Home Blog Page 1372

દિવાળીની રોશનીમાં ઝળહળતો દિવ્યાંગોનો પુરુષાર્થ

દેશમાં આગામી વર્ષથી શરૂ થશે વસતિ ગણતરીનું કામ

નવી દિલ્હીઃ છેવટે સરકારે રાષ્ટ્રીય વસતિ ગણતરી કરાવવા માટે કમર કસી છે. દેશમાં વસતિ ગણતરી આગામી વર્ષથી શરૂ થશે.  જન ગણતરી 2025માં શરૂ થશે, જે 2026 સુધી ચાલશે. સરકાર ટૂંક સમયમાં વસતિ ગણતરી કાર્યક્રમની ટૂંક સમયમાં ઘોષણા કરશે.

વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આવતા વર્ષથી વસ્તી ગણતરી શરૂ થશે. વસ્તી ગણતરી વર્ષ 2025થી શરૂ થશે અને 2026 સુધી ચાલશે. નોંધનીય છે કે, વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. હવે વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાશે.

દેશમાં વસતિ ગણતરી દર 10 વર્ષે હાથ ધરવામાં આવે છે, તે હવે 2035માં થશે. અત્યાર સુધી વર્ષ 1991, 2001, 2011ની જેમ દાયકાની શરૂઆતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ હવે 2025 પછી આગામી વસતિ ગણતરી 2035, 2045 અને 2055માં થશે. વસતિ ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા બેઠકનું સીમાંકન શરૂ થશે. સીમાંકનની પ્રક્રિયા વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

ઘણા વિરોધ પક્ષો તરફથી જાતિ આધારિત વસતિ ગણતરીની માગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. વસતિ ગણતરીમાં ધર્મ અને વર્ગ પૂછવામાં આવે છે.

વસતિ ગણતરીનો ઇતિહાસ

દેશમાં પ્રથમ વસતિ ગણતરી વર્ષ 1872માં ગવર્નર-જનરલ લોર્ડ મેયોના શાસનમાં હાથ ધરવામાં આવી હતી. જોકે સ્વતંત્ર ભારતની પ્રથમ વસતિ ગણતરી વર્ષ 1951માં હાથ ધરવામાં આવી હતી. આ પછી ભારતમાં છ વખત વસતિ ગણતરી કરવામાં આવી ચૂકી છે.

 

 

કરણ જોહરે ખાસ રીતે દિવાળીની શુભેચ્છા પાઠવી, જુઓ સ્ટાઈલિશ અવતાર

મુંબઈ: દેશભરમાં દિવાળીનો માહોલ જામી ગયો છે. બજારોમાં ઉત્સાહ છે અને શેરીઓમાં ધમાલ વધી રહી છે. દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બોલિવૂડ સ્ટાર્સ પણ દિવાળીની ઉજવણીમાં સામેલ થઈ રહ્યા છે. તાજેતરમાં આયુષ્માન ખુરાનાના ઘરે દિવાળી સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સે પોતાની સ્ટાઈલ બતાવી હતી. હવે બોલિવૂડ સ્ટાર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરે પણ પોતાના ફેન્સને દિવાળીની ખાસ શુભકામનાઓ આપી છે. કરણ જોહરે ગોલ્ડન શેરવાનીમાં તસવીરો પોસ્ટ કરી છે. દિવાળીના આ ટ્રેડિશનલ ડ્રેસમાં કરણ જોહર સ્માર્ટ લાગતો હતો.

ફિલ્મી શૈલીમાં દિવાળીની શુભેચ્છાઓ

કરણ જોહરે આ તસવીરો પોસ્ટ કરીને ફિલ્મી અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે. કરણ જોહરે લખ્યું,’જો તમે છો તો દરેક રાત દિવાળી છે, દરેક દિવસ હોળી છે. મશાલ ફિલ્મની આ લાઈન મારા જીવન સાથે એકદમ ફિટ બેસે છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે કરણ જોહરે બધાને ક્રેડિટ આપી અને દિવાળીની અગાઉથી શુભકામનાઓ આપી. કરણ જોહર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કરણ જોહરને 17 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

કરણ જોહરે વર્ષ 1995 માં અભિનેતા તરીકે ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ કરણ જોહરે ડિરેક્શનની જવાબદારી સંભાળી હતી અને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. કરણ જોહર બોલિવૂડના સૌથી મોટા નિર્માતાઓમાંના એક છે. કરણ જોહરનું પ્રોડક્શન ધર્મ દર વર્ષે અડધો ડઝનથી વધુ ફિલ્મો બનાવે છે. કરણ અભિનય અને ફિલ્મો બનાવવામાં પણ ઘણો વ્યસ્ત છે. કરણ જોહરે તેની કારકિર્દીમાં કભી ખુશી કભી ગમ, માય નેમ ઈઝ ખાન જેવી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ સાથે તેણે 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કૌશલ્ય પણ બતાવ્યું છે.

દેશભરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરેઃ દિલ્હીમાં AQI 400ને પાર

નવી દિલ્હીઃ  દેશભરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હી અને NCRમાં દિવાળી પહેલાં હવાની ગુણવત્તા ખરાબ થઈ છે. હવામાં ઝેર ફેલાતું જઈ રહ્યું છે. ફટાકડા અને પરાળીને કારણે પ્રદૂષણનો સ્તર ઝડપથી વધી રહ્યો છે. આનંદ વિહારમાં AQI 400થી ઉપર નોંધાયો હતો.

 દેશનાં 11 શહેરોનું AQI લેવલ 300થી ઉપર નોંધાયું હતું. તેમાં ભિવાડી, દિલ્હી, નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ, જયપુર, બુલંદશહર, અમૃતસર, અલીગઢ, સોનીપત અને ફરીદાબાદનાં નામ સામેલ છે. રાજસ્થાનનું ભિંવડી 610 AQI સાથે સૌથી ભયજનક સ્થિતિમાં હતું. દિલ્હી પણ ગેસ ચેમ્બર બની ગયું છે, અહીં આગરામાં પણ પ્રદૂષણ અને ધુમ્મસને કારણે તાજમહેલ ઝાંખો દેખાતો હતો. મુંબઈના મરીન ડ્રાઈવમાં પણ સવારે ધુમ્મસનું એક લેયર જોવા મળ્યું હતું.

દિવાળી પહેલાં દિલ્હીમાં હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ 1 જાન્યુઆરી, 2025 સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આદેશો અનુસાર ફટાકડા બનાવવા, સંગ્રહ કરવા, વેચવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આમાં ગ્રીન ફટાકડાનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિબંધને કડક રીતે લાગુ કરવાની જવાબદારી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે. દિલ્હી પોલીસ દરરોજ તેનો રિપોર્ટ DPCCને આપશે.

દિલ્હીમાં ગ્રેપ-1 લાગુ કરવામાં આવ્યો દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર કર્યા બાદ દિલ્હી NCRમાં ગ્રેપ-1 લાગુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત હોટેલ અને રેસ્ટોરાંમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ છે. કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટે એજન્સીઓને જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનો (BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ) પર કડક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે.કમિશને એજન્સીઓને રસ્તાના બાંધકામ, રિનોવેશન પ્રોજેક્ટ્સ અને મેન્ટેનન્સ પ્રવૃત્તિઓમાં એન્ટી સ્મોગ ગન, પાણીનો છંટકાવ અને ડસ્ટ રિપિલેંટ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા માટે પણ કહ્યું છે.

 

જામનગર પોલીસની કાર્યવાહી, લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરનારા 4 વિક્રેતાઓ પકડાયા

જામનગર: ગુજરાતમાં દિવાળીની ખરીદારી જોરશરમાં જોવા મળી રહી છે. ત્યારે બજારમાં ફડાકટા કપડા લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે જામનગર શહેરમાં રણજીત સાગર તરફના જાહેર રોડ પર અનેક સ્થળે ફટાકડાના વેચાણ કેન્દ્ર શરૂ થયા છે. પોલીસ તપાસ દરમિયાન તમામ માથી 6 ફટાકડા વિક્રેતાઓ લાઈસન્સ વિના ધંધો કરતા હોવાનું બહાર આવ્યું છે. જેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જામનગરના રણજીત સાગર રોડ પર સિદ્ધિવિનાયક પાર્ક સોસાયટીના ખૂણા પાસે ચેતન ઘનશ્યામભાઈ વશિયર નામના વેપારી દ્વારા જાહેર રોડ પર સ્ટોલ ઉભો કરીને ફટાકડા નું વેચાણ શરૂ કરાયું હતું. જેની પોલીસ તપાસ થતા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ફટાકડા નું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસે ફટાકડા નું વેચાણ બંધ કરાવ્યું હતું, અને વિક્રેતા ચેતન વશિયર સામે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત તે વિસ્તારમાં જાહેરમાં ફટાકડાનું વેચાણ કરી રહેલા વિપુલ પ્રભુભાઈ ગંઢા નામના વેપારીની પૂછપરછ કરતાં તેની પાસે પણ ફટાકડાનું વેચાણ કરવા માટેનું  લાયસન્સ મળ્યુ ન હતું. તેમ છતાં ફટાકડા નું વેચાણ કરતો હોવાથી તેમનું વેચાણ બંધ કરાવ્યું હતું, અને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રણજીત સાગર રોડ પર અન્ય જુદા જુદા સ્થળોએ જાહેરમાં મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા મિલન કિશોરભાઈ લીંબાસીયા અને દર્શન વિનોદભાઈ ધોકિયાની અટકાયત કરી લઈ તેઓ સામે પણ જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે.

તહેવારોને લઈ અમદાવાદ-દિલ્હીના એરફેરમાં પાંચ ગણો વધારો

દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમ ચાલી રહી છે. ત્યારે તહેવાર ટાળે મુસાફરીના ભાડામાં બમ્મણો વધારો થતો હોય છે. જ્યારે અમદાવાદથી દિલ્હીનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં પાંચ ગણું વધીને રૂપિયા 21 હજારને પાર થઈ ગયું છે. રજાઓ છેલ્લી ઘડીએ મંજૂર થયાબાદ છેલ્લે છેલ્લે પ્રવાસનું આયોજન કરનારાઓએ પણ પ્રવાસ માટે ચાર થી પાંચ ગણું એરફેર ચૂકવવું પડશે. અમદાવાદથી દિલ્હીની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં એરફેર રૂપિયા ચાર હજારની આસપાસ હોય છે. પરંતુ દિવાળી અગાઉ એટલે કે 30 ઓક્ટોબરના મહત્તમ એરફેર રૂપિયા 21 હજાર નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ‘દલ્હી બડી દૂર હૈ’ કહેવાત આ પરિસ્થિતી સાર્થક કરે છે. કેમ કે અમદાવાદથી દીલ્હી જવા કરતા દુબઈ જવું વધું સસ્તુ દેખાય રહ્યું છે. અમદાવાદથી દુબઇ માટે વન-વે એરફેર રૂપિયા રૂપિયા 13340 છે. આમ, દિલ્હી કરતાં પણ દુબઇ જવું વધારે મોંઘુ થયું છે. દિલ્હીથી અમદાવાદનું વન-વે એરફેર આ જ અરસામાં રૂપિયા 2500થી રૂપિયા 4100ની આસપાસ છે. આ ઉપરાંત અમદાવાદથી ચેન્નાઈ માટે રૂપિયા 19398, કોલકાતા માટે રૂપિયા 17318 જ્યારે ચંડીગઢ-ગોવા માટે રૂપિયા 13 હજારથી વધુ એરફેર છે. જાણકારોના મતે, એરલાઇન્સ દ્વારા દિવાળીના મહિનાઓ પહેલા જ અમુક ટિકિટ બ્લોક કરી દેવામાં આવે છે. દિવાળી નજીક આવે તેમ તેઓ વધુ ભાવ સાથે આ ટિકિટ રિલિઝ કરવા લાગે છે.

‘ એકલી ભાજપ મહારાષ્ટ્રમાં જીતી ના શકે’

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના દાવાથી રાજકીય માહોલ ગરમ થયો છે. વાસ્તવમાં દેવેન્દ્ર ફડણવીસે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ એકલા ચૂંટણી લડી શકે નહીં, જમીની વાસ્તવિકતા સમજવી જરૂરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે મહાગઠબંધન સાથીદારો સાથે મળીને ચોક્કસપણે વિજય હાંસલ કરી શકે છે.

એનડીટીવી મરાઠીના કોન્ક્લેવમાં હાજરી આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે ભાજપ, એકનાથ શિંદે અને અજિત પવાર જૂથની એકતાને જીતનું સાધન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ત્રણેય પક્ષોના મતો ભેગા કરીને જ મહાયુતિનો વિજય થશે. ભાજપ એકલા ચૂંટણી જીતી શકશે નહીં,તેમ છતાં મહારાષ્ટ્રમાં મહત્તમ બેઠકો અને વોટ શેર સાથે સૌથી મોટી પાર્ટી બનશે.

ભાજપમાં બળવા અંગે દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી ભાજપના કેટલાક નેતાઓમાં નારાજગી અને બળવો થવાની ભીતિ હોવાના અહેવાલો છે. આ અંગે દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે તેઓ તેમના કેટલાક મહત્વાકાંક્ષી દાવેદારો માટે દુઃખી છે, જેમને આ વખતે ચૂંટણી લડવાની તક મળી નથી. રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ એવી છે કે ઘણી ફિલ્મો બની રહી છે અને દરેક મહત્વાકાંક્ષી અભિનેતાને મુખ્ય ભૂમિકા મળી શકે છે.

‘સાથે મળીને સરકાર બનાવીશું’
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભાજપે 288માંથી 121 સીટો માટે નામ ફાઈનલ કરી લીધા છે. તે જ સમયે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ શિવસેના, એનસીપી અને રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની મદદથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.

‘વોટ જેહાદ’ પર દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું
આ સિવાય લોકસભા ચૂંટણીમાં ‘વોટ જેહાદ’નો ઉલ્લેખ કરતા નાયબ મુખ્યમંત્રી ફડણવીસે દાવો કર્યો હતો કે મહાયુતિ ગઠબંધનને 48માંથી માત્ર 17 બેઠકો મળી શકે છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તેની કોઈ અસર નહીં થાય.

સ્પેનના PMની સાથે PM મોદીનો વડોદરામાં ભવ્ય રોડ-શો

નવી દિલ્હીઃ સ્પેનના PM પેડ્રો સાંચેઝ ભારતની મુલાકાતે છે. તેઓ ગુજરાતના વડોદરામાં પહોંચ્યા છે. તેઓ ભારતની સૌપ્રથમ સત્તાવાર યાત્રા પર છે. તેઓ PM મોદી સાથે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિ. (TASL)માં C-295 વિમાનના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્ત રૂપે ઉદઘાટન કરશે. તેઓ આ ઉદઘાટન પહેલાં PM મોદી સાથે રોડ-શોમાં ભાગ લેશે.

PM મોદી સ્પેનના PMની સાથે રોડ-શો કરી રહ્યા છે. તેમનો આ રોડ-શો વડોદરા એરપોર્ટથી ટાટાના પ્લાન્ટ સુધી આશરે ત્રણ કિલોમીટરનો છે. તેમનો રોડ-શો જોવા વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં ઊમટ્યા છે. લોકો પોસ્ટર અને બેનર લઈને ઊભા છે.

તેઓ રવિવારે મોડી રાત્રે વડોદરા પહોંચ્યા હતા. PM મોદી અને સ્પેનિશ રાષ્ટ્રપતિ ગુજરાતને અને દેશનો મોટી ગિફ્ટ આપશે. આ ઉપરાંત PM મોદી દેશમાં બનેલું પહેલું C-295 પ્લેન લોન્ચ કરશે. સ્પેન પરત ફરતાં પહેલાં પેડ્રો મંગળવારે દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લશે.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે ચોથી સપ્ટેમ્બર, 2021એ ભારતીય વાયુસેના (IAF) માટે 56 C-295 મિડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર TASL TCS સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરશે તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે IAFને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલાં 6 એરક્રાફ્ટ IAFને સોંપી દેવામાં આવ્યાં છે.

સુવિચાર – ૨૮ ઓક્ટોબર ૨૦૨૪

૨૮ ઓક્ટોબર ૨૦૨૪