બેંગલુરુ: દક્ષિણ પેસિફિક રાષ્ટ્ર ફિજીએ વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા. માનવ ઉત્થાનની તેમની ભાવના અને વિવિધ સમુદાયોને શાંતિ અને સુમેળમાં એકસાથે લાવવા માટે તેમના અથાક યોગદાન માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ગુરુદેવને ફિજી ગણરાજ્યના માનનીય રાષ્ટ્રપતિ મહામહિમ રતુ વિલિયમ એમ. કેટોનીવેર દ્વારા ‘ફીજીના માનદ અધિકારી’નું બિરુદ આપવામાં આવ્યું.ફિજી ગુરુદેવને સર્વોચ્ચ નાગરિક સન્માન આપનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો છે. આ સન્માનથી ફિજીએ આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સ્તરે તેમના માનવતાવાદી કાર્યની વિશાળતાનું સન્માન કર્યું છે. છેલ્લાં 43 વર્ષથી સુખ અને સંવાદિતા ફેલાવી રહ્યું છે. સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, મહિલા અને યુવા સશક્તિકરણ અને તણાવ રાહત અને ધ્યાનના ક્ષેત્રોમાં શ્રી શ્રી રવિશંકરના બહુપક્ષીય સેવા પહેલ દ્વારા સક્રિય છે.
ફિજીની મુલાકાત દરમિયાન, શ્રી શ્રી રવિશંકરે ફિજીના માનનીય નાયબ વડા પ્રધાન વિલિયમ ગાવોકા અને ફિજીમાં સંયુક્ત રાષ્ટ્રના નિવાસી સંયોજક ડર્ક વેગનર સહિત રાજ્યના મહાનુભાવો સાથે વાર્તાલાપ કર્યો. નેતાઓએ ચર્ચા કરી કે કેવી રીતે આર્ટ ઓફ લિવિંગ યુવાનોને સશક્તિકરણ કરીને ટાપુ રાષ્ટ્રની સર્વાંગી પ્રગતિમાં યોગદાન આપી શકે છે. સ્થાનિક સમુદાયોના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરીને, તે તેમને આયુર્વેદના શાશ્વત જ્ઞાનનો પરિચય કરાવી શકે છે.
અમદાવાદઃ દિવાળીના સપ્તાહનો પ્રારંભ તેજી સાથે થઈ હતી. સેન્સેક્સ એક તબક્કે ઇન્ટ્રા-ડેમાં 1000 સુધી ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી વધીને 24,400ને પાર થયો હતો. બેન્કિંગ, મેટલ, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ તેજી સાથે બંધ આવ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. છ લાખ કરોડનો વધારો થયો હતો.
છેલ્લાં પાંચ સેશન પછી દિવાળી સપ્તાહનો તેજી સાથે પ્રારંભ થયો હતો. ગયા સપ્તાહે FIIએ કેશ સેગમેન્ટમાં ભારે વેચવાલી કરી હતી. FIIએ આ મહિને રૂ. એક લાખ કરોડની વેચવાલી કરી હતી. જેથી સેન્સેક્સ 603 પોઇન્ટ ઊછળી 80,005.04ના મથાળે બંધ આવ્યો હતો અને નિફ્ટી 158.40 વધી 24,339.20ની સપાટીએ બંધ રહ્યો હતો. મધ્ય-પૂર્વમાં ઇઝરાયેલ તરફથી ઇરાન પર સીમિત હુમલાને કારણે રોકાણકારોની ચિંતા ઘટી છે, જેથી બજાર સેન્ટિમેન્ટ સુધર્યું હતું. આ સાથે ઇઝરાયેલ અને હમાસની વચ્ચે યુદ્ધવિરામની સંભાવના પણ વધી હતી. આ ઉપરાંત વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં કિંમતોમાં સ્થિરતા રહેતાં પણ સેન્ટિમેન્ટ સુધારાતરફી થયું હતું. આ સાથે ઓક્ટોબર એફ એન્ડ ઓ સેગમેન્ટમાં એક્સપાયરી નજીકમાં હોવાથી વેચાણો પણ કપાયાં હતાં.
બજારમાં 27 સપ્ટેમ્બરથી આવેલા ઘટાડામાં છેલ્લા એક મહિનામાં રૂ. 40 લાખ કરોડ ડૂબ્યા છે. આ સમયગાળામાં નિફ્ટી અને સેન્સેક્સ એના ટોચથી આઠ ટકા, બેન્ક નિફ્ટી સાત ટકા, મિડકેપ 100 ઇન્ડેક્સ નવ ટકા અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ આઠ ટકા તૂટી ચૂક્યા છે.
BSE એક્સચેન્જ પર કુલ 4198 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2470 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1375 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 151 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 224 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 223 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
વકફ (સુધારા) બિલ 2024 પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ફરી એકવાર હોબાળો થયો. છેલ્લી બેઠક દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કાચની બોટલ તોડી હતી, જ્યારે આ વખતે વિપક્ષના સાંસદોએ ફરી એકવાર વિરોધમાં બેઠકમાંથી વોકઆઉટ કર્યું હતું. સોમવારે સંસદ ભવન સંકુલમાં યોજાયેલી આ બેઠક દરમિયાન વિપક્ષી દળોના ઘણા સભ્યો બહાર આવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે સભામાં જે પ્રેઝન્ટેશનની ચર્ચા થઈ રહી છે તે નકલી છે.
વિપક્ષી સભ્યોએ દાવો કર્યો હતો કે સમિતિ સમક્ષ હાજર થયેલા દિલ્હી વક્ફ બોર્ડના પ્રશાસકે દિલ્હી સરકારની જાણ વગર રજૂઆતમાં ફેરફાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના સભ્ય સંજય સિંહ, ડીએમકેના સાંસદ મોહમ્મદ અબ્દુલ્લા, કોંગ્રેસના નસીર હુસૈન અને મોહમ્મદ જાવેદ અને કેટલાક અન્ય વિપક્ષી સભ્યો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના કમિશનર અને દિલ્હી વક્ફ બોર્ડના પ્રશાસક અશ્વિની કુમારે મુખ્યમંત્રીની મંજૂરી વિના વકફ બોર્ડના પ્રાથમિક અહેવાલને સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો.
આગામી મીટિંગ 29 ઓક્ટોબરે
તમને જણાવી દઈએ કે, JPCએ વકફ સુધારા અંગે ચર્ચા કરવા માટે દિલ્હી વક્ફ બોર્ડ, હરિયાણા વક્ફ બોર્ડ, પંજાબ વક્ફ બોર્ડ, ઉત્તરાખંડ વક્ફ બોર્ડ, કૉલ ફોર જસ્ટિસ અને વક્ફ ટેનન્ટ વેલફેર એસોસિએશન, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશોના જૂથને બોલાવ્યા હતા. બિલ. આ બેઠકના તથ્યોને લઈને ફરી એકવાર હોબાળો થયો. જો કે, વોકઆઉટ કર્યાના થોડા સમય બાદ તમામ સાંસદો ફરીથી બેઠકમાં જોડાયા હતા. હવે જેપીસીની આગામી બેઠક પણ 29મી ઓક્ટોબરે યોજાશે.
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. ચોરીનો પ્રયાસ થયો હોવાની આશંકાથી આજે વહેલી સવારથી મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પાવાગઢ પોલીસ કાફલો મંદિર પહોંચી ગયો હતો અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં માતાજીના શૃગારની ચોરી ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર યાત્રાધામ પાવાગઢના નિજ મંદિરના ગર્ભ ગૃહમાં માતાજીના દાગીના સહિતનો સામાન વેર-વિખેર પડેલો જોવા મળ્યો હતો. જે બાદ મંદિર પ્રશાસને ચોરીની આશંકાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફળો મંદિર પહોંચ્યો હતો અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજે સવારે પોલીસે મંદિર યાત્રાળું માટે બંધ રાખી શઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પ્રાથમિક તપાસમાં કોઈ ચોરી થઈ નથી હોવાનું સામે આવ્યું હતું. છતાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.આજે વહેલી સવારે નિત્યક્રમ મૂજબ પૂજારી મંદિરમાં ગયા બાદ ચોરીના પ્રસાયની જાણ થઈ હતી. પાવાગઢ મંદિરના ગર્ભ ગૃહમાં હવા ઉજાસ માટે મુકેલી વેન્ટીલેશનની જગ્યાએથી કોઈ અંદર પ્રવેશી મધ્ય રાત્રિએ તસ્કરે ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે. ચોંકાવનારી વાત એ છે કે ઇતિહાસમાં પહેલીવાર પાવાગઢના મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો છે.
મુંબઈ: બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને બે અલગ-અલગ ગેંગસ્ટરોએ ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિતોએ સાંસદ પર બ્લાસ્ટ કર્યો હતો. કહ્યું કે ટીઆરપી કમાવવાની જાળમાં ન પડો, નહીંતર રેસ્ટ ઈન પીસ કરી દેશું. આ એ જ ગેંગ છે જેણે મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી પણ લીધી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઈને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે જો કાયદો પરવાનગી આપશે તો 24 કલાકમાં આ બે ટકાના ગુનેગારનું આખું નેટવર્ક ખતમ કરી નાખું. આ ઘટનાના લગભગ 13 દિવસ બાદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
પપ્પુ યાદવે ફોન ઉપાડ્યો ન હતો
સાંસદ પપ્પુ યાદવે માત્ર ડીઆઈજી, પૂર્ણિયા રેન્જના એસપીને જ નહીં પરંતુ ડીજીપીને પણ ફરિયાદ કરી છે. પપ્પુ યાદવને ફોન કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગની વ્યક્તિએ કહ્યું કે તેના ભાઈ પાસે સાંસદના તમામ ઠેકાણાઓ વિશે માહિતી છે. આટલું જ નહીં, જેલમાં રોકાણ દરમિયાન તેણે જામર સ્વીચ ઓફ કરીને પપ્પુ યાદવને વીડિયો કોલ પણ કર્યો હતો,પરંતુ પપ્પુ યાદવે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારથી કેટલાક ઓડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વ્યક્તિ પહેલા પપ્પુ યાદવને મોટા ભાઈ કહીને સંબોધતો હતો. તેની પ્રશંસા કરી. આ પછી બીજા ઓડિયોમાં પપ્પુ યાદવને ગાળો આપી રહ્યો હતો. વ્યક્તિએ કહ્યું કે ભાઈએ જેલમાંથી જામર સ્વિચ ઓફ કર્યા બાદ વીડિયો કોલ કર્યો હતો. પરંતુ, તમે ઉપાડ્યો નહીં. ખોટું કર્યું. આના પરિણામો આવશે.
સોશિયલ મીડિયા પર ધમકી આપી
ઝારખંડના જેલમાં બંધ ગેંગસ્ટર અમનના નજીકના મયંકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પપ્પુ યાદવને ધમકી આપી છે. તે 26 ઓક્ટોબરે મયંક સિંહ નામના ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું હતું. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અખબારો દ્વારા માહિતી મળી છે કે તાજેતરમાં બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ ઉર્ફે રાજેશ રંજન દ્વારા લોરેન્સ ભાઈ વિશે વિપરીત નિવેદન આપવામાં આવ્યું છે.
ગેંગસ્ટરની નજીકની વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘હું પપ્પુ યાદવને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે તમે તમારી મર્યાદામાં રહીને શાંતિથી રાજનીતિ કરો, અહીં અને ત્યાં ઘણી બધી વસ્તુઓ કરીને ટીઆરપી કમાવવાની જાળમાં ન પડો. નહિંતર રેસ્ટ ઈન પીસ કરી દેશું. તમને જણાવી દઈએ કે પપ્પુ યાદવ આ દિવસોમાં ઝારખંડમાં ઈન્ડિયા એલાયન્સ માટે પ્રચાર કરી રહ્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 6 ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી. આ યાદીમાં શરદ જૂથના NCPએ નાગપુર જિલ્લાની કાટોલ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલ્યા છે. અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખ અહીંથી ચૂંટણી લડવાના હતા, પરંતુ હવે તેમની જગ્યાએ પાર્ટીએ તેમના પુત્ર સલિલ દેશમુખને કાટોલથી ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે શરદ જૂથે અત્યાર સુધીમાં 82 ઉમેદવારોની જાહેરાત કરી છે.
कृपया प्रसिद्धीसाठी…
राष्ट्रवादी काँग्रेस पार्टी- शरदचंद्र पवार पक्षाच्या संसदीय मंडळाने दिलेल्या मान्यतेनुसार महाराष्ट्र विधानसभा निवडणूक – २०२४ साठी पक्षाच्या अधिकृत उमेदवारांची विधानसभानिहाय चौथी यादी जाहीर करण्यात आली आहे. pic.twitter.com/ewuUQGx4zu
— Nationalist Congress Party – Sharadchandra Pawar (@NCPspeaks) October 28, 2024
મહા વિકાસ અઘાડીએ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 265 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાં કોંગ્રેસના 99, શિવસેના યુબીટીના 84 અને એનસીપી શરદ જૂથના 82 ઉમેદવારોનો સમાવેશ થાય છે. હાલમાં, MVA એ 23 વધુ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની છે.
શાંતિ બિઝનેસ સ્કૂલમાં 2024-26ની નવી બેચના વિદ્યાર્થીઓને આવકારવા માટે ફ્રેશર્સ પાર્ટી ”શહેર -24”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્લેમરસ ફ્રેશર્સ પાર્ટીમાં સિનયર વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમના જુનિયર વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું . આ ઇવેન્ટમાં આકર્ષક સ્ટેજ અને ડીજેના તાલ સાથે સંગીત, નૃત્ય અને મિત્રતાથી ભરપૂર જીવંત વાતાવરણનું સર્જન થયું હતું.
આ ઈવેન્ટને અંતે મિસ્ટર અને મિસ. ફ્રેશરના ખિતાબ પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી અભિનવ ચૌધરી અને આરાધિતા શર્મા અને અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી વિવેક ભારતી ગોસ્વામી અને સના છાબરાને આપવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ઇવેન્ટનું આયોજન એસબીએસના સિનયર વિદ્યાર્થીઓ અને કાઉન્સિલના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના જમ્મુ જિલ્લાના ખૌર વિસ્તારમાં આતંકવાદીઓએ ફરી એક વાર સેનાને નિશાને લીધી હતી અને સેનાની એક એમ્બ્યુલન્સ પર ફાયરિંગ કર્યું હતું, જે પછી બંને બાજુથી ફાયરિંગ થયું હતું. જેમાં ત્રણ આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આ આતંકવાદી હુમલો જમ્મુના ખૌર સેક્ટરના જોગવાન વિસ્તારમાં થયો હતો. સેનાએ અધિકારીઓએ કન્ફર્મ કર્યું હતું કે એમ્બ્યુલન્સ પર કેટલીક ગોળીઓ ટલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પર હુમલો કરવાવાળા આતંકવાદીઓની સંખ્યા બે કે ત્રણની છે. પાકિસ્તાન તરફથી મનાવર તવી પાર કરીને ખૌર વિસ્તારના બટ્ટલમાં ઘૂસ્યા છે.
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાના વાહન પર ફાયરિંગ થયાના અહેવાલ છે. ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓ ફરાર થયા હતા. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારા અને તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ ક્ષેત્રમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ઘણા આતંકવાદી હુમલા થયા છે, જેમાંથી ગયા અઠવાડિયે બે સૈનિકો સહિત 12 લોકો માર્યા ગયા હતા.ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે જવાનોનાં મોત થયાં હતાં અને આ સાથે જ આ હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. ગુરુવારે સેના સાથે કામ કરતા બે પોર્ટર્સ માર્યા ગયા હતા અને ત્રણ સૈનિકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બે જણનું સારવાર દરમિયાન મોત થયાં હતાં.
ભારત અને સ્પેનના PM ગુજરાતના મહેમાન બન્યા છે. વડોદરાના આંગણે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. બંને દેશના PMને આવકારવા રોડની બંને સાઇડ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ દરમિયાન બંને વડાપ્રધાન અચાનક જ રોડ શો અટકાવીને નીચે ઉતર્યા અને દિવ્યાંગ દિયાને મળવા પહોંચ્યા હતા. બંને દેશના PMએ દિયા સાથે હાથ મિલાવ્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ પણ બંને દેશના PMને તેમના સ્કેચ ભેટમાં આપ્યા હતા.
વડોદરા શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિની જે એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત તે એક ઇત્તમ ચિત્ર કલાકાર પણ છે. વડાપ્રધાનના આગમનને લઇને તે પરિવારજનો સાથે પોતે તૈયાર કરેલા સ્કેચ સાથે રોડ શોના રૂટ પર ગોઠવાઇ ગઇ હતી. આ સમયે રોડ શોનો કાફલો ત્યાંથી પસાર થયો અને બંને વડાપ્રધાનની નજર આ વિદ્યાર્થિની પર ગઈ હતી. તેથી આ આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો.
બંને વડાપ્રધાન પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા અને દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા તેની પાસે પહોંચ્યા હતા. દિયાએ બંને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટમાં આપી હતી. જેને બંને વડાપ્રધાને સહર્ષ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી.
જૂનાગઢમાં ખેડૂત પરિવારમાં જન્મ. માતા-પિતા બન્ને શિક્ષક એટલે ઉછેર મોટાભાગે દાદીમાએ જ કર્યો. સ્વાભાવિક રીતે જ દાદીમા સાથે લાગણીનું બંધન હોય જ. 12 સાયન્સમાં સારા ટકા સાથે પાસ થયા પછી સ્કૂલના મિત્રો કાં તો રાજ્ય બહાર અને કાં તો દેશ બહાર ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા હતા. એમના પણ ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિઝા આવી ગયા. ટિકિટ પણ આવી ગઈ, પરંતુ દાદીમાએ રોકી લીધા અને કહ્યું, તારે જૂનાગઢમાં રહીને જ સમાજના લોકોને ફાયદો થાય તેવું જ કામ કરવાનું છે.
દાદીમાની લાગણીને વશ થઇને એમણે કૃષિ યુનિવર્સિટીમાં બી.એસ.સી.માં પ્રવેશ મેળવ્યો. B.Sc. બાદ નવસારી જઈને M.Sc. કર્યું. જૂનાગઢ યુનિવર્સિટીમાંથી જ Ph.D. કર્યું. જુનાગઢ યુનિવર્સિટી માટે ક્લાસ-1 & 2ની પરીક્ષા પાસ કરીને કપાસ સંશોધન કેન્દ્રમાં જોડાયા. અહીં જ રિસર્ચ કર્યું અને એ દિવસ આવ્યો, જ્યારે એમની સિધ્ધિની નોંધ છેક આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી.
અમે વાત કરી રહ્યા છીએ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. અમિત પોલરાની. ગયા સપ્ટેમ્બર મહિનામાં પંજાબના ભટિંડા ખાતે કરંટ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી એડવાન્સિસ ઈન એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ સાયન્સની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારના એગ્રીકલ્ચર કમિશનર ડૉ. પી. કે સિંઘના હસ્તે ડૉ.અમિત પોલરાને યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ 2024 એનાયત કરાયો હતો. તેઓ કપાસની એગ્રોનોમી, કપાસ પાકમાં આંતર પાકની વિશિષ્ટ પદ્ધતિઓ તેમજ વધુ ઉત્પાદન માટેની નવીનત્તમ ટેક્નોલોજી અને ખેડૂતની જરૂરિયાતને ધ્યાનમાં લઈને કામગીરી કરી રહ્યા છે.
સંશોધન અંગે ડૉ. અમિત પોલરાએ જણાવ્યું કે, ખેડૂત મિત્રોને કપાસના પાકની અંદર આંતરપાક કરવો હોય તો, તેમણે જોડિયા પદ્ધતિમાં કપાસ પાકનું વાવેતર કરવું જોઈએ. તેમણે કપાસ પાકના વાવેતરની વચ્ચે બે જોડિયાની વચ્ચે બે હાર સોયાબીનની અથવા બે હાર મગફળીનું વાવેતર કરવું જોઈએ. તો સારા એવાં પ્રમાણમાં કપાસના પાકનું ઉત્પાદન થાય છે. અહીં એક પાક કરતાં વધું પાકનું ઉત્પાદન સારા પ્રમાણમાં મેળવી શકાય છે. કપાસનું ઉત્પાદન તો વધે જ છે. સાથે-સાથે સોયાબીન અથવા મગફળીનું પણ ઉત્પાદન મેળવી શકાય છે.”
આંતર પાક પદ્ધતિના ફાયદા
એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે.
બે કે વધુ પાકો ખેતરમાં જુદા-જુદા વાવવા કરતાં સાથે જ હારમાં વવાતાં હોવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
કઠોળ પાકોનો આંતરપાકમાં સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
આંતરપાક પદ્ધતિમાં છીંછરા અને ઉંડા મૂળવાળા પાકોનું વાવેતર કરવાથી જમીનમાં જુદા-જુદા સ્તરમાં રહેલા ફળદ્રુપતાનો લાભ પાકને મળી રહે છે.
ડૉ. અમિત પોલરાનું કહેવું છે કે, સમય સાથે દેશની વસ્તીમાં વધારો થયો છે. જ્યારે વિમુક્ત કુટુંબોના કારણે ખેતીની જમીનમાં ઘટાડો થયો છે. ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. સામે બદલાતા વાતાવરણના કારણે પાકને નુક્સાન થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આંતર પાકનો પ્રયોગ ઓછી જમીનમાં વધુ ઉત્પાદન આપે છે. આથી તે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. વધારે વરસાદ સામે પાકને ટકાવી રાખવા અને પાણીની અછતની સ્થિતિમાં ખેતીમાં કેવાં ફેરફાર કરી વધુ ઉત્પાદન લઇ શકાય? દેશ હિતમાં અને વિશ્વ સ્તરીય આવનારા ભવિષ્યની જરૂરિયાત અંગે, કૃષિ અને ખેડૂતો તેમજ ઉદ્યોગો અને દેશના અર્થકરણમાં જરૂરિયાત અંગે પણ સંશોધનમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
સામાન્ય ખેડૂત પુત્રથી વૈજ્ઞાનિક સુધીની સફર
સામાન્ય ખેડૂત પરિવારમાંથી આજે વૈશ્વિક સ્તરે નોંધ લેવાય તેવા વૈજ્ઞાનિક બનવા સુધીની સફરમાં ડૉ. અમિત પોલરાની મહેનતની સાથે-સાથે પરિવાર અને મિત્રોનો સાથ પણ એટલો જ મળ્યો છે. આગળ પણ તેઓ સામાન્ય ખેડૂતોને ઉપયોગી થાય તેવાં રિસર્ચ કરી રહ્યા છે. ડૉ. અમિત પોલરાનું કહેવું છે કે એવોર્ડ મળે એ જરૂરી નથી. પરંતુ ખેડૂતો માટે જે કામ થઈ રહ્યું છે, જે રિસર્ચ થઈ રહ્યું છે એ તેમના સુધી પહોંચે એ જરૂરી છે. જેમ કે જૂનાગઢ યુનિવર્સિટીનો વિસ્તરણ વિભાગ ખેડૂતો માટે લેબ ટુ લેન્ડ નામનો કાર્યક્રમ કરે છે. ખેડૂતના ઘરે-ઘરે જાય, ખેડૂત સભા કરે, કૃષિ મહોત્સવ કરે છે. ખેડૂતોને લિફલેટ આપે, SMSથી માહિતી પહોંચાડે છે. ટેક્નોલોજી મારફતે અથવા તો બીજા કોઈ માધ્યમથી ખેડૂતો સુધી માહિતી પહોંચી રહી છે એ વાત વધારે મહત્વની છે અને એ જ સાચા અર્થમાં એવોર્ડ મળ્યા સમાન છે.
હાલમાં ડૉ. અમિત પોલરા નેશનલ અને સ્ટેટ લેવલના અલગ-અલગ 19 પ્રકારના સંશોધન પર તેઓ કામ કરી રહ્યા છે. દવા વગરની ખેતી પદ્ધતિ ઉપર પણ તેઓ સંશોધન કરી રહ્યા છે.