Home Blog Page 1161

પીએમ મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની પસંદગી કરશે, 17 ફેબ્રુઆરીએ બેઠક

નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની પસંદગી માટે કાયદા મંત્રાલય દ્વારા 17 ફેબ્રુઆરી 2025ના રોજ ત્રણ સભ્યોની સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પસંદગી સમિતિની બેઠકમાં હાજરી આપશે. વર્તમાન સીઈસી રાજીવ કુમારનો કાર્યકાળ 18 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં એક શોધ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં બે સભ્યો હતા – સચિવ, નાણાં વિભાગ અને સચિવ, કર્મચારી અને તાલીમ વિભાગ. અત્યાર સુધી સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનરને સીઈસીની નિવૃત્તિ પછી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે બઢતી આપવામાં આવતી હતી. જોકે, ગયા વર્ષે CEC અને ચૂંટણી કમિશનરો (EC)ની નિમણૂકો અંગેનો નવો કાયદો અમલમાં આવ્યા બાદ નિમણૂક પ્રક્રિયામાં ફેરફાર થયો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023ની જોગવાઈઓનો ઉપયોગ પ્રથમ વખત CECની નિમણૂક માટે કરવામાં આવી રહ્યો છે. રાજીવ કુમારને મે 2022માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, ચૂંટણી પંચે 2024માં વિશ્વના સૌથી મોટા લોકશાહીમાં સામાન્ય ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજી. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરમાં એક દાયકાથી વધુ સમય પછી વિધાનસભાની ચૂંટણીઓ યોજાય કે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય.

શેરબજારમાં સળંગ આઠમા દિવસે ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન

અમદાવાદ: ભૌગોલિક ઉથલ પાથલની વચ્ચે શેરબજાર સળંગ આઠમાં દિવસે તૂટ્યું. સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી હતી. જેમાં સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટતાં રોકાણકારો રાતાં પાણીએ રોયા હતા. સેન્સેક્સમાં આજે ઈન્ટ્રા ડે 1043.42 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 199.76 પોઈન્ટના ઘટાડે 75939.21 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 22800ની ટેકાની સપાટી તોડી 22774.85ના ઈન્ટ્રા ડે લો લેવલે પહોંચ્યો હતો. જે અંતે 102.15 પોઈન્ટના કડાકે 22929.25 પર બંધ રહ્યો હતો.

લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે રોકાણકારોએ આજે 7.26 લાખ કરોડ ગુમાવ્યા હતાં. સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટા કડાકા સાથે ઈન્ડેક્સ ક્રમશઃ 1522.44 પોઈન્ટ અને 1056.32 પોઈન્ટ તૂટ્યો હતો. પીએસયુ, રિયાલ્ટી અને પાવર શેરોમાં પણ કડડભૂસ થતાં ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યા હતા. શેરબજાર આજે એકંદરે રેડઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં આજે ટ્રેડેડ કુલ 4083 સ્ક્રિપ્સ પૈકી 686માં જ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3316 શેર ઘટાડે બંધ રહ્યા હતા. 47 શેર વર્ષની ટોચે અને 641 શેર વર્ષના તળિયે તૂટ્યા હતાં. તદુપરાંત 116 શેરમાં અપર સર્કિટ અને 480 શેર લોઅર સર્કિટ વાગી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેત જણાઈ રહ્યા નથી. વધુમાં રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વધી છે. સ્થાનિક સ્તરે પણ નબળા ત્રિમાસિક પરિણામો, રૂપિયામાં કડાકાની અસર શેરબજારમાં જોવા મળી છે.

PM મોદીએ એલોન મસ્કના બાળકોને ભેટમાં શું આપ્યું?

અમેરિકાની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્લેર હાઉસ ખાતે અગ્રણી ઉદ્યોગપતિ એલોન મસ્કને મળ્યા હતા.આ મુલાકાત દરમિયાન મસ્કના ત્રણ બાળકો X, Strijder અને Azure પણ હાજર હતા.મોદીના હાથમાં ભેટ જોતાં જ બાળકો ખુશ થઈ ગયા અને PM મોદીની નજીક આવીને ભેટો છીનવી લેવા લાગ્યા. તેનો ફોટો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે PM મોદીએ એલોન મસ્કના બાળકોને જે ભેટ આપી હતી તેમાં કેટલાંક પુસ્તકો પણ હતા.તેમણે મસ્કના બાળકોને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ “ધ ક્રેસન્ટ મૂન”, “ધ ગ્રેટ આરકે નારાયણ કલેક્શન” અને પંડિત વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલ “પંચતંત્ર” પુસ્તકો ભેટમાં આપ્યા.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત-કોહલી ફોર્મમાં, આ ખેલાડી ફ્લોપ!

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, પાકિસ્તાન ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે ODI ત્રિકોણીય શ્રેણી રમી રહી છે. શ્રેણીની ફાઇનલ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન માટે આ છેલ્લી વનડે મેચ છે. શ્રેણીની અન્ય બે મેચની જેમ, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ ફાઇનલમાં પણ ફ્લોપ જોવા મળ્યા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં પાછા ફર્યા છે, પરંતુ બાબર નિષ્ફળ જણાય છે.

ન્યુઝીલેન્ડ સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં બાબર આઝમે 34 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી માત્ર 29 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા, ત્રિકોણીય શ્રેણીની છેલ્લી બે મેચમાં, બાબરે ફક્ત 10 અને 23 રન બનાવ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બાબરનો આ પ્રકારનો સંઘર્ષ યજમાન પાકિસ્તાન માટે મોટી સમસ્યા છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી ફોર્મમાં પાછા ફર્યા

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી. કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી અને 90 બોલમાં 119 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 12 ચોગ્ગા અને 7 છગ્ગા આવ્યા. ત્યારબાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી વનડેમાં, વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. કોહલીએ ૫૫ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૫૨ રન બનાવ્યા.

૧૯ ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી

ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ફેબ્રુઆરીએ તેમની બીજી મેચ માટે એકબીજા સામે ટકરાશે.

બંગાળમાં મોહન ભાગવતની સભાને મંજૂરી, કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને આપ્યો ઝટકો

કોલકાતા હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં રેલી યોજવાની પરવાનગી આપી છે. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અહીં RSSની રેલી યોજાવાની છે, જેના માટે પશ્ચિમ બંગાળ પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

આ પછી, RSS એ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશે બંગાળ સરકારના વાંધાને ફગાવી દેતા આરએસએસ રેલીને શરતી મંજૂરી આપી છે. આ રેલીમાં RSSના વડા મોહન ભાગવત પણ હાજરી આપે તેવી શક્યતા છે.

રેલીને ઓછા અવાજમાં મંજૂરી આપવામાં આવી હતી

કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે રેલી શાંતિપૂર્ણ રીતે યોજવી જોઈએ અને અવાજ ઓછો રાખવો જોઈએ. બંગાળ પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ (WBBSE) દ્વારા લેવામાં આવતી ધોરણ 10 ની પરીક્ષાઓ હાલમાં ચાલી રહી છે અને તેથી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે.

ન્યાયાધીશે કહ્યું કે RSS ની રેલી રવિવારે યોજાવાની છે અને કાર્યક્રમ ફક્ત 1 કલાક 15 મિનિટનો હશે, તેથી કોર્ટને નથી લાગતું કે તેનાથી કોઈને અસુવિધા થશે. કોર્ટે રેલી શાંતિપૂર્ણ રીતે યોજવાનો અને અવાજ ઓછો રાખવાનો આદેશ આપ્યો. અહીં રેલી પછી, મોહન ભાગવત પ્રાદેશિક RSS નેતાઓ, સ્થાનિક કાર્યકરો અને બર્ધમાન અને આસપાસના વિસ્તારોના અગ્રણી લોકોને પણ મળશે.

RSSનો ઉદ્દેશ્ય રાષ્ટ્રવાદની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે

આ બેઠકો સંગઠનાત્મક વિકાસ, સમુદાય સંપર્ક, RSS નેતૃત્વ અને સ્થાનિક હિસ્સેદારો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. તેમની યાત્રા કુટુંબલક્ષી પ્રથાઓ દ્વારા દેશભક્તિ, આત્મનિર્ભરતા, કૌટુંબિક મૂલ્યો, પર્યાવરણીય સંરક્ષણ અને સામાજિકકરણ જેવા મૂલ્યો કેળવવા પર કેન્દ્રિત હશે. RSSના મહાસચિવ જિષ્ણુ બસુએ જણાવ્યું હતું કે મોહન ભાગવતની આ મુલાકાતનો હેતુ હિન્દુ સમુદાયમાં રાષ્ટ્રવાદની ભાવનાને પ્રોત્સાહન આપવાનો, સ્વદેશી ચેતનાને પ્રોત્સાહન આપવાનો અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવાનો છે, જે એક મુખ્ય રાષ્ટ્રીય ધ્યેય છે.

બેવડી ઋતુ વધ્યો રોગચાળાનો કહેર, રાજકોટ, અમદાવાદમાં લાગી દર્દીઓની ભીડ

અમદાવાદ: શહેરમાં સતત બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુના મારથી રોગચાળામાં પણ સતત વધારો નોંધાય રહ્યો છે. વકળતા રોગચાળાને લઈ તબીબોએ પણ બહારનું ખાવાનું ટાળવાની સલાહ આપી છે. દર વર્ષ કરતા આ વર્ષે બેવડી ઋતુના કારણે સોલા સિવિલમાં દર્દીઓની વધુ ઓપીડી નોંધાય રહી છે. આ સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની ભીડ રહી છે. સોલા સિવિલની ઓપીડી 12 હજારથી વધુ દ ર્દીઓની સંખ્યા નોંધાઇ છે જ્યારે 4 હજારથી એડમિટ કરવાનની ફરજ પડી છે તો હાલ વાયરલ ઇન્ફેક્શનના 103 દર્દી એડમિટ કર્યા છે બાળકોની ઓપીડી વધતા તબીબે સાવચેતી રાખવા કરી અપીલ કરી છે બાળકોની ઓપીડી 100ને પાર છે જ્યારે 40 થી વધુ બાળકને એડમિટ કરવાનું ફરજ પડી છે.

ત્યારે બીજી બાજુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વકર્યો છે. જેમાં શરદી-ઉધરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત સપ્તાહમાં પણ શરદી-ઉધરસના કુલ 949 અને સામાન્ય તાવના 800 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જોખમી ટાઇફોઇડ તાવના 2 અને કમળાનો પણ 1 દર્દી સામે આવ્યો હતો. જોકે, મચ્છરજન્ય મેલેરિયા અને ડેન્ગ્યુનો કોઈપણ કેસ નોંધાયો નથી. કુલ દર્દીઓની સંખ્યા 1937 થતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને રોગચાળો કાબુમાં રાખવા ફોગીંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાના ચોપડે વિવિધ રોગોના 1937 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસના 949 કેસ, ઝાડા-ઉલટીના 185, સામાન્ય તાવના 800 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવના 2 કેસ અને લાંબા સમય બાદ કમળાનો પણ 1 કેસ નોંધાયો છે. જોકે, આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોના છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 9,000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

પ્રિયંકા ચોપરા સહિત બૉલિવૂડ અભિનેત્રીઓએ આ રીતે કરી વેલેન્ટાઈન્સ ડે ની ઉજવણી

મુંબઈ: સામાન્ય લોકો જ નહીં, પણ ખાસ લોકો એટલે કે સેલિબ્રિટીઓ પણ વેલેન્ટાઇન ડેની ઉજવણીના રંગોમાં ડૂબેલા જોવા મળ્યા છે. તાજેતરમાં, ઘણી ફિલ્મ અને ટીવી અભિનેત્રીઓએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર વેલેન્ટાઇન ડે સંબંધિત પોસ્ટ્સ શેર કરી છે. આ અભિનેત્રીઓ માટે પ્રેમનો અર્થ શું છે? તે જાણીએ…

પ્રિયંકા ચોપરા

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી પતિ નિક જોનાસને વેલેન્ટાઈન્સ ડેની શુભેચ્છા પાઠવી છે.

સોનમ કપૂર

 

View this post on Instagram

 

A post shared by Sonam A Kapoor (@sonamkapoor)

સોનમ કપૂર તેના લગ્ન પછીથી જ લાઈમલાઈટથી દૂર છે. તે પોતાના લગ્ન જીવન અને માતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંતુ સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. સોનમ કપૂરે વેલેન્ટાઇન ડે પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે, જેમાં તે પતિ આનંદ આહુજા માટે પ્રેમાળ સંદેશ લખે છે, ‘હું હંમેશા તમારી આભારી રહી છું, તમે મારા ક્રશ છો. હું તમને મારી ખરીદી કરતાં પણ વધારે પ્રેમ કરું છું. બસ મારા ફ્રાઈસ માટે મને પૂછશો નહીં. પ્રેમ દિવસની શુભકામનાઓ.

બિપાસા બાસુ

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

બિપાશા બાસુએ પણ ઇન્સ્ટાગ્રામ પર વેલેન્ટાઇન ડે પર પતિ કરણ સિંહ ગ્રોવર માટે પ્રેમાળ શબ્દો શેર કર્યા. રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે. બિપાશા પોતાની પોસ્ટમાં કરણ માટે લખે છે, ‘આઈ લવ માય મન્કી. હું તને દરરોજ આ રીતે પ્રેમ કરતી રહીશ. બધાને વેલેન્ટાઇન ડેની શુભકામનાઓ.

કાજોલ

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol)

જ્યાં બધી અભિનેત્રીઓ તેમના જીવનસાથીઓ માટે વેલેન્ટાઇન ડેના સંદેશા લખી રહી છે. ત્યારે કાજોલ સ્વ-પ્રેમ વિશે વાત કરતી જોવા મળી. કાજોલે લાલ ડ્રેસ પહેરેલો એક ફોટો શેર કર્યો છે. જેની સાથે એક સંદેશ લખેલો છે, ‘મારી જાતને વેલેન્ટાઇન ડેની શુભકામનાઓ, હું તને પ્રેમ કરું છું.’ આ રીતે અજય દેવગનને વેલેન્ટાઇન ડેની શુભેચ્છા પાઠવવાને બદલે, કાજોલ પોતાને શુભેચ્છા પાઠવી રહી છે. તે ચાહકોને સ્વ-પ્રેમનું મહત્વ જણાવી રહી છે.

રૂપાલી ગાંગુલી

 

View this post on Instagram

 

A post shared by Rupali Ganguly (@rupaliganguly)

વેલેન્ટાઇન ડે પર સિરિયલ ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ શેર કરી છે, તેમાં તે તેના પતિ સાથે એક રમુજી વીડિયોમાં જોવા મળી રહી છે. આ સાથે રૂપાલી એક કેપ્શન પણ લખે છે,’તે મને સહન કરે છે.હું હંમેશા બોલતી રહું છું અને તે સાંભળતો રહે છે. આપણા જીવનમાં આવો પ્રેમ અને હાસ્ય રહે. વેલેન્ટાઇન ડેની શુભકામનાઓ.’ રૂપાલી ગાંગુલી અને અશ્વિન વર્માના લગ્નને લગભગ 12 વર્ષ થઈ ગયા છે. તેમના લગ્ન 2013માં થયા હતા અને તેમને એક પુત્ર પણ છે.

બાબર આઝમે કરાચીમાં રચ્યો ઇતિહાસ રચ્યો, તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, કોહલીને આપી માત

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી બાબર આઝમે ઇતિહાસ રચ્યો છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રિકોણીય શ્રેણીની અંતિમ મેચ કરાચીમાં રમાઈ રહી છે. આ મેચમાં બાબર આઝમ 29 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તેણે રનનો વિશ્વ રેકોર્ડ તોડ્યો.

બાબરે ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો. બાબર વનડેમાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

કરાચીમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે ટીમે ૧૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૬૩ રન બનાવી લીધા હતા. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને ફખર ઝમાન ઓપનિંગ કરવા આવ્યા હતા. ફખર ૧૦ રન બનાવીને આઉટ થયો. જ્યારે બાબરે 34 બોલનો સામનો કરીને 29 રન બનાવ્યા. તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ મેચ દરમિયાન બાબરે ODI માં 6000 રન પૂરા કર્યા.

ટ્રમ્પનો ફોટો પોસ્ટ કરીને શિવરાજ સિંહે પીએમ મોદી માટે કહી આ વાત!

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા એક ખાસ ટ્વિટ કર્યું. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “દેશ વડા પ્રધાનના હૃદયમાં ધબકે છે અને મોદીજી દેશવાસીઓના હૃદયમાં છે… તેથી જ દુનિયા કહે છે કે “શ્રી. પ્રધાનમંત્રી, તમે મહાન છો”. તેમનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શિવરાજ સિંહ ચૌહાણે પોતાના ટ્વીટ દ્વારા પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ અને તેમની લોકપ્રિયતા પર પ્રકાશ પાડ્યો. તેમણે હાવભાવ દ્વારા વ્યક્ત કર્યું કે પીએમ મોદીનું હૃદય હંમેશા દેશ માટે ધબકે છે અને તેથી જ દેશવાસીઓ પણ તેમના માટે ઊંડો આદર ધરાવે છે. આ જ કારણ છે કે વૈશ્વિક સ્તરે પણ તેમને એક પ્રભાવશાળી નેતા તરીકે ઓળખવામાં આવે છે.

प्रधानमंत्री जी के दिल में देश धड़कता है और देशवासियों के दिल में मोदी जी हैं…

इसलिए दुनिया कहती है
“Mr. Prime Minister, You Are Great” pic.twitter.com/S3ThlHXbwu

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 14, 2025

શિવરાજ સિંહ ચૌહાણનો પીએમ મોદી સાથે જૂનો સંબંધ છે

પૂર્વ મુખ્યમંત્રીના આ ટ્વિટ પર યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ તેને રીટ્વીટ પણ કર્યું. શિવરાજ સિંહ ચૌહાણ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના રાજકીય સંબંધો ખૂબ જ જૂના અને મજબૂત છે. બંને નેતાઓએ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીની સફળતામાં ફાળો આપ્યો છે. શિવરાજ સિંહ ચૌહાણે અનેક પ્રસંગોએ પીએમ મોદીની નીતિઓ અને નિર્ણયોની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે અને તેમની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આક્ષેપ, રશિયાએ ચેર્નોબિલ પરમાણુ રિએક્ટર પર કર્યો હુમલો

રશિયાએ ડ્રોન હુમલાની મદદથી ચોર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચોથા પાવર યુનિટને નિશાન બનાવ્યું છે. રશિયન ડ્રોન દ્વારા નિષ્ક્રિય કરાયેલા ચોર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો, વૈશ્વિક પરમાણુ સુરક્ષાને જોખમમાં મૂકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતે આ હુમલાનો દાવો કર્યો છે. ઉલ્લેખ કે નિષ્ણાતો રશિયાના આ હુમલાને વૈશ્વિક સુરક્ષા માટે મોટો ખતરો માની રહ્યા છે. ચોર્નોબિલ ખાતે બનેલ આ ખાસ યુનિટ યુક્રેન, યુરોપ, અમેરિકા અને અન્ય દેશોની મદદથી બનાવવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય રેડિયેશનના જોખમોને ટાળવાનો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે રશિયા પર આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના કરવાનો અને પરમાણુ સ્થળોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો, જે સમગ્ર વિશ્વ માટે ગંભીર ખતરો છે. ઝેલેન્સકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા હુમલાઓ વૈશ્વિક સુરક્ષાને નબળી પાડી શકે છે અને તાત્કાલિક પ્રતિક્રિયાની જરૂર છે.

આગ કાબુમાં આવી ગઈ
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પુષ્ટિ પછી, ફાયર સેફ્ટી અધિકારીઓએ માહિતી આપી કે ચેર્નોબિલ પ્લાન્ટ પર ડ્રોન હુમલા પછી લાગેલી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે. જોકે, આ ઘટનાએ ફરી એકવાર વિશ્વને ચેર્નોબિલ જેવા સંવેદનશીલ સ્થળોએ રહેલા જોખમો વિશે ચેતવણી આપી છે.

રેડિયેશનનું કોઈ જોખમ નથી
રશિયન ડ્રોન હુમલા પછી ચેર્નોબિલ પ્લાન્ટમાં રેડિયેશન સ્તરની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ, નિષ્ણાતોએ પુષ્ટિ આપી છે કે હાલમાં રેડિયેશનનું કોઈ અસામાન્ય સ્તર જોવા મળ્યું નથી. પ્લાન્ટના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈપણ જોખમનો સામનો કરી શકાય.