અમદાવાદ: ગુજરાતમાં રોડ અકસ્માતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરમાં ઘોડાસર વિસ્તારમાં બ્રિજ પર રૂવાડા ઊભા કરે તેવો અકસ્માત સર્જાયો છે. આ બ્રિજ પર બંધ પડેલી એ.એમ.ટી.એસ. બસને પાછળથી ટ્રકે ટક્કર મારતાં બે ફોરમેનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા સાથે પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો. પોલીસે એક તરફનો બ્રિજ બંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે શહેરના ઘોડાસર બ્રિજ પર વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. ઘોડાસર બ્રિજ પર બંધ પડેલી AMTS બસને ટોઈંગ કરતા સમયે અકસ્માત સર્જાયો હતો. ટોઈંગ કરવા જતાં પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતાં બે ફોરમેન બસની વચ્ચે કચડાઈ ગયા હતા. બસની વચ્ચે આવી જતા બે ફોરમેનના મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જાતા એક તરફનો બ્રિજ બંધ કરી દીધો હતો. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે. પોલીસે મૃતકોની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી છે અને પરિવારજનો સંપર્ક કરી રહી છે.









રવિવારે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચ્યા બાદ આજે સવારે 10 વાગ્યા થી બંને ટીમે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. પહેલા ઇંગ્લેન્ડની ટીમે પ્રેક્ટિસ કરી હતી. બાદમાં ભારતીય ટીમે બેટિંગ પીચ ઉપર પ્રેક્ટિસ કરી હતી.
ભારતીય ટીમના સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇંગ્લેન્ડ સામે ટક્કર લેશે. આ ટીમના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રની ટીમના પૂર્વ કેપ્ટન સિતાંશુ કોટકની BCCI એ નિમણુક કરી છે. રાજકોટમાં રવિવારે ટીમનું આગમન થયું ત્યારે હોટલ ઉપર ગરબાથી ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહની આગેવાની હેઠળ ટીમ દ્વારા મેચ માટે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ રસિકો રાજકોટ આવી રહ્યા છે. તા. 28 મી એ સાંજે 7 વાગ્યે મેચનો આરંભ થશે.


મુંબઈએ ટેપ બોલ ઓવર (3જી અને 5મી)નો લાભ લીધો હતો. જેમાં રજત મુંધેએ તેની બે ઓવરમાં ફક્ત પાંચ રન આપ્યા હતા. વધતા દબાણ હેઠળ, કોલકાતાએ 7મી ઓવરમાં 50-50નો સ્કોર પસંદ કર્યો, પરંતુ આ નિર્ણય ઉલટો પડ્યો કારણ કે તેઓએ કેપ્ટન મોયદ્દીન અલીમુદ્દીન શેખ (15) સહિત બે વિકેટ ગુમાવી દીધી. સરફરાઝ ખાન (11) અને ભાવેશ પવાર (16) ની જોડીએ અંતમાં થોડી ફટકેબાજી કરતા કોલકાતાને 68 રન સુધી પહોંચાડી દીધી.
સ્કોરનો પીછો કરતા સમયે, માઝી મુંબઈએ ઓપનર મોહમ્મદ નદીમને વહેલા ગુમાવી દીધો હતો. પરંતુ રજત મુંધે અને કરણ મોરે (26 અણનમ) દ્વારા વિકેટ જાળવી રાખવામાં આવી. આ જોડીએ વિવેક મોહન દ્વારા ફેંકવામાં આવેલી ટેપ બોલ ઓવર (3જી) ને નેવિગેટ કરી, જેનાથી મુંબઈ ટ્રેક પર રહી શક્યું. વ્યૂહાત્મક સમયસમાપ્તિ સમયે, મુંબઈએ 31/1 પર 50-50 ના પડકાર માટે 8મી ઓવર પસંદ કરી.
ટાઇમ સમાપ્તિ પછી શિવમ કુમારની બોલ પર રજતે બાઉન્ડ્રી ફટકારી. પરંતુ બીજા બોલ પર તે આઉટ થયો. ત્યારબાદ કરણ અને અમિત નાઈક (અણનમ 21) એ જવાબદારી સંભાળી, કરણે 50-50 ઓવરમાં ઈમરોઝ ખાનની બોલ પર બે બાઉન્ડ્રી ફટકારી. ત્યાર બાદ અમિતે સતત બે મોટી હિટ ફટકારી અને ટીમે આઠ વિકેટથી વિજય મેળવ્યો.