નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી જીતેલા ઉમેદવારોમાંથી 62 ટકા વિધાનસભ્યોએ ગુનાઇત કેસોની જાહેરાત કરી છે. વર્ષ 2024ની ચૂંટણીમાં 118 એટલે કે 41 ટકા જીતેલા ઉમેદવારોએ ગંભીર ગુનાઇત કેસોની માહિતી આપી છે. વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં એ આંકડો 113 એટલે કે 40 ટકા હતો.
રાજ્યમાં ચૂંટણી પરિણામો પછી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને મહારાષ્ટ્ર ઇલેક્શન વોચે જીતનારા ઉમેદવારોનો ગુનાઇત રેકોર્ડ, આર્થિક સ્થિતિ, શિક્ષણનો સ્તર અને અન્ય માહિતીનું વિગતવાર વિશ્લેષણ કર્યું હતું.
આ ગંભીર ગુનાઓમાં હત્યા, હત્યાના પ્રયાસ, મહિલાઓ પર અપરાધ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર આરોપ સામેલ છે. 2019ની તુલનામાં 2024માં ગુનાઇત કેસોવાળા વિધાનસભ્યોની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષ જીતનારા અનેક ઉમેદવારો પર હત્યા જેવા ગંભીર ગુનાના આરોપ લાગેલા છે. આમાંથી એક ઉમેદવાર પર IPCની કલમ 376 હેઠળ બળાત્કારનો પણ આરોપ છે.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ 132 સીટ જીતી છે, જેમાંથી અડધાથી વધુ 92 ઉમેદવારોએ (70 ટકાએ) ગુનાઇત કેસોની માહિતી આપી છે. 57 સીટ જીતનારી શિવસેનાના ઉમેદવારોમાંથી 38 (65 ટકા) પર ગુનાઇત કેસો નોંધાયેલા છે. NCPના 41 જીતનારા ઉમેદવારોમાંથી 20 (49 ટકા)એ ગુનાઇત કેસોની ઘોષણા કરી છે. NCP SPના આઠ ઉમેદવારોમાંથી પાંચ (63 ટકા) પર કેસ નોંધાયેલા છે, જ્યારે કોંગ્રેસના 16 પૈકી નવ ઉમેદવારો (56 ટકા)એ ગુનાઇત કેસોની માહિતી આપી હતી. SPના બંને જીતનારા ઉમેદવારો પર કેસ નોંધાયેલા છે. આમ બધા રાજકીય પક્ષોના અનેક ઉમેદવારો ગુનાઇત પૃષ્ઠભૂમિમાંથી આવે છે.
મહારાષ્ટ્રમાં વિજેતાઓની સંપત્તિ જોઈએ તો SPના બે વિજેતા ઉમેદવારો પાસે સૌથી વધુ સરેરાશ રૂ. 158.52 કરોડની સંપત્તિ છે, જ્યારે ભાજપના 132 વિજેતાઓની સરેરાશ સંપત્તિ રૂ. 59.68 કરોડ છે.












ત્રિપુરાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં 2 વિકેટે 156 રન બનાવીને જીત મેળવી હતી. ઉર્વિલે ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. તેણે ઓપનર આર્યન દેસાઈ સાથે પ્રથમ વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી હતી.
ઉર્વિલ T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટર બની ગયો છે. તેના પહેલાં એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી. ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડીઝનો ક્રિસ ગેલ છે. તેણે IPL-2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે RCB તરફથી રમતી વખતે 30 બોલમાં સદી ફટકારી હતી. T-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.
સ્વર્ણિમ ઇન્કયુબેશન સેન્ટર ખાતેના ઇન્ક્યુબેશન મેનેજર જિતેન ઠક્કર અને નેપાળના પોખરા મેટ્રોપોલિટન કૉર્પોરેશનના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઑફિસર શિવરાજ ચૌલાગાઈ દ્વારા આ એમ.ઓ.યુ.ને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પોખરા મેટ્રોપોલિટન કૉર્પોરેશનના ધનરાજ આચાર્યની હાજરીમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવાનો સમારંભ યોજાયો હતો.
આ સહયોગ સાધવા પાછળનો વિચાર ખાસ કરીને એવા ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે, જે પ્રવાસનને આગળ વધારવામાં નેપાળના પોખરાને મદદરૂપ થાય. તેના સિવાય, ટેકનોલોજી, કૃષિ અને આરોગ્યના ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટરની કુશળતા આઇડિયાથી માંડીને પ્રોટોટાઇપ તૈયાર કરવા સુધી સ્ટાર્ટઅપ્સને વિકસાવવામાં રહેલી છે. આ રીતે આ બંને સંસ્થાઓ ભેગા મળીને નવા સ્ટાર્ટઅપ્સને વિકસાવશે અને વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાની માનસિકતા પણ કેળવશે.
આ સહયોગ અંગે વાત કરતાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદિ ઋષભ જૈનએ જણાવ્યું, “સ્વર્ણિમ યુનિવર્સિટી ખાતે અમે ઉદ્યોગસાહસિકો અને નવપ્રવર્તકોને સંસાધનો, માર્ગદર્શન અને પ્રગતિ સાધવા માટે જરૂરી આંતરમાળખું પૂરું પાડીને તેમનું સશક્તિકરણ કરવા માટે કટિબદ્ધ છીએ. નેપાળના બિઝનેસ પ્રમોશન સેન્ટર સાથેની આ સહભાગીદારી ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં એક મહત્ત્વના સ્ટેકહોલ્ડર તરીકેની અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.”