Home Blog Page 1222

ઈન્ડિયન ઍરફૉર્સના અપાર શૌર્યનો જશન…

ભારતીય વાયુ સેનાનાં સાહસ તથા વ્યૂહરચનાની કથા કહેતી ‘તેજસ’, ‘ફાઈટર’, ‘ઑપરેશન વેલેન્ટાઈન’ જેવી ફિલ્મો સારી હોવા છતાં ટિકિટબારી પર ચાલી નહોતી. આ જ શ્રેણીમાં હવે ‘સ્કાય ફોર્સ’ આવી છે, જે ૧૯૬૫માં આપણે કરેલી ઍરસ્ટ્રાઈક પછીની કથા કહે છે. અર્થાત્ એ સત્ય ઘટના-પાત્રો આધારિત છે.

ફિલ્મનો ઉપાડ થાય છે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધથી. પાકિસ્તાનનો એક એરફોર્સ અફ્સર અહમદ ખાન (શરદ કેળકર) પકડાયો છે. ભારતીય વાયુસેનાનો અફ્સર, વિંગ કમાન્ડર ઓમ આહુજા (અક્ષયકુમાર) કાળકોટડીમાં એની પૂછપરછ શરૂ કરે છે. ભાગલા બાદ બે અલગ દેશમાં વહેંચાઈ ગયેલા એ બે એરફોર્સ પાઈલટની વાતચીત ફિલ્મનું હાર્દ બને છે. એમના સંવાદમાંથી ખૂલે છે ૧૯૬૫ના યુદ્ધનું એક વીસરાઈ ગયેલું પૃષ્ઠ.

પાકિસ્તાને કરેલા અચાનક કરેલા હુમલાનો વળતો જવાબ આપવા ૭ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ ભારતીય વાયુસેનાની ટાઈગર સ્ક્વોડ્રને પાકિસ્તાનના ઍરબેઝ સરગોધા પર હુમલો બોલાવી એનાં ૧૧ મેડ-ઈન-અમેરિકા ફાઈટર જૅટ્સના ભુક્કા બોલાવી દે છે. એ યુદ્ધ બાદ ઈન્ડિયન એરફોર્સનો એક જુનિયર ઓફિસર ટી.કે. વિજય ‘ટૅબી’ (વીર પહાડિયા) ગાયબ થઈ જાય છે. જે દિવસે એરસ્ટ્રાઈક કરવામાં આવી એ દિવસે દીકરીને જન્મ આપનારી ટી.કે. વિજયની પત્ની ગીતા (સારા અલી ખાન) જાણવા માગે  કે મારો પતિ ગયો તો ગયો ક્યાં? એને શોધી લાવો. ગ્રુપ લીડર આહુજા પોતાના નાનકા ભાઈ જેવા ટૅબીને શોધવાનાં ચક્રો ગતિમાન કરે છે…

ઈન્ટરવલ પછીની કહાણી આ શોધખોળની છે. ટાઈગર સ્ક્વોડ્રનનો (હવે રિટાયર્ડ) લીડર આહુજાના દેશ-વિદેશમાં ઈન્વેસ્ટિગેશન બાદ ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન એરફોર્સ ઑફિસર ટી.કે. વિજય સાથે ખરેખર શું બનેલું એ સત્ય બહાર આવે છે. આમ ૧૯૭૧માં શરૂ થયેલી વાર્તા, ૧૯૬૫માં જઈને અંતે ૧૯૮૫માં પૂરી થાય છે… દર્શકો ગળગળા થાય છે (એક્ચ્યુલી, હું પણ થયો) ને દેશના જાંબાઝ સિપાઈઓની બહાદુરી આગળ શિશ ઝુકાવતા થિએટરની બહાર નીકળે છે.

સંદીપ કેવલાની અને અભિષેક અનિલ કપૂરે મળીને સ્કાયફોર્સ ડિરેક્ટ કરી છે. યાદ હોય તો, અમિતાભ બચ્ચન-અજય દેવગનની ૨૦૨૨માં આવેલી ‘રનવે 34’ સંદીપે લખેલી, જ્યારે અભિષેક એક અરસાથી ડિરેક્ટર અમર કૌશિક (‘સ્ત્રી’, ‘ભેડિયા;, ‘સ્ત્રી ટુ’)ના સહાયક રહ્યા છે. હવે, અમરે સહનિર્માતા બનીને પોતાના સહાયકને સહદિગ્દર્શકની ભૂમિકા સોંપી, પણ ફિલ્મનાં લેખન-દિગ્દર્શન પર એમની છાપ દેખાયા વિના રહેતી નથી. લેખન સંભાળ્યું છેઃ કાર્લ ઑસ્ટિન-સંદીપ કેવલાની-આમિલ કિયાન ખાને. સીન-સંવાદમાં આમાં ઉમેરણ કર્યું છે અમર કૌશિકના વિશ્વાસુ, તેજસ્વી નિરેન ભટ્ટે.

પહેલાં સારા સમાચારઃ ઈન્ટરવલ પહેલાં કથાની માંડણી, પાત્રપરિચય, પશ્ચાદભૂ, વગેરે રસપ્રદ બન્યાં છે, જે ઈન્ટરવલ પછી પણ જળવાઈ રહે છે, આકાશમાં લડાતા યુદ્ધના સીન્સ પણ સરસ શૂટ થયા છે, જે માટે વીએફએક્સ હાથ ધરનાર ટીમને દાદ દેવી પડે. એન્ડ ટાઈટલ્સમાં રીઅલ-લાઈફ એરફોર્સ ઓફિસરોને યથોચીત શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ખાસ તો પાકિસ્તાનના અભેદ્ય ગણાતા એરબેઝ સરગોધા પરની એરસ્ટ્રાઈક વખતે અસામાન્ય કહેવાય એવી કુનેહ, બહાદુરી દાખવનાર સ્ક્વોડ્રન લીડર અજ્જમડા બોપય્યા દેવય્યાને (એટલે કે ટેબી)ને… અને એમને શોધવા આકાશપાતાળ એક કરનાર ગ્રુપ કેપ્ટન ઓમ પ્રકાશ તનેજાને, જેનું પાત્ર અક્ષયકુમારે ભજવ્યું છે.

વધુ એક રસપ્રદ વાતઃ આપણી યુદ્ધફિલ્મોમાં, ભાગ્યે જ છેડવામાં આવે છે એ ટોપિક ‘સ્કાય ફોર્સ’ના સર્જકોએ છેડ્યો છે. એ છેઃ સંઘર્ષ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શાંતિની પીપૂડી. દુશ્મન જ્યારે આપણી સરહદ સુધી પહોંચવામાં છે, ગમેત્યારે હુમલો કરી શકે છે એવી ગુપ્તચરો પાસેથી બાતમી મળવા છતાં વળતો જવાબ આપવાને બદલે (ભૂતકાળમાં) “ભારત અમન ચાહતા હૈ”નું ગાણું ગાઈને વૉરને બદલે ડિપ્લોમસી પર વધારે આધાર શું કામ? અલબત્ત, આની ચર્ચા અવારનવાર થઈ છે, પણ કોઈએ શબ્દો ચોર્યા વિના કહ્યું નહીં કે વિગ્રહની પરિસ્થિતિમાં આવો (શાંતિનો) માર્ગ શું લેવાનો શુંઅર્થ? બ્યુરૉકસી, લાલ ફીતાશાહી, દિલ્હીથી આદેશ મળે તો કંઈ કરીએ જેવી ભારતીય સેનાની લાચારીને ‘સ્કાય ફોર્સ’માં બતાવવામાં આવી છે, પણ ઉપરછલ્લી.

જે ન ગમ્યું એ છેઃ એમેચ્યોર કહેવાય એવા સંવાદ. કમસે કમ, “તેરા બાપ… હિંદુસ્તાન” જેવા સંવાદની અપેક્ષા નહોતી. આટલું સરસ કથાકથન હોય ને એમાં આવા સંવાદ? અને, ઈન્ટરવલ પહેલાં વાર્તા સાથે જરાય બંધ ન બેસે એવાં અચાનક આવી ગયેલા ધમાકેદાર ડાન્સ-સોંગ? એ શું છે? શું કામ છે?

-યસ, ફિલ્મનો એક્ટિંગ ડિપાર્ટમેન્ટ સોલિડ છે. ખાસ કરીને અક્ષય-વીરનાં પાત્રો વચ્ચેનો સુમેળ સ-રસ છે. શરદ કેળકરના ઓછા સીનમાં પ્રભાવ પાથરે છે. સારા અલી ખાનના ભાગે ઝાઝું કંઈ આવ્યું નથી, નિમ્રત કૌર બની છે વિંગ કમાન્ડર આહુજાની ધર્મપત્ની. ‘સ્કાય ફોર્સ’માં ઈરશાદ કામિલ, મનોજ મનોજ મુંતશીર અને શ્લોક લાલ લિખિત ત્રણ ગીત છે. આમાં બેસ્ટ છેઃ મનોજભૈય્યાનું “માઈ” સોંગ. તનિષ્ક બાગચીના સ્વરાંકનને સ્વર મળ્યો છે બી. પ્રાકનો. મનોજના “તેરી મિટ્ટી સોંગ”ની જેવું આ ગીત ફિલ્મના ઈમોશનલ, ઈન્ટેન્સ સીન્સ સાથે વાગે છે ને રૂવાંડાં ખડાં થઈ જાય છે.

ભારતીય વાયુ સેનાના કેટલાક વીસરાઈ ગયેલા નાયકો, એમનાં અપાર શૌર્ય વિશેની ફિલ્મ સર્જકોએ ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી બનાવી છે. ફાઈટર જૅટ્સ, મિઝાઈલ્સની વધારે પડતી, અઘરી ટેક્નિકલ ડિટેલ, અને ઉપદેશાત્મક સંવાદો બાદ કરીએ તો બે કલાક ને પાંચ મિનિટની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ જોવા જેવી અને આપણા ગુમનામ વૉર હીરો વિશે જાણવા જેવી ફિલ્મ છે.

દિલ્હીમાં આપ ધારાસભ્યના દીકરાનો પોલીસ સાથે વિવાદ

દિલ્હી: રાજધાનીમાં આપ ધારાસભ્યના દીકરા અને પોલીસ વચ્ચે તુ-તુ મેં-મેં થયાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ ચેકિંગ દરમિયાન દલીલ થવા પર આપના ધારાસભ્ય અમાનતુલ્લાના દીકરા મોહમ્મદ અનસની બાઇક જપ્ત કરી લેવામાં આવી અને 20 હજારનો દંડ ફટકાર્યો. પોલીસ ટીમ ઓખલા વિસ્તારમાં ગુરુવારે રાતે રિપબ્લિક ડેના લીધે ચેકિંગ કરી રહી હતી.

આ દરમિયાન બે યુવક મોડિફાઇડ સાઇલન્સરવાળી બાઇક લઇને નીકળ્યા. પોલીસે તેમને રોક્યા અને સાઇલન્સરને મોટર વ્હીકલ એક્ટનો હવાલો આપીને ગેરકાયદે જણાવ્યું. એ પછી યુવકે કહ્યું કે તેના પિતા ધારાસભ્ય છે. પોલીસ અને યુવકની વચ્ચે દલીલ થઈ. પોલીસ ઓફિસરે પણ યુવકના પિતા સાથે મોબાઇલ પર વાત કરી અને કહ્યું કે હું બાઇકનું ચાલાન આપી રહ્યો છું અને તે કહે છે કે પપ્પા ધારાસભ્ય છે.પોલીસે મોટર વ્હીકલ એક્ટની અનેક કલમો હેઠળ ચલણ જાહેર કર્યું હતું અને બાઇક જપ્ત કરી હતી. છોકરાએ તેનું લાઇસન્સ બતાવ્યું નહોતું અને તેનું નામ જાહેર કર્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો હતો.

સહેવાગે પત્નીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી, છૂટાછેડાની અફવા તેજ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ લગ્નના 20 વર્ષ પછી પત્ની આરતી અહલાવતથી છૂટાછેડા લે એવી શક્યતા છે. તેઓ બંને જણ છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ-અલગ રહી રહ્યાં છે. હવે બંનેએ એકમેકને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. જેથી તેમની છૂટાછેડાની અફવાને બળ મળ્યું છે. તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલ છે.

વીરેન્દ્ર સહેવાગે પરિવારનો છેલ્લો ફોટો દિવાળી 2024એ પોસ્ટ કર્યો હતો. એ ફોટોમાં સહેવાગ સિવાય તેમનો દીકરો અને મા દેખાય છે, પરંતુ પત્ની આરતી અહલાવત નહોતી દેખાતી. લાંબા સમયથી અટકળો ચાલી રહી છે કે આ કપલની ભાગીદારી હવે તૂટવાના આરે છે.

સહેવાગે પણ આ મામલે મૌન ધારણ કર્યું છે. એવામાં આરતી અને સહેવાગના અલગ થવાની અફવાઓને વધુ બળ મળ્યું છે. બે અઠવાડિયા પહેલાં સહેવાગ પલક્કડમાં વિશ્વ નાગયક્ષી મંદિર ગયો હતો. એની તસવીરો તેને સોશિયલ મિડિયા પર શેર કરી હતી, તેમાં પણ આરતી ક્યાંય નહોતી. આનાથી પણ તેમના સંબંધોમાં આવેલી તિરાડો વિશે સંકેત મળે છે.

નવી દિલ્હીની રહેવાસી આરતી અહલાવતે વધુપડતો સમય પોતાની ઓળખને એક સામાન્ય વ્યક્તિના રૂપે જ રાખી છે. 16 ડિસેમ્બર 1980એ જન્મેલી આરતીને લેડી ઇરવિન સેકેન્ડરી સ્કૂલ અને ભારતીય વિદ્યા ભવનથી ભણતર મેળવ્યું અને પછી દિલ્હી વિશ્વવિદ્યાલયના મૈત્રેયી કોલેજથી કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કર્યું છો. વર્ષ 2000 આસપાસ સહેવાગ અને તેમની વચ્ચે પ્રેમ ચાલ્યો અને એ પછી બંનેએ 2004માં લગ્ન કર્યાં હતાં.

 

 

 

 

 

 

 

 

અમૂલે દૂધના ભાવમાં 1 રૂપિયાનો કર્યો ઘટાડો!

અમૂલ ડેરીએ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ આ ત્રણ દૂધની પ્રોડક્ટના 1 લીટરના પાઉચ પર 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ ડેરી દ્વારા છેલ્લા ઘણાં સમયથી દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં સતત વધારો કરી રહી છે. ત્યારે હવે પહેલીવાર અમૂલ ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા હતો. ત્યાકે  અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા છે. જ્યારે અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા અને અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા થયો. એ જ રીતે અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા તો અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા થયો છે.

અમૂલ ડેરીએ તેની દૂધ પ્રોડક્ટના ભાવમાં પહેલીવાર ઘટાડો જાહેર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધારાથી ગ્રાહકોને ભારે પડતી અમૂલની દૂધ પ્રોડક્ટ્સ હવે થોડી સસ્તી થશે. નોંધનીય છે કે, ડેરીએ ત્રણ મુખ્ય દૂધ પ્રોડક્ટ્સ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલ  પર 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે.  અમૂલ ડેરીના આ નિર્ણયથી ગ્રાહકોને થોડી રાહત મળશે, જો કે આ ઘટાડો અત્યાર સુધીના સતત ભાવવધારા સામે ઓછો છે.

પંચાંગ 24/01/2024

૨૪ જાન્યુઆરી ૨૦૨૫

t

પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી, હાલમાં CM કાર્યાલયમાં કાર્યરત

ગાંધીનગર: ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પકંજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા બાદ પકંજ જોશી ચાર્જ લેશે. રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત પંકજ જોશી નવા ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે. અગાઉ તેઓ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે.કોણ છે પંકજ જોષી ?

પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. IAS અધિકારી પંકજ જોષી કે જેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે અને હવે ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.  પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે. પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં M.Phil સાથે તેઓ ઉત્તીર્ણ થયાં છે. બાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ IAS અધિકારી તરીકે તેઓ કાર્યરત છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

Chitralekha Gujarati – 03 February, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

Chitralekha Gujarati – 27 January, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.