Home Blog Page 1248

ગુજરાતમાં કોલ્ડવેવની અસર, નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ઠંડીની નરમ ગરમ સિઝન વચ્ચે આખરે નલિયા સહિત ગુજરાતમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે. કચ્છમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન જ્યારે ભુજમાં 10.6, કંડલામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.3 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, પોરબંદરમાં 10.5 ડિગ્રી અને ભાવનગરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે, અમદાવાદમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થતા લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. અમદાવાદમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે.

સામાન્ય રીતે  શિયાળામાં નલિયા અને ડીસામાં સૌથી ઓછું તાપમાન નોંધાતું હોય છે. પરંતુ ચાલુ સિઝનમાં નલિયા અને ડીસા ઉપરાંત રાજકોટ અને અમરેલીમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે સરકી રહ્યો છે. આજે પણ અમરેલી જિલ્લામાં 9.8 ડિગ્રી જ્યારે રાજકોટમાં 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો છે જેમાં અમદાવાદ શહેરમાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો .જ્યાં 17 ડિસેમ્બરની રાત્રે અમદાવાદ શહેરમાં સિઝનનું સૌથી ઓછું 11.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે ગત રાત્રે તેમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી 14.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 9.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આફત મંડરાઈ રહી છે એટલે કે અત્યંત ઠંડીનું જોર યથાવત્ રહેશે. આ સાથે જ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હાલની સ્થિતિ કરતાં પણ એકથી દોઢ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આગામી ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે અથવા તો એકાદ ડિગ્રી સેલ્સિયસ વધારો નોંધાઈ શકે છે.

‘પુષ્પા-2’ના ચક્કરમાં માનો જીવ, 9 વર્ષનો માસૂમ બાળક બ્રેઈન ડેડ જાહેર

મુંબઈ: અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું 8 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. બાળક 4 ડિસેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે, હવે તેના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. બાળકની હાલત નાજુક છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો છે. બાળકની ન્યુરોલોજીકલ સ્થિતિમાં કોઈ દેખીતો સુધારો જોવા મળતો નથી. જેના કારણે બાળક મિકેનિકલ વેન્ટિલેશન પર છે. તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવા માટે ટ્રેકિયોસ્ટોમીની વિચારણા કરવામાં આવી રહી છે.

ALLU ARJUN- PUSHPA.

અલ્લુ અર્જુનનો નાનો ફેન વેન્ટિલેટર પર છે
મંગળવારે, હૈદરાબાદ સિટી પોલીસ કમિશનર સીવી આનંદ, તેલંગાણા સરકારના આરોગ્ય સચિવ ડૉ ક્રિસ્ટીના IAS એ 9 વર્ષના છોકરા મિસ્ટર તેજા વિશે પૂછપરછ કરવા તેલંગાણા સરકાર વતી KIMS હોસ્પિટલની મુલાકાત લીધી હતી. X (અગાઉના ટ્વિટર) પર હૈદરાબાદ સિટી પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, ડોકટરોએ તેમને જાણ કરી છે કે છોકરાને વેન્ટિલેટર સપોર્ટ સાથે સારવાર આપવામાં આવી રહી છે અને સારવાર લાંબા ગાળાની થવાની સંભાવના છે.

બાળકની હાલત ગંભીર
પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડોકટરો ટૂંક સમયમાં શ્રીતેજની તબિયત અંગે મેડિકલ બુલેટિન બહાર પાડશે. આરોગ્ય સચિવ ડૉ. ક્રિસ્ટીનાએ જણાવ્યું હતું કે અમે શ્રી તેજાની તબિયતની નિયમિત દેખરેખ રાખીએ છીએ અને તેમના ઝડપી સ્વસ્થ થવાની આશા રાખીએ છીએ.

4 ડિસેમ્બરના રોજ સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં ઇજાગ્રસ્ત થયા બાદ બાળકને ઓક્સિજનની અછત અને શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 10 ડિસેમ્બરે બાળકને ઓક્સિજન સપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ 12 ડિસેમ્બરે તેની હાલત ફરી બગડી હતી. આ દરમિયાન હૈદરાબાદ સિટી પોલીસ કમિશનર સી.વી. આનંદે હોસ્પિટલની મુલાકાત લીધી જેના પગલે તેમણે જણાવ્યું કે 9 વર્ષીય મિસ્ટર તેજ શ્વાસની અછતને કારણે બ્રેઈન ડેડ છે અને તેને સાજા થવામાં ઘણો સમય લાગશે.

અલ્લુ અર્જુનની સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
નાસભાગની ઘટના બાદ પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી અને તેલંગાણા હાઈકોર્ટ દ્વારા તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. બાદમાં અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઇજાગ્રસ્ત બાળક વિશે તેની ચિંતા વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે એ પણ જાહેર કર્યું કે ચાલુ કાનૂની કાર્યવાહીને કારણે તેને હોસ્પિટલમાં તેની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે અલ્લુ અર્જુને પીડિત પરિવારને 25 લાખ રૂપિયાના વળતરની સાથે તમામ શક્ય મદદની જાહેરાત કરી છે.

સ્ક્રીનીંગ દરમિયાન શું થયું?
4 ડિસેમ્બરના રોજ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં મધ્યરાત્રિના પ્રીમિયર દરમિયાન એક ભયાનક ઘટના બની. અલ્લુ અર્જુનના સ્થાને પહોંચ્યા બાદ ત્યાં ચાહકોની ભારે ભીડ હતી અને સેકન્ડોમાં જ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાએ રેવતી નામની મહિલાનો જીવ લીધો અને કેટલાય લોકો ઘાયલ થયા. પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીએ તો, ફિલ્મે વૈશ્વિક સ્તરે 1,400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ભારતમાં તેનું નેટ કલેક્શન પણ ટૂંક સમયમાં રૂ. 1,000 કરોડનો આંકડો પાર કરવા જઈ રહ્યું છે.

શરદ પવારે અચાનક પીએમ મોદી સાથે મુલાકાત કેમ કરી?

મુંબઈ: NCP પ્રમુખ શરદ પવાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓની આ મુલાકાત સંસદ ભવન સ્થિત પીએમ ઓફિસમાં થઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે.

મળતી માહિતી મુજબ દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સાહિત્ય સંમેલન માટે આમંત્રણ પત્ર આપવા માટે શરદ પવાર પીએમ મોદીને મળ્યા હતા. શરદ પવાર આ સંમેલનના સ્વાગત પ્રમુખ છે.પીએમ મોદીને મળ્યા બાદ સંસદ ભવન સંકુલમાંથી બહાર આવતાં તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે તેમની બેઠક ખેડૂતોના મુદ્દા પર હતી.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં તણાવ જોવા મળ્યો હતો

તમને જણાવી દઈએ કે આ બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે હાલમાં જ પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન બંને નેતાઓના નિવેદનોમાં તણાવ જોવા મળ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

બેઠક બાદ અટકળોએ જોર પકડ્યું હતું

શરદ પવારને વિપક્ષી છાવણી અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી અને રાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયા એલાયન્સના મોટા નેતા માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. શરદ પવારની પાર્ટીએ પણ વન નેશન વન ઈલેક્શનનો વિરોધ કર્યો છે.

હવે મેટ્રોની ટિકિટ માટે નહીં જોવી પડે રાહ, ઓનલાઈન સુવિધા શરૂ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થયા બાદ વધુમાં વધુ મુસાફરો મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેટ્રો રેલવે સ્ટેશન પર મુસાફરોએ ટિકિટ લેવામાં ભીડનો સામનો ન કરવો પડે તે માટે હવે ઓનલાઈન ટિકિટ બુકિંગની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. મુસાફર ઘર બેઠા અમદાવાદ મેટ્રોની એપ પરથી ટિકિટ બુક કરી શકશે. જનરેટ થયેલી ટિકિટના આધારે જે તે રેલવે સ્ટેશન પર સ્કેન કરી આસાનીથી પ્રવેશ કરી શકશે.

મેટ્રો ટ્રેનમાં મુસાફરોની આંકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા Ahmedabad Metro (Official) નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં મુસાફરોને મુસાફરી માટેની માહિતીથી લઈને ઓનલાઈન ટિકિટ બુકિંગ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ રેલવે સ્ટેશન પરથી ટિકિટબારી પર જઈને ટિકિટ લેવાની હતી જોકે હવે એપ પરથી પણ લોકો ટિકિટ બુક કરી શકશે. મેટ્રો રેલની ઓફિશિયલ એપ પર સૌ પ્રથમ Book Ticketમાં ક્લિક કરતા કયા સ્ટેશનેથી કયા સ્ટેશન સુધી જવું છે તે સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ટિકિટ લેવાની છે તે સિલેક્ટ કરીને કન્ફર્મ ટિકિટ પર ક્લિક કરવાથી કઈ તારીખની અને કેટલું ભાડું થયું તે દર્શાવવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તેમાં ક્લિક કરતાની સાથે જ UPI પેમેન્ટ કરવાનું હોય તેમાં માહિતી નાખ્યા બાદ તરત જ ઓનલાઇન પેમેન્ટ થઈ જશે અને ટિકિટ જનરેટ થઈ જશે. આ ટિકિટ મેટ્રો સ્ટેશન પર જઈને સ્કેન કરવાથી પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ટિકિટ બે કલાક સુધી જ માન્ય ગણાય છે. આ ઉપરાંત એપથી મેટ્રોની ઘણી બધી માહિતી પણ મળી શકશે.

‘લાપતા લેડીઝ’ ઓસ્કાર 2025ની રેસમાંથી બહાર, ટોપ 15માં પણ સ્થાન ન મળ્યું

મુંબઈ: કિરણ રાવ દ્વારા નિર્દેશિત ‘લાપતા લેડીઝ’ 97મા ઓસ્કાર એવોર્ડ-2025ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી હતી, પરંતુ ફિલ્મ ટોપ 10માં સ્થાન મેળવી શકી નથી. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આગામી 97મી માટે 10 કેટેગરીમાં શોર્ટલિસ્ટ જાહેર કર્યું, જેમાં ‘લાપતા લેડીઝ’સામેલ નથી. આમિર ખાન પ્રોડક્શન્સ, કિંડલિંગ પિક્ચર્સ અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ નિર્મિત લાપતા લેડીઝ આ વર્ષે 1 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે ‘સંતોષ’ ટોપ 15માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી. આ ફિલ્મનું નિર્દેશન બ્રિટિશ-ભારતીય નિર્દેશક સંધ્યાએ કર્યું છે.

દિગ્દર્શક કિરણ રાવ અને નિર્માતા આમિર ખાન સહિત ફિલ્મની ટીમે એકેડેમી એવોર્ડ્સ માટે અભિયાન શરૂ કરી દીધું હતું. તાજેતરમાં આ ફિલ્મનું લંડનમાં પણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ગયા મહિને લાપતા લેડીઝ શીર્ષક સાથે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આનાથી આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો માટે એક ફેરફાર પ્રકાશિત થયો, કારણ કે હિન્દી શબ્દ લાપતા અંગ્રેજી શબ્દ લોસ્ટમાં અનુવાદિત થયો હતો.

આ ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ છે. ગ્રામીણ ભારતમાં સેટ, લાપતા લેડીઝ બે નવી દુલ્હનની વાર્તાની આસપાસ ફરે છે જેઓ ટ્રેનમાં અદલાબદલી થાય છે. ફિલ્મ ‘સજની’નો એક ટ્રેક આજે પણ પસંદ કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય છે. Spotify India પર, તે 2024ના ટોચના ટ્રેકમાંનું એક છે અને તેને 186 મિલિયનથી વધુ વખત સ્ટ્રીમ કરવામાં આવ્યું છે.

આમિર ખાનની લગાન ટોપ 5માં સ્થાન મેળવી ચુકી છે
આમીર ખાનની ક્લાસિક ‘લગાન’ એ છેલ્લી ભારતીય ફિલ્મ હતી જેણે ઓસ્કાર 2002માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં (અગાઉ શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ તરીકે ઓળખાતી) ટોચના 5 નોમિનેશનમાં પ્રવેશ કર્યો હતો. લગાન ઉપરાંત, 1957માં ‘મધર ઈન્ડિયા’ અને 1988માં ‘સલામ બોમ્બે’ જેવી ફિલ્મોએ ઓસ્કારમાં સ્થાન મેળવ્યું હતું.

રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ગાબાઃ ક્રિકેટ જગતમાં રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કરીને સૌને ચોંકાવી દીધા છે. 14 વર્ષની કેરિયરમાં ભારતના આ દિગ્ગજ સ્પિનરે 537 વિકેટ લીધી છે. તે ભારત માટે બીજો સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે પત્રકાર પરિષદમાં સંન્યાસ લીધાની પુષ્ટિ કરી હતી.

38 વર્ષની વયે દિગ્ગજ સ્પિનરે આ નિર્ણય કર્યો હતો. બોર્ડર-ગાવસકર ટ્રોફી વચ્ચે તેનો આ નિર્ણય ટીમ ઇન્ડિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

રવિચંદ્રન અશ્વિને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. પરંતુ હું ચોક્કસપણે આ રમત સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલો રહીશ. અશ્વિને તેની X પોસ્ટ પર લખ્યું હતું કે ઘણો વિચાર કર્યા પછી મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર, ભારતનું પ્રતિનિધિત્વ કરતી મારી અત્યાર સુધીની સફર અવિશ્વસનીય રહી છે. મારા સાથી ખેલાડીઓ, કોચ, BCCI અને ચાહકોના અતૂટ સમર્થન માટે આભાર. નવા પડકારો મારી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હંમેશાં મારા હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે.

જોકે રવિચંદ્રન અશ્વિન હજુ પણ IPL રમવાનું ચાલુ રાખશે. ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSKએ તેને રૂ. 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જો તે 2025માં સારું પ્રદર્શન કરશે તો ચેન્નાઈની ટીમ તેને ફરીથી જાળવી રાખી શકે છે.

અશ્વિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

ઓફ સ્પિનર​ અશ્વિને ટીમ ઈન્ડિયા માટે કુલ 287 મેચ રમી છે. જેમાંથી તેણે 106 ટેસ્ટ મેચમાં કુલ 537 વિકેટ લીધી છે. તેને 200 ઇનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી. તે 37 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જ્યારે 8 વખત તે મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની શ્રેષ્ઠ બોલિંગમાં 59 રનમાં 7 વિકેટ અને મેચમાં 140 રનમાં 13 વિકેટ છે. આ સાથે જ તેણે 116 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 156 વિકેટ લીધી છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે 65 મેચમાં 72 વિકેટ ઝડપી હતી.

યાત્રાધામ જતી બસને નડ્યો અકસ્માત, 9 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત

ગુજરાતમાં ફરી એક વખત યાત્રાધામ પર જતા ભક્તોને ગોજારો એકસ્માત નડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નોંધનીય છે કે 24 કલાકમાં સૌરાષ્ટ્ર પંથકમાં બીજો બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીના હળવદ પાસે શ્રદ્ધાળુઓને ભરીને ધાર્મિક પ્રવાસે જઇ રહેલી બસ ગુલાંટી મારી જતાં 9 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. જોકે સદનસીબે કોઇ હાનહાનિ સર્જાઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

ગાંધીનગરના પોર ગામથી 56 જેટલા લોકો કચ્છ, ભુજ, અંજાર અને માતાના મઢ જઈ રહ્યા હતા. જે મોરબી જિલ્લાના માળિયા-અમદાવાદ હાઇવે રોડ ઉપરથી રાતના સમયે નીલગાય આડી આવતા બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. જે બાદ બસ રોડની સાઇડમાં ઉતરી જઇને પલટી ખાઇ ગઇ હતી. આ બસમાં બેઠલા 56 પૈકીનાં 9 લોકોને ઈજા થઈ હતી. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી અને એક ઇજાગ્રસ્તને રાજકોટ લઈ જવામાં આવ્યા છે. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે. આ અકસ્માતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. અત્રે નોંધનીય છે કે આ અગાઉ સોમવારે વહેલી સવારે ભાવનગર-સોમનાથ હાઇવે પર ત્રાપજ નજીક રોડની સાઇડની ઉભેલા ડમ્પર સાથે બસ ટકરાતા 6 લોકોના મોત નીપજ્યા હતા અને 20 જેટલા લોકો ઇજાગ્રસ્તા થયા હતા.

ભારતીય ઉત્પાદનો પર સમાન દરે ટેક્સ વસૂલવાની ટ્રમ્પની ચેતવણી

નવી દિલ્હીઃ અમેરિકામાં ટૂંક સમયમાં રાષ્ટ્રપતિપદના શપથ લેનારા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ભારતને ટેરિફની ધમકી આપી છે. ભારત અમેરિકી ઉત્પાદનો પર જેટલો ટેક્સ લગાડશે, એટલો અમે પણ ભારતીય પ્રોડક્ટ્સ પર લગાવીશું. તેમણે ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ધમકી આપી છે.

તેમણે કહ્યું હતું કે જો તેઓ ઊંચો ટેરિફ લગાડશે, તો અમે પણ તેમના પર સમાન દરે ટેક્સ લગાડીશું. તેઓ અમારી પર લગભગ બધા મામલે ટેક્સ લગાડે છે, પણ અમે તેમના પર ટેક્સ નથી લગાડતા. જો ભારત અમારા પર 100 ટકા ટેક્સ લગાડે છે તો શું અમે તેમના પર કોઈ પણ ટેક્સ ના લગાડીએ? ભારત અને બ્રાઝિલ એ દેશોમાંથી છે, જે અમેરિકી પ્રોડક્ટ્સ પર ઊંચો ટેક્સ લગાડે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા “હાઈ ટેરિફ”ના જવાબમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાના તેમના ઇરાદાઓનું પુનરાવર્તન કરીને ભારતને સીધી ધમકી આપી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મિડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે ભારત અમારા પર બેફામ ટેક્સ લગાવે છે અને લગભગ દરેક મામલે ટેક્સ વસૂલે છે અને અમે તેમને માફ કરી દઈએ છીએ, જે હવે નહીં ચાલે. ટ્રમ્પે ચીન સાથે સંભવિત વેપાર કરાર અંગેના પ્રશ્નનો ઉત્તર આપતાં આ ટિપ્પણી કરી હતી. હવે ભારત અને અમેરિકા વચ્ચે પણ ટેરિફ વોર ભડકવાની શક્યતા છે.

Richa Chadha Birthday: પત્રકાર બનવા માંગતી હતી, ભાગ્યએ બનાવી દીધી અભિનેત્રી

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા આજે એટલે કે 18મી ડિસેમ્બરે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. પંજાબના અમૃતસરમાં 18 ડિસેમ્બર 1986ના રોજ જન્મેલી અભિનેત્રી રિચાએ ઘણી ફિલ્મો કરી અને શક્તિશાળી પાત્રો દ્વારા દર્શકો અને વિવેચકોને પ્રભાવિત કર્યા. ફુકરે અને મસાન જેવી ફિલ્મો દ્વારા દર્શકોને દિવાના બનાવનાર રિચા ચઢ્ઢા હાલમાં જ માતા બની છે. આવી સ્થિતિમાં, આ જન્મદિવસ તેના માટે વધુ ખાસ બનવાનો છે. પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોની વાહવાહી જીતનાર રિચા વિશે જાણીને તમને નવાઈ લાગશે કે તે એક સમયે અભિનેત્રી બનવા માંગતી ન હતી. હા, અભિનેત્રી એક સમયે પત્રકાર બનવા માંગતી હતી. તો પછી તેણે ફિલ્મોમાં કેવી રીતે પ્રવેશ કર્યો? ચાલો જણાવીએ.

એ જ અભિનેતા સાથે ડેબ્યુ કર્યું જેને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો હતો

રિચા ચઢ્ઢાએ પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે પત્રકાર બનવા માંગતી હતી, પરંતુ ભાગ્ય તેને ફિલ્મી દુનિયામાં ખેંચી ગઈ. રિચાએ પોતાના કરિયરની શરૂઆત એક મેગેઝિનમાં ઈન્ટર્ન તરીકે કરી હતી. તેણીની ઇન્ટર્નશીપ દરમિયાન, તેણીએ એક બોલિવૂડ અભિનેતાને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો અને અભિનેતા સાથે એક ફિલ્મ મળી અને 6 મહિના પછી, તેણી તેની સાથે ફિલ્મમાં જોવા મળી.

રિચા ચઢ્ઢાએ 2008માં અભિનયની શરૂઆત કરી હતી

રિચા ચઢ્ઢાએ 2008માં ‘ઓયે લકી લકી ઓયે’થી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા, તેણીએ થિયેટર દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તેણે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો ત્યારે તે એક નાટક પણ કરી રહી હતી. રિચાએ અભય દેઓલ સાથે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા, જે દરમિયાન તે ઇન્ટર્ન હતી અને તેણે આ અભિનેતા સાથે અભિનયની શરૂઆત કરી હતી.

જ્યારે અભય દેઓલને બોલાવવામાં આવ્યો

રિચાએ જણાવ્યું હતું કે જ્યારે તે ઈન્ટર્નશીપ કરી રહી હતી ત્યારે તેણે પહેલીવાર અભય દેઓલ સાથે વાત કરી હતી. આ વિશે વાત કરતાં રિચાએ કહ્યું હતું કે,’મને નથી લાગતું કે અભયને ખબર હોય કે મેં તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. પછી તેણે આહિસ્તા-આહિસ્તા જેવી કેટલીક ફિલ્મો કરી. મેં તેને ફોન કર્યો અને કહ્યું કે સર અમે તમારી સાથે એક ઈનસાઈડ ફેશન ફીચર કરવા માંગીએ છીએ. મને યાદ છે, તેણે મને કહ્યું હતું – મારી પાસે આવતા વર્ષે મુખ્ય ભૂમિકાવાળી ઘણી ફિલ્મો છે, મને ત્યારે કવર કરો, હવે નહીં. મેં વિચાર્યું કે એ માણસમાં કેટલી સ્પષ્ટતા છે. છ મહિના પછી, હું તેની સાથે કામ કરી રહી હતી.

વાહ ભાઈ વાહ! – ૧૮ ડિસેમ્બર ૨૦૨૪