વડોદરા: આજ કાલના નબિરાઓ રિલ્સ બનાવવાના ચક્કરમાં અવનાવા પેતરા અપનાવતા હોય છે. ત્યારે વડોદરા ત્રણ નબીરાઓ વીડિયો ફરી એક વખત વાયરલ થયો છે. રીલ્સ બનાવવા માટે ઓવર બ્રિજ પર ટ્રીપલ સવારી બાઇક પર જતો યુવક પોતાનું તથા અન્યોનું જીવન જોખમમાં મુકી રહ્યો હોવાનું વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવતા પહેલા સહેજ પણ ખચકાતા નથી. આવા કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યાર બાદ પોલીસ કાર્યવાહી પણ કરે છે છતાં લોકો અટકવાનું નામ નથી લેતા.

તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળોમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુવકો ત્રણ સવારી બાઇક લઇને જઇ રહ્યા છે. દરમિયાન ચાલક પોતાના એક હાથમાં બાઇકનું સ્ટિયરિંગ અને અન્ય હાથમાં મોબાઇલ લઇને ચાલુ બાઇકે ઉભો થઇ જાય છે અને કંઇક રેકોર્ડ કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
પ્રાથમિક અંદાજ પ્રમાણે આ વિડીયો વડોદરાના અટલ બ્રિજ હોય શકે છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર વીડિયો વાયર થયાની જાણ વડોદરા પોલીસને થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી છે. વીડિયોમાં દેખાતા યુવકોની શોધખોળ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકે ત્રણ સવારી બાઇક પર જઇને રીલ્સ બનાવવા કરેલા સીનસપાટામાં અનેકના જીવને જોખમ ઉભું થઇ શકે તેવી સ્થિતિ સર્જાઇ હતી.















NPCI દ્વારા વિકિસત UPI મોબાઇલ ફોનના માધ્યમથી આંતર બેન્ક લેવડદેવડનૂ સુવિધા માટે એક ત્વરિત વાસ્તવિક ચુકવણી પ્રણાલી છે. વિદેશપ્રધાને કહ્યું હતું કે ભારતે UPIના માધ્યમથી ડિજિટલ લેવડદેવડમાં ક્રાંતિ લાવી દીધી છે. એ વાત પર ભાર આપતાં તેમણે કહ્યું હતું કે એણે ભારતમાં નાણાકીય સમાવેશને નવા સ્તરોએ પહોંચાડી છે. આજે વિશ્વના 40 ટકા ડિજિટલ ચુકવણી અમારા દેશમાં થાય છે. મને એ જાણીને ખુશી થઈ રહી છે કે આજે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની સાથે અમે માલદીવમાં આ ડિજિટલ સંશોદન લાવવાની દિશામાં પહેલું કદમ ભર્યું છે. હું બંને પક્ષોના સ્ટેકહોલ્ડરોને શુભકામનાઓ આપું છું અને આશા કરું છે કે અમે ટૂંક સમયમાં UPI લેવડદેવડ જોઈ શકીશું. એનાથી પર્યટન ક્ષેત્રે બહુ સકારાત્મક અસર પડશે. પર્યટન માલદીવ માટે આર્થિક કામગીરીનો મુખ્ય સ્રોત છે.