Home Blog Page 1201

બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો, સિનિયર સિટિઝનોને રાહત

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આઠમું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. આ ઉપરાંત નાણાપ્રધાને ખેડૂતો, યુવા, સિનિયર સિટિઝનો માટે અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાતો કરી છે.

નાણાપ્રધાનના બજેટમાં 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે 12.75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. હવે તમે છેલ્લાં ચાર વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશો. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા રૂ. 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

બજેટમાં અત્યાર સુધી મોટી જાહેરાતો

  • નવી વ્યવસ્થામાં કરદાતાઓ માટે મોટો ફાયદો.
  • હવે 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી.
  • 0 થી 4 લાખ સુધી શૂન્ય ટેક્સ.
  • 8 થી 12 લાખ સુધી 10 ટકા ટેક્સ
  • 12થી 16 લાખ સુધી 15 ટકા ટેક્સ.
  • 16 થી 20 લાખ સુધી 20 ટકા ટેક્સ
  • 24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ
  • વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરવામાં આવી
  • TDS મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી.
  • તમે ચાર વર્ષ માટે અપડેટેડ ITR ફાઇલ કરી શકો છો
  • ભાડાની આવક પર TDS મુક્તિ વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી
  • મોબાઇલ ફોન અને ઇ-કાર સસ્તા થશે
  • EV અને મોબાઇલની લિથિયમ આયન બેટરી સસ્તી થશે.
  • LED-LCD ટીવી સસ્તાં થશે.
  • કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5% કરવામાં આવી.
  • આવતા અઠવાડિયે દેશમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.
  • 1 લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે.
  • શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે.
  • એક લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે, 2025માં 40 હજાર નવા મકાનો સોંપવામાં આવશે. દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેનો જળ જીવન મિશન કાર્યક્રમ 2028 સુધી લંબાવવામાં આવશે.
  • ઉડાન યોજના સાથે 100 નવા શહેરો જોડાશે. પહાડી વિસ્તારોમાં નવાં નાનાં એરપોર્ટ બનાવવામાં આવશે.
  • આગામી છ વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે. નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ, પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે.
  • MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે, 5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે. સ્ટાર્ટઅપ માટે લોન રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે.
  • મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રમકડાં ઉદ્યોગ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવશે.
  • 23 IIT માં 1.35 લાખ વિદ્યાર્થીઓ છે – IIT પટનાનો વિસ્તાર કરવામાં આવશે.
  • AI માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠતા માટે રૂ. 500 કરોડની જાહેરાત.
  • આગામી પાંચ વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં 75,000 સીટો વધારવાની જાહેરાત.
  • SC-STના MSME મહિલા ઉદ્યોગસાહસિકો માટે ખાસ લોન યોજના
  • સૌપ્રથમ વાર ઉદ્યોગસાહસિક બનનારી મહિલાઓને બે કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે.
  • વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરીને 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી.
  • દેશમાં 200 ડે-કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે. તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ સસ્તી થશે.
  • છ જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી 5 ટકા ઘટાડી.
  • 37 અન્ય દવાઓ અને 13 દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • સાત ટેરિફ રેટ દૂર કરવાનો નિર્ણય
  • માત્ર 8 ટેરિફ દરો જ રહેશે.
  • સમાજ કલ્યાણ સરચાર્જ દૂર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
  • તમામ સરકારી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી

નાણામંત્રીએ કહ્યું હતું કે 36 જીવનરક્ષક દવાઓ પરનો ડ્યૂટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે.

1600 કરોડની કંપનીના માલકીને જાવેદ અખ્તરના પગ સ્પર્શ કર્યા

બોલિવૂડના દિગ્ગજ લેખક જાવેદ અખ્તરની ફેન ફોલોઈંગ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. જાવેદ અખ્તરની કલમનો ક્રેઝ અને તેમાંથી નીકળતો જાદુ આખી દુનિયામાં દેખાય છે. પરંતુ તાજેતરમાં, 1600 કરોડ રૂપિયાની કંપનીના માલકિને જાવેદ અખ્તરને જોઈને તેમના પગ સ્પર્શ્યા હતાં. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મહિલા બીજું કોઈ નહીં પણ ઇન્ફોસિસના ચેરમેન સુધા મૂર્તિ છે.

સુધા મૂર્તિ હજારો કરોડ રૂપિયાના માલિક નારાયણ મૂર્તિના પત્ની છે અને પોતે 1600 કરોડ રૂપિયાની કંપનીના ચેરમેન છે. એટલું જ નહીં, સુધા મૂર્તિના જમાઈ પણ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન રહી ચૂક્યા છે. પરંતુ સુધા મૂર્તિએ જાવેદ અખ્તરને જોયા કે તરત જ તેમણે આદરથી તેમના પગ સ્પર્શ કર્યા. રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિની આ સરળ શૈલી જોઈને લોકો ખુશ થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by @redfmrajasthan

સુધા મૂર્તિની શૈલીથી ચાહકો ખુશ થયા
હકીકતમાં, તાજેતરમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં જયપુર સાહિત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવમાં જાવેદ અખ્તરને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. સુધા મૂર્તિ પણ અહીં પહોંચ્યા હતા. સુધા મૂર્તિ સ્ટેજ પર ચઢતાની સાથે જ તેમની નજર જાવેદ અખ્તર પર પડી.સુધા મૂર્તિએ જાવેદ અખ્તરને જોતા જ તેમના પગ સ્પર્શ કર્યા. સુધા મૂર્તિના આ આદરનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ચાહકોએ પણ ઘણી ટિપ્પણીઓ કરી છે અને સુધા મૂર્તિની સાદગીની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું,’અમને આપણી ભારતીય સંસ્કૃતિ પર ગર્વ છે.’ કોઈ વ્યક્તિ કોઈનો આદર કેમ કરે છે અથવા કોઈના પ્રત્યે આકર્ષાય છે તે સંપૂર્ણપણે તે વ્યક્તિના પોતાના આચરણ, વિચારો અને વર્તન પર આધાર રાખે છે. આદર અને આકર્ષણ એ વ્યક્તિગત લાગણીઓ અને મૂલ્યોનો વિષય છે, અને તેને કોઈની મહાનતા કે માન્યતા દ્વારા માપી શકાતું નથી. જ્યારે બીજા એક યુઝરે લખ્યું,’સુધા મૂર્તિજી એક સાચી સંસ્કારી ભારતીય મહિલા છે. આખો દેશ તેમને એક આદર્શ અને પ્રેમનું પ્રતિક માને છે. અને તે એક આદર્શ સ્ત્રી છે. હું તેમને મારા પ્રણામ અર્પણ કરું છું.’

જાવેદ અખ્તરે પોતાના પુસ્તકનું વિમોચન કર્યું
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરે તેમનું પુસ્તક ‘જ્ઞાન સીપિયાં: પર્લ્સ ઓફ વિઝડમ’ લોન્ચ કર્યું. તેમની સાથે સુધા અને સત્ર હોસ્ટ અભિનેતા અતુલ તિવારી પણ પેનલમાં હાજર હતા. જાવેદ અખ્તરે ભાષા, શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાના મહત્વ પર પોતાના વિચારો શેર કર્યા. આ વર્ષે આ પ્રતિષ્ઠિત ઉત્સવ 30 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને 3 ફેબ્રુઆરી સુધી જયપુરમાં ચાલુ રહેશે.

બજેટમાં રાહતઃ રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

નવી દિલ્હીઃ નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. નાણાપ્રધાને મધ્યમ વર્ગ પર લક્ષ્મીજીની કૃપા વરસાવી છે. તેમણે બજેટમાં જાહેરાત કરી છે કે હવે રૂ. 12 લાખ સીધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે તેમણે ટેક્સ સ્લેબમાં પણ સુધારા કર્યા છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના પ્રારંભમાં ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂકવા સાથે નેક મોટી યોજનાઓનું એલાન કર્યું હતું. જેમાં PM ધનધાન્ય યોજના વિસ્તરણ અને બિહારમાં ખેડૂતો  માટે મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી.

નાણાપ્રધાને બજેટમાં જાહેરાત કરી હતી કે આગામી સપ્તાહે નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે. આ સિવાય તેમણે મબેજમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી હતી, જે નીચે મુજબ છે.

કેન્દ્રની મોદી સરકારે તેમના મોટા સહયોગી નીતીશ કુમારના રાજ્ય બિહાર પ્રત્યે આ બજેટમાં ખાસ પ્રેમ વરસાવ્યો છે. બજેટમાં બિહાર માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે જેમાં બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે. પટણા એરપોર્ટને પણ વિકસિત કરાશે. આ સાથે મિથિલાંચલમાં સિંચાઈ યોજના ઊભી કરવામાં આવશે. આ પહેલા અહીં મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

  • બજેટમાં બિહાર પર ખાસ પ્રેમ વરસાવ્યો
  • બજેટની કેટલીક મહત્ત્વની જાહેરાતો
  • 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
  • 4 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે
  • TDS ની મર્યાદા 6 લાખ કરાઈ
  • વૃદ્ધો માટે 1 લાખ સુધીની ટેક્સ છૂટ
  • TCSની મર્યાદા 7 લાખથી વધારી 10 લાખ કરાઈ
  • એક લાખ અધૂરાં મકાનોનું બાંધકામ પૂર્ણ કરાશે
  • સ્ટેટ માઈનિંગ ઈન્ડેક્સ બનાવવામાં આવશે
  • પર્વતીય વિસ્તારોમાં બનશે નાના એરપોર્ટ
  • 120 જગ્યા માટે ઉડાન સ્કીમની જાહેરાત
  • બિહારમાં નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ ખૂલશે
  • પટણા એરપોર્ટને વિકસિત કરાશે.
  • શહેરી વિકાસ માટે રૂ. 1 લાખ કરોડનું ફંડ
  • મિથિલાંચલ માટે સિંચાઈ યોજનાની જાહેરાત
  • ઈન્ડિયન પોસ્ટને એક મોટા પબ્લિક લોજિસ્ટિક્સ ઈન્સ્ટિટ્યૂટ તરીકે વિકસિત કરાશે. આ સાથે દેશમાં IIT ઈન્સ્ટિટ્યૂટની સંખ્યામાં પણ વધારો કરાશે.
  • સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે
  • ભારતના ફૂટવેર અને લેધર ક્ષેત્રને આવરી લેવાશે. તેમાં 22 લાખ નોકરીઓ અને 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસનું લક્ષ્ય રખાયું છે.
  • MSME ક્રેડિટ ગેરંટી કવર 5 કરોડથી વધારી 10 કરોડ કરાયું
  • દાળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા 6 વર્ષનું મિશન
  • ડેરી અને માછીમારીના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને 5 લાખ સુધીની લોનની જાહેરાત
  • કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખ સુધી વધારાશે
  • કપાસ પ્રોડક્શન મિશનનું એલાન
  • માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવીશું.
  • પાંચ લાખ મહિલાઓ માટે નવી યોજના લાવીશું. SC-ST વર્ગની મહિલાઓને લાભ મળશે.
  • પરંપરાગત સુતી ઉદ્યોગને પ્રોત્સાહન આપીશું.
  • સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોન આપીશું.
  • MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા.
  • MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા.
  • માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે MSME ક્રેડિટ ગેરંટી કવર રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષમાં રૂ. 5 લાખ કરોડની વધારાની ક્રેડિટ પ્રદાન કરશે

કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે  ઉત્પાદન મિશન નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવાશે.

 

 

 

 

 

Budget 2025:નિર્મલા સીતારમણની મધુબની આર્ટવાળી સાડી કેમ છે ચર્ચામાં?

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટ (Union Budget 2025) રજૂ કર્યુ. આ પહેલા નાણામંત્રી તેમની ટીમ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં. નાણામંત્રી રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા અને બજેટ રજૂ કરવા માટે મંજૂરી માંગી હતી. બજેટને મંજૂરી આપતી વખતે, રાષ્ટ્રપતિ મુર્મુએ નાણામંત્રી નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી.

દહીં અને ખાંડ ખવડાવવાની પરંપરા

બજેટ પહેલા દહીં અને ખાંડ ખવડાવવાની પરંપરા રહી છે. વાસ્તવમાં, ભારતીય સંસ્કૃતિમાં દહીં અને ખાંડને શુભ શુકન માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય માટે જતા પહેલા વ્યક્તિને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. આ વિધિ સાથે નાણામંત્રીને બજેટ રજૂ કરવા માટે આપવામાં આવતી ઔપચારિક પરવાનગી પૂર્ણ થાય છે.

મધુબની આર્ટ સાડી કેમ પહેરી છે?

દર વર્ષની જેમ આ વખતે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણનો ‘બજેટ ડે લુક’ ખાસ છે. આ વખતે તેણે ઓફ વ્હાઇટ કલરની બોર્ડરવાળી સાડી પહેરી છે. તેણીએ મધુબની કલા અને પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીના કૌશલ્યને શ્રદ્ધાંજલિ આપવા માટે સાડી પહેરી હતી. તમને જણાવી દઈએ કે દુલારી દેવી 2021 ના ​​પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે. જ્યારે નાણામંત્રી મિથિલા આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ક્રેડિટ આઉટરીચ પ્રવૃત્તિ માટે મધુબનીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ દુલારી દેવીને મળ્યા હતા અને બિહારમાં મધુબની કલા પર સૌહાર્દપૂર્ણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. દુલારી દેવીએ નિર્મલા સીતારમણને સાડી ભેટમાં આપી હતી અને બજેટના દિવસે નાણાં પ્રધાનને તે પહેરવા કહ્યું હતું.

નિર્મલા સીતારમણનું રેકોર્ડ 8મું બજેટ

નિર્મલા સીતારમણ આજે લોકસભામાં નાણામંત્રી તરીકે તેમનું 8મું બજેટ રજૂ કર્યુ, જે પોતાનામાં એક રેકોર્ડ હશે. આ વખતે સામાન્ય લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તે જ સમયે, આ બજેટ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી મોદીએ બજેટ પહેલા પોતાના સંદેશમાં કહ્યું હતું કે આગામી બે દાયકા માટે આર્થિક વિકાસની ગતિ જાળવી રાખવી એ સૌથી મોટી પ્રાથમિકતા રહેશે, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશનો આર્થિક વિકાસ દર ઓછામાં ઓછો 8 ટકા રહેશે.

ગુજરાતના સ્ટાર્ટઅપ માટે મોટી તક, હવે 20 કરોડ સુધીની લોન મળશે

લોકસભામાં વર્ષ 2025-26નું બજેટ ભાષણ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારૂ ફોકસ GYAN પર છે. GYANનો અર્થ-ગરીબ,યુવા,અન્નદાતા અને નારી શક્તિ.નાણાંમંત્રીએ કહ્યું કે 10 વર્ષમાં અમે બહુમુખી વિકાસ કર્યો છે. આ બજેટ 2025 ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તદુપરાંત એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ, નિકાસ પર પણ સુધારા જાહેર કરાશે.

પીએમ મોદીએ પોતાના કેબિનેટ સહયોગીઓને કહ્યું કે આ બજેટ આમ આદમી માટે છે. આ ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાઓની આકાંક્ષાઓનું બજેટ છે. આ જ્ઞાન (ગરીબ,યુવા,અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં જન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય નાણામંત્રીએ આજે બજેટ 2025-26માં જાહેરાત કરી છે. આગામી સમયમાં સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોન મળશે. ગુજરાત નવા સહાસિકો માટે જાણિતું રાજ્ય છે. નાનાથી નાના લોકો સાથે નાવ સહાસ માટે પ્રોત્સાહના આશ લઈ બેઠા હતા ત્યારે બજેટમાં 20 કરોડ સુધીની લોનની જાહેરાત કરી સાહસિકોમાં નવો ઉત્સાહ ભરી દીદો છે. સરકારના સહારે નવું સ્ટાર્ટઅપ કરવામાં પ્રોત્સાહ મળશે.

ગુજરાતના ખેડૂતો, માછીમારો અને MSME માટે રાહતભર્યું કેન્દ્ર બજેટ 2025-26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠર નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્ર બજેટ રજૂ કર્યું છે. ઘણા ખરા ક્ષેત્રે આ બજેટમાં રાહત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બજેટ નિર્મલા સીતારમણે આજે આઠમુ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું આ ઉપરાંત ઘરેલૂ ખર્ચમાં વૃદ્ધિ ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

આ બજેટમાં ગુજરાતના ખેડૂતો, માછીમારે અને MSME ઉદ્યોગોને માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે 7.7 કરોડ ખેડૂતો, માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ધિરાણ આપવાની જાહેત કરી છે. જેની મર્યાદા 3 લાખ સુધીની હશે. ગુજરાત દેશમાં સૌથી વધુ દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. આ ઉપરાંત ગુજરાત ખેતી પ્રધાન રાજ્યમાનું એક જ્યાં ધઉં, ચોખો, મગફળી, જીરૂ જેવા સિઝનલ પાકનું લરણી કરવામાં આવે છે. આ જાહેરાતથી જમીન, દરિયાના ખેડૂતોના લાભ મળશે. જેથી ખેડૂતોને 3 લાખ સુધીના ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે  ઉત્પાદન મિશન નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવાશે.

ગુજરાત ઉદ્યોગ પ્રધાન રાજ્યમાં છે, જ્યાં નાની માંડિ મોટા વેપાર જોવા મળે છે. આ ઉદ્યોગને પ્રોત્સાહન આપતા નાણામંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે MSME ક્રેડિટ ગેરંટી કવર રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષમાં રૂ. 1.5 લાખ કરોડની વધારાની ક્રેડિટ પ્રદાન કરશે. નાણામંત્રીએ કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 7.07 ખેડૂતોને લોનની સુવિધા આપવામાં આવી છે. તેમણે કહ્યું, ‘અમારી નિકાસના 45% માટે MSME જવાબદાર છે. આપણે MSMEs માટે ક્રેડિટ એક્સેસ વધારવાની જરૂર છે. માઈક્રો એન્ટરપ્રાઈઝ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ રૂપિયા હશે. નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ અને પહેલા વર્ષે 10 લાખ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.

બજેટઃ ગરીબો, યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિતઃ નાણાપ્રધાન  

નવી દિલ્હીઃ  નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચી રહ્યાં છે. સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું. સપા સાંસદોએ મહાકુંભમાં નાસભાગ મામલે હોબાળો મચાવવાનું શરૂ કર્યું.

નાણાપ્રધાને કહ્યું હતું કે આ બજેટમાં પ્રસ્તાવિત વિકાસ ઉપાય 10 વ્યાપક ક્ષેત્રોમાં છે, જેમાં ગરીબો, યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાણાપ્રધાને  પ્રધાન મંત્રી ધનધાન્ય યોજનાઓનું એલાન કર્યું છે. ભારતીય અર્થતંત્ર બધા મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર છે. છેલ્લાં 10 વર્ષોમાં અમારો ગ્રોથ ટ્રેક રેકોર્ડ અને રચનાત્મક સુધારાઓએ વૈશ્વિક ધ્યાન આકર્ષિક કર્યું છે. ભારતની ક્ષમતામાં વિશ્વાસ વધ્યો છે.

બજેટમાં નાણામંત્રીની જાહેરાતો

  • ભારતના ફૂટવેર અને ચામડાના ક્ષેત્રને ટેકો આપવા ઉપરાંત, ચામડા સિવાયના ફૂટવેર માટેની યોજનાઓ પણ છે. 22 લાખ નોકરીઓ અને 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસની અપેક્ષા છે.
  • ટોય મેન્યુફેક્ચરિંગ માટે મેક ઈન ઈન્ડિયા હેઠળ સ્કીમ શરૂ કરવામાં આવશે.
  • માઇક્રો એન્ટરપ્રાઇઝીસ માટે રૂ, પાંચ લાખની મર્યાદા સાથે વિશેષ અનુકૂળ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે. AIP ને સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 91,000 કરોડથી વધુ સબમિશન મળ્યા છે. 10,000 કરોડનું નવું યોગદાન આપશે.
  • સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો 5 કરોડ લોકોને રોજગાર પ્રદાન કરી રહ્યા છે. આ MSME, ઉત્પાદકો સાથે, ઉત્પાદનમાં 45 ટકા યોગદાન આપી રહ્યા છે. તેમના વર્ગકરણને બમણું કરવામાં આવશે. ગેરંટી કવર સાથે તેને 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 1.5 લાખ કરોડ સુધીની લોન મળશે. સ્ટાર્ટ અપ માટે રકમ રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં ઘટાડો થશે.
  • ભારતીય ડાક વિભાગને જાહેર સંસ્થામાં ફેરવવામાં આવશે. વિશ્વકર્મા, મહિલાઓ અને સ્વ-સહાય જૂથોની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.
  • 7 કરોડ ખેડૂતો, માછીમારો વગેરેને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ધિરાણ મળે છે. તેની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.
  • પૂર્વ વિસ્તારમાં નિષ્ક્રિય યુરિયાના સંસાધનો સક્રિય થયા છે. આસામમાં નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

ગુલકંદ – ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૫

ઘઉંના લોટ અને બટેટાના પૂડલા

રોજીંદી રસોઈ સામગ્રીમાં ઘઉંનો લોટ ઉપલબ્ધ હોય જ છે. તેમાં શાકભાજી ઉમેરવાથી આ પૂડલા વધુ હેલ્ધી રહે છે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 2
  • કાંદો 1
  • ટામેટું 1
  • સિમલા મરચું
  • લીલા મરચાં 2-3
  • રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • અજમો ¼ ટી.સ્પૂન
  • ઘઉંનો લોટ 1 કપ
  • બેકીંગ પાઉડર અથવા ઈનો 1 ટી.સ્પૂન
  • દહીં ½ કપ
  • સમારેલી કોથમીર 1 કપ

રીતઃ એક બાઉલમાં બટેટાને ખમણી લો. તેમાં સમારેલાં લીલા મરચાં, કાંદો, ટામેટું, સિમલા મરચું, કોથમીર, દહીં ઉમેરી સ્વાદ મુજબ મીઠું મેળવો. રેડ ચિલી ફ્લેક્સ, અજમો, હળદર, ઘઉંનો લોટ મેળવી પાતળું ખીરું તૈયાર કરી લો. તેમાં ઈનો નાખી ઉપરથી 1 ચમચી જેટલું પાણી રેડીને ચમચા વડે એકસરખું ફેંટી લો.

10 મિનિટ બાદ નોન-સ્ટીક ફ્રાઈ પેન અથવા લોખંડના તવામાં એક ચમચો ખીરું રેડી દો. ગેસની આંચ ધીમી રાખવી. ફરતે તેલ નાખીને 1-2 મિનિટ બાદ પૂડલા ઉથલાવી લેવા. ફરીથી ફરતે થોડું તેલ રેડીને 2 મિનિટ બાદ પૂડલો ઉતારી લો.

આ પૂડલા લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

૦૧ ફેબ્રુઆરી ૨૦૨૫