Home Blog Page 1373

સારી મુદ્રા શા માટે મહત્ત્વની છે?

સદ્‍ગુરુ યોગ્ય મુદ્રા સફળ જીવનનો આધારસ્તંભ છે તેના બે મુખ્ય કારણો જણાવે છે.

સદ્‍ગુરુ: જો તમે તમારા રોજિંદા જીવનમાં તમારું પોતાનું નિરીક્ષણ કર્યું હોય તો તમારા ધ્યાનમાં આ આવ્યું હશે – તમે જેમાંથી પસાર થતાં હોવ તે જુદા જુદા સ્તરની માનસિક અને ભાવનાત્મક અવસ્થાઓ માટે, તમે અનુભવતા હોવ તે વિવિધ સ્તરોની જાગરૂકતા માટે, તમારું શરીર કુદરતી રીતે એક ચોક્કસ મુદ્રા ધારણ કરે છે. જો તમે ખુશ હોવ તો તમે એક રીતે બેસો છો, જો તમે નાખુશ હોવ તો તમે બીજી રીતે બેસો છો. જ્યારે તમે શાંતિપૂર્ણ હોવ ત્યારે તમે એક રીતે બેસો છો, જ્યારે તમે ગુસ્સે હોવ ત્યારે તમે બીજી રીતે બેસો છો. હવે ધારો કે તમે ઘરે જાઓ છો, અને ત્યાં કોઈ છે; જો તમે ફક્ત તેમના બેસવાની રીતનું નિરીક્ષણ કરો, તો તમે જાણી લેશો કે તેમની અંદર શું ઘટિત થઈ રહ્યું છે. આ ફક્ત એટલા માટે છે કારણ કે શરીર તમારી જાગરૂકતાના સ્તરને આધારે ચોક્કસ મુદ્રાઓ ધારણ કરે છે. આ આધાર પર, તેને બીજી તરફથી જોઈએ તો તે આસનોનું વિજ્ઞાન છે (યોગિક મુદ્રાઓ) – એટલે કે, સભાનપણે તમારા શરીરને ચોક્કસ મુદ્રામાં લઈ જઈને, તમે તમારી જાગરુકતાને પણ વધારી શકો છો. તમે ફક્ત ચોક્કસ રીતે બેસીને સંવેદનાની, વિચારવાની, સમજવાની અને જીવનનો અનુભવ કરવાની તમારી રીતને બદલી શકો છો.

આના બીજા વિવિધ પાસાંઓ છે. અંગોના આરામ અથવા કમ્ફર્ટ નામની એક વસ્તુ છે. જુઓ, અત્યારે  શરીરના મોટાભાગના મહત્ત્વપૂર્ણ અંગો છાતી અને પેટના ભાગમાં છે. આ અંગો કડક નથી; તેઓ બોલ્ટ અને સ્ક્રૂ વડે ફિક્સ કરાયેલા નથી. તેઓ છૂટા હોય છે, નેટમાં લટકતા હોય છે. જો તમે તમારી કરોડરજ્જુને ટટ્ટાર રાખીને બેસો તો જ તમારા અંગો શક્ય તેટલા વધારે આરામમાં રહેશે.

હવે, આરામનો આધુનિક વિચાર એ છે કે ઝૂકીને બેસવું અને પડયા રહેવું. જો તમે આવી મુદ્રામાં બેસો તો તમારા અંગોને ક્યારેય આરામ નહીં મળે. જે રીતે તેઓએ કાર્ય કરવાની જરૂર છે તે રીતે તેઓ કાર્ય કરશે નહીં. આ ખાસ કરીને ત્યારે સાચું છે જો તમે ફૂલ ભોજન લો અને રિકલાઇનિંગ ખુરશીમાં (આરામ ખુરશી) બેસી જાઓ. ઘણી બધી મુસાફરી રિકલાઇનિંગ સીટમાં બેસીને થતી હોય  છે. હું કહીશ, જો તમે કારમાં બેસીને રિકલાઇનિંગ સીટમાં એક હજાર કિલોમીટરની મુસાફરી કરો છો, તો તમારું આયુષ્ય ઓછામાં ઓછું ત્રણથી પાંચ વર્ષ ઓછું થઈ જશે. આવું એટલા માટે થાય છે કારણ કે અંગો ખૂબ જ પીડાય છે – તેમની કાર્ય કરવાની ક્ષમતા મોટા પ્રમાણમાં ઘટી જશે અથવા ઓછામાં ઓછું તમે કેટલીક રીતે નબળા પડી જશો.

શરીરને ટટ્ટાર એટલા માટે નથી રાખવાનું કે આપણને આરામ ગમતો નથી; તે એટલા માટે છે કે આપણે આરામને પૂરેપૂરી અલગ રીતે સમજીએ અને અનુભવીએ છીએ. તમે તમારી કરોડરજ્જુને ટટ્ટાર રાખીને તમારા સ્નાયુઓને આરામદાયક રહેવાની તાલીમ આપી શકો છો, પરંતુ તમે ઝૂકેલી સ્થિતિમાં રહીને તમારા અંગોને આરામદાયક રહેવાની તાલીમ આપી શકતા નથી. તે કરવાની કોઈ રીત નથી. તેથી, આપણે શરીરને તાલીમ આપવાનું પસંદ કરીએ છીએ, જેથી આપણી હાડકાઓ અને સ્નાયુઓની સિસ્ટમ આ રીતે બેસવામાં આરામદાયક રહે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

પંચાંગ 28/10/2024

ઘૂસણખોરી બંધ થાય તો જ બંગાળમાં શાંતિ આવી શકે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ત્યારે જ શાંતિ સ્થાપિત થઈ શકે છે જ્યારે બાંગ્લાદેશ તરફથી સરહદ પારથી ઘૂસણખોરી બંધ થાય. શાહે દાવો કર્યો કે જો ભારતીય જનતા પાર્ટી (BJP) 2026માં પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે તો પાડોશી દેશમાંથી ગેરકાયદેસર ઈમિગ્રેશન બંધ થઈ જશે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રોપોલ ​​લેન્ડ પોર્ટ પર નવા પેસેન્જર ટર્મિનલ અને ફ્રેન્ડશિપ ગેટનું ઉદ્ઘાટન કર્યા બાદ અમિત શાહે પોતાના સંબોધનમાં આ વાત કહી.

શાહે કહ્યું- લેન્ડ પોર્ટની ભૂમિકા મહત્વની છે

અમિત શાહે કહ્યું કે, ‘ભૂમિ બંદરો પ્રદેશમાં શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે સરહદ પારથી લોકોની કાયદેસરની અવરજવર માટે કોઈ અવકાશ નથી, ત્યારે ગેરકાયદેસર હિલચાલની રીતો સામે આવે છે, જે દેશની શાંતિને અસર કરે છે. હું બંગાળના લોકોને 2026માં પરિવર્તન લાવવા વિનંતી કરું છું અને અમે ઘૂસણખોરી બંધ કરીશું અને શાંતિ સ્થાપિત કરીશું. શાહે કહ્યું, ‘બંગાળમાં ત્યારે જ શાંતિ આવી શકે છે જ્યારે ઘૂસણખોરી બંધ થાય. બંને દેશો વચ્ચેના સંબંધો અને કનેક્ટિવિટી સુધારવામાં લેન્ડ પોર્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં પણ વધારો કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બંગાળના બીજેપીના વરિષ્ઠ નેતાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અમિત શાહ આજે કોલકાતામાં સંગઠનાત્મક બેઠક પણ કરવાના છે. અમિત શાહની કોલકાતા મુલાકાતને લઈને ભાજપના નેતાઓએ કહ્યું કે શાહ અહીં ભાજપના સભ્યપદ અભિયાનની પણ શરૂઆત કરશે.

લેન્ડ પોર્ટ ટર્મિનલ જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં વિવિધ આધુનિક સુવિધાઓ જેવી કે વીઆઈપી લોન્જ, ડ્યુટી ફ્રી શોપ, મૂળભૂત તબીબી સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. દરરોજ 20,000 મુસાફરોની ક્ષમતા ધરાવતું આ નવું ટર્મિનલ 59,800 ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યું છે.

PM મોદીએ ‘ડિજિટલ અરેસ્ટ’ને લઈને લોકોને આપી સલાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓને ‘ડિજિટલ અરેસ્ટ’ છેતરપિંડી વિશે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ સરકારી એજન્સી ફોન પર ધમકી આપીને પૈસા માંગતી નથી. તેમણે કહ્યું કે આ પ્રકારની છેતરપિંડી સાથે સંકળાયેલા લોકો પોલીસ, સીબીઆઈ, આરબીઆઈ અથવા નાર્કોટિક્સ ઓફિસર તરીકે દેખાડીને લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે.

‘મન કી બાત’ના 115મા એપિસોડમાં વડાપ્રધાન મોદીએ ‘ડિજિટલ અરેસ્ટ’ છેતરપિંડી કેવી રીતે કરવામાં આવે છે તે વિગતવાર સમજાવ્યું. તેમણે કહ્યું, આમાં પહેલું પગલું તમારી અંગત માહિતી એકત્રિત કરવાનું છે. બીજું પગલું ભયનું વાતાવરણ ઊભું કરવાનું છે અને ત્રીજું સમયનું દબાણ છે. લોકો એટલા ડરી જાય છે કે તેઓ વિચારવાની અને સમજવાની શક્તિ ગુમાવી દે છે. બધા વય જૂથો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બને છે અને સમાજના તમામ વર્ગના ઘણા લોકો તેમની મહેનતથી કમાયેલા પૈસા ગુમાવે છે.

સાવચેત રહો, ફોન કોલ્સ રેકોર્ડ કરો

વડા પ્રધાન મોદીએ નાગરિકોને વિનંતી કરી કે જો કોઈને આવો ફોન આવે તો ગભરાશો નહીં. તેમણે કહ્યું, આવા કેસોમાં ડિજિટલ સુરક્ષાના ત્રણ પગલાં છે – રોકો, વિચારો અને કાર્ય કરો. જો શક્ય હોય તો સ્ક્રીનશોટ લો અને રેકોર્ડિંગ કરો. કોઈ સરકારી એજન્સી ફોન પર આવી ધમકીઓ આપતી નથી અથવા પૈસાની માંગણી કરતી નથી.

વડાપ્રધાને લોકોને આવી છેતરપિંડી રોકવા માટે નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 પર ફોન કરવા જણાવ્યું છે અને પોલીસમાં રિપોર્ટ નોંધાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે આવા મામલા નોંધીને પોલીસ અને સાયબર સુરક્ષા એજન્સીઓને જાણ કરવી જોઈએ.

લખનૌની અનેક હોટલોને બોમ્બથી ઉડાવી ધમકી

ફ્લાઈટ અને સ્કૂલો બાદ હવે રાજધાની લખનૌની ઘણી હોટલોને બોમ્બની ધમકી મળી છે. જે બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. રાણા પ્રતાપ માર્ગ પર આવેલી હોટેલ ફોર્ચ્યુન, કાનપુર રોડ પર આવેલી લેમન ટ્રી, શહેરમાં આવેલી હોટેલ મેરિયોટ સહિતની ઘણી હોટેલોને ધમકીભર્યા મેલ મળ્યા છે. માહિતી મળતાની સાથે જ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ હોટલોમાં પહોંચી ગઈ છે.

મેલ મોકલનારએ લખ્યું છે કે, તમારી હોટલના પરિસરમાં કાળી બેગમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. મારે 55 હજાર ડોલર (લગભગ 45.6 લાખ રૂપિયા) જોઈએ છે, નહીં તો હું બોમ્બથી ઉડાવી દઈશ. ઉપરાંત જો કોઈ બોમ્બને ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરશે તો હું તેને ઉડાવી દઈશ.

બીજી તરફ બેંગલુરુથી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર આવી રહેલી અકાસા એરલાઈન્સની ફ્લાઈટ નંબર 1821માં બોમ્બ હોવાની માહિતી મળતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ એરપોર્ટ પર ઈમરજન્સી મીટિંગ શરૂ કરવામાં આવી છે અને ફ્લાઈટમાં રહેલી સુરક્ષા એજન્સીઓ સઘન તપાસમાં લાગેલી છે. અધિકારીઓએ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

‘દિવાળી’ તહેવાર એક પરંપરા અનેક

ભારતમાં દિવાળી માત્ર ઉત્સવ જ નહી પરંતુ એનાથી પણ કંઇક વિશેષ છે. માટે જ ઘણીવાર વાત વાતમાં લોકો કહે પણ છે કે તારા કરતા વધારે દિવાળી જોઈ છે. પ્રકાશના આ પર્વની ઉજવણી સમગ્ર દેશમાં આનંદઉલ્લાસ સાથે કરવામાં આવે છે. તહેવાર એક છે પરંતુ એની પરંપરા અનેક છે. ભારતના જુદા-જુદા રાજ્યોમાં દિવાળીના ઉત્સવની ઉજવણી પણ જુદી-જુદી રીતે કરવામાં આવે છે. ક્યાંક ફટાકડા ફોડીને તો ક્યાંક મિષ્ટાન બનાવીને દિવાળીની ઉજવણી થાય છે. તો વળી ક્યાંક ગાયોનું પૂજન પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ભારતના જુદા-જુદા રાજ્યોમાં ઉજવાતી દિવાળી પરંપરા વિશે..

ગુજરાત

આમ તો ગુજરાતીઓ દરેક તહેવારની ઉજવણી રંગેચંગે કરે છે. પરંતુ દિવાળી એમના માટે વિશેષ તહેવાર છે. પ્રકાશના આ પર્વની ઉજવણી ગુજરાતમાં અગિયારસથી લઈને છેક લાભપાંચમ સુધી ચાલે છે. ગુજરાતમાં દરેક વ્યક્તિ દિવાળીની આગલી રાત્રે પોતાના ઘરની સામે રંગોળી બનાવે છે. આખા ઘરને દિવાથી ઝગમગાવે છે, ઘરની સાફ સફી કરવી, નવો સામાન ખરીદવાનો, નવા કપડા, ફરસાણ અને મિષ્ટાન બનાવવા એ ગુજરાતીઓની આગવી ઓળખ છે. અહીં દિવાળી દરમિયાન દેવી લક્ષ્મીના સ્વાગતનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને દિવાળી પછી પડવાના દિવસે ગુજરાતીઓનું નવુ વર્ષ શરૂ થાય છે. લોકો એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છા આપે છે.

ઓરિસ્સા

ઓરિસ્સામાં, પ્રથમ દિવસે ધનતેરસ, બીજા દિવસે મહાનિષા અને કાલી પૂજા, ત્રીજા દિવસે લક્ષ્મી પૂજા, ચોથા દિવસે ગોવર્ધન અને અન્નકૂટ પૂજા અને 5માં દિવસે ભાઈદૂજ ઉજવવામાં આવે છે. આદ્ય કાલી પૂજાનું અહીં વિશેષ મહત્વ છે.

બિહાર

બિહારના કોશીમાં હુક્કાપાતીનો અનોખો રિવાજ છે. શણની મજબૂત સળીમાંથી બનેલી લાકડીમાંથી હુક્કાપાતી બનાવ્યા વગર રીવાજ અધૂરો છે. દિવાળીના દિવસે આ ઘરોમાં હુક્કાપાતી રમે છે. પરંપરા મુજબ હુક્કાપાતીને લોકો પોતાના ઘરના ખૂણામાં પ્રગટાવીને લક્ષ્મી ઘર દરિદ્ર બહાર એવા શબ્દો ઉચ્ચારે છે. આ હુક્કાપાતીને ઘરે ઘરે ધૂમાવવામાં આવે છે. હુકકાપાતી બહાર કાઢયા વગર લોકો બહાર નિકળતા નથી. ઘરની બહાર કે ખેતર કે સડક પર હુકકાપાતી રાખીને પાંચ વાર તેને લાંઘવમાં આવે છે. દિવાળીના દીવા,પૂજા પાઠ અને હુક્કાપાતિને જરુર ખરીદે છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં દિવાળીનો તહેવાર 4 દિવસ સુધી ચાલે છે. વસુ બારસ પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે જે દરમિયાન આરતી ગાતી વખતે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. ધનતેરસનો તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વેપારી લોકો એમના પુસ્તકો અને હિસાબની પૂજા કરે છે. આ પછી નરક ચતુર્દશી પર સૂર્યોદય પહેલા સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન કર્યા પછી આખો પરિવાર મંદિર જાય છે. દિવાળી ચોથા દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે દેવી લક્ષ્મીની પૂજા કરતા પહેલા પરંપરાગત વાનગીઓ જેમ કે કરંજી, ચકલી, લાડુ, સેવ વગેરે બનાવવામાં આવે છે.

હરિયાણા

હરિયાણાના ગામડાઓમાં લોકો જુદી જ રીતે દિવાળી ઉજવે છે. આ તહેવારના થોડા દિવસો પહેલા લોકો એમના ઘરમાં કલર કામ કરાવે છે. ઘરની દીવાલ પર અહોઈ માતાની તસવીર બનાવવામાં આવે છે. જેના પર ઘરના દરેક સભ્યનું નામ લખેલું હોય છે. એ પછી આખા આંગણાને મીણબત્તીઓ અને દીવાઓથી શણગારવામાં આવે છે. દરેક ઘરમાંથી 4 દીવા ચાર રસ્તા પર મુકવામાં આવે છે જેને ટોના કહેવામાં આવે છે.

તમિલનાડુ

ભારતીય હિંદુ સંસ્કૃતિ હજુ પણ દક્ષિણ ભારતમાં એના મૂળ સ્વરૂપમાં ટકી રહી છે. અહીં દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતી નરક ચતુર્દશીનું વિશેષ મહત્વ છે. અહીં તહેવાર માત્ર 2 દિવસ ચાલે છે. આ દિવસે દીવો પ્રગટાવવો, રંગોળી બનાવવી અને નરક ચતુર્દશી પર પરંપરાગત સ્નાન કરવાનું વધુ મહત્વ છે.

આંધ્રપ્રદેશ

આંધ્રમાં, દિવાળી દરમિયાન, ઘણા વિસ્તારોમાં હરી કથાની સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણની પત્ની સત્યભામાએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, તેથી સત્યભામાની માટીની મૂર્તિની પ્રાર્થના કરવામાં આવે છે.

 કર્ણાટક

કર્ણાટકમાં દિવાળી મુખ્યત્વે 2 દિવસે ઉજવવામાં આવે છે. પ્રથમ અશ્વિજા કૃષ્ણ અને બીજી બાલી પદયામી જેને નરક ચતુર્દશી કહેવામાં આવે છે. અહીં એને અશ્વિજ કૃષ્ણ ચતુર્દશી કહેવામાં આવે છે. આ દિવસે લોકો તેલ સ્નાન કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યા પછી, એમના શરીરમાંથી લોહીના ડાઘ દૂર કરવા માટે તેલ સ્નાન કર્યું હતું. દિવાળીના ત્રીજા દિવસને બાલી પદયામી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ ઘરે રંગોળી બનાવે છે અને ઘરને ગાયના છાણથી ઢાંકે છે.  આ દિવસે મહિલાઓ ઘરે રંગોળી બનાવે છે અને ઘરને ગાયના છાણથી લીપેછે. આ દિવસે રાજા બલી સાથે જોડાયેલી કથાઓ ઉજવવામાં આવે છે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના રાજ્યોમાં દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. અહીંના આદિવાસી વિસ્તારોમાં દીવાનું દાન કરવાનો રિવાજ છે. આ પ્રસંગે આદિવાસી સ્ત્રી-પુરુષો નૃત્ય કરે છે. અહીં ધનતેરસના દિવસથી યમરાજના નામનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે. આ દીવો ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે છે જેથી ઘરમાં  મૃત્યુ પ્રવેશ ન કરે. ઉપરાંત અહીંના ગામોમાં રંગોળીને બદલે માંડણે  બનાવવાની પરંપરા પ્રચલિત છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં કેટલાક સ્થળે દિવાળીએ શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. રાજસ્થાનના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં બિલાડીને લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. પૂજા કર્યા પછીનો પ્રથમ પ્રસાદ બિલાડીને ખવડાવવામાં આવે છે. એ દિવસે બિલાડીને ઘરમાં આવવા જવાની છૂટ હોય છે. એ ઘરમાં નુકસાન કરે તો પણ એને હાંકી કાઢવામાં આવતી નથી.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ બુઢી દિવાળી મનાવવાની પરંપરા છે. દિવાળી વિતી ગયાના એક મહિના પછી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામ લંકાથી અયોધ્યા પધાર્યા એની જાણ હિમાચલપ્રદેશના અંતરિયાળ વિસ્તારના લોકોને મોડી થઇ હતી. આથી એમની દિવાળી એક મહિના પછી ઉજવાય છે .

તેલંગાના

તેલંગાનામાં ધામમૂમથી દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. ધનતેરસ,નરક ચતુદર્શી,દીપાવલી, ગોવર્ધન પૂજા વગેરે મનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ગાયોની પૂજા કરવામાં આવે છે. ગાયને નદી નાળા કુવા અને સરોવર પાસે સવારે લઇ જઇને સ્નાન કરાવે છે. ત્યાર પછી ગાયને સજાવે છે. ગાયને શણગારવાનો કાર્યક્રમ બપોરે ૨ વાગ્યા સુધી ચાલે છે. ખેતરમાંથી ગાયને ઘરે લઇ જવામાં આવે છે. મહિલાઓ ગાયના પગ ધૂએ છે. પૂજા અને આરતી કરે છે અને નૈવેધ ધરાવે છે.

છત્તીસગઢ

છતીસગઢના બસ્તરમાં દિવાળીના તહેવારના સમયમાં દિયારી ઉજવાય છે. એનો મતલબ પશુધન અને પાકનું રક્ષણ અને વૃધ્ધિ એવો થાય છે. ઘમતરી જિલ્લાના સેમરા (સી)ગામમાં દરેક તહેવાર એક અઠવાડિયું વહેલા ઉજવવામાં આવે છે. ભારતનું એક માત્ર ગામ જયાં બધા જ તહેવારો વહેલા ઉજવાય છે. ભારતમાં દિવાળીનો તહેવાર શરુ થાય ત્યારે ગામ લોકો ઉજવીને પરવરી રહયા હોય છે. આ ગામ પોતાની વિશિષ્ટ પરંપરા અને સભ્યતા માટે જાણીતું છે.

હેતલ રાવ

લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાન ખાનની મોટી જાહેરાત

સલમાન ખાનના નજીકના મિત્ર અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, ગેલેક્સી પર ફાયરિંગ બાદ સલમાન ખાન હંમેશા કડક સુરક્ષામાં જોવા મળ્યો હતો. પરંતુ હવે તેમની સુરક્ષા પહેલા કરતા વધુ વધારી દેવામાં આવી છે. સલમાન અને તેના પરિવારના સભ્યોને એકલા ક્યાંય જવાની મંજૂરી નથી. સલમાન ખાન પણ કડક સુરક્ષા હેઠળ બિગ બોસનું શૂટિંગ કરે છે. પરંતુ આવી સ્થિતિમાં, સુપરસ્ટારે એક મોટી જાહેરાત કરી છે, જેના પછી બધાને લાગે છે કે સલમાનને લોરેન્સ બિશ્નોઈનો કોઈ ડર નથી.

સલમાન ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની Da-Bangg Tour ની જાહેરાત કરી છે. સલમાન અવારનવાર આ ટૂર કરતો રહે છે. ચાહકો હંમેશા તેના પ્રવાસની રાહ જોતા હોય છે. સલમાને તેનું એક પોસ્ટર શેર કર્યું છે અને એ પણ જણાવ્યું છે કે આ વખતે આ મોટો શો દુબઈમાં યોજાવા જઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે જો શો થશે તો લોકો સલમાન ખાનને જોવા પણ આવશે.

સલમાન ખાનની Da-Bangg Tour દુબઈમાં થશે

પરંતુ સલમાન ખાનને આ વાતની પરવા નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતી વખતે સલમાને કેપ્શન લખ્યું – Da-Bangg Tour માટે તૈયાર રહો – 7મી ડિસેમ્બર 2024 ના રોજ ફરીથી લોડ થશે. આ વખતે આ સુપરસ્ટાર પ્રવાસમાં કેટલાક નવા ચહેરાઓ પણ જોડાયા છે. આ વખતે સોનાક્ષી સિન્હા, દિશા પટણી, તમન્ના ભાટિયા અને જેકલીન ફર્નાન્ડીઝના નામ સામેલ છે. આ સિવાય પ્રભુદેવા, હોસ્ટ મનીષ પોલ, આસ્થા દિલ અને સુનીલ ગ્રોવર પણ તેનો ખાસ ભાગ હશે.

તમન્ના ભાટિયા પહેલીવાર ભાગ બનવા જઈ રહી છે. સ્ત્રી 2 ના તમન્ના ભાટિયાના ગીત આજ કી રાતે યુટ્યુબ પર ધૂમ મચાવી છે. દર્શકોએ તેમના આ ગીત અને ડાન્સને રિપીટ મોડ પર વારંવાર જોયો છે. આવી સ્થિતિમાં હવે તમન્ના દુબઈમાં પણ પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે.

ગીતાજી કહે છે: ‘કર્મણ્યે વાધિકારસ્તે’

ગીતાનો કર્મયોગનો સિદ્ધાંત આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આધુનિક સમયમાં ટીમ માટે રમવાનું છે, પોતાની સિદ્ધિ માટે નહીં. આમ થાય તો મહત્તમ સફળતા મળી શકે. આ ભાવથી જ અન્યત્ર પણ સમજાવ્યું છે તે રીતે ‘કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચના’ કહેવાયું છે. ટીમના સભ્ય તરીકે તારું કામ તારે જે કરવાનું છે, તે સારામાં સારી રીતે સંપન્ન કરવાનું છે. બાકી જેને જે ક૨વાનું છે તે ક૨શે તો ઉત્તમ ફળ મળશે જ.

હળવાશની પળોમાં એક પ્રસંગ યાદ આવે છે. મારી સોસાયટીમાં કામ કરતા એક વ્યક્તિએ જન્માષ્ટમીનો ઉપવાસ કર્યો. મેં એને કહ્યું, ‘ફળ તો ખા.’ તે સામે તેનો જવાબ હતો, ‘બેન, ભગવાને જ કહ્યું છે કે, ફળ ઉપર તારો અધિકાર નથી! જો ફળ ખાઈશ તો વ્રતનું પુણ્ય નહીં મળે.’ આ એની સમજ હતી કે વ્રત કરવું હોય તો ફળ ભગવાન આપશે.

ફળાહાર પણ ન થાય, જ્યારે આપણામાંના મોટા ભાગના લોકો ઉપવાસને બદલે ‘અપવાસ’ કરીને છીએ. જાતજાતની વાનગીઓ પેટ ભરીને ઝાપટીએ! ટીમ તરીકે સારામાં સારો દેખાવ કરવો હોય તો પોતાની સદી થાય એમ ધીમે ધીમે રમીને ટાર્ગેટ અશક્ય કરી નાખવો તેને બદલે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને આઉટ થઈ જવું અને ટીમને પોતાની સદી ભલે ન થઈ પણ જીતના બારણે લાવી દેવું એ જ આ ‘કર્મણ્યે વાધિકારસ્તે’નો સિદ્ધાંત છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

૨૭ ઓક્ટોબર ૨૦૨૪

Chitralekha Gujarati – 04 -11 November, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.