Home Blog Page 1421

J&Kમાં બંધારણની જીત, હરિયાણાનાં પરિણામો આંચકાદાયકઃ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પરિણામો પર મૌન તોડ્યું છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ-NCની જીતને બંધારણની જીત ગણાવી હતી, જ્યારે હરિયાણામાં પાર્ટીની હારને આંચકાદાયક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક ચૂંટણી વિસ્તારોમાંથી કાર્યકર્તાઓની ફરિયાદ ચૂંટણી પંચનો સંપર્ક કરશે.

તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોનો જીત બદલ આભાર માન્યો હતો. પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનની જીત બંધારણની જીત છે. લોકતાંત્રિત સ્વાભિમાનની જીત છે, જ્યારે હરિયાણાનાં ચૂંટણી પરિણામોનું અમે વિશ્લેષણ કરી રહ્યા છે. જેની એ ચૂંટણી પંચને જાણ કરવામાં આવશે.

બીજી બાજુ, કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. ચૂંટણી પંચે નવ ઓક્ટોબરે કોંગ્રેસઅધ્યક્ષને એક પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં પંચે આઠ ઓક્ટોબરે જયરામ રમેશ અને પવન ખેડા હરિયાણાનાં ચૂંટણી પરિણામાને અસ્વીકાર્ય બતાવ્યાં હતા, જેના પર પંચે ચિંતા વ્યક્ત કરી હતી.

ચૂંટણી પંચે મલ્લિકાર્જુન ખડગેને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે દેશના લોકતાંત્રિક પરંપરાની વિરુદ્ધ છે. એ જનતાના મતને નકારવા જેવો છે. પંચે પણ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા સહિત દેશમાં ચૂંટમી એક જ નિયમ-કાયદાથી થાય છે. તેમણે હરિયાણાનાં પરિણામોને અનઅપેક્ષિત ગણાવ્યાં હતાં.

રાહુલ ગાંધીના નિવેદન પહેલાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ પર કોંગ્રેસ નેતા ઉદિત રાજે EVM પર સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જો અનુચ્છેદ 370 અને રામ મંદિર બન્ને ફ્લોપ થઈ ગયું તો હવે તેમને મત ક્યાંથી મળી રહ્યા છે? કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ EVM દ્વારા અપ્રામાણિક રીતે જીતી રહ્યું છે. EVMથી ચૂંટણી ન થવી જોઈએ.

 

AI બેઝ ટેક્નોલોજીથી સજ્જ ગુજરાતની સૌથી મોટી RTOનું કામ પૂર્ણતાના આરે

RTO ઓફીસમાં કર્મચારીઓને થતી હાલકા થોડા સમય પછી દૂર થઈ જવાની છે. કેમ કે, સુભાસબ્રિજ ખાતે નવી RTO કચેરી બનીને તૈયાર થઈ રહી છે. જે કચેરીમાં હાલ ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. અને હવે ઓપનિંગની રાહ જોવાઈ રહી છે. જે RTO શરૂ થતાની સાથે નવો આધુનિક AI બેઝડ ટેસ્ટ ટ્રેક પણ RTO અને લોકોને મળશે. તેના લીધે લોકોને પડતી હાલાકી દૂર થશે.

અમદાવાદને વધુ એક વિકાસની ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદને થોડા જ સમયમાં ગુજરાતની સૌથી મોટી AI બેઝડ RTO કચેરી મળશે. છેલ્લા ઘણા વર્ષોથી RTOની જૂની કચેરી જર્જરિત હાલતમાં હતી જે કચેરીને તોડીને છેલ્લા ત્રણ વર્ષથી નવી કચેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઓફિસનું કામ પૂર્ણ થવાને આરે છે, અને હવે ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. જે કચેરીમાં અરજદારોને લગતી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ ટેક્નોલોજી પર ધ્યાન આપીને કચેરી બનાવવામાં આવી રહી છે. આ નવી RTO કચેરી સ્ટેટ ઓફ ધ આર્ટ આધારિત બનાવવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવી RTO કચેરી 40 કરોડના ખર્ચે બનાવી છે. જે કચેરી ત્રણ માળની છે. જેમાં 2000થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. વિવિધ વિભાગને લગતા કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે. વિશાળ પાર્કિંગ સુવિધા પણ હશે. તેમજ RTO કચેરીમાં ટેસ્ટિંગમાં પડતી હાલાકી દૂર કરવા માટે ત્રણ નવા આધુનિક ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટિંગ ટ્રેક પણ બનાવાશે. જે ટેસ્ટિંગ ટ્રેક AI બેઝડ ટેક્નોલોજી યુક્ત હશે. જેનાથી હાલ જે ટ્રેક 8 કેમેરા અને સેન્સરથી કામ કરે છે ત્યાં 15 કેમેરા અને AI સિસ્ટમ હશે. જે ટેક્નોલોજીથી અરજદારોનો સમય બચશે અને પાસ અને ફેલના રેશિયોમાં ફરક પડશે. સાથે જ તેમાં થતી ગેરરીતિ અટકશે તેવું પણ RTO અધિકારીનું માનવું છે.

કેમેસ્ટ્રી નોબલ પ્રાઈઝ: ડેવિડ બેકર, ડેમિસ હસાબીસ, જ્હોન જમ્પરના નામની જાહેરાત

વર્ષ 2024 માટે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે બુધવારે જણાવ્યું હતું કે તેણે ડેવિડ બેકર, ડેમિસ હસાબીસ અને જ્હોન એમ. જમ્પરને રસાયણશાસ્ત્રમાં 2024 નોબેલ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. ડેવિડ બેકરને ‘કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન’ માટે એવોર્ડ મળ્યો છે. ડેમિસ હસાબીસ અને જોન જમ્પરને ‘પ્રોટીન સ્ટ્રક્ચરની આગાહી’ માટે પસંદ કરવામાં આવ્યા છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સના સેક્રેટરી જનરલ હેન્સ એલ્ગ્રેને નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી. વિજેતાઓમાંથી ડેવિડ બેકર યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં કામ કરે છે, જ્યારે હસાબીસ અને જમ્પર બંને લંડનમાં ગૂગલ ડીપમાઇન્ડમાં કામ કરે છે.

નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે 2003માં, ડેવિડ બેકરે એક નવું પ્રોટીન બનાવ્યું હતું અને ત્યારથી તેમના સંશોધન જૂથે કાલ્પનિક પ્રોટીન રચનાઓની શ્રેણી બનાવી છે. જેમાં ફાર્માસ્યુટિકલ્સ, રસીઓ, નેનોમટેરિયલ્સ અને નાના સેન્સર તરીકે ઉપયોગમાં લેવાતા પ્રોટીનનો સમાવેશ થાય છે. સમિતિએ જણાવ્યું હતું કે હસાબીસ અને જમ્પરે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ બનાવ્યું છે. જે 200 મિલિયન પ્રોટીનની રચનાની આગાહી કરવામાં સક્ષમ છે. પ્રોટીન ડિઝાઇન એ એક તકનીક છે, જેમાં પ્રોટીનની રચના બદલીને નવા ગુણધર્મો સાથે પ્રોટીન તૈયાર કરવામાં આવે છે. જે દવાઓ અને રસી બનાવવામાં મદદ કરે છે.

પ્રોટીન માનવ શરીર માટે રાસાયણિક સાધનની જેમ કામ કરે છે. તે શરીરમાં થતી તમામ રાસાયણિક પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરે છે જે માનવ જીવનનો આધાર છે. પ્રોટીન લગભગ 20 વિવિધ એમિનો એસિડથી બનેલું છે. 2003માં, ડેવિડ બેકરે આ એમિનો એસિડનો ઉપયોગ કરીને એક નવા પ્રકારનું પ્રોટીન બનાવ્યું. તે ઘણી રસીઓ અને દવાઓમાં વપરાય છે.

બીજી શોધમાં, પ્રોટીન સ્ટ્રક્ચરને સમજવા માટે AI મોડેલ બનાવવામાં આવ્યું હતું. હકીકતમાં, પ્રોટીનમાંના એમિનો એસિડ લાંબા તારોમાં એકસાથે જોડાયેલા હોય છે જે 3D માળખું બનાવે છે. 1970ના દાયકાથી, વૈજ્ઞાનિકો એમિનો એસિડના આધારે પ્રોટીનની રચનાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા.વર્ષ 2020માં, ડેમિસ હસાબીસ અને જ્હોન જમ્પરે AI મોડેલ AlphaFold 2 બનાવ્યું. તેની મદદથી, વૈજ્ઞાનિકો વર્ચ્યુઅલ રીતે તમામ 200 મિલિયન પ્રોટીનની રચનાને સમજવામાં સક્ષમ હતા. આજે આલ્ફાફોલ્ડ મોડલનો ઉપયોગ 190 દેશોમાં લગભગ 2 મિલિયન લોકો કરે છે. પ્રોટીનની રચનાને સમજવાથી વૈજ્ઞાનિકોને એન્ટીબાયોટીક્સને વધુ સારી રીતે સમજવામાં અને પ્લાસ્ટિકને તોડી નાખતા એન્ઝાઇમ બનાવવામાં મદદ મળી છે.

હરિયાણા હારતાં ઇન્ડિયા ગઠબંધને કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારથી ઇન્ડિયા એલાયન્સમાં મતભેદો સામે આવ્યા હતા. ઇન્ડિયા એલાયન્સના સાથી પક્ષોએ કોંગ્રેસ પર માછલાં ધોયાં છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની શિવસેના UBT, કેજરીવાલની આમ આદમી પાર્ટી અને મમતા બેનરજીની TMCએ કોંગ્રેસની તીખી આલોચના કરી છે. આ પાર્ટીઓએ કોંગ્રેસની હાર માટે અતિ આત્મવિશ્વાસ, અહંકાર,અને અધિકારવાદનું મુખ્ય કારણ ગણાવ્યું છે. ગઠબંધનના અનેક સહયોગી પક્ષોએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

બીજી બાજુ, ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની આગેવાનીવાળી સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને આંચકો આપતાં પેટા ચૂંટણીમાં ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. પાર્ટી 10 સીટોમાંથી છ પર ઉમદેવારોની જાહેરાત કરી છે, જેમાં એ બે સીટો પણ સામેલ છે, જેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખવા માગતી હતી.

ઉદ્ધવ સેનાએ સામનામાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતાઓને ચેતવણી આપી છે કે હરિયાણામાં કોંગ્રેસની હારથી શીખ લો, જે રાજ્યના નેતૃત્વના અતિ આત્મવિશ્વાસ અને અહંકારને કારણે થઈ છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ એ જ થયું છે. પાર્ટીની અંદર આંતરિક મુદ્દા હાવી રહ્યા હતા, જેથી બંને રાજ્યોમાં હાર થઈ હતી. કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં એટલે જીતી, કેમ કે પાર્ટીએ NCની સાથે ગઠબંધન કર્યું હતું.

TMCના સાંસદ સાકેત ગોખલેએ કહ્યું હતું કે અહંકાર, અધિકાર અને પ્રાદેશિક પક્ષોને નીચી નજરથી જોવાને કારણે વિનાશ થયો. તેમમે ટ્વીટ કર્યું છે કે આ વલણ ચૂંટણી હાર તરફ લઈ જાય છે.

આપના કેજરીવાલે પણ કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના પર સવાલ કરતાં કહ્યું હતું કે કોઈએ ક્યારેય અતિઆત્મવિશ્વાસમાં ના રાચવું જોઈએ.

ગરીબોને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય

કેન્દ્ર સરકારે બુધવારે ઘણી યોજનાઓને લીલી ઝંડી આપી દીધી છે. કેબિનેટે જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણ યોજનાઓ હેઠળ મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે તેનો સમગ્ર ખર્ચ 17,082 કરોડ રૂપિયા હશે, જે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને પોષણ સુરક્ષા વધારવાનો છે.


એપ્રિલ 2022 માં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ માર્ચ 2024 સુધીમાં તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં ચોખાના કિલ્લેબંધી પહેલને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં તેને ત્રણ તબક્કામાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગરીબોને મફત ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાયથી એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ઓછી થશે.

મોદી કેબિનેટે પણ આ યોજનાઓને મંજૂરી આપી

કેબિનેટે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રસ્તાઓને પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવશે, જેના માટે 4,406 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેનો ઉદ્દેશ સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસો પ્રદર્શિત કરવાનો અને વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ હેરિટેજ સંકુલનું નિર્માણ કરવાનો છે.

2019 અને 2021 ની વચ્ચે હાથ ધરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અનુસાર, એનિમિયા ભારતમાં એક મોટી સમસ્યા છે, જે બાળકો, સ્ત્રીઓ અને પુરુષોને અસર કરે છે. કેન્દ્ર સરકાર આ યોજના એવા સમયે લાવી છે જ્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે. મહારાષ્ટ્રમાં પણ આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે. બુધવારે જ પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમથી રૂ. 7,600 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

18 વર્ષ પહેલાં વિદિશાને નરેન્દ્ર મોદીએ મદદ કરતા મળ્યું નવજીવન

વડોદરા: વર્ષ ૨૦૦૭ શહેરના એક નાયક પરિવાર માટે બહુ કપરૂ રહ્યું. આ વર્ષે સુરેશભાઈ નાયક અને વિદ્યાબેન નાયકના ઘરે દીકરીનો જન્મ થયો. જો કે ચિંતાની વાત એ હતી કે આ દીકરી માત્ર 1.6 કિલોગ્રામની જ હતી. બાળકીને જન્મ બાદ તુરંત બાળકોના આઇ.સી.યુ. વોર્ડમાં ખસેડવામાં આવી. તબીબી પરિક્ષણ બાદ માલૂમ પડ્યું કે, બાળકીને હ્રદયમાં એક વેઇન જ નથી.દીકરી વિદિશાની સારવાર માટે વિદ્યાબેન અને સુરેશભાઇ આકાશ-પાતાળ એક કરી રહ્યા હતા. પણ, તેમાં એક મોટો અંતરાય હતો આર્થિક સ્થિતિ. વિદિશાની સ્થિતિની વાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે પહોંચી. બેટી બચાવો, બેટી પઢાવોના પ્રણેતા મુખ્યમંત્રીએ વિદિશાની સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ વિશેષ કિસ્સામાં કરાવવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી. આરોગ્ય વિભાગ દ્વારા વિદિશાની સારવાર સરકારી ખર્ચે કરાવવાનો નિર્ણય થતાંની સાથે જ તેને અમદાવાદ સ્થિત યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તજજ્ઞ તબીબો દ્વારા વિદિશાના હ્રદયનું પરિક્ષણ કરવામાં આવ્યું. પણ, માત્ર કેટલાક માસની બાળકીના હ્રદયની સારવાર ત્યાં થઇ શકે એમ નહોતી. હવે શું કરવું ? નાયક દંપતી માટે યક્ષપ્રશ્ન થયો.

હવે વિદિશાની સારવાર ક્યાં થઇ શકે એમ છે ? એની વિગતો જાણી તો ખબર પડી કે બેંગ્લુરુની નારાયણ હ્રદયાલયમાં સારવાર થઇ શકે એમ છે.  મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તુરંત વિદિશાની સારવાર સરકારી ખર્ચે કરાવવા માટે મંજૂરી આપી. બેંગ્લુરુ ખાતે વિદિશાની લગભગ છ માસ સુધી સારવાર ચાલી. આ છ માસ દરમિયાન એક સોથી વધુ નિષ્ણાંત તબીબોની સલાહ લેવામાં આવી. ૩૦૦થી વધુ વખત ઇકો કાર્ડિઓગ્રામ કરવામાં આવ્યા. વિવિધ પરિક્ષણો કરવામાં આવ્યા. એક દિવસ વિદિશાનું ઓપરેશન કરવામાં આવ્યું. શરીરમાંથી હ્રદયને બહાર કાઢવામાં આવ્યું. તેના ઉપર શસ્ત્રક્રિયાઓ કરી સામાન્ય કરવામાં આવ્યું. ઓપરેશન બાદના કેટલાક દિવસો પછી વિદિશા ચેતનવંતી બની.

આજે ૧૮ વર્ષ બાદ વિદિશા આજે તંદુરસ્ત છે. ધોરણ – ૧૦માં અભ્યાસ કરે છે. માતાપિતા પાસેથી પોતાની સારવારની વાતો તેણી સાંભળી છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેવી રીતે તેમને મદદ કરી, તેની ખબર છે. સુરેશભાઇ નાયક અને વિદ્યાબેન નાયકને બે દિકરીઓ અને એક દીકરો છે. વિદિશા તેમાં વચેટ છે. નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થયા. તેમણે ગુજરાતમાં શરૂ કરેલી કલ્યાણકારી યોજનાઓ એક કિસ્સો વિદિશા છે.

સત્તામાં કોઈને ભાગીદાર ન દેવાનો લોભ ખોટો સાબિત થયો

મુંબઈ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. હરિયાણા ચૂંટણીના પરિણામોમાંથી ઘણું શીખવા જેવું છે. તેમણે કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસની હાર દુર્ભાગ્યપૂર્ણ છે. જોકે, હરિયાણા ચૂંટણીના પરિણામોની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર કોઈ અસર નહીં થાય.

સંજય રાઉતે કહ્યું- કોંગ્રેસ સત્તાના લોભમાં આવી ગઈ

સંજય રાઉતે એમ પણ કહ્યું કે કોઈએ પોતાને કોઈનો મોટો ભાઈ ન સમજવો જોઈએ. રાઉતે વધુમાં કહ્યું છે કે હરિયાણામાં ભારત ગઠબંધન બની શક્યું નથી. જો ભારત ગઠબંધન થયું હોત તો ફાયદો થયો હોત. કોંગ્રેસ પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસને લાગ્યું કે તે આ ચૂંટણી એકલા હાથે જીતી શકશે. તેથી, તેણે પોતાની સત્તામાં કોઈને ભાગીદાર ન થવા દેવાના લોભમાં આવી ગયા, જે તેના માટે ખોટું સાબિત થયું. જો INDIA ગઠબંધન થયું હોત તો ચિત્ર અલગ હોઈ શકે.

રાઉતે કહ્યું કે જો કોંગ્રેસે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવી હોય તો તે પોતાની ભૂમિકા ભજવી શકે છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તાલમેલના અભાવને કારણે ગઠબંધન થઈ શક્યું નથી. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું.

રાઉતે ભાજપના વખાણ કર્યા

સંજય રાઉતે વધુમાં કહ્યું કે તેમનું માનવું છે કે હરિયાણામાં ભાજપે જે ચૂંટણી લડી છે તે ખૂબ જ સારી રીતે લડવામાં આવી છે અને ભાજપે આ ચૂંટણીમાં ખાસ કરીને હરિયાણામાં બતાવ્યું છે કે કેવી રીતે હારેલી રમત જીતવી. શિવસેનાના નેતાએ એમ પણ કહ્યું કે હરિયાણા તેમજ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ હતી અને બંને જગ્યાએ 90-90 બેઠકો છે. બંને રાજ્યોનું પોતાનું મહત્વ છે. જો એક રાજ્યમાં ભાજપ જીતશે તો બીજા રાજ્યમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સરકાર બનાવશે. PM મોદી અને અમિત શાહ દેશભરમાં અલગ-અલગ જઈને જે વાતો કહેતા હતા કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, હવે જુઓ કલમ 370 હટાવ્યા પછી પણ તેઓ ત્યાં ચૂંટણી હારી ગયા.

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે AAP: કેજરીવાલ

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ કોંગ્રેસ માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. વિપક્ષના ઇન્ડિયા એલાયન્સની બીજી પાર્ટીઓ હવે કોંગ્રેસને એની વ્યૂહરચના પર વિચાર કરવા માટે કહી રહી છે. એની સીધી અસર આવનારી ચૂંટણીઓમાં સીટ વહેંચણી પર પડશે.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી દિલ્લીમાં એકલી ચૂંટણી લડશે. આપનાં રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે કહ્યું હતું કે અમે દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડીશું.એક બાજુ આત્મવિશ્વાસવાળી કોંગ્રેસ છે અને બીજી બાજુ અહંકારી ભાજપ છે.અમે દિલ્હીમાં છેલ્લાં 10 વર્ષોમાં જે કર્યું છે, એને આધારે ચૂંટણી લડીશું.

મને લાગે છે કે જો હરિયાણામાં ગઠબંધન થાત તો પરિણામો કંઈક અલગ હોત અને એનાથી કોંગ્રેસને વધુ લાભ થાત. અમે પ્રયાસ પણ કર્યા, પણ અતિ આત્મવિશ્વાસથી ભરેલી કોંગ્રેસને એ યોગ્ય ના લાગ્યું, એમ તેમણે કહ્યું હતું.

આપના સંયોજક કેજરીવાલે કહ્યું હતું કે ચૂંટણી પરિણામોનો સૌથી મોટો સબક એ છે કે ચૂંટણીમાં ક્યારેય વધુપડતો આત્મવિશ્વાસ ના થવું જોઈએ. કોઈ પણ ચૂંટણીને હલકામાં ના લેવી જોઈએ. દરેક ચૂંટણી અને દરેક સીટ મુશ્કેલ હોય છે, એમ તેમણે કહ્યું હતું.

હરિયાણામાં સીટ વહેંચણીમાં મતભેદને કારણે આપ કોંગ્રેસની સાથે ગઠબંધન કરવામાં નિષ્ફળ રહી હતી. આપે કોંગ્રેસ પાસે નવ સીટો માગી હતી, જેને કોંગ્રેસે ફગાવી દીધી હતી.આપનું રાજ્યમાં એક પણ સીટ પર ખાતું નહોતું ખૂલ્યું.

કેબિનેટની બેઠકમાં પંજાબ-રાજસ્થાનને લઈને મોટો નિર્ણય

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 80 કરોડ નાગરિકોને લાભ આપવા માટે 17,082 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમ તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાય માટે છે. આ સાથે સીમા સુરક્ષા માટે રોડ બનાવવાનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આવો જાણીએ બેઠકના મહત્વના નિર્ણયો વિશે.

બેઠકમાં, જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નાણાકીય જોગવાઈ જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 માટે છે. તે સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. વૈષ્ણવે જણાવ્યું કે નીતિ આયોગ ફોર્ટિફાઇડ ચોખા પર અભ્યાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ફોર્ટિફાઇડ ચોખા સામાન્ય ચોખા સાથે મિશ્ર કરવામાં આવે છે અને તે જાહેર વિતરણ પ્રણાલીનો એક ભાગ છે.

11,000 કરોડના રોકાણ સાથે ચોખા માટે સપ્લાય ચેઇન વિકસાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતમાં 2019 અને 2021 વચ્ચે હાથ ધરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)માં એનિમિયા ગંભીર રોગ તરીકે ઉભરી આવ્યો છે. તે ભારતમાં નોંધપાત્ર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. તે તમામ વય જૂથો અને આવક સ્તરના લોકોને અસર કરી રહ્યું છે. જેમાં બાળકો, મહિલાઓ અને પુરૂષોનો સમાવેશ થાય છે. બેઠકમાં એનિમિયા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે ગુજરાતના લોથલમાં નેશનલ મરીન હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણને મંજૂરી આપી છે. સંકુલમાં લાઇટહાઉસ મ્યુઝિયમ, શિપબિલ્ડિંગ અનુભવ અને ડોક જેવી સુવિધાઓનો સમાવેશ થશે. રાજસ્થાન અને પંજાબમાં રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવા માટે 4,406 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

 

ફાયર છે ‘પુષ્પા 2’નું પોસ્ટર, જોઈ લો અલ્લુ અર્જુનનો લૂક

મુંબઈ: વર્ષ 2024 ના છેલ્લા ત્રણ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ધૂમ મચી છે. આમાં ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભુલૈયા 3’ના નામ ટોચ પર છે, જે આ દિવાળીએ ધમાલ કરવા માટે તૈયાર છે. આ પછી ‘પુષ્પા 2: ધ રૂલ ‘ પણ સામેલ છે, જેના વિશે નિર્માતાઓએ એક અપડેટ શેર કર્યું છે.

અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા 2’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ સમય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આ ફિલ્મ પ્રત્યે લોકોનો ક્રેઝ પણ વધી રહ્યો છે. પુષ્પા 2 ફિલ્મના ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે. આ દરમિયાન મેકર્સે જણાવ્યું કે ફિલ્મનો ફર્સ્ટ હાફ પૂર્ણ થઈ ગયો છે. આ સાથે પુષ્પા 2નું નવું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

આ પોસ્ટરમાં અલ્લુ અર્જુન એક પહાડ પર ઊભેલો જોવા મળી રહ્યો છે. તે જ્યાં ઊભો છે ત્યાંથી થોડે દૂર એક કૂતરો પણ છે. તે જ સમયે પોસ્ટરમાં અલ્લુ અર્જુનની સામે આગ દેખાઈ રહી છે. અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ વિકી કૌશલની ‘છાવા’ સાથે ટક્કર કરતી જોવા મળી શકે છે.