ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM Modiને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જેમાં X પોસ્ટના માધ્યમથી CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી છે. જેમાં આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત, આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી તેવું લખાણ લખ્યું છે.
વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.
ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીનું આપનું પરિશુદ્ધ જાહેરજીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની… pic.twitter.com/hD6kUda1HH
પીએમ મોદીનો આજે જન્મ દિવસ છે. જેમાં પીએમ મોદી ગુજરાતથી રવાના થશે. પીએમ મોદી સવારે 9 વાગે ગાંધીનગરથી એરપોર્ટ જવા રવાના થશે. પીએમ મોદી એરપોર્ટથી સીધા જ ઓડીશા કાર્યક્રમમાં ભાગ લેવા જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે મંત્રીઓ એરપોર્ટ પર શુભેચ્છા પાઠવશે. મંત્રીમંડળના સભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટોનું પ્રદર્શન કરવામાં આવશે. તેમાં PM નરેન્દ્ર મોદીને મળેલી 604 ભેટની હરાજી પણ કરાશે. દર વર્ષે PMના જન્મદિવસથી હરાજી શરૂ થાય છે. તેમાં ઈ-ઓક્શન દ્વારા PMને મળેલી ભેટોની હરાજી થાય છે.
ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ રહી છે. સોમવારે પ્રથમ દિવસે આ સમિટમાં 32.45 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટની શરૂઆત કરાવી હતી.કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ સમિટમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, “પ્રથમ વખત સમિટનું આયોજન દિલ્હી બહાર થયું છે. ગુજરાતમાં આયોજીત સમિટ ખૂબ સફળ જઇ રહી છે. ગઇકાલે 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયુ છે. આ સમિટમાં જર્મની અને ડેન્માર્કનું મોટું ડેલિગેશન આવ્યું છે. રિન્યુએબલ એનર્જી મોડેલ દેશભરમાં લાગુ થઇ રહ્યું છે. 500 B2B બેઠક, 60 B2G બેઠકનું આયોજન થયું છે. 7 હજરથી વધુ રજિસ્ટર્ડ વિઝિટર આવ્યા હતા.”ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઇ પટેલે કહ્યું, “ઓફશોર, ગ્રીન હાઈડ્રોજન સહિત 4 સેશન રાજ્ય દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાત 30 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પેદા કરે છે. હવે 70 ગીગાવોટ વીજળી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સોલાર રૂફટોપમાં 50 ટકા ઇન્સ્ટોલેશન થયું છે. સોલાર રૂફટોપમાં 10 લાખ ઘરોનું લક્ષ્યાંક છે. રાજ્યમાં 3.25 લાખ કરોડના રોકાણની જાહેરાત થઇ છે.”
દ્વારકા: એક બાજું ગુજરાતમાં ગણેશ વિસર્જનની ધૂમ ચાલી રહી છે. ત્યાં બીજી બાજું રાજ્યના દરિયાકાંઠેથી નશીલા પદાર્થોની હેરાફેરીમાં વધારો થતો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણાં દિવસોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી માદક પદાર્થોનો જથ્થો મળી આવે છે. ત્યારે બેટ દ્વારકામાં પૂર્વ કાંઠા વિસ્તારના દરિયા કિનારેથી ચરસના 2 પેકેટો મળી આવ્યા હતા. ચરસના આ જથ્થાની કિંમત અંદાજે 93.30 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાના દરિયા કાંઠે સોમવારે (16મી સપ્ટેમ્બર) શંકાસ્પદ પેકેટ પડ્યા હોવાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં આ પેકેટમાં હાઈ ક્વોલિટીનું ચરસ હોવાનું જાહેર થયું છે. તેનું વજન 866 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બેટ દ્વારકા પોલીસે એનડીપીએસ ઍક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેંતરો અપનાવ્યો છે. જેમાં ઇન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે. જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગ્સ માફિયાના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.
નવી દિલ્હીઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારતીય હોકી ટીમે ચીનને 1-0થી હરાવી દીધું છે.આ મેચના પ્રારંભથી બંને ટીમો તરફથી કોઈ પણ ગોલ નહોતું કરી શક્યું, પણ મેચ પૂરી થવાની થોડી મિનિટો પહેલાં ભારતના જુગરાજ સિંહે ગોલ કર્યો હતો. આ ગોલને કારણે ભારતીય હોકી ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. ભારતે પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પોતાને નામે કરી છે.
ચીન સામેની મેચમાં ભારતનો એકમાત્ર ગોલ 51મી મિનિટે થયો હતો, જ્યાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે જુગરાજને પાસ કર્યો હતો અને તેણે બોલને ગોલ પોસ્ટમાં ધકેલીને શાનદાર ગોલ કર્યો હતો. અંતિમ ક્ષણોમાં ચીનના ખેલાડીઓએ લાંબા સમય સુધી બોલ પર કબજો જમાવ્યો હતો, પરંતુ ભારતનું ડિફેન્સ પણ શાનદાર હતું.ભારતને પહેલા ક્વાર્ટરમાં જ બે પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ બંને વખત ચીનના ગોલકીપરે પોતાની ગોલ પોસ્ટ સુરક્ષિત રાખી હતી. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમોએ ગોલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો
આ જીત સાથે ભારતે ગોલ્ડ મેડલ અને ચીને સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ત્રીજા સ્થાન માટે પાકિસ્તાને દક્ષિણ કોરિયાને 5-2થી હરાવ્યું હતું. આ પહેલાં ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારત અને ચીન આમને-સામને આવ્યા હતા, જ્યાં ટીમ ઈન્ડિયાએ 3-0થી આસાન વિજય નોંધાવ્યો હતો.
Congratulations to the Indian Men’s Hockey Team on clinching their record-breaking 5th Asian Champions Trophy title! 🏆🏑
With a hard-fought 1-0 victory over China, India have not only retained their crown from 2023 but also solidified their position as the most successful team… pic.twitter.com/akCC5N6kGv
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2011માં થઈ હતી, જ્યાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. જે બાદ 2016માં ભારતે ફરી એક વાર પાકિસ્તાનને 3-2થી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2018માં ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત આ ટ્રોફી જીતી હતી.
મુંબઈ: સોમવારે દુબઈમાં SIIMA 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઐશ્વર્યા રાયે SIIMA 2024 (South Indian International Movie Awards 2024)માં શ્રેષ્ઠ અભિનેત્રીનો ક્રિટિક્સ એવોર્ડ જીત્યો હતો. ઐશ્વર્યા રાયને ‘પોનીયિન સેલવાનઃ II’માં તેની શાનદાર ભૂમિકા માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ ફિલ્મમાં તેણે નંદિનીનું પાત્ર ભજવ્યું જે લોકોના દિલને સ્પર્શી ગયું. આ ખાસ પાત્ર માટે સન્માન મળ્યા બાદ ઐશ્વર્યા રાય ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. આ સમય દરમિયાન તેના પરિવારમાંથી માત્ર તેની પુત્રી જ ઐશ્વર્યા સાથે સપોર્ટ સિસ્ટમ તરીકે આવી હતી. દીકરી આરાધ્યા બચ્ચને તેની માતાની તસવીરો લેવાથી લઈને તેને ખુશ કરવા સુધીનું બધું જ કર્યું. ઐશ્વર્યા રાયની એવોર્ડ વિનિંગ પળોની તસવીરો લેતી વખતે અને તેના ભાષણનો વીડિયો બનાવતી વખતે આરાધ્યાની તસવીરો અને વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. હવે તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે મા-દીકરીનું બોન્ડિંગ
જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે એવોર્ડ જીત્યા બાદ ઐશ્વર્યા રાય સ્ટેજ પરથી નીચે આવી ત્યારે તેની પુત્રી આરાધ્યા બચ્ચન તેની સીટ પરથી ઊભી થઈ અને દોડીને તેની માતા પાસે ગઈ અને તેને ગળે લગાવી. ઐશ્વર્યા પણ ખુશીથી હસીને તેને ભેટી. આ પછી બંને વાત કરતા કરતા પોતાની સીટ પર પાછા ફર્યા. આ વીડિયો જોયા બાદ લોકો ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનની જોડીના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે માતા અને પુત્રી વચ્ચે ગાઢ સંબંધ છે અને બંને હંમેશા એકબીજા માટે ઉભા જોવા મળે છે. ઘણા લોકોએ આરાધ્યાને મમ્માઝ ગર્લ ગણાવી છે.
લોકોની પ્રતિક્રિયા
આ વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું, ‘આ બંને માતા અને પુત્રીની વાસ્તવિક બંધન દર્શાવે છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘તે પોતાની પુત્રી સાથે ખુશહાલ જીવન જીવી રહી છે.’ એક યુઝરે લખ્યું,’પ્રેમ, ગૌરવ અને ખુશી…અમૂલ્ય ક્ષણ’. વીડિયો પર આવી કોમેન્ટ જોવા મળી રહી છે. બાય ધ વે, ઐશ્વર્યા રાયે આ જીત પછી એક શાનદાર ભાષણ આપ્યું હતું, જેમાં તેણે તેના ગુરુ મણિરત્નમનો આભાર માન્યો હતો અને તેની જીતને ફિલ્મના કલાકારો અને ક્રૂની જીત ગણાવી હતી. ઐશ્વર્યા રાયે કહ્યું, ‘મને એવોર્ડથી સન્માનિત કરવા બદલ SIIMAનો ખૂબ ખૂબ આભાર. તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે કારણ કે આ ફિલ્મ મારા હૃદયની ખૂબ જ નજીક હતી, પોનીયિન સેલ્વન જેનું નિર્દેશન મારા ગુરુ મણિ રત્નમે કર્યું હતું. શ્રેષ્ઠ અભિનેત્રી માટે પોનીયિન સેલવાનમાં નંદિની તરીકે મારા કામ માટે સન્માનિત થવું એ ખરેખર સમગ્ર ટીમના કામની ઉજવણી છે.
મમ્મી મને કોઈની પડી નથી, હું સ્મશાને જઈશ અને ભઈલા સાથે પપ્પાને અગ્નિદાહ પણ આપીશ! 23 વર્ષની માયરાએ રડતા રડતા માતા અસ્મિતાબહેન સાથે વાત કરી. તને તો ખબર જ છે કે પપ્પાની ઈચ્છા હતી કે હું જ એમને અગ્નિદાહ આપું, એમની છેલ્લી ઈચ્છા પૂરી કરવાની મારી ફરજ છે. સમાજને તો શું આજે બોલશે અને કાલે ભૂલી જશે.. પણ મારા પપ્પા ફરી પાછા નથી આવવાના. અસ્મિતાબહેને દીકરીને માથે હાથ ફેરવતા કહ્યું હા બેટા તારે પ્રિયંક સાથે સ્મશાને જવાનું જ છે, જ્યારે પણ તારી દાદી દીકરાની માંગ કરતા ત્યારે તારા પપ્પા કહેતા કે મારી માયરા જ મારો દીકરો છે, ભવિષ્યમાં મારે દીકરો હોય તો પણ માયરા અગ્નિદાહ આપશે ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે. અહીં એક દીકરી પોતાના પિતાને અંતિમ વિદાય આપવા માટે સ્મશાને જવા ઈચ્છે છે.
પરંતુ કહેવાતો ભદ્ર સમાજ એને એમ કહીને રોકે છે કે એ એક દીકરી છે એનાથી સ્મશાને ન જવાય! જેના ઘરે દીકરો ના હોય એના ત્યાં કુંટબના દીકરાઓ અગ્નિદાહ કરે પણ દીકરી તો પારકી જાત, એની પાસે અગ્નિદાહ ન કરાવાય.. પાછું માયરાને તો ભાઈ પણ છે, માટે એ સ્મશાને નહીં જ આવી શકે..
ઘણી લાંબી રકઝક પછી માયરાની માતા, ભાઈ અને એના સાસરીયાએ પણ જ્યારે મક્કમતાથી કહ્યું કે અમારી દીકરી તો સ્મશાને જશે અને એના પિતાની ઈચ્છા પ્રમાણે એમને અગ્નિદાહ પણ આપશે. ત્યારે સમાજના કહેવાતા મોટા લોકોએ આ વાતનો સ્વીકાર કર્યો..અંતે માયરાના પિતાની ઈચ્છા પૂર્ણ થઈ, ભાઈની સાથે એને પણ પિતાને કાંધ આપી અગ્નિદાહ કર્યો.
જો કે સવાલ એ થાય કે માતા-પિતાના મૃત્યુ પછી માત્ર પુત્ર જ એમને અગ્નિદાહ કરી શકે? દીકરીને એનો હક કેમ ન નથી? માતા-પિતાની અંતિમ ઈચ્છા હોય કે પુત્રી જ એમને અગ્નિદાહ કરે છતા સમાજ એ માટે મંજૂરી નથી આપતી. પુત્ર અને પુત્રી સાથે મળીને પિતાને અગ્નિદાહ ન આપી શકે? મહિલાઓને સ્મશાનમાં જવાની પણ મંજૂરી નથી આપવામાં આવતી. હા ઘણી જગ્યાએ બદલાવ આવ્યો છે..મહિલાઓ સ્મશાને જતી થઈ છે. જોકે હજુ પણ સમાજની એવી વિચારધારા છે કે મહિલાઓ માટે સ્માશનમાં જવું કે માતા-પિતાને અગ્નિદાહ આપવો એ યોગ્ય નથી..?
સમાજમાં પુત્રનું મહત્વ વધારે છે
“મારા પિતાને અગ્નિદાહ ભાઈની સાથે મળીને અમે બંને બહેનોએ જ આપ્યો હતો.” આ શબ્દો છે અવાજ સંસ્થાના ડિરેક્ટર ડૉ. ઝરણા પાઠક ચિત્રલેખા.કોમને કહે છે, “સમાજમાં પુત્રનું મહત્વ વધારે છે, એને સ્વર્ગ માટેની સીડી, વંશને આગળ વધારનાર માનવામાં આવે છે. પરંતુ જો દીકરી માતા-પિતાને અગ્નિદાહ કરવા ઈચ્છે અને પરિવાર સાથ આપે તો પછી સમાજ એમાં અવરોધ ન નાંખી શકે. કારણ કે પહેલા પરિવારની ઈચ્છા હોવી જોઈએ. સમાજ પછી આવે. જો કે હવે ઘણો બદલાવ આવ્યો છે. અનેક એવા ઉદાહરણ પણ છે જ્યાં દીકરી પિતાને કાંધ આપી અગ્નિદાહ કરે. છતાં એક વાત તો સ્વીકારવી જ રહી કે સમાજમાં દીકરા કરતા દીકરીનું મહત્વ ઓછું છે. આ સમાજ પુરુષોએ બનાવ્યો છે માટે એમાં નિયમો પણ એમના જ હોય. આપણે પણ સમાજનો ભાગ છીએ માટે આવા ખોટા નિયમો પર પ્રહાર કરીને એને બ્રેક કરવાની આપણી જવાબદારી છે.”
દીકરીને દીકરાની જેમ સ્વીકારવાની જરૂર
આ વિશે કલોલના સામાજીક અગ્રણી ચંદ્રેશ બારોટ ચિત્રલેખા.કોમને કહે છે, “આજના સમયમાં દીકરો હોય કે દીકરી એમને સમાન હક હોય છે. ઘણીવાર તો દીકરા કરતા પણ દીકરી માતા-પિતાની વધારે સંભાળ રાખે છે. છતાં દીકરીને પારકી થાપણ કહીને અમુક હકથી વંચિત રાખવામાં આવે છે, જે યોગ્ય નથી. હવે સમય આવી ગયો છે કે દીકરા દીકરીને સમાન હક મળે, માતા-પિતા પર દીકરીનો પુરો હક છે એ સ્માશન જઈ શકે અને એની ઇચ્છા હોય તો અગ્નિદાહ પણ કરી જ શકે એમાં કશું જ ખોટું નથી. સમાજે પોતાના જૂના વિચારો બદલી દીકરીને માન સમ્માન સાથે દીકરાની જેમ જ સ્વીકારવાની જરૂર છે.”
સામાજિક માન્યતાઓ, ધાર્મિક પરંપરાઓ અને જાતીય ભેદભાવ
ભારતીય પરંપરાગત સમાજમાં દીકરીઓને માતા-પિતાને કાંધ આપવાનો કે અગ્નિદાહ કરવાનો હક સમાજ દ્વારા મર્યાદિત રાખવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે સામાજિક માન્યતાઓ, ધાર્મિક પરંપરાઓ, અને જાતીય ભેદભાવનો સમાવેશ થાય છે.
હિંદુ ધર્મમાં ખાસ કરીને લગ્ન અને મૃત્યુવિધિ જેવા વિધિના પ્રસંગોમાં પુત્રને મહત્વ આપવાની પરંપરા આજે પણ યથાવત છે. મરી જનારના આત્માના મોક્ષ માટે પુત્ર દ્વારા અગ્નિદાહ આપવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ધાર્મિક માન્યતાને કારણે દીકરીઓની ભૂમિકા આ વિધિમાં મર્યાદિત રહી છે. પણ હવે આ બાબતે બદલાવ આવી રહ્યા છે.
અન્ય એક બાબત એ પણ છે કે ભારતીય સમાજમાં સ્ત્રીઓ અને પુરૂષોની ભૂમિકા અલગ કરવામાં આવી છે. પુત્રને વારસાગત હક આપવામાં આવે છે, જેમાં મરણોત્તર વિધિઓની જવાબદારી પણ સામેલ છે. દીકરીઓને પરિવારમાં છૂટછાટ મળતી નથી કે તેઓ આ વિધિઓમાં પૂરી રીતે ભાગ લઈ શકે. ઘણા ગ્રામીણ વિસ્તારોમાં કે પાર્શ્વભૂમિમાં એવી માન્યતાઓ છે કે દીકરીએ માતા-પિતાના મૃત્યુ સમયે વિધિમાં ભાગ લેવાથી નુકસાન થશે અથવા પરિવારમાં અવાંછિત પરિસ્થિતિઓ ઉભી થશે. આ માન્યતાઓ સમાજમાં વિસ્તૃત થઈ ચૂકી છે, જેના કારણે દીકરીઓને આ અધિકાર મળતો નથી.
માતા-પિતા માટે દીકરા-દીકરી બંને સમાન
સુરતના ગૃહિણી પ્રિયા દવે ચિત્રલેખા.કોમને કહે છે, “મારે તો એક દીકરી જ છે, માટે અમારા માટે તો દીકરો પણ એ અને દીકરી પણ એ. ભલે એ લગ્ન કરીને સાસરે જાય પરંતુ હંમેશા માટે એ અમારી જ રહેશે. દીકરી પારકી થાપણ નથી હોતી, બસ એ સમાજની માન્યતા છે. દાયકાઓથી ચાલી આવતી પરંપરા આપણે સ્વીકારી લીધી છે. માટે જ દીકરીઓને ચોક્કસ કહેવાતા દાયરામાં કેદ કરી લીધી છે. દીકરી સ્મશાને ન જઈ શકે, કાંધ ન આપી શકે, કાગવાસ ન કરી શકે. અરે માતા-પિતા માટે તો દીકરા-દીકરી બંને સમાન જ હોય પછી જો દીકરો જે વિધિ કરે એ જ દીકરી કરે તો એમાં વાંધો શુ છે? મારા મતે તો દીકરીને એ દરેક હક મળવા જોઈએ જે દીકરાને હોય કારણ કે આજના સમયમાં દીકરી એ દીકરાના જેમ અને એના જેટલી જ જવાબદારી નિભાવે છે.”
એક તરફ સમાજમાં અનેક પ્રકારના સુધારા આવી રહ્યા છે. ત્યારે આવી વાતો કદાચ સાવ પાયા વિહોણી લાગે પરંતુ હકીકતમાં આજે પણ દીકરી-દીકરા વચ્ચેની પાતળી ભેદરેખાને કારણે એમને અનેક હકથી વંચિત રાખવામાં આવે છે. પરંતુ માતા-પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાનો દીકરીને હક છે, ઘણા પરિવારો અને વિસ્તારોમાં આ માન્યતા બદલાઈ રહી છે. કોર્ટના કેટલાક નિર્ણયો પણ આ મુદ્દાને ટેકો આપતા હોય છે.
અમદાવાદ: રાજ્યમાં GPSC એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ 70 પદ પર ભરતી જાહેરાત કરી છે. સૂત્રો પ્રમાણે આવતી કાલ એટલે કે 18 સપ્ટેમ્બરથી આ ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો 3 ઑક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ક્લાસ-2 આસિસ્ટન્ટ ઈજનેરની (મિકેનિકલ) 34 ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે . આ ઉપરાંત ક્લાસ-2 (GWRDC) ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરની (સિવિલ) 6, ક્લાસ-1 (GMC) એડિશનલ સીટી એન્જિનિયરની(સિવિલ) 1, ક્લાસ-2 (GMC) આસિસ્ટન્ટ એન્જિનિયરની (મિકેનિકલ) 6, આસિસ્ટન્ટ પ્રોફેસર – પ્રોસ્થોડોન્ટીક્સ ઍન્ડ ક્રાઉન ઍન્ડ બ્રિજની 4, આસિસ્ટન્ટ પ્રોફેસર- કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી ઍન્ડ એન્ડોડોન્ટીક્સની 4, આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીની 6, આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓર્થોડોન્ટીક્સ ઍન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીકની 5, આસિસ્ટન્ટ પ્રોફેસર- પેરીયોડોન્ટોલૉજીની 2, આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓરલ પેથોલોજી ઍન્ડ માઇક્રોબાયોલૉજીની 1 અને આસિસ્ટન્ટ પ્રોફેસર- પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રીની 1 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ઉપરોક્ત દર્શાવેલ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ આધારિત અલગ-અલગ રહેશે. તેમજ ભરતી પણ ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ, ગાંધીનગર મહાનગર પાલિકા, સરકારી ડેન્ટલ કૉલેજોમાં થશે. આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર પદ માટે બીઈ-ટેક્ (મિકેનિકલ) કરેલું હોવું જોઈએ. જ્યારે ડેન્ટલ કૉલેજમાં ભરતી માટે એમડીએસ, DNBની ડિગ્રી હોવી જરૂરી છે. જીપીએસસીના 70 પદ માટે પસંદગી પ્રક્રિયા ત્રણ કેટેગરીમાં થશે. જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025માં યોજાશે, ત્યારબાદ તેમાં પાસ થયેલા લોકોની મેઇન પરીક્ષા એપ્રિલ-મે, 2025માં યોજાશે. અંતે જૂન-જુલાઈ, 2025માં ઇન્ટરવ્યુ લેવામાં આવશે. વધુ જાણીકારી નીચેની લીકમાં આપેલી છે.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આખરે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કેજરીવાલ પોતાના મંત્રીઓ અને નવનિયુક્ત મુખ્યમંત્રી આતિશી સાથે એલ.જી.ની ઓફિસ પહોંચ્યાં હતા. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાને કેજરીવાલે રાજીનામું સોંપ્યું હતું. કેજરીવાલના રાજીનામા સાથે જ આતિશી માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે.
નવ નિયુક્તી મુખ્યમંત્રી આતિશીએ ઉપરાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. જે માટે તેમણે ધારાસભ્યોની સહીવાળો લેટર સોંપ્યો હતો. રાજ્યપાલે તેમને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું.
આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે આતિશીની સર્વાનુમતે વરણી કરાઈ હતી. તેઓ દિલ્હીના ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. તેમના પહેલા ભાજપમાંથી સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસમાંથી શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
રાજકોટ:શહેરમાં ધામધૂમથી ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે. તમામ પ્રકારના ચૂસ્ત બંદોબસ્ત સાથે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે. રાજકોટમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે પોલીસ અને મનપા સજ્જ છે. રાજકોટમાં પોલીસના 1500, ફાયરનાં 80 જવાનોની દેખરેખમાં લોકો દુંદાળા દેવને વિદાય આપી રહ્યા છે. દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા 108ની ટીમો પણ સતત ખડેપગે જોવા મળી રહી છે.
રાજકોટમાં તંત્ર દ્વારા જુદા-જુદા 8 સ્થળોએ ગણપતિ વિસર્જન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ દરમિયાન માત્ર ફાયરના જવાનો દ્વારા બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દુર્ઘટના ન બને તે માટે લોકોને પાણી સુધી જવા દેવામાં આવતા નથી. તેમજ મોટી મૂર્તિ માટે ખાસ ક્રેન સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. કોઈપણ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસના 1500 જવાનો તહેનાત રાખવામાં આવ્યા છે. તેમજ ડ્રોન અને પેટ્રોલિંગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટના 8 કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. જેમાં પહેલો આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 1, આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 2, આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ, પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ, ખાણમાં, જામનગર રોડ, રંગપર ડેમ પાસે આવેલ કોઝ વે, જામનગર રોડ, બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટિયા પછીના પુલ નીચે કાલાવડ રોડ, એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર ગ્રાઉન્ડ આજી ડેમ પાસે, ભાવનગર રોડ. આ તમામ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાએ ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં સલામતિની દ્રષ્ટીએ આઠેય સ્થળોએ ક્રેન, રેસ્ક્યુ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ બોટ, લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયરમેન સહિત વ્યક્તિઓનો સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ વ્યવસ્થામાં સહકાર આપવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. તેમજ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા સ્થળો સિવાયના અન્ય કોઈ સ્થળે ગણેશ વિસર્જન નહીં કરવા મહાપાલિકાએ તમામ નાગરિકોને અપીલ કરી છે.
નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પર હાલના દિવસોમાં ટોલ વસૂલાત મુદ્દે જબરદસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજ્સ્થાનના જયપુરમાં દિલ્હી-જયપુર હાઇવે એટલે કે NH-8 પર મનોહરપુર ટોલ પ્લાઝા છે. આ હાઇવે બનાવવાનો પડતર ખર્ચ રૂ. 1896 કરોડ હતો અને હવે એના પર બનાવવામાં આવેલા ટોલ પ્લાઝા થકી રૂ. 8349 કરોડની વસૂલાત થઈ ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે એ પછી પણ ટોલ બંધ નથી થઈ રહ્યો.
આ નેશનલ હાઇવે પર મનોહરપુર સિવાય બે ટોલ પ્લાઝા શાહજહાંપુર અને દૌલતપુર પણ છે. RTI દ્વારા આ ત્રણે ટોલ પ્લાઝાની માહિતી માગવામાં આવી હતી, જેમાં જવાબ મળ્યો હતો કે NH-8ના હાઇવેના નિર્માણનો ખર્ચ રૂ. 1896 કરોડ થયો હતો. જ્યારે એ ટોલ પ્લાઝા પર રૂ. 3-4-2009થી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. જ્યારે વર્ષ 2023 સુધી એ ટોલથી રૂ. 8349 કરોડ વસૂલવામાં આવી ચૂક્યા છે. આટલી રકમથી ગુરુગ્રામથી જયપુરને જોડતા ચાર હાઇવેનું કામ થઈ શકે છે. આ ટોલ પ્લાઝા હજી સુધી બંધ પણ નથી થયો.
આ માહિતી સામે આવતાં સોશિયલ મિડિયા પર ચર્ચા શરૂ થઈ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે ગાડી લેતા સમયે રોડ ટેક્સ ભરી દેવામાં આવે છે, તો દર 50 કિલોમીટરે ટોલ ટેક્સ કેમ લેવામાં આવે છે? એક અન્ય યુઝરે કહ્યું હતું કે જો આવા તમામ મોટા હાઇવેની RTIથી તપાસ કરવામાં આવે ચો ચાર ગણા પ્રોફિટના ડેટા સામે આવશે.