી. ભાજપને ચૂંટણીમાં 240 બેઠકો મળી, જે બહુમતીના આંકડા કરતા ઘણી ઓછી છે. જો કે, ભાજપના નેતૃત્વમાં એનડીએને 293 બેઠકો મળી છે, જે બહુમતીના 272ના આંકડા કરતાં ઘણી વધારે છે. એનડીએ સંપૂર્ણ બહુમતી હાંસલ કર્યા પછી, નરેન્દ્ર મોદી નેતા તરીકે ચૂંટાયા અને પછી સરકાર બનાવવાનો દાવો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો.

આ ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરી શકાય

પાર્ટીની અંદર જ્યારે અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા નેતાઓ નવા કેબિનેટમાં સામેલ થવાનું નિશ્ચિત માનવામાં આવે છે, શિવરાજ સિંહ ચૌહાણ, બસવરાજ બોમાઈ, મનોહર લાલ ખટ્ટર અને સર્બાનંદ સોનોવાલ જેવા લોકસભાની ચૂંટણી જીતનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સરકારમાં જોડાય તેવી શક્યતા છે. દાવેદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના રામ મોહન નાયડુ, જેડીયુના લલન સિંહ, સંજય ઝા અને રામનાથ ઠાકુર અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન એ સહયોગીઓમાં સામેલ છે જેઓ નવી સરકારનો ભાગ બની શકે છે.

ભારત-પાકિસ્તાન 8 મહિનામાં બીજી વખત આમને-સામને

હવે વાત કરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી શાનદાર મેચની. આ મેચને T20 વર્લ્ડ કપ 2024ની સૌથી મોટી મેચ તરીકે જોવામાં આવી રહી છે. લગભગ 8 મહિના પહેલા અમદાવાદમાં બંને ટીમો સામસામે આવી હતી. ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપની તે મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા ફરીથી કંઈક આવું જ પુનરાવર્તન કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ભારતે 7 મેચમાં 6 વખત જીત મેળવી

આ વર્લ્ડ કપમાં, ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે પાકિસ્તાનને પહેલી જ મેચમાં યુએસએના હાથે શરમજનક હાર મળી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે આ મેચ મહત્વપૂર્ણ છે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો અત્યાર સુધી સાત વખત સામસામે આવી ચુકી છે. તેમાંથી ભારતે 6 વખત જીત મેળવી છે જ્યારે પાકિસ્તાને એક વખત જીત મેળવી છે. 2021માં રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.

પંચાંગ 09/06/2024

મોદીના શપથ પહેલા દિલ્હી કિલ્લામાં ફેરવાયું

નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 9 જૂને સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પડોશી દેશોના ઘણા વડાઓ પણ હાજરી આપશે. શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ ભવનમાં થશે, જ્યાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શપથ ગ્રહણના કારણે રાજધાની દિલ્હી રાત સુધીમાં સંપૂર્ણ રીતે કિલ્લામાં ફેરવાઈ જશે. વિદેશી નેતાઓના શપથ ગ્રહણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કમાન્ડો અને પોલીસ કર્મચારીઓને સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને નોર્થ સાઉથ બ્લોકના દરેક ખૂણા પર તૈનાત કરવામાં આવશે.

સુરક્ષા પ્રોટોકોલના ભાગરૂપે, સુરક્ષા અધિકારીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદર અને બહાર ત્રણ સ્તરીય સુરક્ષા સુનિશ્ચિત કરશે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. દિલ્હી પોલીસના જવાનોને રાષ્ટ્રપતિ ભવનની રીંગની બહાર તૈનાત કરવામાં આવશે, જ્યારે અર્ધલશ્કરી દળોને અંદરની રીંગમાં તૈનાત કરવામાં આવશે. અર્ધલશ્કરી દળોની પાંચ કંપનીઓ અને દિલ્હી સશસ્ત્ર પોલીસ (ડીએપી) કર્મચારીઓ સહિત લગભગ 2500 પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે સ્થળની આસપાસ તૈનાત કરવાની યોજના છે.

વિદેશી મહેમાનો માટે કડક સુરક્ષા વ્યવસ્થા

શપથ ગ્રહણ માટે ત્રણ સ્તરીય સુરક્ષા ઉપરાંત વિદેશી મહેમાનો અને સમારોહમાં હાજર રહેલા મહાનુભાવોની સુરક્ષા માટે પણ કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમનો કાફલો જે માર્ગો પરથી પસાર થશે તે માર્ગો પર સ્નાઈપર્સ અને સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. સારી દેખરેખ માટે વિવિધ સ્થળોએ ડ્રોન પણ તૈનાત કરવામાં આવશે.

દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું

દિલ્હી પોલીસે રાજધાનીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરી દીધી છે. આ પ્રતિબંધ 9 થી 11 જૂન સુધી અમલમાં રહેશે. આવી સ્થિતિમાં દિલ્હીમાં પેરાગ્લાઈડર, હેંગ ગ્લાઈડર્સ, યુવી, યુએએસ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ વગેરેને ઉડવા અને ઉડાવવા પર પ્રતિબંધ છે. શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનાર વિદેશી મહેમાનો જ્યાં રોકાશે તે હોટલોમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહેમાનોના પ્રોટોકોલ અનુસાર હોટલની સુરક્ષા અપડેટ કરવામાં આવી રહી છે.

50 ધર્મગુરુઓ સામેલ થશે

શપથ ગ્રહણમાં અનેક વિદેશી નેતાઓ ઉપરાંત વિવિધ ધર્મના 50 ધર્મગુરુઓ પણ ભાગ લેશે. આ સિવાય વકીલો, ડોક્ટર્સ, કલાકારો, પ્રભાવશાળી લોકો સહિત અન્ય ઘણા લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત લોકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

 

મોદી 3.0 કેબિનેટમાં કયા પક્ષના કેટલા મંત્રીઓ ?

નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લેશે. આ સમારોહમાં આંતરરાષ્ટ્રીય નેતાઓ સહિત 9,000 અતિથિઓનો સમાવેશ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ અને ગુપ્તતાનું સંચાલન કરશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને અન્ય ટોચના નેતાઓ શપથ ગ્રહણ -સમારોહમાં હાજર રહેવાની ધારણા છે. મોદીએ ત્રીજી વખત શપથ લીધા તે પહેલાં પ્રધાનોને મંત્રીમંડળમાં શામેલ કરવાની અટકળો તીવ્ર બની છે.

કેબિનેટમાં શામેલ થવા માટે નેતાઓની સંભવિત સૂચિ બહાર આવી છે. આ સૂચિ મુજબ, ઘણા ભૂતપૂર્વ પ્રધાનોને નવા કેબિનેટમાં પણ સ્થાન મળી રહ્યું છે, તેથી સાથીઓ ટીડીપી, જેડીયુ, આરએલડી, એલજેપી (રામ વિલાસ), ટીડીપી, એનસીપી, એજેએસયુ, અપના દાલ સોને લાલ, જેડીયુ અને શિવ સેના નેતાઓ પણ કેબિનેટ મંત્રીઓના લિસ્ટમાં સામેલ છે.

ચાલો આપણે જાણીએ કે ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળી નથી, પરંતુ ભાજપ એનડીએના ઘટકો સાથે સરકારની રચના કરી રહી છે. એનડીએ ઘટકોએ કેબિનેટમાં જોડાવા સંમત થયા છે, પરંતુ સાથીઓ દ્વારા પ્રધાન પદની માંગ પણ કરી છે. આ સંદર્ભમાં, સાથી પક્ષોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નાડ્ડા સાથે પણ મુલાકાત કરી છે.

ભાજપના આ નેતાઓ મોદી કેબિનેટમાં પ્રધાનો બની શકે

પ્રાપ્ત કરેલી માહિતી અનુસાર, રજનાથ સિંહ, અમિત શાહ, જે.પી. નડ્ડા, નીતિન ગડકરી, એસ જયશંકર, ડ Dr .. મહેશ શર્મા, એસપી સિંઘ બાગેલ, અનુરાગ ઠાકુર, પિયુષ ગોયલ, મન્સુ માંડવીયા, નાયતનંદ રાય, અર્જુનરમ મેઘવલ, બીજપથી બીજપથી, નવા કેબિનેટ સિંહ શેખાવત, રાજીવ પ્રતાપ રૂડી, વીડી શર્મા, શિવરાજસિંહ ચૌહાણને પ્રધાનો બનાવી શકાય છે. આની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા, વિરન્દ્ર કુમાર ખાટિક, ફાગગન સિંહ કુલસ્તે, રામવીર સિંહ વિધુરી/કમલજીત સેહરાવાટ, મનોહર લાલ ખત્તાર, રાવ ઈન્દ્રજિત, ભૂપેન્દ્ર યદવ, સુરેશ ગોપી, સુરેશ ગોપી.

આ સાથી નેતાઓને કેબિનેટમાં જગ્યા મળશે

  • આરએલડી: જયંત ચૌધરી
  • એલજેપી (રામ વિલાસ): ચિરાગ પાસવાન, જેડીએસ: કુમાર સ્વામી
  • ટીડીપી: રામ મોહન નાયડુ, કે રવિન્દ્ર કુમાર
  • એનસીપી: પ્રેફુલ પટેલ
  • એજેએસયુ: ચંદ્ર પ્રકાશ ચૌધરી
  • અપના દાળ સોને લાલ: અનુપ્રીયા પટેલ
  • જેડીયુ: રામનાથ ઠાકુર, દિલાવર કામટ, લાલન સિંહ
  • શિવ સેના: શ્રીકાંત શિંદે/પ્રતાપ રાવ જાધવ

સોનિયા ગાંધી બન્યા સંસદીય દળના અધ્યક્ષ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી શનિવારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. શનિવારે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી અને સોનિયા ગાંધીને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. તેમના નામનો પ્રસ્તાવ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાખ્યો હતો, જ્યારે ગૌરવ ગોગોઈ, તારિક અનવર અને કે સુધાકરને દરખાસ્તને સમર્થન આપ્યું હતું.

77 વર્ષીય સોનિયા ગાંધી ફેબ્રુઆરીમાં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. અગાઉ, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળવા વિનંતી કરી હતી અને તેમણે પક્ષના ટોચના નેતાઓને કહ્યું હતું કે તેઓ આના પર “ખૂબ જ જલ્દી” નિર્ણય લેશે.

ઘણા લોકોએ અમારા માટે શોક સંદેશો લખ્યા હતાઃ સોનિયા

સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ પોતાના સંબોધનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે ઘણા લોકોએ અમારા માટે શોક સંદેશો લખ્યા હતા, પરંતુ અમે મલ્લિકાર્જુન ખડગેના મક્કમ નેતૃત્વમાં અડગ છીએ. ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા ખરેખર ઐતિહાસિક ચળવળો હતી જેણે અમારી પાર્ટીને તમામ સ્તરે પુનર્જીવિત કરી. રાહુલ ગાંધી અભૂતપૂર્વ વ્યક્તિગત, રાજકીય હુમલાઓ સામે લડવાની તેમની મક્કમતા અને નિશ્ચય માટે વિશેષ આભારને પાત્ર છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સંસદમાં કોંગ્રેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ભારત ગઠબંધનના ભાગીદારોની તાકાતથી પણ અમે મજબૂત થયા છીએ. કેટલાક ખૂબ અસરકારક રીતે પાછા આવ્યા છે.

મોદીની નૈતિક હાર થઈ છેઃ સોનિયા

સોનિયા ગાંધીએ કહ્યું કે આપણે એ પણ વિચારવું જોઈએ કે તે રાજ્યોમાં આપણી સ્થિતિ કેવી રીતે સુધારી શકાય જ્યાં આપણું પ્રદર્શન આપણી અપેક્ષાઓથી ઘણું ઓછું રહ્યું છે. તેમણે કહ્યું કે માત્ર તેમના નામ પર જનાદેશ માંગનારા વડાપ્રધાન મોદીને રાજકીય અને નૈતિક હારનો સામનો કરવો પડ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ જે જનાદેશ ગુમાવ્યો છે તે તેઓ શોધી રહ્યા હતા અને આ રીતે તેમણે નેતૃત્વ કરવાનો અધિકાર પણ ગુમાવ્યો છે. નિષ્ફળતાની જવાબદારી લેવાને બદલે તેઓ આવતીકાલે ફરી શપથ લેવાના છે. અમને નથી લાગતું કે તેમની સરકાર ચલાવવાની રીત બદલાશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સંસદીય દળની જવાબદારી વધુ વધી જાય છે અને તેણે સતર્ક રહેવું જોઈએ. આ સાથે આપણા દેશમાં સંસદીય લોકશાહી સ્થાપિત કરવાની અને સંસદીય રાજનીતિને પાટા પર લાવવાની નવી તક છે.

શપથ ગ્રહણ પહેલા મમતા બેનર્જીની મોટી ભવિષ્યવાણી

નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાશે. જો કે મોદી 3.0 સરકારના શપથ ગ્રહણ પહેલા TMC ચીફ મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે આ સરકાર લાંબો સમય નહીં ચાલે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે, બીજેપીના ઘણા નેતાઓ થોડા દિવસોમાં પાર્ટી છોડી શકે છે. ભાજપના ઘણા નેતાઓ ખૂબ નારાજ અને નાખુશ છે. આ સરકાર લાંબો સમય નહીં ચાલે.

ટીએમસી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં

તૃણમૂલ કોંગ્રેસ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે કે નહીં તેના જવાબમાં સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ન તો તેમને આમંત્રણ મળ્યું છે અને ન તો તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ટીએમસી પ્રમુખે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. અમને શપથ ગ્રહણ સમારોહ માટે કોઈ આમંત્રણ મળ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં પરિવર્તનની જરૂર છે, અમે રાજકીય સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જનાદેશ આવ્યા બાદ નરેન્દ્ર મોદી પીએમ ન બને. તેમણે વધુમાં કહ્યું કે આજે ઈન્ડિયા એલાયન્સે સરકાર બનાવવાનો દાવો કર્યો નથી, તેનો અર્થ એ નથી કે અમે ભવિષ્યમાં આવું નહીં કરીએ.

CAA રદ થવો જોઈએ – મમતા બેનર્જી

તે જ સમયે, મમતા બેનર્જીએ CAAને લઈને ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે CAA રદ કરવો પડશે. અમે આ માંગને સંસદમાં ઉઠાવીશું. હું દિલગીર છું, પરંતુ હું ગેરબંધારણીય, ગેરકાયદેસર પક્ષને સરકાર બનાવવા માટે શુભેચ્છા પાઠવી શકતો નથી. મારી શુભકામનાઓ દેશ માટે રહેશે, હું તમામ સાંસદોને કહીશ કે તેઓ પોતાની પાર્ટીને મજબૂત કરે. અમે તમારી પાર્ટી નહીં તોડીશું, પરંતુ તમારી પાર્ટી અંદરથી તૂટી જશે, તમારી પાર્ટીમાં લોકો ખુશ નથી.

અંગદાન માટે વધુ જાગૃિતની જરૂરઃ ડો. પ્રાંજલ મોદી

અમદાવાદસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિર્સચ સેન્ટરના નિયામક અને Gujarat Sottoના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીને ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ (ક્લિનિકલ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ TTS રેકગ્નિશન એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી છે. TTS એટલે કે The Transplantaion Society જે 1966થી કાર્યરત નોન ગર્વમેન્ટલ ઓર્ગેનાઈઝેશન છે. દુનિયાભરમાં ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા ડોક્ટર્સને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે, જેમાં આ વર્ષે ભારતમાંથી ડૉ. પ્રાંજલ મોદીના યોગદાનની નોંધ લેવામાં આવી છે.

કોણ છે ડો. પ્રાંજલ મોદી?

15મી માર્ચ, 1968ના રોજ જન્મેલા ડો. મોદીએ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાંથી M.B.B.S. અને સ્પેશિલ સ્ટડી ઈન જનરલ સર્જરીનો અભ્યાસ કર્યો છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જ યુરોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં ઉચ્ચ અભ્યાસ પછી તેઓ આ જ સંસ્થામાં ફેકલ્ટી તરીકે જોડાયા. ડૉ. પ્રાંજંલ મોદી રેટ્રોપેરીટોનિયોસ્કોપિક લિવિંગ ડોનર નેફ્રેક્ટોમી પદ્ધતિના પાયોનિયરમાંના એક છે. તેમણે ભારત, યુકે, જર્મની અને ઑસ્ટ્રેલિયાના વિવિધ કેન્દ્રો પર આ પ્રોગ્રામની સ્થાપના કરવામાં મદદ કરી.

આ અઠવાડિયાની મુલાકાતમાં કરીએ એમની સાથે વાત…

પ્રશ્ન:  આ એવોર્ડ વિશે શું કહેશો?

જવાબ: આ છેલ્લાં 20 વર્ષની મહેનત છે. વિશ્વને આપણે જુદી-જુદી જાતના ઓપરેશન્સ આપ્યાં. જેને શીખવા માટે દેશ-વિદેશના અનેક ડોક્ટર્સ અમદાવાદની કિડની હોસ્પિટલમાં આવ્યા. કિડની ટ્રાન્સપ્લાન્ટ અંગેનાં અનેક સંશોધન થયાં જેની માહિતી આપણે વિશ્વને આપી. આપણા અથાગ પ્રયત્નો અને મહેનતની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે અને તેનું જ પરિણામ છે કે આપણને આ એવોર્ડ મળી રહ્યો છે.

પ્રશ્ન: એ ક્યા પ્રકારની સર્જરીઓ છે, જેની શોધ અમદાવાદ કિડની હોસ્પિટલમાં કરવામાં આવી અને અહીંથી એ સમગ્ર વિશ્વમાં પહોંચી?

જવાબ: જ્યારે કિડની ટ્રાન્સ્પ્લાન્ટ કરવાની હોય ત્યારે તેને દાતામાંથી કાઢવી પડે અને ડોનરના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે. આ માટેની સર્જરી એટલે રેટ્રોપેરીટોનિયોસ્કોપિક સર્જરી એટલે કે દૂરબીનની મદદથી થતી સર્જરી. નાના-નાના ત્રણ હોલ કરી એમાંથી દૂરબીન શરીરમાં નાખીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની પદ્ધતિની શોધ અહીં આપણે ભારતમાં કરી અને તેનો ખુબ જ ફેલાવો કર્યો. IKDRCમાં તેનાં અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણથી ચાર હજાર ઓપરેશન થયા છે. જેને શીખવા માટે ઈંગ્લેન્ડથી અને અમેરિકાથી ઘણાં બધાં વિદ્યાર્થીઓ અમદાવાદની હોસ્પિટલમાં આવ્યા. એ ઓપરેશન 2011થી ભારતે ઈંગ્લેન્ડની અંદર પ્રસ્થાપિત કર્યું. એ જ રીતે આપણે 2013થી રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ શરૂ કર્યું. જેને જોવા માટે જાપાન, ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, ઈંગ્લેન્ડ, અમેરિકા વગેરે જેવાં દેશોમાંથી ઘણાં લોકો અમદાવાદમાં આવ્યા.

પ્રશ્ન: બહેનો માટેની વિશેષ સર્જરી વિશે તમે જે શોધ કરી એનાં વિશે થોડું જણાવશો.

જવાબ: બહેનોના કેસમાં ભારતે જે રસ્તે પ્રસ્તુતિ બાદ બાળક બહાર આવે તે જ રસ્તે રોબોટની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું એક અનોખું ઓપરેશન શોધી કાઢ્યું. એ ઓપરેશનને બહોળો પ્રતિસાદ મળ્યો. એ ઉપરાંત બાળકોમાં પણ રોબોટની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું ઓપરેશન ભારતમાં શોધવામાં આવ્યું છે. આ બધાં ઓપરેશનમાં દર્દીએ ખાસ કરીને બહેનોએ ખુબ જ ઓછું દુઃખ વેઠવું પડે છે. કારણ કે, બહેનોએ તો ઓપરેશન થયાંના થોડાંક દિવસોમાં ઉભા થઈને કામ કરવું પડે છે. આથી બહેનો માટેના ઓપરેશનને સમગ્ર વિશ્વમાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપણાં આ બધાં સંશોધનોની અસર એટલી મોટી પડી કે વિશ્વભરના દેશોએ તેની નોંધ તો લીધી જ સાથે-સાથે તેનો સ્વીકાર પણ કર્યો.

પ્રશ્ન: તમે અંગદાનના ક્ષેત્રમાં પણ ખુબ જ કાર્યરત છો, ત્યારે વેઈટિંગ લિસ્ટ ઓછું થાય અને અંગદાન વધે તે માટેના તમારા ક્યા પ્રકારના પ્રયત્નો છે?

જવાબ: અમે અંગદાન માટે પણ સરકાર સાથે મળીને ખાસ પોઈન્ટ સિસ્ટમની રચના કરી છે. કિડનીનું એલોકેશન જે રીતે થાય છે તેમાં સ્ત્રીની અંદર એ મોટાં પ્રમાણમાં થાય તે રીતની સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. પોઈન્ટ સિસ્ટમની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. મોટાભાગના કેસમાં કિડની ડોનર તરીકે એક મા, બહેન કે પત્ની જ હોય છે. એટલે કે 65 થી 70% કેસની અંદર સ્ત્રીઓ જ દાતા હોય છે. જ્યારે પુરૂષો કિડની મેળવે છે. બ્રેઈન ડેડ વ્યક્તિમાંથી કાઢવામાં આવેલાં અંગોની વહેંચણી કોને, કેવી રીતે કરવી? તે માટે રાજ્ય સરકાર સાથે મળીને એક પોઈન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં સ્ત્રીઓને પુરૂષોની તુલનામાં બે પોઈન્ટ વધારે આપવામાં આવ્યા છે અને જો તે બાળકી હોય તો તેને ચાર પોઈન્ટ વધારે આપવામાં આવે છે. જેની મોટી અસર એ થઈ કે હવે સ્ત્રીઓનાં કિડનીના ઓપરેશન વધુ પ્રમાણમાં થાય છે. આ બધાં જ કાર્યની ઈન્ટરનેશનલ લેવલ પર નોંધ લેવામાં આવી.પ્રશ્ન: અંગદાનમાં ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા નંબરે છે ત્યારે લોકોમાં જાગૃતિ માટે શું કરવું જોઈએ?

જવાબ: અંગદાનના ક્ષેત્રમાં આપણે ઈમોશનલ લેવલ પર કામ કરી રહ્યાં છે. આપણે કોઈને સિરિયસ હેડ ઈન્જરી થાય કે વેન્ટિલેટર પર હોય ત્યાર પછી જ જાગીએ છીએ. અંગદાન વિશેનું જ્ઞાન પહેલાંથી મેળવવાનો આપણે પ્રયત્ન કરતાં નથી. આથી જો સમાજને આ પ્રકારનું જ્ઞાન બાળપણથી જ આપવામાં આવે તો તેની અસર વધારે થાય. અંગદાનનું પ્રમાણ વધે તો વેઈટિંગ લિસ્ટ ઘટે. આથી લોકોને અંગદાન વિશે વધુમાં વધુ એજ્યુકેટ કરવામાં આવે તે માટે અમે સરકાર સાથે મળીને પ્રયત્નશીલ છીએ.

 (રાધિકા રાઓલ – અમદાવાદ)

(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)

દ્વારકાના દરિયા કિનારેથી મળ્યો ચરસનો જથ્થો

ગુજરાતના દરિયા કિનારેથી અવારનાવાર નશીલા પદાર્થો મળતો હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ બુટલેગરોએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ગાંધીધામ નજીક દરિયાયી કાંઠેથી બાવળની જાળીમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેના હજુ સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી.