Home Blog Page 1219

સુખાસન મુદ્રા: પલાંઠી વાળીને જમવાના ફાયદા સમજવા જેવા છે

ભારતીય પરંપરા આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહી છે. એ આપણી ધાર્મિક પરંપરા હોય કે પછી આપણી આહારપદ્ધતિ. પ્રયાગરાજમાં મહા કુંભમેળાની શરૂઆત થઈ ગઈ છે, જે આધ્યાત્મિક રીતે હિંદુઓ માટેનો ઉત્સવ છે. જો કે હિંદુઓ ઉપરાંત અનેક દેશમાંથી ઘણા બિન-હિંદુ મહેમાનો પણ કુંભમાં ભાગ લેવા આવ્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં ભારતીય પરંપરાથી અનેક વિદેશી-વિધર્મીઓ પણ આકર્ષાઈ રહ્યા છે.

આહાર એટલે કે આપણી ખાણી-પીણીની વાત કરીએ તો, ભારતીય ભોજનપદ્ધતિ પણ અન્યથી અલગ જ તરી આવે એવી છે, જેમાં પ્રથાની સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે, પરંતુ અત્યારે આપણે એને ભૂલી રહ્યાં છીએ.

એક સમયે, જ્યારે ડાઈનિંગ ટેબલ નહોતાં ત્યારે ઘરના તમામ સભ્યો નીચે જમીન પર પલાંઠી વાળીને બેસીને જમતા. મહેમાન આવે ત્યારે પણ એમને આસન પર બેસાડી, પાટલા પર થાળી મૂકીને જમાડવામાં આવતા. અત્યારે કોઈ પ્રસંગોપાત લંચ કે ડિનર હોય તો એમાં બુફે જ રાખવામાં આવે છે. અલબત્ત, હજી અમુક ઘરોમાં ડાઈનિંગ ટેબલ હોવા છતાં નીચે બેસીને જમવાની આદત છે. આ આદત અથવા તો આપણી ભારતીય ભોજનપદ્ધતિ કેટલી ફાયદેમંદ છે એનો આપણને ભાગ્યે જ ખયાલ હશે.

ભારતીય ભોજનપદ્ધતિ એટલે કે નીચે બેસી, પલાંઠી મારીને જમવું. પલાંઠી વાળીને બેસવાને યોગની ભાષામાં સુખાસન મુદ્રા  કહેવામાં આવે છે. ઘણાં સંશોધનમાં બહાર આવ્યું છે કે સુખાસન મુદ્રામાં બેસીને જમવાથી પાચનશક્તિ સુધરે છે. પગ વાળીને બેસવાથી તમારા પેટનો ભાગ સીધો રહે છે. એ પછી જેટલી વાર માણસ કોળિયો લેવા નીચે નમે ત્યારે પાચનને લગતા સ્નાયુઓ કાર્યરત થાય છે અને એનાથી ખોરાક પચાવવામાં મદદ મળે છે.

નીચે બેસીને ભોજન ગ્રહણ કરવા સમયે માણસનું મન કુદરતી રીતે શાંત બને છે અને એનું ધ્યાન આહાર પર કેન્દ્રિત થાય છે. મન શાંત હોય તો ભોજનની વિવિધ સામગ્રી સ્વીકારવા માટે તમારું શરીર તૈયાર થાય છે. એનાથી પાચનમાં પણ મદદ મળે છે. વળી, ચમચી-કાંટાને બદલે હાથથી જમીએ તો ખાદ્ય પદાર્થોની સુગંધ અને એનો સ્પર્શ પણ આવકાર્ય બને છે.

ઘરના સભ્યો જેટલી ચૅર અગર ડાઈનિંગ ટેબલ સાથે ન હોય તો એવા સમયે વારાફરતી જમવા બેસવું પડે છે. સુખાસનમાં પરિવારના દરેક મેમ્બર એકસાથે નીચે બેસી જમી શકે છે. એનાથી ઘરના સભ્યો વચ્ચે આત્મીયતા વિકસે છે.

ફિઝિકલ સ્ટ્રક્ચર સુધારવા માટે પણ સુખાસન ઉપકારક છે, કારણ કે શરીરનો સારો બાંધો એ ફક્ત સારા દેખાવ માટે નહીં, પરંતુ ભવિષ્યમાં થતા સ્નાયુઓના દુખાવાને રોકવા માટે પણ જરૂરી છે. જ્યારે તમે નીચે, જમીન પર બેસો છો ત્યારે તમારું શરીર જાતે જ એને અનુરૂપ સ્થિતિમાં આવી જાય છે. કમર સીધી થઈ જાય છે અને ખભાનો ભાગ થોડો પાછળના ભાગ તરફ જાય છે અને વ્યવસ્થિત બને છે.

લાંબું જીવન જીવવા માટે પણ નીચે બેસવું લાભદાયી છે… આ શબ્દો કદાચ વધુપડતા લાગતા હશે, પરંતુ યુરોપિયન જરનલ ઑફ કાર્ડિયોલૉજીના એક અભ્યાસ મુજબ પદ્માસન અથવા સુખાસનમાં બેઠા બાદ કોઈ પણ ટેકા વગર અગર ઊભા થઈ શકાય તો તમારું શરીર ફ્લેક્સિબલ છે એવું ગણી શકાય. આ અભ્યાસના તારણ મુજબ આવી ફ્લેક્સિબિલિટીવાળી વ્યક્તિ બીજા લોકો કરતાં લાંબું આયુષ્ય ભોગવી શકે છે.

યોગા ફૉર હીલિંગ  નામની બુકના લેખક પી.એસ. વેન્કટેશ્ર્વરના જણાવ્યા મુજબ, સુખાસન અથવા તો પદ્માસન આખા શરીર માટે ફાયદાકારક છે. નીચે બેસીને ઊભા થવાની પ્રક્રિયા દ્વારા તમારા સાંધાને અને સ્નાયુને કસરત મળે છે, જેની મદદથી ભવિષ્યમાં ડિજનરેટિવ ડિસીઝ (જેવા કે આર્થરાઈટિસ અને ઑસ્ટિયોપોરોસિસ) થવાની શક્યતા ઘટે છે.

તમે કદાચ એક વાત ધ્યાનમાં લીધી હશે કે જ્યારે ભોજન ગ્રહણ કરવામાં આવે ત્યારે તમે થોડા હૂંફાળા બનો છો અથવા તો શરીર ગરમ થાય છે. એનું કારણ એ છે કે આહાર લઈએ ત્યારે પેટને ડાઈજેશન માટે શક્તિ એટલે કે ઊર્જાની જરૂર પડે છે. પાચન માટે એક મહત્ત્વનું પાસું રક્ત પરિભ્રમણ છે. જ્યારે તમે જમો છો ત્યારે હૃદયને પણ ભાર આવે છે, કારણ કે પાચન માટે રક્ત પરિભ્રમણ વધારવું પડે છે. આ પરિભ્રમણ તમે ખુરસી પર બેઠા છો તો પગ સુધી પહોંચતાં વધુ સ્ટ્રેસ લાગે છે. જ્યારે પગ (પલાંઠી) વાળીને બેસવામાં આવે તો રક્ત પરિભ્રમણ પણ સહેલાઈથી થઈ શકે છે. આમ હૃદયનો ભાર હળવો કરવા માટે પણ નીચે બેસીને જમવું હિતાવહ છે.

ઔર એક મહત્ત્વની વાત: સુખાસન તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

 

‘સાથિયા’ થી સોનૂને મોટા એવોર્ડ મળવાની શરૂઆત થઈ

સોનૂ નિગમની કારકિર્દી માટે ફિલ્મ ‘સાથિયા’ (2002) બહુ મહત્વની બની રહી હતી. આ ફિલ્મમાં સોનૂએ એક જ ગીત ગાયું હતું પણ એ પહેલો મોટો એવોર્ડ અપાવી ગયું હતું. પોતાની નિર્દેશક તરીકેની તમિલ ફિલ્મ ‘અલાઈપાયુથે’ (2000) ને મણિરત્નમે યશ ચોપડા અને બોબી બેદી સાથે મળીને હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું ત્યારે નિર્દેશન જાતે કરવાને બદલે નવા શાદ અલીને પસંદ કર્યા હતા. ફિલ્મના સંગીતકાર તરીકે એ.આર. રહેમાનને જ લીધા હતા અને રહેમાને ‘અલાઈપાયુથે’ ના નવમાંથી સાત ગીત એના એ જ રાખ્યા હતા.

ફિલ્મના બધા જ ગીતો ગુલઝારે લખ્યા હતા. જેમાં ટાઇટલ ગીત ‘સાથિયા’ સૌથી વધુ લોકપ્રિય રહ્યું હતું. આ ગીત માટે ગીતકાર ગુલઝારે સોનૂને પોતાના ઘરે બોલાવ્યો હતો અને એના વિષે વાત કરતાં પહેલા એક પુસ્તક ભેટમાં આપ્યું હતું. પછી કહ્યું હતું કે મૂળ તમિલ ગીત ‘સાખિયા’ ને હિન્દીમાં લખવામાં આવ્યું છે અને એ તારે ગાવાનું છે. એ બહુ મુશ્કેલ ગીત છે. ગુલઝારે સોનૂને પહેલાં એ પૂછ્યું હતું કે તું કેવી રીતે એને ગાવાનો છે. પછી તેમણે કયા શબ્દ ક્યાં મૂકવાના છે એની ચર્ચા કરી હતી. સોનૂએ ગીતની ધૂન સાંભળી પછી એમના શબ્દોને ગાઈને કેટલાક શબ્દોને નાના-મોટા કરવા ચર્ચા કરી હતી.

ગીતના રેકોર્ડિંગ વખતે ગુલઝાર હાજર રહી શકે એમ ન હતા. ગીત ધૂન પર બરાબર બંધબેસતું છે અને રેકોર્ડિંગ વખતે એમાં કોઈ ફેરફારની જરૂર ના પડે એ માટે તૈયારી કરવા ગુલઝારે સોનૂને ઘરે બોલાવ્યો હતો. સોનૂએ ‘અલાઈપાયુથે’ માટે હરિહરને ગાયેલું તમિલ ‘સાખિયા’ સાંભળ્યું હતું પણ હિન્દી ‘સાથિયા’ પોતાની રીતે ગાયું હતું. સોનૂએ આખી ફિલ્મમાં માત્ર આ એક જ ગીત ગાયું હતું પણ એના કારણે જ 12 વર્ષ પછી કોઈ મોટો એવોર્ડ મળ્યો હતો.

વર્ષોથી સોનૂએ એવોર્ડ મળવાની આશા જ છોડી દીધી હતી. ફિલ્મોમાં પ્રથમ ગીતનો એવોર્ડ તો મળ્યો જ ન હતો પણ સંદેશે આતે હૈ, યે દિલ, સતરંગી રે, મેરા રંગ દે બસંતી ચોલા વગેરે અનેક લોકપ્રિય ગીતો માટે એવોર્ડ મળ્યા ન હોવાથી હવે એવોર્ડ મળવાનો નથી એવું માની લીધું હતું. તેથી બહુ અફસોસ થતો ન હતો. તે માનતો હતો કે એવોર્ડ એક ભેટ છે. ના મળે તો ગુસ્સે થવાની જરૂર નથી. મુંબઇ આવ્યા પછી સોનૂના અનેક ગીતોનું મોટા એવોર્ડ માટે નામાંકન જરૂર થતું રહેતું હતું પણ ‘સાથિયા’ માટે સૌથી પહેલો ‘ફિલ્મફેર’ અને ‘આઈફા’ નો શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ મળ્યો હતો.

 

TRAIના આદેશ પછી, ટેલિકોમ કંપનીઓએ આ સસ્તા પ્લાન કર્યા લોન્ચ!

નવી દિલ્હી: ગયા મહિને, TRAI એ ટેલિકોમ ઓપરેટરોને ફક્ત કોલિંગ અને SMS પર કેન્દ્રિત રિચાર્જ પ્લાન શરૂ કરવા કહ્યું હતું. ઓથોરિટીના આદેશ પછી, ટેલિકોમ કંપનીઓએ આખરે ફક્ત કોલિંગ અને એસ.એમ.એસ. સાથેના પ્લાન લોન્ચ કર્યા છે. આ યોજનાઓમાં તમને ડેટા લાભ મળશે નહીં.જો તમને ફક્ત કોલિંગ અને SMS માટે રિચાર્જની જરૂર હોય, તો કંપનીઓએ તમને સસ્તા વિકલ્પો આપ્યા છે. Jio, Airtel અને Vi ત્રણેયે તમારા માટે સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. ચાલો જાણીએ આ ટેલિકોમ કંપનીઓના સસ્તા પ્લાનની વિગતો.Jio એ બે રિચાર્જ પ્લાન ઉમેર્યા છે. આમાંથી એક 84 દિવસની માન્યતા સાથે આવે છે, જ્યારે બીજાની માન્યતા એક વર્ષ એટલે કે 365 દિવસની હશે. કંપનીનો પહેલો પ્લાન 458 રૂપિયામાં આવે છે. આમાં તમને ૮૪ દિવસની સેવા મળશે, જેમાં તમને અનલિમિટેડ કોલ્સ અને SMS મળશે. બીજો પ્લાન 1958 રૂપિયાનો છે. આમાં તમને એક વર્ષ એટલે કે 365 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 3600 SMS મળશે. બંને પ્લાનમાં તમને ડેટા મળશે નહીં. ધ્યાનમાં રાખો કે કંપનીએ સસ્તા મૂલ્યના પ્લાન દૂર કર્યા છે.

એરટેલે ચાર નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાંથી બે ફક્ત કોલિંગ અને SMS માટે છે. જ્યારે અન્ય બે ડેટા સાથે આવે છે. 499 રૂપિયાના પ્લાનમાં, કંપની 84 દિવસની માન્યતા સાથે અનલિમિટેડ કોલિંગ અને 900 SMS આપી રહી છે. 548 રૂપિયામાં, તમને 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, 900 SMS અને 7 GB ડેટા મળશે.1959 રૂપિયાના પ્લાનમાં, યુઝર્સને 365 દિવસની વેલિડિટી માટે અનલિમિટેડ કોલિંગ અને 3600 SMS મળે છે. 2249 રૂપિયાના પ્લાનમાં, કંપની 30 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 3600 એસ.એમ.એસ. આપે છે. આ પ્લાન 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી સાથે આવે છે.VA ફક્ત એક જ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ 1460 રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જે 270 દિવસની વેલિડિટી સાથે આવે છે. એટલે કે તમને આમાં લગભગ 9 મહિનાની વેલિડિટી મળશે. આ સમયગાળા દરમિયાન તમે અનલિમિટેડ કોલ અને 100 SMS કરી શકશો.

ઘૂસણખોરી રોકવા મેક્સિકન સરહદ પર 1500 સૈનિકો, ટેન્ક અને હેલિકોપ્ટર તૈનાત

અમેરિકા: ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે મેક્સિકો સાથેની તેની દક્ષિણ સરહદ પર 1500 સૈનિકો તૈનાત કર્યા છે. આમાં 500 મરીન કોર્પ્સ સાથે 1000 સૈનિકોનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે ટ્વિટર પર આનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં અમેરિકન ટેન્ક, હેલિકોપ્ટર અને સેનાના જવાનો સરહદ પર પહોંચતા જોઈ શકાય છે. આ સાથે, x પોસ્ટમાં લખ્યું છે કે, “યુએસ મરીન કોર્પ્સ સી.બી.પી. (કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન)ને સરહદ પર અમેરિકાનું રક્ષણ કરવાના તેમના મિશનમાં મદદ કરી રહી છે.” અને “જે વચન આપ્યું, તે વચન પાળ્યું.”

યુએસ સંરક્ષણ મંત્રાલયે 22 જાન્યુઆરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાના 36 કલાકની અંદર, 500 મરીન કોર્પ્સ અને 1000 સૈનિકોને દક્ષિણ સરહદ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ પછીના પોતાના પહેલા સંબોધનમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેક્સિકો સાથેની સરહદ પર કટોકટીની જાહેરાત કરી. તેમણે તાત્કાલિક સરહદ પર સેના મોકલવાનો આદેશ જારી કર્યો હતો.

1,000 સૈનિકો અને 500 મરીન સરહદ પર પહોંચ્યા

સંરક્ષણ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૈનિકોમાં 1,000 સૈનિકો અને 500 મરીનનો સમાવેશ થાય છે જેઓ બે અઠવાડિયા પહેલા લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી જંગલની આગ સામે લડવામાં શક્ય સહાય માટે દક્ષિણ કેલિફોર્નિયામાં સ્ટેન્ડબાય પર હતા. મેક્સિકોની સરહદ પર 2500 અમેરિકન સૈનિકો પહેલાથી જ તૈનાત છે. હવે, 1500 સૈનિકોના ઉમેરા પછી, 60 ટકાનો વધારો થયો છે.5,000થી વધુ લોકોને દેશ નિકાલ કરવાની તૈયારીઓ

યુ.એસ. ડિફેન્સ ડિપાર્ટમેન્ટે તેના નિવેદનમાં કહ્યું હતું કે સક્રિય ગ્રાઉન્ડ ફોર્સ ઉપરાંત, ડિફેન્સ ડિપાર્ટમેન્ટ યુએસ શહેરો સાન ડિએગો અને એલના સરહદી વિસ્તારોમાં કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (ફોર્સ) દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા 5000થી વધુ લોકોને દેશ નિકાલ કરવા માટે કામ કરી રહ્યું છે. પાસો, ટેક્સાસ તે આ માટે એરલિફ્ટ સુવિધા પણ પૂરી પાડશે. અહેવાલો અનુસાર, 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારોને પણ દેશનિકાલ કરવામાં આવ્યા છે.

સી-130 હર્ક્યુલસ અને સી-17 ગ્લોબમાસ્ટર પણ સરહદ પર તૈનાત

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બે C-130 હર્ક્યુલસ અને બે C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ, UH-72 લાકોટા લશ્કરી હેલિકોપ્ટર હાલમાં મેક્સિકન સરહદ પર મોકલવામાં આવ્યા છે. વધુમાં, સરહદ પર ગુપ્તચર સુવિધાઓ વધારી દેવામાં આવી છે જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખી શકાય અને તેમને દેશનિકાલ કરી શકાય.

તહવ્વુર રાણાને ભારત લાવવાની તૈયારી, US સુપ્રીમ કોર્ટેની પ્રત્યાર્પણને મંજૂરી

અમેરિકા: સ્થાનિક સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આ કેસમાં તેમની સજા સામેની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છ2008ના મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં વોન્ટેડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માગ ભારત કરી રહ્યું હતું. અગાઉ, આ મુદ્દે સાન ફ્રાન્સિસ્કોમાં યુ.એસ. કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ નોર્ધન સર્કિટ સહિત અનેક ફેડરલ કોર્ટમાં ભારત કાનૂની લડાઈ હારી ગયું હતું.

ગત ૧૩ નવેમ્બરના રોજ, તહવ્વુર રાણાએ કેસની સમીક્ષા માટે યુ.એસ. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. તહવ્વુર રાણા હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે.

કોણ છે તેહવુર રાણા?

મુંબઈ પોલીસે 26/11ના આતંકવાદી હુમલાના સંદર્ભમાં તહવ્વુર રાણાનું નામ તેની ચાર્જશીટમાં સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય તરીકે કામ કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં, રાણા પર 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મુંબઈમાં જ્યાં હુમલા થવાના હતા તે સ્થળોની રેકી તહવ્વુર રાણાએ કરી હતી અને એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીને તેને પાકિસ્તાની આતંકવાદીઓને સોંપી દીધી હતી.તહવ્વુર રાણા ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર છે.

તહવ્વુર રાણા ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાનીનો બાળપણનો મિત્ર છે. હેડલી અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન હતી અને પિતા પાકિસ્તાની હતા. ઓક્ટોબર 2009 માં, અમેરિકન અધિકારીઓએ તેની શિકાગોથી ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરી, 2013ના રોજ, હેડલીને મુંબઈ હુમલામાં સંડોવણી બદલ દોષિત ઠેરવવામાં આવ્યો અને યુ.એસ. કોર્ટે તેને 35 વર્ષની જેલની સજા ફટકારી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કેડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જ્યાં હેડલીએ પણ અમેરિકા જતા પહેલા પાંચ વર્ષ અભ્યાસ કર્યો હતો.

પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે કામ કર્યા પછી, તહવ્વુર રાણા કેનેડા શિફ્ટ થયા અને થોડાં વર્ષો પછી તેમને કેનેડિયન નાગરિકતા પણ મળી. તેમણે શિકાગોમાં ‘ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસીસ’ નામની કન્સલ્ટન્સી ફર્મ શરૂ કરી. રાણાની કંપનીની મુંબઈમાં પણ એક શાખા હતી, જેણે કોલમેન હેડલીને મુંબઈમાં એવા સ્થળોની રેકી કરવામાં મદદ કરી હતી જ્યાં 26 નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.

નળ સરોવર પક્ષી અભ્યારણમાં જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી

અમદાવાદ: નળ સરોવર પક્ષી અભ્યારણમાં તા ૨૫ અને ૨૬ જાન્યુઆરી’ ૨૦૨૫ના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાનાર છે.અંદાજે ૧૦૦ જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયં સેવકો ૪૬ ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરીમાં જોડાશે. ઈકોલોજિકલ ઝોન સહિત કુલ ૧૨૦.૮૨ સ્ક્વેર કિ.મી વિસ્તારમાં પક્ષી ગણતરી કરાશે.વન્ય પ્રાણી સંરક્ષણ ધારા- ૧૯૭૨ની કલમ-૨૮ તથા ૩૩થી મળેલ સત્તાથી આ બે દિવસ દરમિયાન નળ સરોવર પક્ષી અભ્યારણમાં પ્રવાસીઓ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય દ્વારા જહેરનામાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. જયપાલસિંહ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

લીલા વટાણાની ઈન્સ્ટન્ટ કટલેસ

શિયાળામાં લીલા વટાણા સારા મળે છે. તેમાંથી ચટપટી સ્વાદિષ્ટ કટલેસ ઓછા સમયમાં તૈયાર થઈ શકે છે!

સામગ્રીઃ

  • વટાણા 1 કપ
  • તીખા લીલાં મરચાં 3-4
  • લસણની કળી 6
  • આદુનો ટુકડો 1½ ઈંચ
  • આખા ધાણા 1 ટી.સ્પૂન
  • ઘઉંનો લોટ 1 કપ
  • ચોખાનો લોટ ½ કપ
  • કાંદો 1
  • ટામેટું 1
  • જીરુ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર ¼ ટી.સ્પૂન

રીતઃ વટાણા, આખા ધાણા, લીલાં મરચાં, લસણ, આદુના નાના ટુકડા કરીને મિક્સીમાં ઉમેરીને અધકચરા વાટી લો.

એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ લઈ તેમાં વાટેલું મિશ્રણ મેળવો. હવે તેમાં સફેદ તલ, જીરુ, લાલ મરચાં પાઉડર, સમારેલી કોથમીર, હળદર, કાળું મીઠું ¼ ટી.સ્પૂન તેમજ સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ ઉમેરી કાંદા તેમજ ટામેટાંને ઝીણાં સમારીને ઉમેરો.

આ મિશ્રણને લોટ જેવું બાંધો. જો બહુ જ સૂકું કે કડક હોય તો સહેજ પાણી ઉમેરી દો.

ગેસ ઉપર ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરવા મૂકો.

મિશ્રણમાંથી ગોળા લઈ તેને ચપટો આકાર આપીને તેલમાં હળવેથી મૂકીને બાકીના ગોળા પણ ગોઠવીને શેલો ફ્રાઈ કરી લો.

૨૫ જાન્યુઆરી ૨૦૨૫

પંચાંગ 25/01/2025

કોણ છે 90ના દાયકાની હિરોઈન મમતા કુલકુર્ણી જેણે મહાકુંભમાં લીધો સન્યાસ?

‘મહાકુંભ 2025’ થી બોલિવૂડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી મમતા કુલકર્ણી સન્યાસ લેવા જઈ રહી છે. તે કિન્નર અખાડામાં મહામંડલેશ્વરનું બિરુદ ધારણ કરશે. તેમણે મહાકુંભમાં સન્યાસની દીક્ષા લીધી છે. હવે તેણી મમતા નંદ ગિરિ તરીકે ઓળખાશે. મમતાનો રાજ્યાભિષેક આજે સાંજે કરવામાં આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મમતા છેલ્લા દોઢ વર્ષથી અખાડાના સંપર્કમાં હતી.

જાણીતી ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી કુંભનગરી આવી અને સંન્યાસ દીક્ષા લીધી. દીક્ષા પછી તેમનું નામ બદલીને શ્રીયમાઈ મમતાનંદ ગિરી રાખવામાં આવ્યું. તેમણે સંગમ નદીના કિનારે સંન્યાસી ધર્મમાં દીક્ષા લીધી. તેમનો રાજ્યાભિષેક કિન્નર અખાડા આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના નેતૃત્વમાં થયો. હર હર મહાદેવના નારા સાથે, તેમને અખાડામાં ધાર્મિક ધ્વજ નીચે અભિષેક કરવામાં આવ્યો.

કિન્નર અખાડામાં રાજ્યાભિષેક કાર્યક્રમ દરમિયાન, આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના નેતૃત્વમાં પૂજા પછી તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. આચાર્ય મહામંડલેશ્વરે તેનું નામ બદલીને શ્રીયમાઈ કુલકર્ણી રાખ્યું છે.

કોણ છે મમતા કુલકર્ણી?

મમતા કુલકર્ણીની ગણતરી 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તેમણે ફિલ્મ ‘તિરંગા’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમણે ‘આશિક આવારા’ અને ‘કરણ-અર્જુન’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. 19913માં ફિલ્મ ‘આશિક આવારા’ માટે તેમને ‘ફિલ્મફેર ન્યૂ ફેસ’ એવોર્ડ મળ્યો હતો. તેમની છેલ્લી ફિલ્મ ‘કભી તુમ કભી હમ’ 2002 માં રિલીઝ થઈ હતી. મમતા છેલ્લા બે દાયકાથી લાઈમલાઈટથી દૂર હતી.

ટોપલેસ શૂટ કરાવ્યા બાદ તે વિવાદમાં આવી ગઈ હતી

મમતા કુલકર્ણી 1993માં સ્ટારડસ્ટ મેગેઝિન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવતા વિવાદમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન, અભિનેત્રીને રાજકુમાર સંતોષીએ તેમની ફિલ્મ ‘ચાઇના ગેટ’માં કાસ્ટ કરી હતી, પરંતુ બંને વચ્ચેના વિવાદને કારણે અભિનેત્રીને ફિલ્મમાંથી દૂર કરવી પડી. જોકે, કેટલાક બાહ્ય દબાણને કારણે, તેણીએ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. ફિલ્મ ફ્લોપ ગઈ. આ પછી અભિનેત્રીએ રાજકુમાર સંતોષી પર પણ ઉત્પીડનનો આરોપ લગાવ્યો.

વિદેશથી ભારતમાં આગમન

2,000 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં કથિત રીતે સંડોવાયેલી આ અભિનેત્રી, કેસમાં ક્લીનચીટ મળ્યા પછી 25 વર્ષ પછી મુંબઈ, ભારત પરત ફરી હતી. ડિસેમ્બરમાં, તેણીએ તેના સોશિયલ મીડિયા પર એક વિડિઓ શેર કર્યો હતો, જેમાં તેણીએ તેના ચાહકોને જાણ કરી હતી અને જાહેર કર્યું હતું કે ‘આમચી મુંબઈ’ પરત ફર્યા પછી તે ખરેખર અભિભૂત અને ભાવુક અનુભવી રહી છે.

મમતાની લોકપ્રિય ફિલ્મો

મમતા કુલકર્ણીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. તેણીએ તિરંગા, વક્ત હમારા હૈ, આશિક આવારા, બેતાજ બાદશાહ, દિલબર, ક્રાંતિવીર, કરણ અર્જુન, આંદોલન, બાઝી, પોલીસવાલા ગુંડા, સબસે બડા ખિલાડી, કિસ્મત, નસીબ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.