પેરિસ: ભારતની જેવલિન થ્રોમાં પણ ગોલ્ડ મેડલની આશા પર પાણી ફરી ગયું છે.ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો હતો. આટલું જ નહીં આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે.
નીરજ ચોપરાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે. નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હોય. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. આ પહેલા ભારતે ચાર મેડલ જીત્યા હતા. જેમાંથી ત્રણ બ્રોન્ઝ શૂટિંગમાં અને એક હોકીમાં આવ્યો હતો.
પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ભાલાફેંકની ફાઇનલ મેચમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અરશદ નદીમનો પહેલો થ્રો પણ ફાઉલ હતો પરંતુ પછીના થ્રોમાં અરશદે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે તેણે નવો ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો અને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. નીરજે પણ આગલા થ્રોમાં પુનરાગમન કર્યું અને 89.45 મીટર સાથે બીજું સ્થાન મેળવ્યું. નીરજના કૂલ 5 થ્રો ફાઉલ થયા હતા.
ભાલા ફેંકમાં નીરજ ચોપરાને મળ્યો સિલ્વર મેડલ, પાકિસ્તાનના નદીમે જીત્યો ગોલ્ડ
વાસ્તુ: માત્ર પૈસા કમાવા માટે બનેલું અન્ન સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે
વૃક્ષો આપણને વાઈફાઈ આપતા હોત તો? તો કદાચ લોકો વૃક્ષો કાપવાના બદલે વૃક્ષો વાવવાનું કામ કરત. આપણે
વાઈફાઈ વિના જીવી શકીશું પણ ઓક્ષિજન વિના જીવન શક્ય છે ખરું? છેલ્લા કેટલા બધા સમયથી વૃક્ષારોપણમાં તમે કેટલા વડ, પીપળા કે લીંબડા વાવ્યા? વાંસ, સપ્તપર્ણી કે ગુલમહોર એ વૃક્ષો જેટલો ઓક્સીજન આપી શકશે? વળી કોનોકાર્પાસ જેની વાવણી અઢળક પ્રમાણમાં થઇ છે એ તો કેટલાક દેશોમાં પ્રતિબંધિત છે. અન્ય દેશોમાં જે પ્રતિબંધિત છે એવા મસાલા પણ આપણે રાજી થઈને ખાઈએ છીએ. જે ખોરાક કેન્સર કરે તે પ્રતિબંધિત ન હોય તો એને સ્વાસ્થ્યના ભોગે પણ ખાવો જરૂરી છે? જીવન આપણું પોતાનું છે. અને રોગને ભોગવવાનો પણ દરેકને પોતાને હોય છે. એ સમજવું ખુબ જરૂરી છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: ઘરનું જમવાનું શબ્દ હવે લુપ્ત થઇ રહ્યો છે. કેટલીક એપ્લીકેશન દ્વરા ખાવાનું ઓર્ડર કરીને જે આવ્યું તે લુશ્પુશ ખાઈ લેવું એને ભોજન થોડું જ કહેવાય? મારા ઘરે એક મહેમાન આવ્યા હતા. અમે ઘરે ભારતીય ભોજનની વ્યવસ્થા કરી હતી. પણ એમને એક જાણીતા રેસ્ટોરાંમાંથી જમવાનું મંગાવવું હતું. મેં કહ્યું કે આપણે ત્યાં જ જતા રહીએ. પણ એમને ભીડમાં જવું નહતું. અંતે અમે ઓર્ડર કર્યું. રેસ્ટોરન્ટનો એપમાં લખેલો નંબર ખોટો હતો. રાઈડરને ફોન કર્યો કે અલગ રીતે ખાવાનું બનાવવાનું છે. એણે કહ્યું કે હું પહોંચીને વાત કરાવી દઈશ. અમે હેલ્પ ડેસ્કમાં વાત કરી. એ માણસે કહ્યું કે મેં સમજાવી દીધું છે. હું વિદ્યાર્થી છુ. મને ફાઈવ સ્ટાર આપો, મને માર્કસમાં કામ આવશે. અમે આપી દીધા.
ખાવાનું આવ્યું તો એ અડવાથી જ ઠંડુ લાગતું હતું. મેં રાઈડરને પૂછ્યું તો એણે કહ્યું કે રેસ્ટોરન્ટમાં પહેલેથી પેક થયેલું પડ્યું હોય છે. એ લોકો કશું સાંભળતા નથી. એ પાર્સલ મુકીને જતો રહ્યો. અમે ટેબલ સેટ કરતા હતા એ દરમિયાનમાં મહેમાનનું નાનું બાળક ભૂખ્યું થયું હોવાથી એણે પાર્સલ ખોલીને થોડું ખાઈ લીધું. થોડી વારમાં એને પેટમાં દુખવા લાગ્યું અને ઉલટી થઇ. બધું જ ખાવાનું વાસી હતું. લગભગ બે હજાર રૂપિયા આપ્યા પછી આવું ખાવાનું? મારા મિત્રે એપમાં ફરિયાદ કરી તો એમણે જણાવ્યું કે તમે પહેલેથી ફાઈવ સ્ટાર આપેલા છે. બાળકને દવાખાને લઇ જવાનું થયું. ખાવાનું ફેંકી દીધું. અને એપ વાળા એકની એક વાત કરતા રહ્યા કે આ રેસ્ટોરન્ટ દિવસના પાંચ હજાર લોકોને ખાવાનું આપે છે. કોઈ ફરિયાદ કરતુ નથી. ફોટા જોઇને ખાવાનું ફ્રેશ લાગે છે. ફોટામાં વાસ થોડી આવે. વળી પેકિંગ પર ગાર્નીશિંગ કર્યું હોય તો સારું જ લાગે.
શું ઘરનું ખાવાની સીસ્ટમ ખોટી છે? એક સમયે પાંચ હજાર લોકોને ફ્રેશ ખાવાનું આપી શકાય? આના માટે કોઈ કાયદો ન હોવો જોઈએ? આપણા લોકોને આ કયો ઝુવાળ ચડ્યો છે જે પૈસા આપીને મુર્ખ બનતા શીખવાડે છે.

જવાબ: ઘરના ભોજન જેવું ઉત્તમ ભોજન એક પણ નથી. એમાં મસાલા ઉપરાંત ભાવ પણ ભરેલો હોય છે. જે લોકો પોતાનો નંબર જ ખોટો આપતા હોય એમનો વિશ્વાસ કરાય? વળી તમે ઉતાવળમાં દયા ખાઈને સ્ટાર આપ્યા એ પણ ભૂલ છે. એપ્લીકેશન વાળા પોતે પૈસા કમાવા બેઠા છે. એ તો અમે માત્ર તમે કોન્ટેક્ટ કરાવીને છુટી ગયા કહી શકે. આના માટે સાચે જ કાયદા જરૂરી છે. એપ્લીકેશન વાળા બંને બાજુ કમીશન લે છે. વળી આટલા મોટા દેશમાં નવા નવા લોકો મળી રહેશે. માત્ર સારા રીવ્યુ જરૂરી હોય છે. બને ત્યાં સુધી ઘરે જ બનાવી ને ખાવ. અને તમારું આ ઉદાહરણ આપીને અન્યને પણ પ્રેરો. તમારા મિત્રના બાળકને કશું થઇ ગયું હોત તો કોઈ રીફંડ એની ખોટ પૂરી ન કરી શકત.
સુચન: રેસ્ટોરન્ટનું કિચન જોવાનો અધિકાર દરેકને છે. તમારું ખાવાનું કઈ રીતે બને છે તે જોવાનો આગ્રહ રાખો. જો એ તમને લાઈવ કેમેરામાં બતાવી શકે તો એ લોકો પારદર્શક છે એની ખાતરી થાય. માત્ર પૈસા કમાવા માટે બનેલું અન્ન સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
રાશિ ભવિષ્ય 09/08/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
મોહમ્મદ યુનુસે સંભાળી બાંગ્લાદેશની કમાન, PM મોદીએ પાઠવી શુભકામના
ઢાકા: હિંસાની આગમાં શેકાઈ રહેલા પડોશી દેશમાં આખરે નવી સરકારની રચના થઈ ગઈ છે. શેખ હસીનાના તખ્તાપલટ બાદ નવી વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ અને નવી વચગાળાની સરકારના સભ્યોને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે.
શેખ હસીનાએ 15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર એકતરફી શાસન કર્યું. અવામી લીગના નેતા શેખ હસીનાને સોમવારે ભારે બળવાને કારણે રાજીનામું આપી દેશ છોડવાની ફરજ પડી હતી. વચગાળાની સરકારના પ્રમુખ બનવા માટે ડૉ. યુનુસ લંડનથી રાજધાની ઢાકા આવ્યાં હતા. ડો.યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવાની માંગ બાંગ્લાદેશના વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. તેમણે સેના સહિત તમામ રાજકીય પક્ષોને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓ અન્ય કોઈને વડા બનાવવાનું સ્વીકારશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા છે. PM મોદીએ કહ્યું છે, કે ‘પ્રોફેસર મોહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારી બદલ શુભકામનાઑ. આશા રાખું છું કે જલ્દી જ સ્થિતિ સામાન્ય થશે અને હિન્દુઓ તથા અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે ભારત બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા તૈયાર છે.’
My best wishes to Professor Muhammad Yunus on the assumption of his new responsibilities. We hope for an early return to normalcy, ensuring the safety and protection of Hindus and all other minority communities. India remains committed to working with Bangladesh to fulfill the…
— Narendra Modi (@narendramodi) August 8, 2024
અનામત મામલે બાંગ્લાદેશમાં હજુ પણ હિંસા ચાલુ છે. શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના ઓછામાં ઓછા 29 સમર્થકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ રીતે બાંગ્લાદેશમાં મૃત્યુઆંક વધીને 469 થયો છે. હિંસા બાદ ત્યાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. હિંસાનો ભોગ બનેલા હિંદુ લઘુમતી અને અવામી લીગના સમર્થકો ભારતીય સરહદ પર એકઠા થયા છે અને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઓલિમ્પિક: અમન સેહરાવત ફાઇનલમાં પહોંચવામાં ચૂક્યો
ભારતનો અમન સેહરાવત પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીની ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અમનને સેમિફાઇનલમાં જાપાની રેસલરના હાથે માત્ર 1 મિનિટ અને 14 સેકન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને આ સાથે જ તેની ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. જોકે આમ છતાં અમન પાસે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. ફાઇનલમાં, આ કેટેગરીમાં અમનની સ્પર્ધા વિશ્વના નંબર-1 કુસ્તીબાજ જાપાનના રેસલર રેઇ હિગુચી સાથે હતી, જેણે એક પણ પોઈન્ટ ગુમાવ્યા વિના અમનને હરાવ્યો અને બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી.
અમને તેની પ્રારંભિક રાઉન્ડની મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું અને 3 વખતના વિશ્વ ચેમ્પિયનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. તેની સૌથી અઘરી કસોટી સેમી ફાઈનલમાં હતી અને તેને પાર કરવી તેના માટે અશક્ય સાબિત થઈ. જાપાનના હિગુચીએ કોઈ પણ સમય બગાડ્યા વિના તેને 10-0થી હરાવ્યો હતો. હિગુચીએ આ કેટેગરીમાં રિયો ઓલિમ્પિક 2016માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત ગયા વર્ષે જ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
સેમિફાઇનલ પહેલા જબરદસ્ત પ્રદર્શન
આ હાર બાદ પણ રવિ પાસે મેડલ જીતીને ઓલિમ્પિકમાંથી પરત ફરવાની તક છે. અમન હવે શુક્રવાર 9મી ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ માટે દાવો કરશે. ત્યાં તેનો મુકાબલો પ્યુર્ટો રિકોના રેસલર ડેરિયન ક્રુઝ સાથે થશે. હરિયાણાના ઝજ્જર જિલ્લામાંથી આવેલા 21 વર્ષીય અમન સેહરાવત માટે આ પ્રથમ ઓલિમ્પિક છે અને પોતાની ડેબ્યૂમાં જ આ યુવા કુસ્તીબાજએ દમદાર પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.
તેણે ‘તકનીકી શ્રેષ્ઠતા’ (10-0) દ્વારા બંને મુકાબલા જીત્યા. સૌથી પહેલા તેણે નોર્થ મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવને 3 મિનિટ 59 સેકન્ડમાં 10-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પછી અમાને ક્વાર્ટર ફાઇનલમાં અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને વધુ ખરાબ રીતે હરાવ્યો હતો. અમાને તેમને 3.56 મિનિટમાં 12-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.
રવિની જગ્યાએ તક મળી
અમન સેહરાવતની પેરિસ ઓલિમ્પિકમાં પહોંચવાની સફર ખૂબ જ જોરદાર હતી કારણ કે તે નેશનલ ટ્રાયલ્સના દિગ્ગજ રેસલર રવિ દહિયાને પાછળ છોડીને અહીં પહોંચ્યો હતો. પછી તેને ક્વોલિફાયરમાં પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મળી. રવિ દહિયાએ જ ટોક્યો ઓલિમ્પિકમાં આ કેટેગરીની ફાઇનલમાં જગ્યા બનાવીને ઈતિહાસ રચ્યો હતો અને પછી સિલ્વર મેડલ જીતીને પરત ફર્યા હતા.
વડાપ્રધાન મોદીએ ભારતીય હોકી ટીમને ફોન કરી અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી: ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં મેડલ લઈને આવી છે. હરમનપ્રીતની આગેવાનીમાં ટીમ હોકીએ પેરિસ ઓલિમ્પિકમાં ફ્રાન્સને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ખુશીના આ પ્રસંગે પીએમ મોદીએ પણ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમના ખેલાડીઓને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ હરમનપ્રીતને ‘સરપંચ સાહેબ’ કહીને સંબોધન કરતાં સૌ ખેલાડીઓ હસી પડ્યા હતા. PMએ શ્રીજેશ સાથે પણ વાત કરી હતી અને વખાણ કર્યા હતા. PMએ શ્રીજેશને ટકોર કરી હતી કે તમે સંન્યાસ જાહેર કર્યું છે પણ તમારે નવી ટીમ તૈયાર કરવી પડશે.
પીએમ મોદીએ કહ્યું કે એક સિદ્ધિ જે આવનારી પેઢીઓ યાદ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. તે વધુ ખાસ છે કારણ કે તે ઓલિમ્પિકમાં તેમનો સતત બીજો મેડલ છે. તેમનો સફળતા તેમના કૌશલ્યને કારણે મળી છે, આ દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે અને ખેલાડીઓને અભિનંદન અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે.
A feat that will be cherished for generations to come!
The Indian Hockey team shines bright at the Olympics, bringing home the Bronze Medal! This is even more special because it is their second consecutive Medal at the Olympics.
Their success is a triumph of skill,…
— Narendra Modi (@narendramodi) August 8, 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પર લખ્યું, “પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમારી હોકી ટીમને હાર્દિક અભિનંદન. આ પાંચ દાયકાથી વધુ સમય પછી છે જ્યારે ભારતે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ટીમ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. તેનું પુનરુત્થાન આ ટીમ દ્વારા દર્શાવવામાં આવેલ સાતત્ય, કૌશલ્ય અને લડાઈની ભાવના મહાન છે.
ઓલિમ્પિક : ભારતે 52 વર્ષ બાદ હોકીમાં આ કારનામું કર્યું
ભારતે સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવીને ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. છેલ્લા 52 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીત્યા છે. સ્પેન સામેની મેચની વાત કરીએ તો ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે બંને ગોલ કર્યા હતા. તેણે બે વખત પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કર્યા.
The boys have done it 🏑🥉
Congratulations to the Indian Men’s Hockey team on putting up a fabulous play at the #Paris2024 and securing a Bronze by defeating Spain 2-1.
With back to back medals in Olympics, the Indian hockey renaissance is truly an inspiring story.… pic.twitter.com/lEz4Jcxhv1
— Himanta Biswa Sarma (@himantabiswa) August 8, 2024
1972 પછી આ પ્રથમ વખત છે
1972 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય હોકી ટીમે સતત બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયાએ ટોક્યો ઓલિમ્પિક અને પેરિસ ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે 1950, 1960 અને 1970 ના દાયકામાં પણ ભારત હોકીમાં પ્રભુત્વ ધરાવતું હતું.
Chak De India🏑 🇮🇳#ParisOlympics2024 में भारतीय हॉकी टीम द्वारा 🥉 जीतकर देश का सम्मान बढ़ाने वाले सभी खिलाड़ियों को हार्दिक बधाई। हमारे खिलाड़ियों की इस अद्भुत उपलब्धि पर प्रत्येक भारतवासी को गर्व है। pic.twitter.com/aPVE3T4S4V
— Piyush Goyal (@PiyushGoyal) August 8, 2024
ભારતીય હોકી ટીમે 1948ની ઓલિમ્પિક ગેમ્સથી સતત મેડલ જીતવાનું શરૂ કર્યું હતું. 1948 પછી, ટીમ ઈન્ડિયાએ 1972 સુધી હોકીમાં ચોક્કસ મેડલ જીત્યા હતા. એટલે કે સતત 7 ઓલિમ્પિક ગેમ્સમાં હોકી મેડલ જીતવાનો રેકોર્ડ પણ ભારત પાસે છે. 1948 અને 1972 ની વચ્ચે, ભારતે હોકીમાં 3 ગોલ્ડ, 3 બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો.
𝐓𝐡𝐢𝐬 𝐁𝐫𝐨𝐧𝐳𝐞 𝐌𝐞𝐝𝐚𝐥 𝐢𝐬 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚!
Consecutive bronze medals for team India, we defeat Spain in the Bronze Medal match.
Full-Time:
India 🇮🇳 2️⃣ – 1️⃣ 🇪🇸 Spain#Hockey #HockeyIndia #IndiaKaGame #WinItForSreejesh #Paris2024 #INDvsESP@CMO_Odisha… pic.twitter.com/WlpzrZu4jh— Hockey India (@TheHockeyIndia) August 8, 2024
હોકીમાં ભારતનો 13મો મેડલ
ઓલિમ્પિક ગેમ્સની વાત કરીએ તો ભારતને સૌથી વધુ સફળતા માત્ર હોકીમાં જ મળી છે. 2024માં ભારતીય હોકી ટીમે તેનો 13મો ઓલિમ્પિક મેડલ જીત્યો છે. આ પછી આવે છે શૂટિંગ, જેમાં ભારતે 7 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. આ સાથે જ ભારતના મોટાભાગના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ હોકીમાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા આ રમતમાં અત્યાર સુધી કુલ 8 વખત ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો
પેરિસ: ભારત અને સ્પેન વચ્ચે આજે પેરિસ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ. જેમાં ભારતનો શાનદાર 2-1થી વિજય થયો હતો. આ ભવ્ય વિજય સાથે ભારતે 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કરી પોતાના રેકોર્ડની બરાબરી કરી છે. 52 વર્ષ પહેલા ભારત હોકીમાં 1968 અને 1972માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે સ્પેનને હરાવી ભારત સતત બીજી વાર બ્રોન્ઝ મેડલ જીત્યું છે.
ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતને સૌથી વધુ સફળતા હોકીમાં મળી છે. હોકીમાં ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. ઉપરાંત ભારતે હોકીમાં સૌથી વધુ આઠ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યા છે. ભારતે 1928થી 1956 સુધી સતત છ ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1960થી 1972 સુધી ભારતે હોકીમાં સતત ચાર મેડલ જીત્યા હતા. પછી 1976માં ભારત મેડલ જીતવામાં ચૂકી ગયો હતો. જો કે, 1980માં ભારતે ગોલ્ડ મેડલ જીતી ફરી વાપસી કરી હતી.
1980 બાદ ઓલિમ્પિકમાં હોકીમાં ભારતીય ટીમના મેડલ જીતવા પર 40 વર્ષ સુધી દુષ્કાળ રહ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતીય ટીમ આ દુષ્કાળનો અંત લાવી હતી. હવે હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી સતત બીજી વાર મેડલ જીતી 52 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો છે.
તુષાર કપૂરે કર્યો ઈન્ડસ્ટ્રીને લઈ ખુલાસો, કહ્યુ-કેટલાક લોકો મને નીચા…
મુંબઈ: અભિનેતા જિતેન્દ્રના પુત્ર અને ટીવી ક્વીન એકતા કપૂરના ભાઈ તુષાર કપૂરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે,પરંતુ તેમને ખાસ સફળતા મળી નથી. તુષાર હવે વેબ શોમાં પણ કામ કરી રહ્યાં છે. હવે તે ‘દસ જૂન કી રાત’માં જોવા મળશે. આ શોમાં પ્રિયંકા ચૌધરી લીડ રોલમાં છે. તાજેતરમાં તુષારે ઈન્ડસ્ટ્રીને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે.

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા તુષાર કપૂરે કહ્યું,’ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે શા માટે તે બધા મને કાયમ માટે સ્વીકારી શકતા નથી. મને લાગે છે કે આ વિભાગ તે સમુદાયનો એક ભાગ છે, જે તમને નીચે ખેંચે છે અથવા તમને પાછળ ધકેલી દે છે. તે દુઃખદ છે પણ સાચું છે, પરંતુ હું હવે આ બધામાંથી બહાર આવી ગયો છું. સદભાગ્યે મારી પાસે એવા પ્રેક્ષકો છે જે ક્યારેય મનો જજ નથી કરતી.’
નેપોટિઝમનો ફાયદો નથી થયો
પોતાના મુદ્દાને આગળ વધારતા, અભિનેતાએ કહ્યું કે લોકો હંમેશા ફિલ્મી પરિવારમાંથી મળતા ફાયદાઓ વિશે વાત કરે છે અને ચર્ચા કરે છે. મને પણ આવા કેટલાક ફાયદા હતા, પરંતુ મારે ઘણા ગેરફાયદાનો સામનો કરવો પડ્યો હતો. એક નવા વિદ્યાર્થી તરીકે મારે વારંવાર પરીક્ષાઓ આપવી પડી. હું તેની સાથે લડવા માટે પણ તૈયાર છું, કારણ કે તે મને સજાગ રાખે છે.
તુષારે ઉમેર્યુ કે,’આભાર મારી પાસે એક પુત્ર છે, જે મારા માટે સ્ટ્રેસ બસ્ટર છે. જ્યાં હું સકારાત્મક અને કેન્દ્રિત છું, હું તે દિશામાં મારું જીવન જીવું છું. હું ફિટનેસને લઈને ખૂબ જ સભાન છું. હું બૌદ્ધ ધર્મનું પાલન કરું છું. આ બધી બાબતો મને પ્રેરિત રાખવામાં મદદ કરે છે. હું માનું છું કે અંતમાં ચોક્કસપણે રોશની હોય છે. જીવનમાં ઉતાર-ચઢાવ જરૂરી છે, નહીં તો જીવન કંટાળાજનક બની જશે. હું આભારી છું કે હું હવે અહીં છું અને મારા પ્રોજેક્ટ્સ વિશે વાત કરું છું.’


