સોયા નગેટ્સ્ એ એક હાઈ પ્રોટીનવાળો પૌષ્ટિક નાસ્તો છે, જે નાસ્તામાં અલગ ટેસ્ટ લાવશે અને બાળકોને પણ ભાવશે!

સામગ્રીઃ
- સોયાબીન ચન્ક્સ્ 1 કપ
- બાફેલા બટેટા 2
- ચણાનો લોટ 3-4 ટે.સ્પૂન,
- કાંદો 1
- લીલા મરચાં 3-4
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- આદુ 1 ઈંચ
- કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
- ચાટ મસાલો ¼ ટી.સ્પૂન,
- આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન, મેંદો 1 કપ
- બ્રેડ ક્રમ્સ 2 કપ
- તેલ તળવા માટે
- લસણ 4-5 કળી (optional)
- ધોઈને સમારેલી કોથમીર ½ કપ,
- સાદા કોર્નફ્લેક્સ 2 કપ (optional)
રીતઃ એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો, પાણી ઉકળે એટલે સોયાબીન ચન્ક્સને તેમાં નાખીને 5 મિનિટ સુધી ઉકાળો.
ત્યારબાદ ગેસ બંધ કરીને વાસણમાંનું પાણી નિતારી લો. સોયા ચન્ક્સ થોડા ઠંડા થાય એટલે તેમાંનું પાણી નિચોવી લો. આ સોયા ચન્ક્સને મિક્સીમાં પલ્સ મોડ પર અધકચરા ક્રશ કરી લો.
એક વાસણમાં ક્રશ કરેલા સોયા લો. તેમાં બટેટાને ખમણીને ઉમોરો. તેમજ કાંદો તથા લીલા મરચાં સમારીને ઉમેરો. આદુ ખમણીને અને લસણની કળી ઝીણી સમારીને ઉમેરી દો. હવે તેમાં હળદર, લાલ મરચાં પાઉડર, સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, ચાટ મસાલો, આમચૂર પાઉડર, કોથમીર, ચણાનો લોટ મેળવીને લોટ જેવું ઘટ્ટ પૂરણ બાંધી દો. આ પૂરણમાંથી ચપટા ગોળાકાર નગેટ્સ તૈયાર કરી લો.
એક બાઉલમાં મેંદો લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, 2-3 ચપટી કાળા મરી પાઉડર તેમજ થોડું પાણી ઉમેરીને સ્લરી તૈયાર કરી લો. એક થાળીમાં બ્રેડ ક્રમ્સ લઈ લો.
કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
તૈયાર કરેલા સોયા નગેટ્સને મેંદાની સ્લરીમાં બોળીને બ્રેડ ક્રમ્સમાં રોળવીને ગરમ તેલમાં તળી લો. જો તમને આ નગેટ્સ વધુ ક્રન્ચી જોઈતા હોય તો બ્રેડ ક્રમ્સને બદલે સાદા કોર્નફ્લેક્સમાં રોળવીને તળી લેવા. કોર્નફ્લેક્સ આખા હોય છે, તો તેને થોડા પાઉંભાજી મેશર વડે અધકચરા જેવા પીસી લેવા.
આ સોયા નગેટ્સ તીખી લીલી ચટણી, ગળી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.





પાણીમાં ઘા-બાજરિયું નામનું ઘાસ હોય. આ ઘાસમાં નાના નાના પક્ષી ઉડતા જણાય. અહીં તમે ધીરજ આસપાસ નજર નાંખો તો તમને સ્ટ્રોબેરી જેવી દેખાતી નર અને માદા રેડ મુનિયા જોવા મળે.




ઈશાંત શર્માએ પોતાના ભવ્ય આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન 105 ટેસ્ટ, 80 વન-ડે તથા 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી હતી. જેમાં તેમણે કુલ 434 વિકેટ પોતાના નામે કરી હતી. ઈશાંત શર્માએ સ્કૂલના વિદ્યાર્થીઓને જીવનમાં શ્રેષ્ઠ સ્તરે પહોંચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન પોતાના જીવનના અનુભવો થકી અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો માટે દિવસ યાદગાર બનાવ્યો હતો.
36 વર્ષીય ખેલાડીએ કહ્યું કે,”દેશના ભાવિ એવા બાળકો સાથે અત્યંત મહત્ત્વપૂર્ણ સમય પસાર કરવાનો આનંદ છે. આ દિવસ બાળકો માટે પણ યાદગાર રહ્યો હશે તેવું હું માનું છું. જ્યારે તેમણે મેદાન પર અદ્ભુત ખેલદિલીનું પ્રદર્શન કર્યું. અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલનો આભાર માનું છું, જેમણે મને આ વિશેષ દિવસનો ભાગ બનાવ્યો. તેના કારણે મને મારા શાળાકીય દિવસોની યાદો વાગોળવાની તક પણ મળી અને બાળકો સાથેનો સમય યાદગાર રહ્યો.”
અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના હેડ ઓફ સ્કૂલ સર્જીયો પી. એ આ પ્રસંગે કહ્યું કે,”અમને આનંદ છે કે- ઈશાંત શર્મા જેવો ઉચ્ચ સ્તરીય ખેલાડી અમારી આ ઈવેન્ટનો ભાગ બન્યો. જેમણે ભારતીય ક્રિકેટ ટીમની ઘણી યાદગાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની હાજરી અદાણી ગ્રૂપના સ્પોર્ટ્સ સંબંધિત વિઝનને વધુ મજબૂત બનાવે છે. તેમની સાથેની ચર્ચાને કારણે બાળકો અને તેમના વાલીઓ પણ પ્રેરિત થયા હશે, જેની લાંબાગાળાની અસર જોવા મળશે, અમે ઈશાંતનો આભાર માનીએ છીએ. આશા છે કે, તેમનો અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતેનો દિવસ યાદગાર રહેશે.”