Home Blog Page 1305

લ્યો બોલો! આલિયા ભટ્ટને કિશોર કુમાર વિશે નહોતી ખબર, રણબીરે કહી આ વાત

મુંબઈ: રણબીર કપૂર ફરી એકવાર લોકોનું દિલ જીતી રહ્યો છે. પરંતુ આ વખતે તેની નાની રાજકુમારી રાહા કપૂર પણ એક ખાસ કારણસર ચર્ચામાં આવી છે. આ વખતે રાહા, જે બે વર્ષની થઈ ગઈ છે, તે ઈન્ટરનેટ પર તેના દેખાવ અને ચહેરાના હાવભાવને કારણે નહીં પરંતુ એક જૂની વાર્તા સામે આવવાને કારણે ચર્ચામાં છે. પોતાની દીકરી વિશે વાત કરતા રણબીરે IFFI ગોવા 2024માં વાતચીત દરમિયાન એક ખૂબ જ રસપ્રદ વાત શેર કરી હતી જે હવે લોકોમાં ચર્ચામાં છે. અભિનેતાએ તાજેતરમાં તેની પુત્રી માટે પહેલું ગીત કિશોર કુમારનું ગાયું હતું તેના વિશે વાત કરી હતી. જે જાણીને ચાહકો ખુશ થઈ ગયા હતાં.પરંતુ જ્યારે રણબીરે એ કહ્યું કે આલિયા ભટ્ટ કિશોર કુમાર વિશે જાણતી નહોતી, ત્યારે બધા ચોંકી ગયા હતાં.

Mumbai: Actors Ranbir Kapoor and Alia Bhatt with their daughter Raha spotted outside a restaurant at Juhu, in Mumbai, Monday, Dec. 25, 2023.(IANS)

રણબીર કપૂરે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેને દરેક પેઢીના લોકો શા માટે પ્રેમ કરે છે. અભિનેતાએ તાજેતરમાં ગોવામાં 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં સ્ટેજ પર ઘણી વાર્તાઓ સંભળાવી. તેની પુત્રી વિશે વાત કરતા, રણબીરે તે સમયને યાદ કર્યો જ્યારે કપૂર પરિવારની જેમ તેણે રાહાને તેના દાદા રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મ ‘અનારી’ નું એક શાનદાર ગીત સંભળાવ્યું, જેણે તેણીને ખુશ કરી દીધી. રાહા માટે તેણે ગાયેલું પહેલું ગીત ‘કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર’ હતું. આ ગીતના મહત્વ વિશે પણ સમજાવતા તેમણે કહ્યું, ‘જો તમે આ ગીતના શબ્દો ધ્યાનથી સાંભળશો… તો તમને ખબર પડશે કે તે આપણા જીવન સાથે સંબંધિત છે.’

આલિયા ભટ્ટે પૂછ્યું કોણ છે કિશોર કુમાર?

રણબીર કપૂરે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેની પત્ની આલિયા ભટ્ટ પીઢ સંગીતકાર કિશોર કુમાર વિશે જાણતી ન હતી ત્યારે તેને આશ્ચર્ય થયું હતું. તેણે આલિયાને જણાવ્યું કે તે કોણ છે અને શા માટે તે ફેમસ છે. આ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું, ‘આ જીવનનું ચક્ર છે. લોકો ભૂલી જાય છે અને પછી નવો કલાકાર આવે છે. રણબીરે આગળ કહ્યું,’મને લાગે છે કે આપણે આપણા મૂળને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. માત્ર રાજ કપૂર કે કિશોર કુમાર જ નહીં પરંતુ આવા ઘણા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો છે જેમનું આપણે હંમેશા સન્માન કરવું જોઈએ અને આજે મને આ બધું કહેવાની તક આપવા બદલ હું IFFIનો આભારી છું.’

અશોક ગેહલોતના પૂર્વ OSD લોકેશ શર્માની ફોન ટેપિંગ મામલે ધરપકડ

નવી દિલ્હી: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓ.એસ.ડી. (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી) રહી ચૂકેલા લોકેશ શર્માની સોમવારે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરી છે. લોકેશ શર્માને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. લોકેશ શર્માએ ફોન પર તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. આ પહેલા લોકેશ શર્માએ ગત 14મી નવેમ્બરે પોતાની ધરપકડ પર રોક લગાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી.ત્યારથી તેમની ધરપકડની અટકળો ચાલી રહી હતી. લોકેશ શર્માએ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં આપેલા નિવેદનોમાં ફોન ટેપિંગમાં તેમની ભૂમિકાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સી.એમ. તરીકે અશોક ગેહલોતે આપેલો ઓડિયો ફોરવર્ડ કરવામાં આવ્યો હતો.લોકેશ શર્માનું કહેવું છે કે તે પહેલાથી જ ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં સહકાર આપી રહ્યા છે. આ મામલે આગળ જે પણ તપાસ થશે તેમાં હું સહકાર આપીશ. આ ઉપરાંત આ કેસ સંબંધિત પુરાવા પણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે.

રિવરફ્રન્ટ પર બનશે ઇમેજિકા પાર્ક, 10 મહિનામાં પૂર્ણ થશે પ્રથમ ફેઝનું કામ

વૈશ્વકસ્તરનો મનોરંજન થીમ પાર્ક ઈમેજિકા હવે અમદાવાદમાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના ખોપોલી સ્થિત થીમ પાર્ક બાદ આ ઈમેજિકાનો દેશમાં બીજો મોટો થીમ પાર્ક હશે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટમાં અટલ બ્રિજના પૂર્વ છેડે 45 હજાર સ્ક્વેર મીટર (4.56 હેક્ટર)માં આ પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે. આ થીમ પાર્કને લઈ પુણેના ઈમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)ની વચ્ચે એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે. હાલ આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ની મંજૂરી હેઠળ છે. તેની ગ્રીન સિગ્નલ મળતાં જ 3થી 4 મહિનામાં કામ શરૂ થવાની શક્યાતા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ બે તબક્કામાં તૈયાર થનારા ગુજરાતના પહેલા અને દેશના બીજા સૌથી મોટા થીમ પાર્કનો પહેલો તબક્કો 8થી 10 મહિનામાં પૂરું થઈ જશે. ઈમેજિકા ગ્રુપનો આ પ્રોજેક્ટ 300 કરોડનો હશે. ઈમેજિકાને થીમ પાર્ક માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને 30 વર્ષની લીઝ પર જમીન ફાળવી છે. આ જમીનનું વાર્ષિક ભાડું 45.60 લાખ હશે. અને દર વર્ષે 10%નો વધારો કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ભાડા ઉપરાંત ઈમેજિકા વર્લ્ડ કમાણીમાંથી દર વર્ષે 12.25%નો હિસ્સો પણ આપશે. આ પાર્ક પાંચ ઝોનમાં બનાવવામાં આવશે. એક સાથે 5 હજારની ભીડ પણ નિયંત્રિત રહી શકે તે માટે ઝોન-1 પૂર્ણ રીતે ઓપન એરિયા રહેશે. ઝોન-2માં 6 ટીકીટબારી બનાવવામાં આવશેસ, જેમાં 3 મહિલા-3 પુરુષોની લાઈન બનશે. જેથી ભીડની સ્થિતિમાં હેરાન ન થવું પડે. ઝોન-3માં ઈન્ટરનેશનલ બ્રાન્ડ ડેવ એન્ડ બસ્ટરનો ઈન્ડોર એન્ટરટેનમેન્ટ સ્ટોર હશે. આ ઝોનના સેકન્ડ ફ્લોર પર મલ્ટીલેવલ પાર્કિંગ હશે. ઝોન-4માં મેક્સિકન કંપની કિડ્ઝાનિયાનો આઉટલેટ અને સ્નો પાર્ક હશે. ઝોન-5માં તમામ વયના લોકો માટે રોમાંચક ડ્રાઈવ હશે. અહીં પણ 2 રેસ્ટોરાં હશે. ટ્રેમ્પોલિન પાર્ક, ગો કાર્ટ, સાફ્ટ પ્લે એરિયા, રોલર કોસ્ટર, ફ્લાઈંગ થિયેટર (સિમ્યુલેશન રાઈડ) અને અન્ય રોમાંચક ગેમ્સ/ડ્રાઈવ રહેશે.

કટરામાં વૈષ્ણો દેવી રોપ વે પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ

જમ્મુ-કાશ્મીર: વૈષ્ણો દેવી મંદિર તરફ જતા પ્રસ્તાવિત રોપ-વે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ અટકી રહ્યો નથી. સોમવારે લગભગ 2 હજાર લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

 

22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધનો સોમવાર ચોથો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત આ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે ચોથા દિવસે કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ પણ વિરોધીઓ સાથે હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષોથી વૈષ્ણોદેવી ટ્રેક પર કામ કરી રહેલા કામદારોના નેતા પણ છે. સોમવારે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે પોલીસની વાત સાંભળી ન હતી. જ્યારે પોલીસે તેમને બળ સાથે હટાવવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પથ્થરમારો શરૂ કર્યો. પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તારાકોટ માર્ગથી સાંજી છટ વચ્ચે 12 કિલોમીટરના ટ્રેક સાથે રૂ. 250 કરોડના પેસેન્જર રોપવે પ્રોજેક્ટને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, આ યોજનાની જાહેરાત બાદ દુકાનદારો, ખચ્ચર અને પાલખીના માલિકોએ વિરોધ શરૂ કર્યો છે. તેની શરૂઆત 22 નવેમ્બરે થઈ હતી. શ્રાઈન બોર્ડે ગયા અઠવાડિયે યાત્રાળુઓ માટે સલામત અને ઝડપી મુસાફરીની સુવિધા માટે લાંબા સમયથી રાહ જોવાતી રોપવે પ્રોજેક્ટના અમલીકરણની જાહેરાત કરી હતી. શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગના જણાવ્યા અનુસાર રોપવે પ્રોજેક્ટ ગેમ ચેન્જર હશે. ખાસ કરીને તે યાત્રાળુઓ માટે જેમને મંદિરની મુસાફરી પડકારરૂપ લાગે છે.

ICG દ્વારા આંદામાનમાંથી નૌકામાંથી પાંચ ટન ડ્રગ્સ જપ્ત

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડે (ICGએ) આંદામાન સાગરમાં એક માછલી પકડતી નૌકામાંથી આશરે પાંચ ટન ડ્રગ્સની ખેપ જપ્ત કરી છે, એમ સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી હતી. અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.

આંદામાનના દરિયામાં માછીમારીની નૌકામાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સના કન્સાઇનમેન્ટને ભારતીય કોસ્ટ ગાર્ડે પકડી પાડ્યું છે. પ્રાપ્ત માહિતીને આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો ડ્રગ જપ્ત હોવાની સંભાવના છે. આ જપ્તી માફિયાઓની વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી એક મોટી ઝુંબેશનો ભાગ છે. જોકે ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે આ મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે. હજુ 10  દિવસ પહેલાં જ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હતી. આ ડ્રગ્સ દિલ્હી NCB, ગુજરાત NCB, કોસ્ટ ગાર્ડ, અને નેવીની મદદથી ઝડપાયું હતું.

 

 

હર્ષ સંઘવીએ કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈ તાબડતોડ કરી બેઠક

અમદાવાદ: શહેરમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક પોલીસ કમિશ્નર સાથે બેઠક કરી. બેઠકમાં શહેરના તમામ DCP અને JCP કક્ષાના અધિકારીઓ હાજર રહ્યાં હતા. હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરમાં ક્રાઈમની વધતી જતી ઘટનાઓને લઈ તાત્કાલિક સૂચનો પણ કર્યા અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની માહિતી આ અધિકારીઓ પાસેથી મેળવી હતી. અમદાવાદ શહેરમાં લાંબા સમયથી ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે અને આ ઘટનાઓ વધુ ના બને તેને લઈ એકશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે, તેવી વાત પોલીસ સૂત્રો તરફથી મળી આવી છે.

અમદાવાદ પોલીસ દ્વારા એક સુરક્ષા એપ બનાવવામાં આવી છે. જેમાં દરેક ગુનેગારોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે. તેમજ પોલીસકર્મીઓને ફરજિયાત એપનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે. સિનિયર સિટીઝનને પણ એપનો ઉપયોગ કરવા રજૂઆત કરાઈ છે. તો બીજી તરફ શી-ટીમના કર્મચારીઓને વૃદ્ધોના સંપર્કમાં રહેવા આદેશ કરવામાં આવ્યો છે.અમદાવાદ શહેર પોલીસ સજ્જ તો છે સાથે વધુ સજ્જ બનશે. કેમ કે હવે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ પર પોલીસ ફરજ બજાવશે. અમદાવાદમાં ખૂણા-ખાચરામાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં લોકેશન તો શું પણ મોબાઈલના ટાવર પણ આવતા નથી. આવી જગ્યાએ કંઈ બનાવ બને તો ત્યાં સુધી પહોંચવું અઘરૂ બનતું હોય છે. પોલીસે શોધેલા આ ડાર્ક પોઈન્ટ પર શી ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર રહેશ અને ફરજ બજાવશે. આવા સ્પોટ પર પોલીસ કંટ્રોલરૂમની સતત નજર પણ રહેશે.

ફિલ્મ ‘કંતારા’ની સ્ટારકાસ્ટ સાથે અકસ્માત, કલાકારોથી સવાર બસ પલટી

મુંબઈ:પાન ઈન્ડિયા ફિલ્મ ‘કંતારા ચેપ્ટર 1’નું શૂટિંગ કર્ણાટકમાં થઈ રહ્યું છે, પરંતુ આજે આ ફિલ્મ સાથે જોડાયેલા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના ઘણા કલાકારો અકસ્માતનો શિકાર બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટિંગ પછી સેટ પરથી પરત ફરી રહેલા કલાકારોની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા જુનિયર કલાકારોને ગંભીર ઈજાઓ થઈ છે. ઉડુપી જિલ્લામાં બસ પલટી જતાં ‘કંટારા’ની પ્રિક્વલના છ જુનિયર કલાકારો ઘાયલ થયા છે. આ અંગેની માહિતી પોલીસે સોમવારે આપી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે માહિતી આપી હતી

પોલીસના જણાવ્યા અનુસાર ફિલ્મ ટીમને લઈ જઈ રહેલી મિની બસ રવિવારે રાત્રે જડકલ પાસે પલટી ગઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ જડકલના મુદુરમાં શૂટિંગ પૂર્ણ કરીને કોલ્લુર પરત ફરી રહ્યા હતા.” મિની બસમાં 20 જુનિયર કલાકારો હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ ઘાયલોને જડકલ અને કુંડાપુરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કોલ્લુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલમાં, ફિલ્મ નિર્માતાઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આશા છે કે પ્રોડક્શન હાઉસ આ કલાકારોની સારવારની જવાબદારી લેશે.

ફિલ્મ સંબંધિત માહિતી

તમને જણાવી દઈએ કે, ‘કંતારા’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી. 16 કરોડના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે 207 કરોડની કમાણી કરી હતી. 2 કલાક 30 મિનિટની આ ફિલ્મ પૌરાણિક લોકકથા પર આધારિત હતી. સિનેમેટોગ્રાફી, શાનદાર ડિરેક્શન અને સ્ટોરી લાઇનએ લોકોનું ઘણું મનોરંજન કર્યું. આ ફિલ્મ ઋષભ શેટ્ટીએ ડિરેક્ટ કરી હતી અને તે ફિલ્મનો મુખ્ય હીરો પણ હતો. તેનું નિર્માણ હોમ્બલે ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. હવે તેની પ્રિક્વલ પણ આવી રહી છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ જાહેરાત બાદથી ચાહકો ઉત્સાહમાં છે. ‘કંતારાઃ ચેપ્ટર 1’ 2 ઓક્ટોબર, 2025ના રોજ રિલીઝ થશે. આમાં પણ ઋષભ શેટ્ટી લીડ રોલમાં છે.

અમદાવાદમાં નશેડી નબીરાનો આતંક, 5-7 વાહનને અડફેટે લઈ સિગારેટના કશ માર્યા

અમદાવાદ: પાછલા ઘણા સમયથી ગુજરાતમાં અસમાજિક તત્વોના આતંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બેફામ ગાડી ચલાવી, ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ચલાવો, હત્યા કરવા જેવી ઘટનામાં નોંધપાત્ર ઉછાડો થયો છે. બેફામ કાર ચાલકોના આતંકથી હાઇવે પર ચાલતા અને રાહદારી હવે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. વૈભવી કાર લઇને રસ્તે નિકળી પડેલા નબીરાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે ધોળે દિવસે બિન્દાસ અકસ્માતો સર્જીને ભયનો માહોલ સર્જી રહ્યા છે. ફરી એક વખત આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચી થી સાત જેટલા વાહનો અડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો હોવાના સમાચાર પ્રકાસમાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું લાગી રહ્યું હતું. ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.

બેફામ કાર હંકાવનાર નબીરાનું નામ રીપલ પંચાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી એટલો નશામાં હતો કે, અકસ્માત કર્યા હોવાનું ભાન સુધા ન હતી અને અકસ્માત સર્જયા બાદ તેણે ગાડીમાં બેસીને સિગરેટ પીધી હતી એટલું જ નહી લોકોએ તેને કારમાંથી બહાર કાઢ્યો તો તે સ્પ્રે છાંટતો હતો. કારથી સ્પીડ 100થી વધુ હતી અને તેણે લગભગ 5 થી સાત વાહનો ટક્કર મારી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. અકસ્માત બાદ રીપલ પંચાલને પોલીસ લઇ ગઇ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી પોતાની ઓડી કાર લઈને ઈસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શો રૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી.

ટીમ ઇન્ડિયાએ પર્થમાં મેળવી ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત

પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાના 534 રનના લક્ષ્યાંક સામે કાંગારુ બેટસમેનોનો દાવ 238 રન કરી શક્યા હતા. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી.

આ જીત સાથે ટીમ ઇન્ડિયા ફરી એક વાર WTC પોઈન્ટ ટેબલમાં નંબર-1 બની ગઈ છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયા ટીમે હારનો સ્વાદ ચાખ્યો હતો. ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ત્રીજા દિવસની રમતમાં યશસ્વી જાયસ્વાલ અને વિરાટ કોહલીની સદીને આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. આનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડી ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 89 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ માત્ર 238 રન પર જ સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ખાસ વાત એ છે કે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા આ અગાઉ ક્યારેય મેચ હાર્યું નહોતું. આ મેચ જીતતાંની સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર વન બની ગયું છે.

પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમ 238 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી. ભારતે બીજી ઇનિંગ છ વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી અને 533 રનની લીડ મેળવી લીધી હતી. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી.

ઉદ્ધવ ઠાકરેએ લગાવ્યા પોસ્ટર, કહ્યું- હું ફરી ઉભો થઈશ અને ફરી લડીશ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ઉદ્ધવ ઠાકરે માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ છે. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ બંને તેમનાથી અલગ થઈ ગયા હતા. આ પછી તેમણે શિવસેના (UBT)ની રચના કરી. ચૂંટણીમાં સૌથી મોટી લડાઈ એકનાથ શિંદેની શિવસેના અને શિવસેના યુબીટી વચ્ચે હોવાનું માનવામાં આવે છે. જો કે આ રેસમાં એકનાથ શિંદેની શિવસેનાએ જીત મેળવી છે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી માત્ર 29 બેઠકો જીતી શકી. તે જ સમયે, ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર જનતાને સંદેશ આપતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે ‘હું ફરી ઉભો થઈશ અને ફરી લડીશ’.

આ લડાઈનો કોઈ અંત નથી – ઉદ્ધવ

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર લગાવવામાં આવેલા પોસ્ટર પર લખવામાં આવ્યું છે – “ભલે હું લડતી વખતે હારી ગયો છું… પરંતુ હું હાર્યાથી દુઃખી નથી. આ લડાઈ મારા મહારાષ્ટ્ર માટે છે, આ લડાઈનો કોઈ અંત નથી.હું ફરીથી ઉભો થઈશ અને મહારાષ્ટ્રના ધર્મની રક્ષા માટે લડીશ.’ તમને જણાવી દઈએ કે આ પોસ્ટરો શિવસેના (UBT) દ્વારા લગાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને 36 બેઠકો પર હરાવ્યું છે. શિવસેના (શિંદે જૂથ)એ 81 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 57 બેઠકો જીતી હતી. તે જ સમયે, ઉદ્ધવ જૂથે 14 બેઠકો પર શિંદે જૂથને હરાવ્યા હતા. શિવસેના (UBT) 95 ઉમેદવારો ઉતારવા છતાં માત્ર 20 બેઠકો જ જીતી શકી. શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની મત ટકાવારી 12.38 હતી, જ્યારે શિવસેના (UBT)ની મત ટકાવારી 9.96 હતી.

કોને કેટલી બેઠકો મળી?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, મહાયુતિની ભાજપે 132 બેઠકો, NCP 41 અને શિવસેનાએ 57 બેઠકો (કુલ 230) જીતી છે. તે જ સમયે, મહાવિકાસ અઘાડીની શિવસેના (UBT) 20 બેઠકો, કોંગ્રેસ 16 અને NCP (શરદ ચંદ્ર પવાર) 10 (કુલ 46) બેઠકો જીતી છે. બાકીની 12 બેઠકો અન્ય પક્ષો અથવા અપક્ષોએ જીતી હતી.