Home Blog Page 1357

પાંચ સપ્તાહમાં BSE સેન્સેક્સ 7700થી વધુ પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી અને ફેડ બેઠક પહેલાં સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ઇન્ટ્રા-ડેમાં આશરે સેન્સેક્સ એક તબક્કે 1500 પોઇન્ટ તૂટ્યો હતો. જોકે બજાર બંધ થતાં પહેલાં વેચાણો કપાતાં સેન્સેક્સ નીચા મથાળેથી સુધર્યો હતો. નિફ્ટી આશરે બે ટકા તૂટીને 23,800ના સ્તરે આવી ગયો હતો. નિફ્ટીનું આ છઠ્ઠી ઓગસ્ટ પછી સૌથી નીચલું સ્તર છે. રોકાણકારોએ રૂ. છ લાખ કરોડ ગુમાવ્યા હતા.

ઘરેલુ શેરબજારમાં FII સતત વેચવાલ રહ્યા છે. ચીનથી એક વધુ પ્રોત્સાહન પેકેજ જાહેર થવાની અપેક્ષાએ ભારતમાં ફંડો વેચવાલી કરી રહ્યા છે. વળી, અમેરિકી ચૂંટણી પહેલાં ફોરેન ફંડો નફારૂપી વેચવાલી કરી રહ્યા છે. કંપનીઓનાં બીજા ત્રિમાસિક ગાળાનાં પ્રતિકૂળ પરિણામોને કારણે FII અત્યાર સુધી રૂ. 1,13,858 કરોડની વેચવાલી કરી છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.

BSE સેન્સેક્સ 942 પોઇન્ટ તૂટીને 78,782ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 309 પોઇન્ટ તૂટીને 23,995ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 459 પોઇન્ટ તૂટીને 51,215ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 712 પોઇન્ટ તૂટીને 55,785ના સ્તરે બંધ થયો હતો.

શેરબજાર માટે ઓક્ટોબર મહિનો કોરોના કાળ પછી સૌથી વધુ ઘટાડાનો મહિનો રહ્યો હતો. મુહૂર્ત ટ્રેડિંગ સિવાય નવેમ્બરના પ્રારંભે શેરોમાં મોટો ઘટાડો થયો હતો. સેન્સેક્સ છેલ્લાં પાંચ સપ્તાહના 25 ટ્રેડિંગ સેશનમાં 7700થી વધુ પોઇન્ટ તૂટી ચૂક્યો છે. 27 સપ્ટેમ્બરે સેન્સેક્સ 85,978ના રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી સતત ચાર સપ્તાહ સુધી તૂટતું રહ્યું છે.

BSE એક્સચેન્જ પર કુલ 4098 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 581 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2006 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 136 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 219 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 227 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

સુરતમાં બેવડી ઋતુથી વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો

સુરતમાં બેવડી ઋતુની અસરથી સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 600 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા સપ્તાહમાં 24 હજાર OPD નોંધાઈ છે. તેમજ દિવાળી પર ઈમરજન્સીના 15 જેટલા કેસ નોંધાયા છે.

અત્યારે ગુજરાતમાં બેવડિ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દિવાળીના સમયમાં સુરત શહેરમાં બિમારીનો ભડકો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે હાલ રોજની 1500થી વધુની ઓપીડી સિવિલ હોસ્પિટલમાં નોંધાઇ રહી છે. ઇમરજન્સી કેસમાં પૂરતો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં સ્ટેન્ડ બાય રખાયો છે. વરસાદના વિરામ બાદ રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો થતો જોવા મળતો હોય છે.  ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 600 કેસ નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા સપ્તાહની વાત થાય તો, 24 હજાર OPD કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ દિવાળી પર ઈમરજન્સીના 15 જેટલા કેસ નોંધાયા છે.

આગ્રામાં આર્મીનું મિગ-29 ફાઈટર પ્લેન ક્રેશ

આગ્રામાં સેનાનું મિગ-29 ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. વિમાન જમીન પર પડતાની સાથે જ આગ લાગી ગઈ હતી. પાયલોટ સહિત બે લોકોએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ વિમાન કાગરૌલ-સોનીગા ગામ પાસેના ખાલી ખેતરોમાં પડ્યું હતું. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે પાયલોટ અને તેના સાથી પ્લેનથી લગભગ બે કિલોમીટર દૂર પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, પ્લેન જમીન પર પડ્યા બાદ તેમાં આગ લાગી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ અકસ્માત કેવી રીતે થયો? શું પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી દુર્ઘટના પાછળ કોઈ અન્ય કારણ હતું. આ વિમાન પંજાબના આદમપુરથી ટેકઓફ થયું હતું અને પ્રેક્ટિસ માટે આગ્રા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સંરક્ષણ અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવશે.

મિથુનની પહેલી પત્ની હેલેનાનું નિધન, શું છે તેણીનું ગુજરાતી કનેક્શન?

મુંબઈ: મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુકે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. અભિનેત્રી હેલેનાનું અમેરિકામાં નિધન થયું છે. આ દુ:ખદ ઘટનાના સમાચાર પ્રખ્યાત ડાન્સર અને અભિનેત્રી કલ્પના અય્યરે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 3 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં તેમની તબિયત સારી ન હતી, પરંતુ તેમણે ડૉક્ટરની સલાહ લીધી ન હતી. હેલેનાને અમિતાભની હિટ ફિલ્મ ‘મર્દ’થી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ ખાસ હતું, જે બ્રિટિશ રાણીનું હતું.

મિથુન અને હેલેના પહેલી નજરમાં પ્રેમમાં પડ્યા

‘મર્દ’ સિવાય તે બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જેમાં ‘આઓ પ્યાર કરેં’, ‘દો ગુલાબ’ અને ‘સાથ સાથ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હેલેનાએ બોલિવૂડ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રી સારિકા સાથેના બ્રેકઅપ બાદ મિથુન ચક્રવર્તી મોડલ-અભિનેત્રી હેલેના લ્યુકને મળ્યા હતા. કહેવાય છે કે બંને પહેલી નજરમાં જ પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા.

લગ્નના 4 મહિના પછી હેલેનાએ છૂટાછેડા લીધા

તે સમયે મિથુન તેની કારકિર્દીની ટોચ પર હતા. જોકે, 1979માં થયેલા આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને તે જ વર્ષે સંબંધ તૂટી ગયો. એવું કહેવાય છે કે લગ્નના 4 મહિના પછી હેલેનાએ છૂટાછેડા લીધા અને મિથુને પછી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા.

ડેલ્ટા એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કર્યું

હેલેનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું હતું. ડેલ્ટા એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ અમેરિકા ખાતે સ્થાયી થયા હતા.66 વર્ષનાં હેલેના advanced diabetesથી ગ્રસ્ત હતા.

હેલેના લ્યુકેનું ગુજરાતી કનેક્શન શું છે?

સાઉથ ગુજરાતના સુરતમાં હેલેનાનો જન્મ થયો હતો. તેણીના માતા ગુજરાતી હતા અને પિતા વિદેશી.1980ના દાયકામાં ઘણાં ગુજરાતી નાટકોમાં એમણે હીરોઇનની ભૂમિકા ભજવી હતી. કાંતિ મડિયા દિગ્દર્શિત “ષડ્યંત્ર”, “સખારામ બાઈન્ડર”, “હેલ્લો દાર્લિંગ” તેમજ દિન્યાર કોન્ટ્રાકટરના પારસી ગુજરાતી નાટકોમાં તેમણે અભિનય કર્યો હતો.

બંટોગે તો કટોગે.. હવે કેનેડામાં ગુંજ્યા નારા

રવિવારે કેનેડાના બ્રામ્પટનમાં એક હિંદુ મંદિર સંકુલમાં ઉગ્રવાદીઓ દ્વારા કેનેડિયન હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ પણ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે કેનેડામાં ઉગ્રવાદીઓએ લાલ રેખા પાર કરી છે. આ ઘટના કેનેડામાં ઉગ્રવાદના ઉદયને દર્શાવે છે.

મંદિર પરિસરમાં લોકો એકઠા થયા હતા

કેનેડામાં હાજર હિન્દુ સમુદાયના લોકો એક થઈને આ હિંસાનો વિરોધ કરી રહ્યા છે. હિન્દુઓ ત્યાં એક થયા અને ‘બધાએ એક થવું પડશે’ અને ‘જો આપણે ભાગલા પાડીશું તો કપાઈશું’ જેવા નારા લગાવ્યા. બ્રામ્પટન મંદિરના પૂજારીએ હિન્દુ સમુદાયને એક થઈને રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણે બધાએ એકજુટ રહેવાની જરૂર છે. જો આપણે સંગઠિત રહીશું તો સુરક્ષિત રહીશું. તે જ સમયે મંદિર પરિસરમાં હાજર લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.

પૂજારીએ કહ્યું કે આ હુમલો માત્ર હિંદુ સભા પર નથી, પરંતુ વિશ્વના હિંદુઓ પર હુમલો છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ જો કોઈ આપણો વિરોધ કરે તો… જે બાદ લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

UP, પંજાબ અને કેરળમાં પેટા ચૂંટણીની તારીખમાં ફેરબદલ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણી હવે 20 નવેમ્બરે થશે. ચૂંટણી પંચે સોમવારે કહ્યું કે ત્રણ રાજ્યોની 14 વિધાનસભા બેઠકો માટે હવે 13 નવેમ્બરને બદલે 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23મી નવેમ્બરે જ આવશે.

વિવિધ ઉત્સવોને કારણે ઓછા મતદાનની સંભાવનાઓને ફગાવતાં ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.  ઉત્તર પ્રદેશની નવ, પંજાબની ચાર અને કેરળની એક વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તારીખોમાં ફેરફાર ભાજપ, કોંગ્રેસ, આરએલડી અને બસપાની માગ પર કરવામાં આવ્યો છે.

આ રાજકીય પક્ષોએ કહ્યું હતું કે 15 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા અને ગુરુનાનક દેવજીનું પ્રકાશ પર્વ છે. જ્યારે કેરળમાં 13થી 15 નવેમ્બર દરમિયાન કલાપથી રાસ્તોલસેવમની ઉજવણી કરવામાં આવશે. જેના કારણે મતદાન પર અસર પડી શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20મી નવેમ્બરે જ ચૂંટણી યોજાવાની છે. આ સિવાય મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ પર પણ 20 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે.

ચૂંટણી પંચ દ્વારા આજની જાહેરાતમાં 10 રાજ્યોની 33 સીટો માટેની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે અહીં 13 નવેમ્બરે જ મતદાન થશે. તે જ દિવસે ઝારખંડ વિધાનસભાની 43 બેઠકો પર પણ મતદાન થશે. 15 ઓક્ટોબરે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર-ઝારખંડની સાથે 14 રાજ્યોની 48 વિધાનસભા અને બે લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.

દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધનો અમલ કેમ ન થયો? SC એ માંગ્યો જવાબ

દિલ્હી-NCRમાં પ્રદૂષણના વધતા સ્તર પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હોવા છતાં દિલ્હીમાં ફટાકડા ફોડવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે ફટાકડા પરના પ્રતિબંધને ભાગ્યે જ લાગુ કરવામાં આવ્યો હતો તેમાં કોઈ વિવાદ ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

 

સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે એમિકસ દ્વારા ટાંકવામાં આવેલા રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પ્રદૂષણનું સ્તર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. અહેવાલો પણ સૂચવે છે કે પામની આગ વધુ સમયે વધી રહી છે. અમે દિલ્હી સરકારને પ્રદૂષણને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાઓ અંગે સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપીએ છીએ.

પંજાબ અને હરિયાણામાં પરાળ સળગાવવા પર પણ એફિડેવિટ આપવા સૂચના

આ સિવાય કોર્ટે કહ્યું કે અમે દિલ્હી પોલીસ કમિશનરને પણ નિર્દેશ આપીએ છીએ કે તેઓ પ્રતિબંધને લાગુ કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં અંગે એફિડેવિટ દાખલ કરે. બંનેએ એ હાઇલાઇટ કરવું જોઇએ કે તેઓ કયા પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકે છે જેથી આવતા વર્ષે આવું ફરી ન બને. આમાં જાહેર ઝુંબેશના પગલાંનો પણ સમાવેશ થવો જોઈએ. કોર્ટે કહ્યું કે, પંજાબ અને હરિયાણા રાજ્યો દ્વારા પણ છેલ્લા 10 દિવસની પરાળ સળગાવવાની વિગતો અંગે એફિડેવિટ દાખલ કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે દિવાળી 2024માં શું થયું તેના આ પાસાઓ પર વિચાર કરવા માટે 14/11ને ધ્યાનમાં લેવામાં આવશે. દિલ્હી સરકાર અને પોલીસ કમિશનર દ્વારા એક સપ્તાહની અંદર એફિડેવિટ દાખલ કરવાની રહેશે. બંનેના સોગંદનામામાં આ સમયગાળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. દરમિયાન, દિલ્હી સરકાર અને અન્ય સત્તાવાળાઓએ પણ આ ફટાકડાઓ પર ‘કાયમી પ્રતિબંધ’ લાદવાનો કોલ લેવો જોઈએ.

ઘણા વિસ્તારોમાં AQI 400 ને પાર કરી ગયો

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દિવાળી પછી તેમાં વધુ વધારો થયો છે. ઘણા વિસ્તારોમાં AQI 400-500 વચ્ચે નોંધાયો હતો. શ્વાસ રૂંધાતી હવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. ફટાકડા પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટે પહેલાથી જ માર્ગદર્શિકા બહાર પાડી છે. આમ છતાં પ્રદૂષણના સ્તરમાં હજુ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

ગુજરાતનું GDP યોગદાન વધ્યું, મહારાષ્ટ્ર નબળું પડ્યું

દેશના GDP ગ્રોથમાં યોગદાન આપવામાં મહારાષ્ટ્ર અને ગુજરાત આગળ પડતું રહ્યું છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષમાં આ વર્ષે GDP વૃદ્ધિ મામલે મહારાષ્ટ્ર નબળું પડ્યું છે. જ્યારે ગુજરાતે આ મામલે બાજી મારી હોવાનું ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા રિસર્ચ પેપરમાં જાણવા મળ્યું છે. ભારતના જીડીપી ગ્રોથમાં મહારાષ્ટ્રનું યોગદાન છેલ્લા એક દાયકામાં 2.1 ટકા ઘટ્યું છે. જ્યારે ગુજરાતનું જીડીપી યોગદાન 2010-11માં 7.5 ટકાથી વધી 2023-24માં 8.1 ટકા થયુ છે.

મહારાષ્ટ્રનું જીડીપી યોગદાન 2010-11માં 15.2 ટકા હતું. જે 2020-21માં 13 ટકા અને 2023-24માં 13.1 ટકા નોંધાયું છે. જ્યારે ગુજરાતનું જીડીપી યોગદાન 2010-11માં 7.5 ટકા હતું. જે 2020-21માં 8 ટકા અને 2023-24માં 8.1 ટકા થયું છે. જો કે, જીડીપી યોગદાન મામલે દેશમાં હજી પણ મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. માથાદીઠ આવક મામલે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ પાડ્યું છે. 1960થી માંડી 2010-11 સુધી મહારાષ્ટ્રની માથાદીઠ આવક ગુજરાત કરતાં હંમેશા સૌથી વધુ રહી છે. પરંતુ પાછલા એક દાયકામાં ગુજરાતની માથાદિઠ આવક 160.7 ટકા વધી છે, જ્યારે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ પાડી દીધુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 150 ટકા નોંધાઈ છે. ઉલ્લેખનીય છે, 1960માં મહારાષ્ટ્રમાં માથાદીઠ આવક 133.7 ટકા અને ગુજરાતની માથાદીઠ આવક 118.3 ટકા હતી. આ રિસર્ચ પેપર અનુસાર, ગોવાની માથાદીઠ આવક 1970થી 2021 સુધીમાં બમણી થઈ છે. 2020-23માં ગોવાની માથાદીઠ આવક દેશની કુલ સરેરાશના ત્રણ ગણી નોંધાઈ છે.

ગુજરાતમાં ચાર દિવસમાં જ 20,000 ઇમરન્જસી કેસ નોંધાયા!

પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવાર અનેક લોકો માટે ન ભૂલાય એવી વસમી યાદ બનીને રહી ગયો છે. દિવાળીથી લઈને ભાઈબીજ સુધીના ચાર દિવસમાં ગુજરાતમાં ઈમરજન્સી કેસમાં અનેક ઘણો વધારો થયો છે. ચાર દિવસ દરમિયાન 20 હજાર જેટલા ઈમરજન્સી કેસ નોંધોયા છે.

દિવાળીથી લઈને ભાઈબીજ સુધીમાં ઈમરજન્સી કેસમાં અધધ વધારો થયો છે. સામાન્ય દિવસોની વાત કરીએ તો રોજના 4500 જેટલા કેસ થતાં હોય છે. જ્યારે દિવાળીના સમયમાં સરેરાશ 5500 જેટલા મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા છે. દિવાળીના તહેવારમાં મેડિકલ ઈમરજન્સી સર્વિસ 108ના ફોન આકસ્મિક ઘટનાને લઈને રણકતા રહ્યા.

આ વિશે વાત કરતા ઈમરજન્સી સર્વિસના સીઓએ જસવંત પ્રજાપતિએ કહ્યું કે,  “દિવાળીના તહેવારોમાં ૧૦૮માં ઇમરજન્સી કેસમાં સતત વધારો થયો છે. જેમાં રોડ એક્સિડન્ટના કિસ્સામાં વધારો થયો છે. નાના જિલ્લામાં સામાન્ય દિવસોમાં ખૂબ ઓછા અકસ્માત થતાં હોય છે એવા જિલ્લામાં રોડ અકસ્માતમાં વધારો થયો છે. દિવાળીના તહેવારમાં દાહોદ અને પંચમહાલમાં મારામારીના કેસ વધુ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા ૪ દિવસમાં આલ્કોહોલ અને ડ્રગ્સ એડિક્શનના કેસ પણ નોંધાયા છે.”

નોંધનીય છે કે દિવાળીના દિવસોમાં એક બાજુ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. ત્યાં બીજીબાજુ 108 સતત દોડતી રહી છે. કોઈની માટે આ દિવાળી આનંદનો ઉત્સવ તો કોઈની માટે કાળનો કોળીયા સમાન બની ગઈ.

ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાનો ચૂંટણી જંગ?

ન્યુ યોર્કઃ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી સંબંધી હાલમાં થયેલા સર્વેક્ષણમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ભૂતપૂર્વ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે કાંટાની ટક્કર છે. 60 વર્ષીય કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે અને 78 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન ઉમેદવાર છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારોને 270 મતોની જરૂર હોય છે.

તાજેતરના ઓપિનિયન પોલ સૂચવે છે કે ચૂંટણી એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયાના સાત મુખ્ય ચૂંટણી રાજ્યોનાં પરિણામો દ્વારા નક્કી કરવામાં આવશે. તેમાંથી મિશિગન અને પેન્સિલવેનિયા 270ના આંકડા સુધી પહોંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

ધ ન્યુ યોર્ક ટાઈમ્સ અને સિએના કોલેજનાં સર્વેક્ષણોમાં જાણવા મળ્યું છે કે હેરિસને નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં થોડી લીડ છે, પરંતુ ટ્રમ્પે પેન્સિલવેનિયામાં તેની લીડને ભૂંસી નાખી છે અને એરિઝોનામાં તેમની લીડ જાળવી રાખી છે. ધ ન્યુ યોર્ક ટાઈમ્સ અનુસાર પોલ્સ દર્શાવે છે કે હેરિસ હવે નેવાડા, નોર્થ કેરોલિના અને વિસ્કોન્સિનમાં પાતળી માર્જિનથી આગળ છે, જ્યારે ટ્રમ્પ એરિઝોનામાં આગળ છે.

આ સર્વેમાં મિશિગન, જ્યોર્જિયા અને પેન્સિલવેનિયામાં બંને વચ્ચે નજીકની રેસ બતાવવામાં આવી છે. પરંતુ તમામ સાત રાજ્યોમાં પરિણામો સેમ્પલિંગની ભૂલની રેન્જમાં છે. આનો અર્થ એ છે કે કોઈ પણ ઉમેદવાર પાસે કોઈ ચોક્કસ લીડ નથી.

જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને એરિઝોનાના રાજ્યોમાં ટ્રમ્પની આગળ છે. જ્યારે હેરિસ મિશિગન અને વિસ્કોન્સિનમાં લીડ ધરાવે છે. ધ હિલે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની રેસ નજીક છે અને કોઈ ઉમેદવાર પાસે સ્પષ્ટ લીડ નથી. NBC ન્યૂઝ કહે છે કે મતદાન બતાવે છે કે હેરિસને 49 ટકા રજિસ્ટર્ડ મતદારોનું સમર્થન મળી રહ્યું છે, જ્યારે ટ્રમ્પને સમાન 49 ટકા મળે છે. માત્ર બે ટકા મતદારો કહે છે કે તેઓ વિકલ્પ વિશે અનિર્ણીત છે.