રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ગુલાબી ઠંડી દેખાવાની શરૂ થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રીતો લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું છે. આગામી દીવસોમા હજુ બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે.

આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે, આ ઉપરાંત રાજ્યના 15 જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી પાર નોંધાયું છે. ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આ મિક્સ ઋતુના લીધે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો મોડો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા નવેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહેવાની સંભાવના છે.
બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.








આ ઓવરબ્રિજ પર ખાડા હોવાથી સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે. સંપૂર્ણ મામલેક બ્રિજ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રવિ શર્મે જણાવ્યું હતું કે વર્ષોથી સસત ઉંદરો એની માટી બહાર કાઢતા હતા અને અંદરથી બ્રિજ ખોખલો કરતા રહેતા હતા, જેને પગેલી બ્રિજ CCના સ્લેબ અચાનક તૂટી ગયો હતો. ઓવરબ્રિજના સ્લેબમાં માટી ભરીને પાણીથી અંદર સુધી ભરવામાં આવશે અને જ્યારે એ માટી સારી રીતે બેસી જશે, ત્યારે CCનો સ્લેબ ભરવામાં આવશે, પણ ઉંદરો ફરીથી એની અંદર ઘર ના બનાવી શકે એ માટે પાણીને કાઢવાની જગ્યાએ કાચના ટુકડા ભરવામાં આવશે.


તાજેતરમાં જ સંજય બાંગરના પુત્ર આર્યનએ પોતાનું લિંગ બદલાવ્યું છે. હવે આર્યન છોકરામાંથી છોકરી બની ગયો છે. તેણે દવા અને સર્જરી દ્વારા પોતાના શરીરને બદલી નાખ્યું છે. તેણે પોતે જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. જ્યાં તેણે પોતાનું નામ બદલીને અનાયા રાખ્યું છે.
23 વર્ષીય આર્યનએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું- ‘હું શક્તિ ગુમાવી રહ્યો છું, પરંતુ ખુશી પણ મેળવી રહ્યો છું. શરીર બદલાઈ રહ્યું છે, ડિસફોરિયા ઓછો થઈ રહ્યો છે… હજી લાંબો રસ્તો કાપવાનો છે, પણ દરેક પગલું મને મારા જેવું લાગે છે.
આર્યન (અનાયા) પણ એક ક્રિકેટર છે. તે ડાબોડી બેટ્સમેન છે જે સ્થાનિક ક્રિકેટ ક્લબ, ઈસ્લામ જીમખાના માટે ક્રિકેટ રમે છે. તેણે લિસેસ્ટરશાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબ માટે પણ ઘણા રન બનાવ્યા છે. આર્યન (હવે અનાયા) છોકરી બન્યા બાદ ખૂબ જ ખુશ છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, ‘ક્રિકેટ રમવાનું મારું સપનું સાકાર કરવા માટે મેં ઘણું બલિદાન આપ્યું છે. આ સફર મારા માટે આસાન ન હતી. પરંતુ મારા માટે આ હાંસલ કરેલી જીત અન્ય તમામ બાબતો કરતાં વધુ મહત્ત્વની છે.’