Home Blog Page 1174

ગુજરાતમાં ટ્રાફિક નિયમો માટે ડ્રાઇવ, DGPનો સરકારી કર્મચારીઓને અનુરોધ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવાર નવાર ટકોર કરવામાં આવતી હોય છે. પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી. લોકોને ટ્રાફિક નિયમોનું ભાન કરવવા માટે ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન થતુ હોય છે. ફરી એક વખત આવી જ એક ટ્રાફિક ડ્રાઈવ યોજાશે. ખાસ કરીને, સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં, તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ અંગે ડીજીપી ગુજરાત તરફથી એક પોસ્ટ કરી માહિતી આપવામાં આવી છે.

ગુજરાતના DGP તરફથી સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરવામાં આવી છે. તેમણે જણાવવામાં આવ્યું છે કે, ‘ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ, રાજ્યના જવાબદાર નાગરિકો તરીકે તમારા બધા પાસેથી બીજાઓ માટે રોલ મોડેલ બનવાની અપેક્ષા રાખવામાં આવે છે. આજે તમે બધા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની, ખાસ કરીને હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લો તો હું તેને બિરદાવીશ.’ વધુ માં તેમણે જણાવ્યું કે, ‘આવતીકાલથી તમામ પોલીસ યુનિટને પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. કૃપા કરીને સહયોગ આપો. જય હિંદ.’ ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે પણ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓમાં ડ્રાઈવ કરી હતી. જેમાં પોલીસ વિભાગ પણ સામેલ હતો. આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વગરના 616 કેસો કરવામાં આવ્યા હતા. જ્યારે 3,28,100 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 307 અન્ય કેસો કરવામાં આવ્યા હતા અને 1,66,200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એક દિવસની ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સંઘર્ષની ભઠ્ઠીથી સફળતાના સ્વાદ સુધી 80 વર્ષના ‘ગુજ્જુબા’ની અનોખી સફર

80 વર્ષની ઉંમરે પોતાની યુટ્યૂબ ચેનલ ચલાવવી, 3.81 લાખ સબસ્ક્રાઈબર્સ હોવા અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ સ્ટારની જેમ છવાયેલા રહેવું તે ખરેખર ખૂબ મોટી વાત છે. પ્રથમ દ્રષ્ટિએ જ આપણને પ્રશ્ન થાય કે આ વ્યક્તિ આટલી ઉંમરે પણ એક્ટિવ કઈ રીતે રહેતા હશે?

અમે વાત કરી રહ્યા છીએ ઉર્મિલાબા તરીકે દેશભરમાં જાણીતા માસ્ટર શેફ ઉર્મિલા આશરની. તેઓ એક બિઝનેસ વુમન છે, TedX સ્પીકર છે, સેલિબ્રિટી છે, અને પ્રભાવશાળી YouTuber છે. ગુજ્જુ બેન તરીકે જાણીતા ઉર્મિલાબાએ મુંબઈમાં COVID-19 લોકડાઉન દરમિયાન પોતાનો ફૂડ બિઝનેસ શરૂ કર્યો હતો. ‘ગુજ્જુ બેનના નાસ્તા’ પાછળના તેઓ પાવર હાઉસ છે.

બા પાસે આજે 60 વર્ષ કરતાં વધુ રસોઈનો અનુભવ છે. તેઓ પોતાના પૌત્ર હર્ષ સાથે મળીને આજે અનેક મોર્ચે આગળ વધી રહ્યા છે અને અનેક લોકોને પ્રેરિત કરી રહ્યા છે. બાના જીવનની સફર ખરેખર ખૂબ જ સંઘર્ષમય રહી છે, તેમ છતાં તેમણે ક્યારેય પણ હાર માન્યા વિના દરેક સમયે સખત લડત આપી છે. આજે “દીવાદાંડી” સમાન ઉર્મિલાબા આશરના જીવનમાં એક ડોક્યું કરીએ.

ઉર્મિલાબા કોણ છે?

ઉર્મિલાબાએ કુકિંગ રિયાલિટી શો  માસ્ટર શેફમાં ભાગ લઈને સમગ્ર દેશ અને દુનિયામાં રહેતા ભારતીયોના દિલ પોતાના સ્વભાવ, ઉત્તમ ભોજનકલા અને પોતાના યોગદાનથી જીતી લીધા. જો કે, આ તો તેમના જીવનનો એક અહ્મ પડાવ માત્ર હતો. 80 વર્ષીય ઉર્મિલાબા જ્યારે માસ્ટર શેફ ઇન્ડિયામાં આવ્યા તે પહેલેથી જ એક જાણીતું નામ હતા. તેઓ કોરોના સમયથી જ “ગુજ્જુ બેન”ના નાસ્તા નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. બાની યુટ્યુબ ચેનલમાં 3 લાખ 81 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે. આ ચેલન પર તમને ઉંધિયાથી લઈને પાલકની પુરીઓ સુધી અનેક પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તાઓ અને ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા મળશે. વાનગીઓની રેસિપીની સાથે-સાથે બાનો અનુભવ પણ તમને જોવો અને જાણવા મળશે. બાની યુટ્યૂબ ચેનલ પર તમને સરળ, સ્ટેપ-બાય-સ્ટેપ રેસિપી જોવા મળે છે.

બાએ આશા ગુમાવી નથી

ઉર્મિલા બાનું જીવન હંમેશા સંઘર્ષમય રહ્યું… ૧૭ વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી અને ૨૩ વર્ષની ઉંમરે ત્રણ બાળકોની માતા બન્યા પછી તેમના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. ઉર્મિલાબાએ તેમની દીકરી માત્ર ત્રણેક વર્ષની હતી, ત્યારે જ ગુમાવી દીધી હતી. મુંબઈની ચાલીમાં રહેતા પરિવારની નાનકડી દીકરી ઉપરથી પડીને મૃત્યુ પામી હતી. આ દુઃખમાંથી બહાર આવવા માટે અને પરિવારને ટેકો કરવા માટે થઈને બાએ આસપાસના વિસ્તારમાં રહેતા ગુજરાતી પરિવારોને ત્યાં રસોઈ કરવાની શરૂઆત કરી. આ પહેલાં તેમણે પાર્લા સ્થિત પાર્લેજી કંપનીમાં પેકિંગનું કામ પણ કર્યું હતું. જો કે તેમાં લાંબા સમય સુધી પરિવાર અને બાળકોથી દૂર રહેવું પડતું હતું. આથી નજીકના વિસ્તારોમાં રસોઈનું કામ બાને યોગ્ય લાગ્યું. જમવાનું બનાવવાનો બાને શોખ પણ હતો. ત્યાર બાદ જેમ-તેમ જીવન ચાલી રહ્યું હતું. આ પછી બાએ થોડાં સમય પહેલાં પોતાના બંન્ને પુત્રોને પણ ગુમાવ્યા. એક પુત્રનું મૃત્યુ હાર્ટ એટેકથી અને બીજા દીકરાનું મૃત્યુ બ્રેઇન સ્ટોકથી થયું. જીવનમાં ખરેખર કોઈ માએ ન વિચાર્યું હોય કે તેને પોતાના સંતાનોને આ રીતે વિદાય આપવી પડશે. પરંતુ બાએ હિંમત હારી નહીં. પોતાની બન્ને પુત્રવધુઓ અને પૌત્રો-પૌત્રીઓ માટે થઈને સંઘર્ષ ચાલુ રાખ્યો. આ સંઘર્ષમાં તેમને સાથ મળ્યો પૌત્ર હર્ષનો.

કોરોના સમયે બા અને તેમનો પરિવાર સાથે મળીને કમ્યુનિટિ રસોડાની જેમ નાસ્તાઓ તૈયાર કરીને કોરોનાગ્રસ્ત પરિવારો અને દવાખાનાઓમાં તેનું ફ્રીમાં વિતરણ કરતા હતા. આ દરમિયાન પૌત્ર હર્ષે કહ્યું કે, “બા તમને આટલા સારા અથાણાં બનાવતા આવડે છે તો આપણે કેમ ન તેનું માર્કેટિંગ કરીએ?” બાનો અથાણાં બનાવતો વિડીયો હર્ષે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને બા વાયરલ થઈ ગયા. બાને બલ્કમાં અથાણાં બનાવવાનો ઓર્ડ઼ર મળ્યો. આમ શરૂ થઈ બાની યુટ્યૂબ અને સોશિયલ મીડિયાની સફર. જે ઉંમરે લોકો નિવૃત્તિ લેવાનું પસંદ કરે છે, તે ઉંમરે ઉર્મિલા બાએ પોતાનું જીવન લોકો માટે એક આદર્શ સમાન બનાવ્યું છે.

 

ઉર્મિલા બા પહોંચ્યા માસ્ટરશેફ ઇન્ડિયામાં

કુકિંગ રિયાલિટી શો માસ્ટરશેફ ઈન્ડિયાના ઓડિશન માટેની જાહેરાત જોઈને પૌત્ર હર્ષે કહ્યું કે બા તમને રસોઈ કરવી ગમે છે તો, આ કૂકિંગ કોમ્પિટિશનમાં પણ હાથ અજમાવો. ઓડિશનના પ્રથમ રાઉન્ડ માટે બા પુરણપોણી બનાવીને લઈ ગયા હતા. જે દરેકને ખૂબ જ ભાવી. પછી તો જજિસ સામેના ફાઈનલ ઓડિશન માટે બા પાત્રા બનાવીને લઈ ગયા, તે જોઈને તો ત્રણેય જજ વિકાસ ખન્ના, રણવીર બ્રાર, ગરિમા અરોરા બાને ફેન બની ગયા. માસ્ટરશેફ ઈન્ડિયામાં સ્પર્ધક તરીકે બાની પસંદગી કરવામાં આવી અને ટીવી પર જ્યારે બાનો પ્રોમો દેખાડવામાં આવ્યો, ત્યારથી જ લોકો બાના ફેન બની ગયા. જો કે એક ચુસ્ત ગુજરાતી પરિવારમાં જન્મ અને ઉછેરના કારણે બાને માંસાહારી ભોજન બનાવતા ન જ આવડે તે સ્વાભાવિક છે. આથી શોમાંથી ખૂબ જલ્દી બા શૉમાંથી બહાર થઈ ગયા. જો કે ત્યાં સુધીમાં તો બા ઓલરેડી સ્ટાર બની ગયા હતા. બાએ કહ્યું, “આટલા સુધી આવવું અને રિયાલિટી કુકિંગ ટીવી શોનો ભાગ બનવું મારા માટે મોટી વાત હતી.” જ્યારે તેઓ શોમાંથી બહાર ગયા ત્યારે પણ, તેમણે પોતાને મળેલી તકની પ્રશંસા કરી.

ઉર્મિલા બાનું જીવન આજે દરેક લોકો માટે પ્રેરણાદાયક છે. જે દર્શાવે છે કે ઉંમર ફક્ત એક નંબર છે અને તમારા સપનાઓને પૂર્ણ કરવામાં ક્યારેય મોડું થતું નથી. તેમણે શીખવ્યું છે કે જીવન ગમે તેટલું મુશ્કેલીભર્યું કેમ ન હોય, આપણે ક્યારેય હાર ન માનવી જોઈએ. હિંમત અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધતા રહેવું જોઈએ.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

માઝી મુંબઈની અજય યાત્રા પર બ્રેક વાગી, શ્રીનગર કે વીરેએ 7 વિકેટથી હરાવ્યું

થાણે: દિલીપ બિંજવાના બેટિંગથી શ્રીનગર કે વીરે આખરે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) સીઝન-2માં માઝી મુંબઈની અજય યાત્રા પર બ્રેક લગાવી શક્યા. મેન-ઇન-પિંકે શુક્રવારે સાત વિકેટથી શાનદાર વિજય નોંધાવ્યો હતો. બે મેચ વચ્ચે, લોકપ્રિય ગાયિકા નીતિ મોહને તેના ચાર્ટ-ટોપિંગ સોંગ્સ સાથે દર્શકોને ડોલાવ્યા હતા.આઠ મેચના અણનમ જીત સાથે સ્પર્ધામાં આગળ વધી રહેલી માઝી મુંબઈની ટીમે ટુર્નામેન્ટમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો. જો કે આઈ.એસ.પી.એલ. સીઝન-2માં ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરનારી પ્રથમ ટીમ, માઝી મુંબઈ પ્રથમ ટીમ બની ગઈ છે.114 રનના જંગી સ્કોરનો પીછો કરવા ઉતરેલી શ્રીનગરની ટીમમાંથી સાગર અલી અને આકાશ તારેકરે 50 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. ત્યાર બાદ દિલીપ બિંજવા અને સંસ્કાર ધ્યાનીએ ટીમને ચાર બોલ બાકી રહ્યા હતા ત્યારે જ જીત અપાવી હતી. ઇનિંગની શરૂઆત કરતા, સાગરે 19 બોલમાં 33 રન ફટકાર્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ હતો. જ્યારે આકાશે 19 બોલમાં 34 રન ફટકાર્યા હતા અને ટીમને જીત અપાવી હતી.ટોસ જીતીને શ્રીનગર કે વીર દ્વારા બોલિંગ કરવાનું પસંદ કરવામાં આવ્યું હતું. મુંબઈની ટીમે 10 ઓવરમાં 113/7ના વિશાળ સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. મુંબઈની ટીમ તરફથી રજતે 27 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે યોગેશે 14 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રીનગર માટે, સાહિલ લોંગેલ 3/7ના આંકડા પર બોલિંગ કરીને લોકોને પ્રભાવિત કર્યા હતા. જ્યારે રાજુ મુખિયાએ 2/18 લીધા હતા.

રોહિત શર્માની તોફાની સદી, બીજી વનડેમાં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સીરિઝ ચાલી રહી છે. જેમાં બીજા મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી ભારતે હરાવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે, રવિવાર 9મી ફેબ્રુઆરીના રમાયેલ આ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે કમાલ કરી દીધો હતો. આ મેચ જીતીને ભારતીય ટીમે સીરિઝ પણ 2-0થી જીતી લીધી છે. આ પહેલા નાગપુર વનડે પણ ભારતીય ટીમે 4 વિકેટથી જીતી હતી.

કટક વનડેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 90 બોલમાં 119 રનની તોફાની સદીની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે કુલ 7 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે ક્રિસ ગેઈલે વનડે ક્રિકેટમાં 331 સિક્સર ફટકારી, જે આંકડાની રોહિત શર્માએ પહેલાથી જ બરાબરી કરી લીધી છે. જોકે, રોહિત પહેલી વનડેમાં શરૂઆતમાં જ આઉટ થઈ ગયો હતો અને એક પણ સિક્સર ફટકારી ન શક્યો. પરંતુ બીજી મેચમાં તેણે શાનદાર શરૂઆત કરી અને બીજી જ ઓવરમાં એટકિન્સનની બોલિંગ પર સિક્સર ફટકારી. આ સાથે ગેઇલનો રેકોર્ડ તોડ્યો. હવે રોહિત વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. રોહિતે 259 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. જાણાવી દઈએ કે, ઇંગ્લેન્ડ માટે બેન ડકેટ અને જો રૂટે શાનદાર પ્રદર્શન કર્યું. બંનેએ અડધી સદી ફટકારી હતી. ડકેટ 65 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રૂટ 69 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જોસ બટલરે 34 રનનું યોગદાન આપ્યું. હેરી બ્રુક 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે આખી ટીમ 304 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

FIFS એ ‘સ્પોર્ટ્સ ડેટા ગેમેથોન’ કર્યુ લોન્ચ, ટોચની સંસ્થાઓ માટે AI ચેલેન્જ

ભારતને સ્પોર્ટ્સ ટેક માટે વૈશ્વિક હબ બનાવવાના વિઝન સાથે,  ફેડરેશન ઓફ ઇન્ડિયન ફેન્ટસી સ્પોર્ટ્સ (FIFS)દ્વારા ‘સ્પોર્ટ્સ ડેટા ગેમેથોન’, એક સ્પોર્ટ્સ AI ચેલેન્જ શરૂ કરાઇ છે, જે  ડ્રીમ 11 દ્વારા સંચાલિત છે. આ સ્પર્ધા રમતગમતમાં ડેટાને એકીકૃત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ  (AI) અને મશીન લર્નિંગ (ML) જેવી ઉભરતી તકનીકોના ઉપયોગની નવી રીતો શોધવા તરફ એક પગલું છે.

વિદ્યાર્થીઓની ટીમો ગેમેથોનમાં લેશે ભાગ

ટોચની સંસ્થાઓના વિદ્યાર્થીઓની ટીમો ગેમેથોનમાં ભાગ લેશે, જ્યાં તેઓ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન રોજ કાલ્પનિક રમત ફોર્મેટમાં સ્પર્ધા કરશે. સહભાગીઓએ ડેટા એનાલિટિક્સ કૌશલ્યનો ઉપયોગ કરવો પડશે અને ટ્રાન્સફર મર્યાદાઓ અને ગેમેથોનના અન્ય નિયમોનું પાલન કરીને વિજેતા વ્યૂહરચના વિકસાવવા માટે AI અને ML મોડેલ્સ બનાવવા પડશે.

30 થી વધુ ટોચની સંસ્થાઓએ ગેમેથોનમાં રસ દાખવ્યો, અને તેમના સ્ટ્રેટેજિ પેપર્સની સમીક્ષા કર્યા પછી, IIT બોમ્બે, IIT દિલ્હી, IIT ખડગપુર, IIT કાનપુર, IIIT ધારવાડ જેવી સંસ્થાઓની 52 ટીમોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ટોચની ત્રણ ટીમો વચ્ચે રૂ.25,00,000ના ઇનામનું વિતરણ કરવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમે આવનાર ટીમને અનુક્રમે રૂ.12.5 લાખ,  બીજા ક્રમને રૂ.7.5 લાખ અને ત્રીજા ક્રમને રૂ. 5 લાખ મળશે.

ગેમેથોનને વૈશ્વિક સ્પર્ધા બનવાની કલ્પના

FIFS ના ડાયરેક્ટર જનરલ જોય ભટ્ટાચાર્યએ કહ્યું કે, “અમે સ્પોર્ટ્સ ડેટા ગેમેથોનની પ્રથમ આવૃત્તિ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. સારો પ્રતિસાદ મળી રહ્યો છે, આ ગેમેથોનમાં યુવાનો ભાગ લઈ રહ્યા છે તે જોઈને અમે રોમાંચિત છીએ. આ ફક્ત રમતગમતની સાથે ટેકનોલોજીના સંકલન પ્રોત્સાહન આપશે સાથે જ યુવાનોને તેમની કુશળતાને નિખારવા, રમતગમત સમુદાય સાથે જોડાવા અને નવીન રીતે ચાહકોના અનુભવને સુધારવામાં યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડશે. અમે આ ગેમેથોનને વૈશ્વિક સ્પર્ધા બનવાની કલ્પના કરીએ છીએ, જે આવનારા વર્ષોમાં બહુવિધ રમતગમત શાખાઓમાં વિસ્તરશે.”

ગેમેથોન સહભાગીઓએ સમગ્ર રમતગમત ટુર્નામેન્ટ માટે પરિણામોનું મોડેલિંગ અને ફોરકાસ્ટ કરવા માટે તેમના ડેટા એનાલિટિક્સ કૌશલ્યનો ઉપયોગ કરવો પડકારશે, અહીં વિશ્લેષણાત્મક વિચારસરણી અને રમતગમતમાં અત્યાધુનિક નિર્ણય લેવા ટેકનોલોજી લાગુ કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરશે. આ મોડેલો વાસ્તવિક જીવનની રમતો માટે પણ પ્રચંડ સંભાવના ધરાવે છે, જે પ્રતિભા ઓળખ અને રમત વ્યૂહરચના માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

આ સ્પર્ધામાં ભાગ લેનારાઓનું મૂલ્યાંકન અનેક પરિમાણો પર કરવામાં આવશે, જેમાં  સમસ્યા ઓળખ અને અવરોધો, ડેટા સંગ્રહ અને વિશ્લેષણ, મોડેલ પસંદગી અને ઑપ્ટિમાઇઝેશન, ટીમ વ્યૂહરચના અને સહયોગ, રમત પછીનું વિશ્લેષણ અને તકનીકી ક્ષમતાઓનો સમાવેશ થાય છે.

ભારતને રમતગમત ટેકનોલોજીમાં વૈશ્વિક નેતા બનાવવાનો પ્રયત્ન

સમગ્ર ગેમેથોન દરમિયાન વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે, FIFS એ બે નિષ્ણાતો, કોલંબિયા યુનિવર્સિટીના ક્રિકેટ વિશ્લેષક જોય ભટ્ટાચાર્ય, અને  યુએસ ખાતે AI ના વાઇસ ડીન, પ્રો. વિશાલ મિશ્રાને સામેલ કર્યા છે, જેઓ વિદ્યાર્થી ટીમોને માર્ગદર્શન આપશે.

‘સ્પોર્ટ્સ ડેટા ગેમેથોન’નો ઉદ્દેશ્ય નવીનતા માટે ઉત્પ્રેરક બનવાનો છે, જે ભારતને રમતગમત ટેકનોલોજીમાં વૈશ્વિક નેતા બનવા તરફ આગળ ધપાવશે. રમતગમત વિશ્લેષણના ઝડપથી વિકસતા ક્ષેત્રમાં યુવા પ્રતિભાને જોડીને, ગેમેથોન એક ગતિશીલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે જ્યાં અત્યાધુનિક ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટ ફેનને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે કન્વર્જ કરશે. ચાહકોને કેન્દ્રમાં રાખીને, આ પહેલ રમતગમત તકનીકમાં પ્રગતિ, મનોરંજન, ડેટા-આધારિત આંતરદૃષ્ટિ અને નવીનતાને વૈશ્વિક સ્તરે ભારતના રમતગમત ઉદ્યોગના ભવિષ્યને આકાર આપવા માટે આગળ ધપાવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી

પ્રયાગરાજ: મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. મોટા નેતા સેલેબ્રિટી સહિતના લોકો અમૃત સ્નાન માટે ત્રિવેણી સંગમ પહોંચી રહ્યા છે. આજે રાષ્ટ્રપિત દ્રૌપદી મુર્મૂ પણ મહાકુંભ પહોંચ્યા હતા. તેમણે આજે 10મી ફેબ્રુઆરીના આસ્થાની ડૂબકી લગાવી હતી. આ સમયે તેમણી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. મહામહિમએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાકુંભનો આજે 29મો દિવસ છે. આજે માતા ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આસ્થાની ડૂબકી લગાવીને સનાતન આસ્થાને મજબૂત પાયો આપ્યો. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અક્ષયવટની મુલાકાત લેશે અને પૂજા, અર્ચના કરશે. જણાવી દઈએ કે, 13મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 43.57 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 63 લાખ લોકોએ સ્નાન કર્યું છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમૃત સ્નાનનો આનંદ માળ્યો હતો અને ત્રિવેણી સંગમની અમૃત સ્નાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ પ્રયાગરાજમાં ભારે ભીડ છે. જેને ધ્યાનમાં રાખીને, અરૈલ ઘાટથી સંગમ સુધીની બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સંગમ સ્ટેશન 14મી ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવ્યું છે. પ્રયાગરાજ જંકશન પર ભીડનું સંચાલન કરવા માટે ઇમરજન્સી ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવામાં આવી છે.

મહાકુંભનને લઈને અખિલેશ યાદવનો સરકાર પર આક્ષેપ, કહી આ મોટી વાત

માઘ પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. આના કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જવાથી અરાજકતાનો માહોલ સર્જાય છે. પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર જામ છે અને રસ્તાઓ પર વાહનોની લાઇન લાગી ગઈ છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ ટ્રાફિક વ્યવસ્થાને લઈને યોગી સરકાર પર પ્રહારો કર્યા છે.

સપાના વડા અખિલેશ યાદવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, “પ્રયાગરાજ મહાકુંભ અપડેટ: ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો કલાકો સુધી પોતાના વાહનોમાં બંધ રહે છે. મહિલાઓ માટે પણ તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ જગ્યા નથી. રસ્તાઓ પર બેહોશ થઈ રહેલા લોકોની સંભાળ રાખવાની કોઈ વ્યવસ્થા નથી. ભક્તોના મોબાઇલ ફોનની બેટરી ખતમ થઈ ગઈ છે, જેના કારણે તેમનો તેમના પ્રિયજનો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક અને માહિતીના અભાવે લોકો બેચેની અનુભવી રહ્યા છે.”

અખિલેશે લખ્યું- “પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કોઈ જવાબદાર મંત્રી કે વ્યક્તિ દેખાતી નથી. મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયા છે અને નાયબ મુખ્યમંત્રી અને પ્રયાગરાજ સાથે સંબંધિત ઘણા જાણીતા મંત્રીઓ ગુમ છે. જેમને જનતામાં રહેવું જોઈતું હતું તેઓ ઘરે બેઠા છે. કોન્સ્ટેબલ, ચોથા વર્ગના કર્મચારીઓ કે સફાઈ કર્મચારીઓ માટે ખોરાક અને પાણીની કોઈ વ્યવસ્થા નથી, જેઓ દિવસ-રાત શ્રદ્ધાપૂર્વક ભૂખ્યા અને તરસ્યા ઉભા છે. અધિકારીઓ તેમના રૂમમાં બેસીને આદેશો આપી રહ્યા છે પણ જમીન પર ઉતરી રહ્યા નથી.”

ભાજપ ફક્ત ભક્તો પર જ આરોપ લગાવી રહી છે – અખિલેશ યાદવ

સપા વડાએ લખ્યું, “પ્રયાગરાજના રહેવાસીઓને ગંદકી, ટ્રાફિક જામ અને મોંઘવારી સિવાય કંઈ મળ્યું નથી. સાંભળવામાં આવ્યું છે કે હવે ભાજપ ભક્તો પર આરોપ લગાવી રહી છે કે જ્યારે તેઓ જાણે છે કે દરેક જગ્યાએ ખરાબ વ્યવસ્થાપન છે, તો પછી ભક્તો કેમ આવી રહ્યા છે? કેટલાક અકસ્માત પીડિતોને રાજ્યમાં પોતાને બચાવવા માટે છોડી રહ્યા છે અને બીજા રાજ્યમાં સમારોહમાં હાજરી આપી રહ્યા છે, કેટલાક વિદેશ જઈ રહ્યા છે, શું કોઈ ભક્તોની સંભાળ રાખે છે?”

દિલ્હી ચૂંટણી પરિણામ પર સંજય રાઉતે કોંગ્રેસ- આમ આદમી પાર્ટીને આપી સલાહ, કહ્યું..

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર વિપક્ષી પક્ષોની એકતા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. આ દરમિયાન, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ને સલાહ આપી છે.

તેમણે કહ્યું, “અખિલ ભારતીય ગઠબંધનમાં કોંગ્રેસ અમારો મોટો, વરિષ્ઠ અને રાષ્ટ્રીય સાથી છે. રાહુલ ગાંધી આપણા નેતા છે. દરેકની સંભાળ રાખવાની અને તેમને આગળ વધારવાની જવાબદારી વરિષ્ઠ સભ્યની છે. આ પણ AAPની જવાબદારી હતી, તેમણે પણ બેસીને વાત કરવી જોઈતી હતી. જો બંનેએ બેસીને વાત કરી હોત, તો કદાચ ભાજપ આ રીતે જીત્યું ન હોત. ગઠબંધનની રાજનીતિમાં કોઈ ઘમંડ ન હોવો જોઈએ.

સંજય રાઉતે કહ્યું કે, “મહારાષ્ટ્રમાં, અમે 25 વર્ષ સુધી ભાજપ સાથે જોડાણમાં કામ કર્યું. અમે હજુ પણ MVA તરીકે કામ કરીએ છીએ અને અમને ખબર છે કે કેવી રીતે કામ કરવું. કોંગ્રેસે મોટા ભાઈ તરીકેની જવાબદારી ખૂબ જ સંયમ સાથે નિભાવવી જોઈએ.

પ્રિયંકા ચતુર્વેદીએ શું કહ્યું?

આ દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે જો આપણે અંદરોઅંદર લડતા રહીશું તો ભાજપને કેવી રીતે હરાવીશું? લોકસભા ચૂંટણી પછી, ભારત ગઠબંધનની એક પણ બેઠક નહોતી થઈ. શું તે ટકી રહેશે?જયારે શિવસેના (UBT) દ્વારા આપવામાં આવેલી સલાહ પર, મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ગઠબંધન થયું, શું થયું? ભાજપ મત લૂંટી રહી છે. આ વાસ્તવિક મુદ્દો છે.

દિલ્હી ચૂંટણીના પરિણામો પછી ઉભા થયેલા પ્રશ્નો

ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ૧૦ વર્ષ સુધી સત્તામાં રહેલી AAPનો ભાજપે મોટા માર્જિનથી પરાજય કર્યો છે. ભાજપે 48 બેઠકો જીતી. જ્યારે AAP 22 બેઠકો પર સમેટાઈ ગઈ. રાજકીય વિશ્લેષકો માને છે કે AAPની હારનું એક મુખ્ય કારણ કોંગ્રેસ સાથે ગઠબંધન ન બનાવવું છે. આ વખતે કોંગ્રેસને બે ટકા મતોનો વધારો થયો છે. લગભગ 15 એવી બેઠકો છે જ્યાં પાર્ટીએ AAPના વધુ મતો ઘટાડ્યા અને ભાજપે જીત નોંધાવી. જોકે, પાર્ટી પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી. દિલ્હીમાં શનિવારે આવેલા પરિણામોમાં AAP ને 43.57 ટકા મત મળ્યા જ્યારે ભાજપને 45.56 ટકા મત મળ્યા. કોંગ્રેસનો મત હિસ્સો ૬.૩૪ ટકા હતો.

કોંગ્રેસે AAP વિશે શું કહ્યું?

ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને પણ કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, “કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ અમારી હાર સુનિશ્ચિત કરવા માટે લડી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહેલી વાર મારા મતવિસ્તારમાં પ્રચાર કરવા આવ્યા. તેઓ જાણતા હતા કે તેમની પાસે જીતવાની કોઈ શક્યતા નથી, પરંતુ તેઓ અમને હરાવવા માટે મક્કમ હતા.”

નોંધનીય છે કે શિવસેના (UBT), AAP અને કોંગ્રેસ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ છે. દિલ્હી-હરિયાણામાં AAP અને કોંગ્રેસે ગઠબંધનમાં લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં બંને વચ્ચે કોઈ સમજૂતી થઈ ન હતી. AAPના વોટ કાપ અંગે કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી કોંગ્રેસની નથી. અમે એક રાજકીય પક્ષ છીએ, કોઈ NGO નથી.

જોઈ લો અભિનેતા વિક્રાંત મેસીના દીકરાની પહેલી તસવીર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે. આ પહેલી વાર છે જ્યારે તેમણે પોતાના પુત્રના ફોટો મોટા પ્લેટફોર્મ પર શેર કર્યા હોય. આ ફોટો તેમના દીકરાના પહેલા જન્મદિવસના છે. વિક્રાંત સાથે તેની પત્ની શીતલ પણ તસવીરમાં જોવા મળે છે.

8 ફેબ્રુઆરી 2025 ના રોજ અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની પત્ની શીતલ સાથેની સુંદર તસવીરો શેર કરી. આ પછી આજે 9 ફેબ્રુઆરીએ તેમણે સોશિયલ મીડિયા પર તેમના પુત્રનો પહેલો ફોટો શેર કર્યો. જેના કેપ્શનમાં લખ્યું હતું,“હેલો કહો! અમારા અદ્ભુત વરદાન ને.”

દીકરાનો જન્મદિવસ આ રીતે ઉજવ્યો
તસવીરોમાં, વિક્રાંત તેના પુત્રનો પહેલો જન્મદિવસ ઉજવતો જોવા મળે છે. તેમણે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની એક ઝલક તેમણે હવે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ગત વર્ષે 7 ફેબ્રુઆરીએ વિક્રાંતની પત્ની શીતલે પુત્રને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

વિક્રાંત મેસી તેની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને કારણે સમાચારમાં છે. વિક્રાંતે 2013 માં ફિલ્મ લૂટેરાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે ‘છપાક’, ‘હસીન દિલરુબા’, ’12મી ફેલ’ અને ‘સેક્ટર 36’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ ફિલ્મમાં વિક્રાંત જોવા મળશે
વિક્રાંત OTT વેબ સીરિઝમાં પણ જોવા મળ્યો છે. હવે રાજકુમાર હિરાણી આગામી સીરિઝ માટે ખૂબ જ ઉત્સાહિત છે. વિક્રાંતના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ‘આંખો કી ગુસ્તાખિયાં’માં જોવા મળશે. આ એક સુંદર પ્રેમકથા છે. આમાં તે શનાયા કપૂર સાથે સ્ક્રીન શેર કરશે.

દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ? ભાજપના સાંસદે કર્યો ખુલાસો!

દિલ્હીમાં 70 માંથી 48 વિધાનસભા બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યા બાદ, હવે મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ છે. મુખ્યમંત્રી પદ માટે રાજકીય વર્તુળોમાં ઘણા નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, દિલ્હીની ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ મુખ્યમંત્રી અંગે મોટું નિવેદન આપ્યું છે.

સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. જતા સમયે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ધારાસભ્યોમાંથી એક હશે. આનાથી એવો સંકેત મળ્યો છે કે 48 ધારાસભ્યોમાંથી કોઈપણ એક મુખ્યમંત્રી બની શકે છે.

 કાર્યકર બનશે મુખ્યમંત્રી!

આ ઉપરાંત, કેન્દ્રીય રાજ્યમંત્રી અને પૂર્વ દિલ્હીના સાંસદ હર્ષ મલ્હોત્રાએ મુખ્યમંત્રીના ચહેરા અંગે કહ્યું કે ભાજપનો કાર્યકર મુખ્યમંત્રી બનશે. દરમિયાન, ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ નેતૃત્વ નક્કી કરશે કે દિલ્હીની કમાન કોને સોંપવામાં આવશે.