Home Blog Page 1604

શ્રીલંકન નેવી, ભારતીય નૌકા વચ્ચે સમુદ્રમાં ટક્કરઃ એકનું મોત

નવી દિલ્હીઃ શ્રીલંકાની નેવીની બોટ શ્રીલંકાના જળ ક્ષેત્રમાં ગેરકાયદે શિકાર કરી રહેલી ભારતીય માછલી પકડવાવાળી નૌકાની વચ્ચે ટક્કરમાં એક ભારતીય માછીમારનું મોત થયું છે. આ ઘટનામાં એક અન્ય ભારતીય લાપતા થયો છે. એ ઘટના કચ્છાથીવું દ્વીપના ઉત્તરમાં આશરે પાંચ સમુદ્રી માઇલના અંતરે થઈ હતી.

શ્રીલંકાન નેવીના પ્રવક્તા કેપ્ટન ગયાન વિક્રમસૂર્યાએ કહ્યું હતું કે એ ઘટના ડેલ્ફટ દ્વીપની પાસે એ સમયે થઈ, જ્યારે નેવી ગેરકાયદે શિકાર કરતા ભારતીય ટ્રોલરોને ખદેડવા માટે અભિયાન ચલાવી રહી હતી.

તેમણે દાવો કર્યો હતો કે ચાર માછીમારોને લઈ જઈ રહેલું ભારતીય ટ્રોલર આક્રમક યુદ્ધાભ્યાસ અને ખરાબ સમુદ્રી પરિસ્થિતિઓને કારણે પલટી ગયું હતું. એક માછીમાર લાપતા છે અને નેવી એની શોધખોળ કરવા માટે તપાસ ઝુંબેશ ચલાવી રહી છે. બચાવવામાં આવેલા માછીમારોમાંથી કને પંકુદુથિવુમાં દાખલ કરવામાં આવ્યો હતો, પણ તેનું મોત થયું હતું. અન્ય બે માછીમારોની હાલત સ્થિર છે, એમ પ્રવક્તે ભારતીય અધિકારીઓને ઘટનાની માહિતી આપી હતી.

ભારતે આ ઘટના અંગે નવી દિલ્હીન સ્થિત કાર્યવાહક હાઇ કમિશનને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા અને આ ઘટના અંગે આકરો વિરોધ નોંધાવ્યો હતો. માછીમારોનો મુદ્દો ભારત અને શ્રીલંકાની વચ્ચેના સંબંધોમાં એક વિવાદાસ્પદ મુદ્દો છે. બંને દેશોના માછીમારોને એકબીજાના જળ ક્ષેત્રમાં ઘૂસવા માટે વારંવાર ધરપકડ કરવામાં આવે છે.

 

 

ભારતીયોને લેબનોન જલદી છોડી દેવા ભારત સરકારની સલાહ

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ વધી રહ્યો છે. બેરૂતમાં ઈઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરને મારી નાખવામાં આવ્યો છે, તો બીજી તરફ ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસની રાજકીય પાંખના ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત માટે પણ ઈઝરાયેલને જ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં મધ્ય પૂર્વમાં તણાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.

ભારત સરકારે એડવાઈઝરી જારી કરી

તેથી, લેબનોનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે સંશોધિત એડવાઈઝરી જારી કરી છે. જેમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી લેબનોન ન જવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ત્યાં રહેતા ભારતીયોને લેબનોન જલદી છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય એમ્બેસીએ કહ્યું છે કે જો કોઈ ભારતીય કોઈ કારણસર લેબનોનમાં રહેતો હોય તો તેને બહાર ન આવવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય એમ્બેસીએ ઈમરજન્સી ફોન નંબર અને ઈમેલ આઈડી પણ જારી કર્યા છે.

અગાઉ, ભારત સરકાર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં ભારતીયોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી હતી. હાલમાં, લેબનોનમાં રહેતા ભારતીયોની કુલ સંખ્યા લગભગ 9 હજાર છે, જેઓ ત્યાંની કંપનીઓ અને કૃષિ સંબંધિત કંપનીઓમાં કામ કરે છે.

આ હુમલો ઈઝરાયેલના ફૂટબોલ મેદાનમાં થયો હતો

હકીકતમાં, ગયા શનિવારે (27 જુલાઈ) ઇઝરાયેલના ગોલાન હાઇટ્સમાં ફૂટબોલ મેદાન પર મોટો હુમલો થયો હતો. આ રોકેટ હુમલામાં ઓછામાં ઓછા 10 બાળકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ત્રણ હિઝબુલ્લાહ સભ્યો માર્યા ગયાના થોડા કલાકો બાદ આ હુમલો થયો છે. ઈઝરાયલી મીડિયાએ આ રોકેટ હુમલા પાછળ હિઝબુલ્લાહનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે થોડા કલાકો બાદ હિઝબુલ્લાએ આ હુમલામાં કોઈ સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. આ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમનો યુએસ પ્રવાસ અધવચ્ચે જ છોડીને પરત ફરવું પડ્યું હતું. નેતન્યાહુએ કહ્યું હતું કે હિઝબુલ્લાને આની ભારે કિંમત ચૂકવવી પડશે.

‘સાયન્સ સફર -2024’ અંતર્ગત STEM આધારિત વર્કશોપની શરૂઆત

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી  વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે અહીં અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. CCL- IIT ગાંધીનગરના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા ‘સાયન્સ સફર -2024’ પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત STEM (સાયન્સ, ટેક્નલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) આધારિત વર્કશોપની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે યોજાયેલા વર્કશોપમાં 80 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

વર્કશોપમાં ઉપસ્થિત રહેલા CCL – IIT ગાંધીનગરના નિષ્ણાત અભિજીત દાસ અને નિહાર પંડ્યાએ પ્રેક્ટિકલ સાથે વિદ્યાર્થીઓને ભૌતિક વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો સમજાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને થ્રી ઈન વન ટોય, પીવીસી બ્યૂગલ જેવી વસ્તુઓ બનાવતા પણ શીખવાડી હતી. થ્રી ઈન વન ટોયમાં એક જ ટોય બનાવીને વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અલગ અલગ ત્રણ સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા. તેમજ પીવીસી પાઈપની મદદથી બ્યૂગલ બનાવતા શીખવાડ્યું હતુ. આના માટે વિદ્યાર્થીઓને સ્ટ્રો અને પાઈપ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ તેમની જાતે થ્રી ઈન વન ટોય અને બ્યૂગલ બનાવ્યા હતા. જુદી જુદી વસ્તુઓમાંથી જુદા જુદા પ્રકારનો અવાજ કઈ રીતે નીકળે છે તે વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને ઘણાં યુનિક ટોય્ઝ બતાવવામાં આવ્યા હતા. જે ટોય્ઝ CCL- IIT ગાંધીનગરના નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવ્યા છે. અને આ ટોય્ઝ વિજ્ઞાનના ક્યા સિદ્ધાંતને આધારે કામ કરે છે તે વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ‘સાયન્સ સફર -2024’  અંતર્ગત STEM આધારિત 180 વર્કશોપ્સ યોજવાનું નક્કી કરવામાં આવ્યું  છે. જેનો આજે પહેલો વર્કશોપ હતો. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વિજ્ઞાનને નજીકથી સમજી શકે અને પોતાની જાતે આવી વસ્તુઓ બનાવી શકે તે માટે પ્રેરિત કરવાનો છે. જે વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં ભાગ લેવા માગતા હોય તેઓ ગુજરાત સાયન્સ સિટીની વેબસાઈટ પર જઈને પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે.

12 ભવ્ય સેટ સાથે રામાયણ ફિલ્મના બીજા શેડ્યુલની ખાસ તૈયારી

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ રામાયણને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ પહેલેથી જ ચાલી રહ્યું છે અને હવે મેકર્સ નવા શેડ્યૂલના શૂટિંગ માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીના સીન શૂટ કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુંબઈમાં ફિલ્મ સિટીમાં અયોધ્યા અને મિથિલા સહિત 12 ભવ્ય સેટ બનાવવામાં આવી રહ્યા છે. આગામી શિડ્યુલનું શૂટિંગ અહીં થશે. ખાસ વાત એ છે કે આ તમામ સેટને 3Dમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. બીજા શેડ્યુલનું શૂટિંગ આ મહિને એટલે કે ઓગસ્ટથી શરૂ થઈ જશે.

12 વિવિધ ભવ્ય સેટ

રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મના ડાયરેક્ટર નીતિશ તિવારી હાલમાં તેમની આગામી ફિલ્મ રામાયણની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. દરેક શિડ્યુલનું શૂટિંગ ખૂબ કાળજી સાથે કરવામાં આવી રહ્યું છે. આમાં સૌથી મોટી ભૂમિકા રામની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર અને માતા સીતાની ભૂમિકા ભજવનાર સાઈ પલ્લવીની હશે. આ માટે નીતીશ સંપૂર્ણ તૈયારીના મોડમાં જોવા મળી રહ્યા છે. તે ફિલ્મને લઈને કોઈપણ પ્રકારની સમજૂતી કરવા માંગતા નથી.

એકદમ મોટા બજેટની ફિલ્મ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ 800 કરોડ રૂપિયાના બજેટ સાથે બની રહી છે અને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે. આવી સ્થિતિમાં ક્વોલિટી કન્ટેન્ટ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી નિર્માતાઓની છે. આ ફિલ્મ હિંદુ પૌરાણિક કથાઓ પર આવી રહી છે અને તેને લઈને દેશભરમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સ પાસે આદિપુરુષ જેવી ફિલ્મોનું ઉદાહરણ છે જે રૂ. 600 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી ન હતી. ફિલ્મને લઈ ઘણો વિવાદ પણ થયો હતો. જોકે, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નીતિશ તિવારી આ ફિલ્મ બનાવી રહ્યા છે.

તાજેતરની અપડેટ મુજબ ફિલ્મ સિટીમાં ફિલ્મની તૈયારી માટે 12 અલગ-અલગ સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આમાં રામાયણ સાથે સંબંધિત અલગ-અલગ લોકેશન રિક્રિએટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અયોધ્યાનો મોટો સેટ પણ બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે મેકર્સ ચાહકોને સારી વિઝ્યુઅલ ઈમ્પેક્ટ આપવા માંગે છે. આ કારણોસર આ સેટ 3D ફોર્મેટમાં બનાવવામાં આવી રહ્યા છે. આ સેટ ઓગસ્ટના મધ્ય સુધીમાં તૈયાર કરવામાં આવશે અને તેના પર કામ પણ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં શરૂ થઈ જશે. આ ફિલ્મને 2 ભાગમાં લાવવામાં આવી રહી છે અને નિર્માતાઓનું માનવું છે કે ફિલ્મનું સમગ્ર શૂટિંગ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે.

રામાયણની સ્ટાર કાસ્ટ કોણ છે?

સ્ટારકાસ્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને સાઈ પલ્લવી સિવાય સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આમાં સની દેઓલ ભગવાન હનુમાનના રોલમાં જોવા મળશે. સાઉથના સુપરસ્ટાર યશ આમાં રાવણનો રોલ કરી રહ્યા છે. સિબા ચઢ્ઢા મંથરાનું પાત્ર ભજવશે. આ સિવાય અરુણ ગોવિલ રાજા દશરથના રોલમાં, લારા દત્તા કેકેયી અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2026ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

અયોધ્યામાં સગીરા પર બળાત્કાર, CM યોગી થયા ગુસ્સે

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સગીરા પર બળાત્કારનો મામલો જોર પકડી રહ્યો છે. સમાજવાદી પાર્ટી ચારે બાજુથી ઘેરાયેલી જોવા મળી રહી છે. હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે સપા પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં સગીર પર બળાત્કારનો આરોપી સપા સાંસદ સાથે બેસે છે અને પાર્ટીએ તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી. સીએમએ કહ્યું કે હું અહીં પ્રતિષ્ઠા માટે નથી આવ્યો… મારા મઠમાં મને પ્રતિષ્ઠા મળી શકી હોત. હું અહીં એ કહેવા માટે આવ્યો છું કે જો તેઓ (ગુનેગારો) આમ કરશે તો તેમને નુકસાન થશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં સગીર પર બળાત્કારના મુદ્દે વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અયોધ્યામાં 12 વર્ષની સગીર સાથે બળાત્કાર કરનાર આરોપી સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. આરોપી અયોધ્યાના સપા સાંસદનો નજીકનો છે. તેણે કહ્યું કે આરોપીએ એક પછાત જાતિની છોકરી પર બળાત્કાર કર્યો અને તે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે ફરતો હતો. પાર્ટીના નેતાઓ માટે આ મુશ્કેલ સ્થિતિ છે. સમાજવાદી પાર્ટીએ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. જો આવા ગુનેગારોને ગોળી ન મારવામાં આવે તો શું તેમને ગળામાં માળા પહેરાવી દેવા જોઈએ?

સપા નેતા પર સગીર પર બળાત્કારનો આરોપ

અયોધ્યાનો આ મુદ્દો ઉત્તર પ્રદેશમાં ગરમાયો છે. આરોપ છે કે સમાજવાદી પાર્ટીના નેતા મોઈન ખાને 12 વર્ષની સગીરને નોકરીનું વચન આપીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે પીડિતા ગર્ભવતી બની અને પેટમાં દુ:ખાવો થયો ત્યારે તેણે તેના પરિવારને જાણ કરી. તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડોક્ટરે પુષ્ટિ કરી કે સગીર ગર્ભવતી છે. આ પછી પીડિતાએ તેના માતા-પિતાને તેની અગ્નિપરીક્ષા જણાવી. સગીર છોકરી નિષાદ પરિવારમાંથી આવે છે. આરોપી સપા નેતા એક બેકરીનો માલિક છે. તેણે સગીર પર બેકરીમાં નોકરી અપાવવાના બહાને બળાત્કાર ગુજાર્યો હતો.

 

શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદઃ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

મથુરાઃ અલાહાબાદ હાઇકોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મુસ્લિમ વિવાદ મામલે મુસ્લિમ પક્ષની ઓર્ડર રૂલ 11ની વાંધાજનકવાળી અરજીને ફગાવી દીધી છે. હવે આ મામલે જલદી ટ્રાયલ શરૂ થશે. કોર્ટે એ નક્કી કરવાનું હતું કે આ મામલે દાખલ કરવામાં આવેલી 18 અરજીઓ પર એકસાથે સુનાવણી થઈ શકશે કે નહીં. આ ચુકાદો જસ્ટિસ મયંકકુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો હતો.

શું છે પૂરો મામલો?

મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલામાં હિન્દુ પક્ષ તરફથી 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એમાં તેમણે શાહી ઇદગાહ મસ્જિદની જમીનને હિન્દુઓની જણાવી હતી. હિન્દુ પક્ષ તરફથી અહીં પૂજાનો અધિકાર આપવાની માગ કરવામાં આવી છે. કોર્ટની અલગ-અલગ અરજીની એકસાથે સુનાવણી કરવા માટે ચુકાદો આપવાનો હતો. જોકે મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીઓને ફગાવી દેવાની દલીલ રજૂ કરી હતી.

મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શિપ એક્ટ, વકફ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પઝેશન રિલીફ એક્ટને ટાંકીને હિંદુ પક્ષની અરજીઓને બરતરફ કરવાની દલીલ કરી હતી. અગાઉ 6ઠ્ઠી  જૂને સુનાવણી પૂરી થયા બાદ હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. હિન્દુ પક્ષ તરફથી 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.  મુસ્લિમ પક્ષે ઓર્ડર 7, નિયમ 11 હેઠળ આ અરજીઓની જાળવણી પર પ્રશ્નો ઊભા કર્યા હતા અને તેમને બરતરફ કરવાની અપીલ કરી હતી. જોકે હાઇકોર્ટ મુસ્લિમ પક્ષની અરજી ફગાવતાં હવે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે હવે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં ધા નાખશે.

ગેનીબેન ઠાકોરે ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

ગુજરાત ભાજપના નેતાઓ હાલમાં દિલ્હીના આંટાફેરા કરી રહ્યાં છે. તાજેતરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતાં. ત્યાર બાદ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ અમિત શાહ અને સી.આર. પાટીલને મળ્યા હતાં. આ મુલાકાતોથી ભાજપના નવા પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ચર્ચાઓ ચકડોળે ચડી છે.

ગુજરાતની બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ગઈકાલે સંસદભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી અને 2020થી બંધ કરી દેવામાં આવી છે. તે ગ્રાન્ટ ચૂકવવાની માગ કરી છે. આ ગ્રાન્ટ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય માટે મળીને રજૂઆત કરી હતી.તે ઉપરાંત સરહદી વિસ્તારોમાં શિક્ષણ,આરોગ્ય, વીજળી અને પાણીની સુવિધાઓ વધારવા માટે રજૂઆત કરી હતી.

IPL: બેઠકમાં શાહરુખ ખાન થઈ ગયા ગરમ, ટીમના માલિક સાથે ઉગ્ર બોલાચાલી

મુંબઈ: IPL ફ્રેન્ચાઇઝીસ સાથે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની મીટિંગ દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના સહ-માલિક શાહરૂખ ખાન અને પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હોવાના અહેવાલો છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ અને નેસ વાડિયા વચ્ચે IPLની રિટેન્શન પોલિસીને લઈને વિવાદ થયો હતો. શાહરૂખ અને નેસ વચ્ચે કેટલા ખેલાડીઓને રિટેન કરવા તે અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી.

આઈપીએલ 2025ને લઈને આ બેઠક યોજાઈ હતી
બીસીસીઆઈએ બુધવારે પુષ્ટિ કરી હતી કે તેણે આઈપીએલ 2025 અંગે ટીમના માલિકો સાથે ચર્ચા કરી છે અને કોઈપણ અંતિમ નિર્ણય લેતા પહેલા આઈપીએલ એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, પરંતુ BCCIને આગામી સિઝન પહેલા ફ્રેન્ચાઈઝી શું ઈચ્છે છે તેની માહિતી મળી ગઈ હતી. IPL 2025ની સિઝન પહેલા મેગા ઓક્શન યોજાવાની છે, પરંતુ ઘણી ટીમોના માલિકોએ તેની સામે અવાજ ઉઠાવ્યો છે.

માલિકોએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી
માલિકોએ મીટિંગ દરમિયાન મેગા ઓક્શન, રીટેન્શન પોલિસી અને ઈમ્પેક્ટ પ્લેયર્સની જરૂરિયાત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મીટિંગમાં હાજરી આપનાર બીસીસીઆઈના ટોચના સૂત્રના જણાવ્યા અનુસાર શાહરૂખે મેગા ઓક્શન સામે વિરોધનો અવાજ ઉઠાવ્યો હતો.એવામાં શાહરૂખ અને નેસ વાડિયા વચ્ચે રિટેન્શન પોલિસીને લઈને થયેલી ચર્ચાએ માહોલ ગરમ કર્યો હતો. શાહરૂખ મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખવાની હિમાયત કરી રહ્યો હતો, જ્યારે વાડિયા તેની વિરુદ્ધ હતા.

મીટિંગમાં KKRના શાહરૂખ અને વાડિયા ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારન, લખનૌ સુપર જાયન્ટ્સના સંજીવ ગોએન્કા અને તેમના પુત્ર શાશ્વત અને દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલ પણ હાજર હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી મનોજ બાદલે અને રણજીત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી પ્રથમેશ મિશ્રા, ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કાસી વિશ્વનાથ અને રૂપા ગુરુનાથ, ગુજરાત ટાઇટન્સ તરફથી અમિત સોની, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના માલિક ઓનલાઈન મીટિંગમાં જોડાયા હતા.

જાણો કેવી રીતે રીંગણી વેચીને ખેડૂત બન્યો લખપતિ!

ગાંધીનગર: ‘રાસાયણિક ખાતરો અને દવાઓથી જમીનની સાથે માનવ શરીરને મોટું નુકસાન થાય છે, એટલે રાસાયણિક ઝેર ખાવું નહીં અને ખવડાવવું નહીં. રાસાયણિક ખાતરથી પાકના ઉત્પાદન મેળવવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાતર, બિયારણ અને ઉત્પાદન સારું થતું ન હતું. પરંતુ પ્રાકૃતિક ખેતીથી ખર્ચાળ વસ્તુઓ ઓછી થઈ અને ગુણવત્તાસભર પાક સારો મળી રહ્યો છે. એટલે મેં પ્રાકૃતિક ખેતી અપનાવી છે…’ આ શબ્દો છે તેલાવ ગામના ખેડૂત શ્રી અકબરઅલી બાબુભાઈ મોમીનના..અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામમાં રહેતા ખેડૂત અકબરઅલી બાબુભાઈ મોમીને વર્ષ ૨૦૨૨થી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. દેશી ગાયનું ગૌમૂત્ર, છાણ વગેરેનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરતા અકબરઅલી મોમીન સિઝનલ શાકભાજીના પાક વડે સારી આવક મેળવે છે. સંયુક્ત પરિવારમાં રહેતા અકબરભાઈ લગભગ ૧૨ વીઘા જેટલી સંયુક્ત જમીન ધરાવે છે. તે પૈકી માત્ર ૨ વિઘા જમીનમાં તેમણે રીંગણી વાવી છે અને માત્ર બે વીઘામાંથી ત્રણ- ચાર માસ જેટલા ટૂંકા ગાળામાં રૂપિયા અઢી લાખ જેટલી આવક મેળવી છે. આખા વર્ષ દરમ્યાન તેઓ અંદાજે ૬ લાખ જેટલી આવક મેળવે છે.

આ અંગે તેઓ જણાવે છે કે, છેલ્લાં ઘણા વર્ષોથી હું પરંપરાગત ખેતી કરતો હતો. પરંતુ આ ખેતીમાં વાપરવા પડતાં રાસાયણિક ખાતરને કારણે પાકની ગુણવત્તા મળતી નહતી અને ખર્ચ પણ વધુ થતો હતો. સાથે-સાથે રાસાયણિક ખાતરથી થતા અસાધ્ય રોગ અંગે પણ હું જાગૃત છું… આ ભયાનક રોગો અને તેના પરિણામથી ચિંતિત અકબરભાઈ સંકલ્પ લીધો કે, ‘રાસાયણિક ઝેર ખાવું નહીં અને ખવડાવવું નહીં…’જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેષ પટેલ જણાવે છે કે, ‘અમદાવદ જિલ્લામાં કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા, ખેતીવાડી, બાગાયત વિભાગના ક્ષેત્રીય અધિકારી/ કર્મચારીની સંયુક્ત ટીમ મારફત તેમજ 5 ગામ દીઠ જિલ્લામાં 100 જેટલા ક્લસ્ટરની રચના કરી, ખેડૂતોને ઘનિષ્ટ તાલીમ આપવાની કામગીરીની ફલશ્રુતિ રૂપે અમદાવાદ જિલ્લામાં હાલ લગભગ ૧૬ હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, અને અંદાજે ૧૩ હજાર એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. ગુજરાતના રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી માટે જે રાજ્યવ્યાપી ઝુંબેશ ઉપાડી છે, તેના લીધે હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અકબરભાઈ ખેતીની વાત કરતા જણાવે છે કે, તેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી સીઝનલ શાકભાજી ઉગાડે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી તેમનો ખર્ચ ઓછો થયો છે અને ઉત્પાદન તથા નફો વધુ થયો છે. તેમના ખેતરમાં ઉગાડેલી શાકભાજીનું સીધું વેચાણ સાણંદ કે અમદાવાદના બજારમાં કરે છે. લોકોને શુદ્ધ વસ્તુ મળતા તેના બજારમાં ભાવ પણ સારા મળે છે જેથી સારો એવો નફો મળે છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા અકબરભાઈ ગાયોના છાણ અને મૂત્રનો ઉપયોગ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભ એવા આચ્છાદન અને વાપ્સાનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. પ્રાકૃતિક ખેતીમાં તેમનો પૂરો પરિવાર તેમને સાથ આપે છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સંસદમાં કોંગ્રેસ પર થયા ગુસ્સે

સંસદમાં કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે માત્ર રીલ બનાવનારા નથી, અમે કામ કરતા લોકો છીએ. રેલવે અકસ્માતો પર વિપક્ષના હોબાળા પર નારાજગી વ્યક્ત કરતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જે લોકો અહીં બૂમો પાડી રહ્યા છે તેમને પૂછવું જોઈએ કે તેઓ સત્તામાં હતા ત્યારે 58 વર્ષમાં એક કિલોમીટર સુધી પણ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) કેમ લગાવી શક્યા નથી.

સંસદમાં બોલતી વખતે વિપક્ષી સાંસદોના હંગામાને કારણે રેલ મંત્રી ગુસ્સે થઈ ગયા હતા. આ દરમિયાન વિપક્ષના સાંસદોને ગુસ્સામાં બેસવા માટે કહેવામાં આવ્યું હતું. હંગામો મચાવતા તેમણે વિપક્ષી સાંસદોને કહ્યું, ચુપ રહો, બેસો. બેસો.  આ પછી તેમણે કહ્યું કે આ શું છે, તે વચ્ચે કંઈપણ બોલે છે.

રેલ્વે મંત્રીએ કહ્યું, આજે તેઓ આ પ્રશ્ન ઉઠાવવાની હિંમત કરી રહ્યા છે, જ્યારે મમતા બેનર્જી રેલ્વે મંત્રી હતા, ત્યારે આ લોકો ગૃહમાં તાળીઓ પાડતા હતા જ્યારે અકસ્માતનો આંકડો 0.24 થી ઘટીને 0.19 પર આવ્યો હતો અને આજે જ્યારે તે 0.19 થી નીચે આવ્યો છે. 0.03 તેઓ આ પ્રકારનો આરોપ લગાવે છે.

અશ્વિની વૈષ્ણવે સ્પીકરને પૂછ્યું કે શું આ દેશ આ રીતે ચાલશે? રેલ મંત્રીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની ટ્રોલ આર્મી દ્વારા જુઠ્ઠાણું ફેલાવે છે. તેમણે કહ્યું, જ્યારે અયોધ્યામાં સ્ટેશનની જૂની દિવાલ પડી ત્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે તરત જ તેને ઉપાડવાનું શરૂ કર્યું. આવા જુઠ્ઠાણાથી દેશ કેવી રીતે ચાલશે? રોજના બે કરોડ મુસાફરો મુસાફરી કરે છે. શું તેમના મનમાં આ ડર બેસાડવો જોઈએ? ?