Home Blog Page 1370

દિવાળી ઉજવણીની આ ગામોમાં છે અનોખી પરંપરા

દિવાળી એટલે પ્રકાશનું પર્વ. સમગ્ર દેશમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થાય છે. ગુજરાતીઓના નવા વર્ષના વધામણઆં કરવાનો પણ અનેરો આનંદ હોય છે. ગુજરાતમાં અનેક ગામ એવા પણ છે, જ્યાં દાયકાઓ જુની પરંપરા સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

આજે વાત કરીએ એવા જ ગામની, જ્યાં આ પરંપરાઓ હજુ પણ જોવા મળે છે.

રાજા રજવાડાના સમયથી ગાયો દોડાવવાની છે પરંપરા

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વડગામ ખાતે નવા વર્ષમાં ગાયો દોડાવાની વર્ષો જૂની પરંપરા છે. ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ગાયોની આ દોડ શરૂ કરવામાં આવે છે. કહેવાય છે કે આ ભગવાનના આશીવાર્દ છે. વડગામ ઉપરાંત પણ આસપાસના અનેક ગામોમાં ગાયો દોડાવવાની પરંપરા આજે પણ યથાવત છે.

આદરીયાણા ગામના કથાકાર રાજેન્દ્રભાઈ પંડયા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, આદરીયાણા, પાટડી, ધામા, નગવાડા અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ગાયો દોડાવવાની અનોખી પરંપરા છે. નૂતન વર્ષની વહેલી સવારે ગામના ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાય છે. કહેવાય છે કે નવા વર્ષે જ આખા ગામમાં ગાયો દોડવાથી ગામનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે. આવનારા વર્ષ દરમિયાન ગામ પર કોઈ ઉપાધી નથી આવતી.

બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓને ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવે છે. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયનાં ગોવાળનેં પાઘડી પહેરાવીનેં આગવી રીતે સન્માન પણ કરાય છે.

સુરેન્દ્રનગર જીલ્લાના જુદા-જુદા ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. વિક્રમ સંવતનું વર્ષ ડીજીટલ યુગમાં ભલે પ્રવેશ્યું હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ જીવંત છે. કહેવાય છે કે ગાયોની દોડ જોખમી હોવા છતાં આજ દિવસ સુધી એક પણ વાર કોઇ અકસ્માત સર્જાયો નથી જેને ગ્રામજનો ભગવાનના આશીર્વાદ માને છે.

સાવરકુંડલાનું ઈંગોરિયા યુદ્ધ

હવે વાત કરીએ અમરેલી જીલ્લાના સાવરકુંડલા ગામની જ્યાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 100 વર્ષથી દિવાળીની રાત્રીએ પારંપારિક યુદ્ધ છેડાય છે. આ યુદ્ધને ઈંગોરિયાના યુદ્ધ તરીકે ઓખળવામાં આવે છે. અમરેલી જિલ્લામાં સાવર અને કુંડલા બે ગામ વચ્ચે નાવલી નદી આવેલી છે. વર્ષો પહેલાં અહીં બંને ગામના યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર ઈંગોરિયા ફેંકી અનોખી ઉજવણીની શરૂઆત કરી હતી, જે પરંપરા આજે પણ યથાવત છે. આ ઈંગોરિયા યુદ્ધને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે પહોંચે છે.

છેલ્લા 30 વર્ષથી ઈંગોરિયાની રમત રમતા સાવરકુંડલાના દેવેનભાઈ રાજપરા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, દિવાળીની રાત્રે બે ગ્રુપ સામ સામે આવીને એકબીજા પર ઈંગોરિયા નાંખે છે. આ ઈંગોરીયા એક પ્રકારના વૃક્ષમાંથી બને છે. દિવાળી પહેલા એને બનાવવા માટે ખુબ મહેનત કરવામાં આવે છે. કોઈ 500 નંગ ઈંગોરિયા બનાવે તો કોઈ હજાર નંગ બનાવે. આખી રાત ઈંગોરિયા યુદ્ધની રમત ચાલે છે. સબનશીબે અત્યાર સુધીમાં કોઈને ઈજા નથી થઈ.

ઈંગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. એના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. એ સુકાઈ જાય પછી એની છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરીને ભરવામાં આવે છે. કાણાંને માટીના પથ્થરના ભુક્કાથી બંધ કરી એને સૂકવવામાં આવે છે.ઈંગોરિયું તૈયાર થઈ જાય પછી દિવાળીની રાત્રિએ ઈંગોરિયા યુદ્ધ રમવામાં આવે છે.

દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાતા ઈંગોરિયા યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ રહ્યું છે. આ યુદ્ધ નિહાળવા માટે લોકો અમદાવાદ, મુંબઈ, કોલકાતા, રાજકોટ જેવાં મોટાં શહેરમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે. જે દાયકાઓથી પરંપરાગત ચાલે છે.

દક્ષિણ ગુજરાતમાં રમાય છે ઘોર રમત

 

દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની કેટલીક પરંપરાઓ આજે પણ અંતરિયાળ ગામડાઓ જોવા મળે છે. ત્યારે આવી જ પરંપરા દક્ષિણ ગુજરાતની છે. જે પરંપરાનું નામ ઘોર છે. દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં આજે પણ આદિવાસી સમાજના લોકો દિવાળી અને નવા વર્ષના પાવન અવસરે ઘોર રમે છે. જેમાં આદિવાસી સમાજના ખેતી કરતા લોકો ધાન્ય પાકની કાપણી બાદ ઘોર નૃત્ય કરી માતાજીના આશીર્વાદ મેળવે છે. મહાભારતના સમયથી રમાતી ઘોર આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આસ્થાનું પ્રતીક છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી અને કોળી પટેલ સમાજના લોકો ખેતરમાં પાકની કાપણી બાદ નવું ધાન્ય માતાજીને અર્પણ કરે છે. અને માતાજીને આજીજી કરે છે કે અમારા અનાજના ભંડાર અખૂટ રાખજો. ઘેરૈયા નૃત્યને દેશી ભાષામાં ઘોર કહેવાય છે.

વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો:

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

(હેતલ રાવ-અમદાવાદ)

‘જુમ્મા ચુમ્મા દે દે’ પરથી ‘ચક દે ઈન્ડિયા’ ગીત બન્યું!

સંગીતકાર સલીમ- સુલેમાનને નિર્માતા આદિત્ય ચોપડાએ શાહરૂખ ખાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ (2007) માટે સંગીત આપવા કહ્યું હતું. બંનેએ ટાઇટલ ગીત માટે છ ગીત બનાવ્યા અને એ પસંદ ના આવ્યા ત્યારે સલીમે ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કર્યો હોવાની વાત એક મુલાકાતમાં કરી હતી. સલીમ-સુલેમાને ફિલ્મોમાં બેકગ્રાઉન્ડમાં સંગીત આપવા સાથે ટીવી સિરિયલોમાં પણ સંગીત આપ્યું હતું. એ પછી ફિલ્મોમાં સંગીતકાર તરીકે તક મળવા લાગી હતી. હમતુમ, એતરાઝ, ધૂમ, મુઝસે શાદી કરોગી વગેરેનું બેકગ્રાઉન્ડ સંગીત આપ્યું હતું.

રામ ગોપાલ વર્માની ‘ભૂત’ અને ‘ડરના માના હૈ’ માં સંગીતકાર તરીકે કામ કર્યા પછી પહેલી મોટી ફિલ્મ કરણ જોહરની ‘કાલ’ (2005) મળી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી પણ ગીતો લોકપ્રિય બન્યા હતા. આદિત્ય ચોપડાએ જ્યારે ‘ચક દે ઈન્ડિયા’ ના સંગીતનું કામ સોંપ્યું ત્યારે મોટી જવાબદારી આવી હતી. નિર્દેશક શિમિત અમીને જયદીપ સહાનીએ લખેલી આખી સ્ક્રિપ્ટ સલીમ- સુલેમાનને ગીત- સંગીત તૈયાર કરવા આપી દીધી હતી. બંનેએ ‘બાદલ પે પાંવ હૈ’ વગેરે ગીતો તૈયાર કરી દીધા હતા પણ ટાઇટલ ગીત જોઈએ એવું બની રહ્યું ન હતું. ગીતમાં જે દેશભક્તિનો ભાવ અને જોશ આવવા જોઈએ એ આવતા ન હતા. દરેક વખતે બંને પૂરી કોશિશ સાથે સંગીત તૈયાર કરતાં હતા.

આદિત્ય અને શિમિત ગીતનું સંગીત સાંભળ્યા પછી એમ જ કહેતા હતા કે મજા આવી રહી નથી. છ વખત પ્રયત્ન કર્યા પછી નિર્માતા- નિર્દેશકને ટાઇટલ ગીત પસંદ આવી રહ્યું ન હતું એટલે સલીમે છેલ્લો એક પ્રયત્ન કરીને ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ સુલેમાને કહ્યું કે મોટી ફિલ્મ છે એટલે છોડી ના શકીએ. લેખક જયદીપે ગીત માટે ‘કુછ કરીએ, કુછ કરીએ, નસ નસ મેરી ખોલે, કુછ કરીએ’ પંક્તિ લખીને આપી. સલીમ – સુલેમાન એના પર પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે આદિત્ય ચોપડાએ એમને સમજાવ્યું કે મારે ‘જુમ્મા ચુમ્મા દે દે’ જેવું જોરદાર ગીત જોઈએ છે. એમણે એના પરથી ‘ચક દે, ચક દે ઈન્ડિયા’ ગાઈ બતાવ્યું.

સલીમને એક વાતનો ખ્યાલ આવી ગયો કે ‘ચક દે’ શબ્દનો ફરી ઉપયોગ કરવાનો છે. સલીમ- સુલેમાને ગીત બનાવ્યું અને એનું મુખડું સુખાવિંદર સિંહ પાસે ગવડાવી નિર્માતા- નિર્દેશકને સંભળાવ્યું. મુખડું એમને પસંદ આવ્યા પછી આખું ગીત તૈયાર કરવામાં આવ્યું હતું. જે પાછળથી એક ‘સ્પોર્ટ્સ એન્થમ’ ગણાયું. ‘ચક દે ઈન્ડિયા’ ના અન્ય ગીત ‘મૌલા મેરે’ ની પણ અલગ કહાની છે. ફિલ્મમાં આ ગીત જ ન હતું. ફિલ્મ તૈયાર થઈ ગઈ અને એક સપ્તાહ પછી રજૂ કરવાની હોવાથી એનો પ્રીવ્યુ રાખવામાં આવ્યો હતો. જ્યારે યશ ચોપડાએ ફિલ્મનું એક દ્રશ્ય જોયું ત્યારે કહ્યું કે એમાં બેકગ્રાઉન્ડ સંગીતને બદલે ગીત વાગવું જોઈએ.

શાહરૂખની આંખમાં આંસુ આવે છે એ દ્રશ્યમાં ગીત મૂકવાનું યશજીએ કહ્યું હોવાથી તરત જ આખી ટીમ એના પર કામ કરવા લાગી ગઈ હતી. સલીમ- સુલેમાન પાસે સિચ્યુએશન મુજબનું એક ગીત તૈયાર હતું. જે ફિલ્મ ‘ડોર’ (2006) માટે બનાવ્યું હતું. જે ફિલ્મની પરિસ્થિતિ મુજબ દુ:ખી ગીત લાગતું હોવાથી નિર્દેશક નાગેશ કુકુનૂરે બદલાવ્યું હતું. એ દુ:ખી ગીતનું મુખડું આદિત્ય અને જયદીપને સંભળાવ્યું. એ એમને પસંદ આવી ગયું. જયદીપ સહાનીએ તરત જ આખું ગીત લખી આપ્યું. અને રાતોરાત સંગીત તૈયાર કરી ‘મૌલા મેરે લેલે મેરી જાન’ ગીત સલીમે ક્રિષ્ના સાથે ગાઈને રેકોર્ડ કરી આપ્યું હતું. એને છેલ્લી ઘડીએ ફિલ્મમાં મૂકવામાં આવ્યું હતું.

પંચાંગ 29/10/2024

અમદાવાદ એરપોર્ટ પર 7 કિલો ગાંજાની સાથે સાત આરોપી ઝડપાયા

અમદાવાદ: ગુજરાત માનો પાછલા કેટલાક સમયથી નસીલા પદાર્થોનો હબ બન્યું છે. વિકાસની સાથે જાણે નસીલા પદાર્થોનો વ્યાપ પણ વધ્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના એરપોર્ટ પર સાત આરોપી સાથે ગાંજો ઝડપાવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આરોપીઓ પાસેથી 7.05 કિલો હાઈબ્રિડ ગાંજા સહિત પોલીસે 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના એરપોર્ટ પર ટર્મિનલ 2 બહાર સાત યાત્રિકો પાસથે 7 કિલોથી વધુ ગાંજો ઝડપાયો છે. જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે આરોપીઓમાંથી એક આરોપી વોન્ટેડ જણાયો છે. જ્યારે આ તમામ આરોપી વિદેશથી આ ગાંજો ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ગાંજો લાવી કોને આપવા હતો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અગાઉ ઓરિસ્સાથી આવતા ટ્રકમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ 65 લાખનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લગભગ 43 લાખની કિંમતના કુલ 194.850 ગ્રામ ગાંજા સાથે 7 આરોપી ઝડપાયા હતા. આ સાત આરોપીમાંથી 2 આરોપી ધરમપુર ઓરિસ્સાના છે. આ આરોપીઓ ત્યાંથી ગાંજાની ખરીદી કરી અમદાવાદ ખાતે પહોંચાડતા હતા. સાથે સાથે અન્ય 2 આરોપી ડ્રાઈવર અને ક્લીનર તરીકે કામ કરી રહ્યા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી છે. કુલ 1,100 કિલો ડ્રગ્સ ઓડીસાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા GIDC માં ઉતારવાનો હતો. આ ડ્રગ્સ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યું હતું, જેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્વીકારી લીધી હાર?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાટો આવી રહ્યો છે. બધી પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીપ્રચારમાં લાગી ગઈ છે. જોકે સોશિયલ મિડિયામાં ભાજપના નેતા અને ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન ખૂબ વાઇરલ થઈ રહ્યું છે.

તેમણે કહ્યું છે કે ભાજપ એકલા હાથે મહારાષ્ટ્રમાં જીતી નથી શકતી. રાજ્યમાં ભાજપ મહાગઠબંધનનો એક ભાગ છે. જેમાં શિવસેના એકનાથ શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથ અને RPIનો સમાવેશ થાય છે.તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ એકલા ચૂંટણી જીતી શકે નહીં, પરંતુ ચૂંટણી બાદ તે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવશે. દેવેન્દ્ર ફડણવીસે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેઓ કહે છે કે સાચું કહેવું એ વ્યવહારુ હોવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે અમે કેટલાક મહત્વાકાંક્ષી ઉમેદવારો માટે દુઃખી છીએ. જેમને આ વિધાનસભા ચૂંટણીમાં તક આપવામાં આવી નથી. તેમણે મજાક સ્વરૂપે કહ્યું હતું કે મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ એવી છે કે ઘણી ફિલ્મો બની રહી છે અને દરેક અભિનેતાને તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવી છે.

તેમણે દાવો કર્યો છે કે ભાજપ, શિવસેના-UBT, NCP અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની ગઠબંધન સરકાર બનવાની છે. તેમણે કહ્યું હતું કે મહાયુતિ લોકસભાની ચૂંટણીમાં 48માંથી માત્ર 17 બેઠકો જીતી શકી છે, પરંતુ વિધાનસભા ચૂંટણી પર તેની કોઈ અસર થશે નહીં.

નીતા અંબાણીની નવી આરોગ્ય યોજના હેઠળ મળશે ફ્રી સ્ક્રીનિંગ અને સારવાર

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક સ્ક્રીનિંગ અને સારવારને પ્રાથમિકતા આપતી નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની 10મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે નીતા એમ. અંબાણીએ આ નવી આરોગ્ય સેવા યોજનાનો આરંભ કર્યો છે. આ યોજના અંતર્ગત 50,000 બાળકોમાં જન્મજાત હૃદયની બિમારીના નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર, 50,000 મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર તેમજ 10,000 કિશોરીઓ માટે નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર રસીકરણના નીતા એમ. અંબાણીએ શપથ લીધા છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે,”છેલ્લા 10 વર્ષથી સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દરેક ભારતીય માટે વિશ્વકક્ષાની આરોગ્ય સેવાને ઉપલબ્ધ તેમજ કિફાયતી બનાવવાના અમારા ધ્યેયને સાકાર કરી રહી છે. અમે સાથે મળીને લાખો જીવનને સ્પર્શ કર્યો છે તેમજ અગણિત પરિવારોમાં નવી આશા જન્માવી છે. આ સીમાચિહ્નની ઉજવણીની સાથે અમે ગરીબ સમુદાયના બાળકો અને મહિલાઓ માટે નિઃશુલ્ક નવી આરોગ્ય સેવા યોજના શરુ કરી છે. અમારું માનવું છે કે, સારું આરોગ્ય એ સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે, અને સ્વસ્થ મહિલાઓ તથા બાળકો ચેતનવંતા સમાજની આધારશિલા છે.”

સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે સર્વશ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો એક દાયકો પૂર્ણ કર્યો છે. છેલ્લા એક દાયકામાં અમારી હોસ્પિટલે 1.5 લાખથી વધુ બાળકો સહિત 2.75 મિલિયન ભારતીયોના જીવનને સ્પર્શ કર્યો છે. સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ તેના દર્દીઓને શ્રેષ્ઠતમ સારવાર પૂરી પાડવામાં અગ્રેસર રહી છે, જેને અત્યાધુનિક ટેક્નોલોજી વડે સાકાર કરતા ગત એક દાયકામાં અપ્રતિમ સીમાચિહ્નો હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે અસંખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં 500થી વધુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવા ઉપરાંત 24 કલાકની અંદર 6 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ સામેલ છે જેના થકી અનેક લોકોના જીવ બચાવ્યા છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ભારતમાં સતત નંબર 1 મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે પણ માન્યતા પ્રાપ્ત થઈ છે.

જન્મજાત હૃદયની બિમારી એ ભારતમાં ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે, જેનો મોર્બિડિટી તેમજ મૃત્યુદર ઘણો ઊંચો છે. દેશમાં દર 100માંથી લગભગ 1 નવજાત શિશુને તેની અસર થાય છે. આ સમયે જ, ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર એ સર્વવ્યાપક કેન્સર છે, જેનો આંક મહિલાઓને થતા તમામ પ્રકારના કેન્સરના 25 ટકાથી વધુનો છે. ICMRના તાજેતરના અભ્યાસમાં નોંધાયું છે કે, કેન્સરના જે દર્દીઓમાં વહેલીતકે નિદાન થાય તેમની આવરદા અંતિમ તબક્કે કેન્સરનું નિદાન કરાયેલાની તુલનામાં પાંચ વર્ષ વધી જવાની 4.4 ગણી વધુ શક્યતા રહેલી છે, જેના થકી આવા દર્દીઓ માટે વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવામાં સમયસર નિદાન અને સારવારની પ્રાપ્તિ અત્યંત મહત્ત્વની બની જાય છે. વર્ષ 2025માં ભારત માટે સર્વાઇકલ કેન્સરનો અંદાજિત બોજો 1.5 મિલિયન વિકલાંગતા-સમાયોજિત જીવન દિવસો હોવાનું એક પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે.

GPSCના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિમણૂક

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે વરણી કરી હોવાની જાણકારી આપી છે. ગુજરાત સરકારે ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તા હેઠળ IPS હસમુખ પટેલને GPSCના નવા ચેરમેન તરીકે નિમણૂક કરી છે.

રાજ્ય સરકારના સમાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. IPS કેડરના અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે. તેમની નિમણૂક થતાં GPSCને નવું નેતૃત્વ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે જો કે, હવે હસમુખ પટેલને પોતાની IPS સેવામાંથી રાજીનામું આપવું પડશે. કારણ કે, કોઈપણ વ્યક્તિ ચાલુ સરકારી સેવાએ બંધારણીય સંસ્થાના ચેરમેન બની શકે નહી. ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.

ચાલુ વર્ષે સોના, શેરબજાર કરતાં ચાંદીમાં વધુ રિટર્ન

અમદાવાદઃ ચાલુ વર્ષે 21 ઓક્ટોબર સુધી (ધનતેરસથી ધનતેરસ સુધી) રોકાણકારોને ચાંદીએ માલામાલ કર્યા છે. સોનાના 23 ટકા કરતાં ચાંદીએ વધુ 30 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે નિફ્ટીએ 20 ટકા વળતર આપ્યું છે.

આ વર્ષના નવ મહિનામાં સેન્સેક્સે 18 ટકા રિટર્ન આપ્યું હતું, જે સોના કરતાં ઓછું વળતર છે. જોકે નિફ્ટીએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. નિફ્ટી બેન્કે આ વર્ષે 11.60 ટકા વળતર આપ્યું છે. જોકે નિફ્ટી50એ ચાલુ વર્ષે 20 ટકા વળતર આપ્યું છે.

મૂડીરોકાણ માટે મોટા ભાગના લોકો સોનાને વિશ્વાસપાત્ર એસેટ માને છે, કેમ કે સંકટ સમયે એનો સરળતાથી ઉપયોગ થઈ શકે છે. સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 75,000ને પાર થઈ ચૂક્યું છે. આ વર્ષના 10 મહિનામાં સોનાએ આશરે 20 ટકા કરતાં વધુ વળતર આપ્યું છે.

મધ્ય-પૂર્વમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના ચાલતા સંઘર્ષ, ફેડ રિઝર્વે ધિરાણ નીતિ હળવી કરતાં અને ભવિષ્યમાં આપેલા વ્યાજકાપના સંકેતોને ધ્યાનમાં રાખતાં બજાર નિષ્ણાતો સોનામાં મૂડીરોકાણને પ્રાધાન્યા આપી રહ્યા છે. વધારામાં મધ્યસ્થ બેન્કો, ઊભરતાં માર્કેટ્સે જે રીતે સોનાના રિઝર્વમાં વધારો કર્યો છે, એ જોતાં સોનામાં મૂડીરોકાણને સુરક્ષિત માની રહ્યા છે.

બીજી બાજુ, અમેરિકી ફેડના વ્યાજકાપ પછી સેન્સેક્સ 85,000નો આંકડો પાર કરી ચૂક્યો છે. વિદેશી રોકાણકારો ફરી એક વાર મૂડીરોકાણ કરી રહ્યા છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડિસેમ્બર સુધી સેન્સેક્સ એક લાખના જાદુઈ આંકડાને પાર થવાની સંભાવના છે.

 

અમરેલીના દુધાળામાં PM મોદીએ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું

PM મોદી આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે. સવારે વડોદરામાં યોજાયેલા રોડ શો અને કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમરેલીના લાઠીના દુધાળામાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. અહીં 35 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. દુધાળાના કાર્યક્રમ બાદ પીએમ મોદી લાઠીમાં આયોજીત જાહેરસભાને સંબોધશે. કાર્યક્રમના સ્થળ પરથી જ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના રૂ. 4800 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.

અમરેલીના કાર્યક્રમમાં પીએમ મોદીના હસ્તે અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓના રૂ. 4800 કરોડના 1600 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોમાં જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતના કામોનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ દરમ્યાન PM મોદી મોટી સંખ્યામાં જનમેદીને સંબોધન પણ કર્યુ હતું. તેમણે સંબોધન દરમિયાન કહ્યું હતું કે, એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી તરફ વિકાસનો ઉત્સવ છે. આ બધા પ્રોજેક્ટ વિકાસની ગતિ આપનારા પ્રોજેક્ટ છે. અમરેલી એ ભૂમિ છે જેને યોગીજી મહારાજ, ભોજા ભગત, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, કે.લાલ, જીવરાજ મહેતા આપ્યા છે. 18-20 વર્ષના યુવકોને ખબર પણ નહીં હોય કે પહેલાના લોકો પાણી વગર કેવી રીતે તરસતા હતા. તેઓને ભૂતકાળની સમસ્યાની ખબર નહીં હોય. આઝાદીના 75 વર્ષ થયા ત્યારે સરકાર જાતજાતના કાર્યક્રમો કરી શકી હોત. પણ, અમે ગામડે ગામડે અમૃત સરોવર બનાવવાની યોજના બનાવી. જાફરાબાદના બાજરાના તો હું દિલ્હીમાં વખાણ કરતો હોવ છું. હીરાભાઈ મને બાજરો મોકલતા હોય છે. ગુજરાતમાં 2 લાખ ઘરો પર સોલાર પેનલ લાગી ગઈ છે. વીજળી ઉત્પાદન થઈ રહ્યું છે. દુધાળા ગામ એ અમરેલીનું પ્રથમ સોલાર વિલેજ બની રહ્યું છે એના માટે ગોવિંદભાઈને અભિનંદન. ગુજરાતનો સમુદ્ર તટ ગુજરાતની જ નહીં દેશની સમૃદ્ધિનું દ્વાર બને એના માટે આપણે કામ કરી રહ્યા છીએ.

મહારાષ્ટ્ર ચૂંટણી: ભાજપની 25 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 25 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપે મુર્તિજાપુરથી હરીશ મારોતીઅપ્પા પિંપલે, કારંજાથી સાઈ પ્રકાશ ડહાકે, તેઓસાથી રાજેશ શ્રીરામ વાનખેડે અને મોર્શીથી ઉમેશને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યની આઠમી બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. પાર્ટીએ અહીંથી સુરેશ ધસને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અજિત પવાર આ બેઠક પરથી જૂથના વર્તમાન ધારાસભ્ય હતા.

 

પાર્ટીએ આર્વી વિધાનસભા બેઠક પરથી સુમિત કિશોર વાનખડે, કાટોલથી ચરણ સિંહ બાબુલાલજી ઠાકુર, સાવનેરથી આશિષ રણજીત દેશમુખ, નાગપુર મધ્યથી પ્રવીણ પ્રભાકરાવ દટકે, નાગપુર પશ્ચિમથી સુધાકર વિઠ્ઠલરાવ કોહલેને ઉમેદવાર જાહેર કર્યા છે.

અત્યાર સુધીમાં 146 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી

ભાજપે અત્યાર સુધી 146 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં 99 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા. આ પછી 22 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી અને હવે 25 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર આવી છે.