Home Blog Page 1160

વટાણા બટેટાની કચોરી

સહુથી સહેલી રીતથી બની જતી વટાણા બટેટાની કચોરી નાવીન્યસભર છે! કેમ કે, તે ક્રિસ્પી તેમજ સ્વાદિષ્ટ બને છે. આ કચોરીને ચાટરૂપે પણ પીરસી શકાય છે!

સામગ્રીઃ

  • બટેટા 5-6
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • કોર્નફ્લોર 2 ટે.સ્પૂન
  • તીખી લીલી ચટણી
  • મીઠી ચટણી
  • દાડમના દાણા 3 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટે.સ્પૂન
  • તેલ

પૂરણ માટેઃ

  • બાફેલા લીલા વટાણા 1 કપ
  • ખમણેલું આદુ 2 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • મીઠું સ્વાદ મુજબ

રીતઃ  બટેટાને છોલીને ધોઈ લો. તેને જાડી ખમણીમાં ખમણીને પાણીમાં રાખો. બટેટા ખમણી લીધા બાદ તેને 2 પાણીએથી ધોઈ લો. એક કઢાઈમાં 3-4 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો. તેમાં 1 ટી.સ્પૂન જેટલું મીઠું નાખી દો. પાણી ઉકળવા લાગે એટલે ખમણેલા બટેટામાંથી પાણી નિતારી તેને ગરમ પાણીમાં ઉમેરો. આ ખમણ 2-3 મિનિટ જેટલું ઉકળવા દો. તેને કાચું પાકું રાખવું, લગભગ 30-40% જેટલું ચઢવા દેવું. ત્યારબાદ ગેસ બંધ કરીને ખમણેલા બટેટાને ચાળણીમાં નાખીને પાણી નિતારી લેવું.

વટાણાના પૂરણ માટે બાફેલા વટાણા એક બાઉલમાં લઈ તેમાં ખમણેલું આદુ, સમારેલી કોથમીર, આમચૂર પાઉડર, લાલ મરચાં પાઉડર, સમારેલાં મરચાં, મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો. આ મિશ્રણને પાઉંભાજી મેશર વડે અધકચરું વાટી લો.

ખમણેલા બટેટામાં કોર્નફ્લોર, લાલ મરચાં પાઉડર, કાળા મરી પાઉડર મેળવી લો. મીઠું નહીં નાખવું. કારણ કે, ઉકળતા પાણીમાં મીઠું નાખ્યું હોય છે. અથવા તપાસીને ઉમેરવું. આ મિશ્રણને મિક્સ કરી લીધા બાદ તે ગોળો વળે તેવું બંધાવું જોઈએ. એવું ન થાય તો તેમાં કોર્નફ્લોર થોડો ઉમેરો. કોર્નફ્લોરને બદલે મેંદો પણ લઈ શકાય છે.

બંને હાથ તેલવાળા કરી, બટેટાના મિશ્રણનો ગોળો લઈ હાથમાં તેને પુરી જેટલો થાપો. તેમાં 1 ચમચી જેટલું  વટાણાનું પૂરણ ઉમેરી દો. તેની ઉપર બટેટાની બીજી પુરી મૂકીને બંને પુરીની કિનારી દાબીને પેક કરી લો. આ રીતે બધી કચોરી તૈયાર કરીને એક પ્લેટમાં મૂકી દો.

કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ તેજ-મધ્યમ રાખીને હળવેથી બટેટાની કચોરી ઉમેરીને સોનેરી રંગની તળી લો.

આ કચોરી તીખી-મીઠી ચટણી સાથે પીરસો. જો ચાટ તૈયાર કરવી હોય તો એક પ્લેટમાં 2-3 કચોરીને તોડીને તેની ઉપર દહીં, તીખી-મીઠી ચટણી રેડીને ચાટ મસાલો ભભરાવીને દાડમના દાણા નાખીને પીરસી આપો.

૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫

પંચાંગ 15/02/2025

ટેરિફ વોર અને જીઓ-પોલિટિકલ ક્રાઈસિસના અસરથી સોના-ચાંદીમાં તેજી

વિશ્વવ્યાપી ટેરિફ વોર અને જીઓ-પોલિટિકલ ક્રાઈસિસના પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. ખાસ કરીને ચાંદીમાં આજે તેજી જોવા મળી છે, જેમાં સ્થાનિક બજારમાં રૂપિયા 1500નો વધારો નોંધાયો હતો, જ્યારે વાયદા બજારમાં રૂપિયા 2394નો ઉછાળો જોવા મળ્યો હતો.

અમદાવાદમાં સોનામાં તેજીનો ટ્રેન્ડ

અમદવાદની વાત કરવામાં આવે તે પાછલા બે સપ્તાહથી સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાય રહ્યો છે. આજે 10 ગ્રામ સોનાની કિંમતો રૂપિયા 500 વધીને 89,000 પર પહોંચી ગઈ છે. જ્યારે 1 કિગ્રા ચાંદીના ભાવ રૂપિયા 1500 વધીને માટે 96,500 પાર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આક્રમક ખરીદીને પગલે ચાંદીની કિંમતો 1 લાખને પાર પહોંચવાની શક્યતા છે.

mcx પર ચાંદીની કિમતો

એમસીએક્સ પર ચાંદીનો માર્ચ વાયજો રૂપિયા 95449ના ભાવે ખૂલ્યો હતો. જ્યારે 98130ના સ્તરાને પાર પહોંચ્યો હતો. જે બાદ રૂપિયા 97627 પર આવી બજાર બંધ થતા જોવા મળ્યા હતા. એ જ રીતે, ફેબ્રુઆરીનો  ચાંદીનો મિની વાયદો રૂ. 97,379 સુધી પહોંચ્યો હતો, જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. 97,334 પર પહોંચ્યો હતો.

સોનામાં તેજી જળવાઈ રહી છે

જેએમ ફાઈનાન્સિયલ સર્વિસિસના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ વડા, પ્રણવ મેરએ જણાવ્યું હતું કે, ટ્રેડ ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓને લીધે, ટ્રેડર્સ અને રોકાણકારોએ સોનામાં વધારે ખરીદી કરી છે. અમેરિકાનો ડોલર નબળો પડતાં બુલિયન માર્કેટને ટેકો મળ્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક માગમાં વધારો હોવાને કારણે, ચાંદીમાં સોનાની તુલનામાં વધારે તેજી જોવા મળી રહી છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 9 લોકોના મોત

આતંકવાદને આશ્રય આપતો દેશ પાકિસ્તાન પોતે સતત આતંકવાદી ઘટનાઓનો ભોગ બની રહ્યો છે. હવે પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાંથી વધુ એક આતંકવાદી ઘટનાની માહિતી સામે આવી છે. અહીં કોલસા ખાણકામ કરનારાઓને લઈ જતું વાહન બોમ્બનો શિકાર થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા અને લગભગ 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

શું છે આખો મામલો?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં આ બોમ્બ વિસ્ફોટની ઘટના બલુચિસ્તાન પ્રાંતના અશાંત પ્રદેશના હરનાઈ જિલ્લાના શહરાગ વિસ્તારમાં બની હતી. શુક્રવારે, કોલસા ખાણકામ કરનારાઓને લઈ જતા એક વાહન પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આતંકવાદી ઘટનાનો ભોગ બનેલા લોકો એક મીની ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું
બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 9 લોકોના મોત બાદ, પાકિસ્તાનના કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે આ આતંકવાદી ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એવી પણ માહિતી આપી છે કે તેમણે આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રાંદે બોમ્બ વિસ્ફોટમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. શાહિદ રાંદે કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ જૂથે આ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી નથી. જોકે, ભૂતકાળમાં આવા આતંકવાદી હુમલાઓ પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી પર દોષિત ઠેરવવામાં આવ્યા છે.

મહાકુંભમાં અફવા ફેલાવનાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોલીસની કાર્યવાહી

પ્રયાગરાજ: મહાકુંભ 2025માં અત્યાસ સુધીમાં 50 કરોડથી વધુ લોકોએ અમૃત સ્નાનનો લ્હાવો લીધો છે. મહાકુંભનો લ્હાવો લેવા માટે માનવ મહેરામણ ઉભરાયું છે. શ્રદ્ધાળુઓ 144 વર્ષે યોજાનારા મહાકુંભમાં અનેરા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. જોકે કેટલાક લોકો મહાકુંભને બદનામ કરવાનો પ્રયાસ કરતા રહે છે, જેની સામે ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભ્રામક અને ખોટા વીડિયો પોસ્ટ કરી અફવા ફેલાવનારા 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે, મહાકુંભને બદનામ કરવા માટે કેટલાક એકાઉન્ટમાંથી એવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, જેને ભારત સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. થોડા દિવસો પહેલા મહાકુંભમાં એક સ્થળે આગ લાગી હતી, જેના વાયરલ થયેલા વીડિયોની હકીકત પણ સામે આવી છે. પોલીસે મહાકુંભમાં લાગેલી આગના વીડિયોની તપાસ કરતા તે વીડિયો ઈજિપ્તમાં લાગેલી આગના હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાંચ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, એક એક એકાઉન્ટ અને એક યૂટ્યૂબ ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. એટલું જ નહીં પટણાના વીડિયોને મહાકુંભ દેખાડનારા સાત ફેસબુક અને આઠ એક્સ એકાઉન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ અગાઉ પણ ભ્રામક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ચુકી છે. અત્યાર સુધીમાં 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ યુપી પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કડક નજર રાખી રહી છે. ડીજીપીએ તમામને અપીલ કરી છે કે, ફેક વીડિયો અને ખોટા અહેવાલો પોસ્ટ અને શેર ન કરે.

મહાકુંભમાં 50 કરોડ શ્રદ્ધાળુઓની આસ્થાની ડુબકી, 300 સફાઈકર્મીઓ બનાવ્યો રેકોર્ડ

ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે મહાકુંભમાં 50 થી 55 કરોડ આવ્યા છે, જેનાથી યુપીના અર્થતંત્રને વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કુંભ પર આંગળી ચીંધે છે, અમે આવા લોકોને કહેવા માંગીએ છીએ કે કુંભના આયોજનમાં 1500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને જો બદલામાં ૩ લાખ કરોડ રૂપિયાનો નફો થઈ રહ્યો હોય, તો તે સારું છે ને?

હાલમાં, સરકારી આંકડા અનુસાર, મહાકુંભ-2025માં પવિત્ર સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. ભારત અને ચીન પછી આ વિશ્વની ત્રીજી સૌથી મોટી વસ્તી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોવાના કોઈ પુરાવા નથી. બ્રાઝિલના રિયો કાર્નિવલ કે જર્મનીના ઓક્ટોબરફેસ્ટમાં ઉમટી પડતી ભીડ પણ મહાકુંભની સરખામણીમાં કંઈ નથી.

મહાકુંભ મેળો પૂર્ણ થવામાં હજુ ઘણો સમય છે, તેથી આ આંકડો વધુ વધી શકે છે. છેલ્લું અમૃત સ્નાન પણ બાકી છે, જે મહાશિવરાત્રીના દિવસે યોજાશે. આ બધા વચ્ચે આજે પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક નવો રેકોર્ડ નોંધાયો છે. મહાકુંભ દરમિયાન, 300 સફાઈ કર્મચારીઓએ ગંગા અને સંગમ પર બનેલા ત્રણ ઘાટ, રામ ઘાટ, ગંગેશ્વર ઘાટ અને ભારદ્વાજ ઘાટને અડધો કલાક સતત સાફ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો.

આ નવો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ટીમના જ્યુરી સભ્ય પ્રવીણ પટેલની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો છે, જેમાં 300થી વધુ સફાઈ કર્મચારીઓએ અડધો કલાક સુધી સતત એક શહેર અને એક નદીની સફાઈ કરી હતી. આ પહેલા, પ્રયાગરાજ મહાકુંભમાં બનેલો આ અનોખો રેકોર્ડ દુનિયામાં કોઈએ બનાવ્યો નથી.

વિકલાંગ લોકોના સ્વ-રોજગાર માટે BPAનો અનોખો પ્રયોગ

બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA) એ વિકલાંગ વ્યક્તિઓના સ્વ-રોજગાર માટે અનોખી પહેલ શરૂ કરી છે. BPAની વિનંતી પર, વાઘ બકરી ટી કંપનીએ આ પ્રયાસને સપોર્ટ કર્યો છે અને 44 મિની સ્ટોલને સ્પોન્સર કર્યા છે. આ પહેલના અંતર્ગત, BPA એ વિકલાંગ લોકો માટે વ્યવસાય અને રોજગારના નવા દરવાજા ખોલવાના હેતુથી આ સ્ટોલ વિતરણ શરૂ કર્યું છે.

 આ ક્રાર્યક્રમ અંતર્ગત, BPAના 44 મિની સ્ટોલની મદદથી વિકલાંગ લોકો સરળતાથી આજીવિકા કમાવવામાં મદદરૂપ બનશે. આ પહેલ દ્વારા, BPA માત્ર રોજગારની તક આપતી નથી, પરંતુ આ જીજિવિષા અને આત્મનિર્ભરતા તરફના નવા પડાવની તરફી પ્રવૃત્તિનું નિર્માણ કરી રહી છે.

BPA આ કાર્યક્રમ દ્વારા તમામ વિસ્તારોમાં તેમના સભ્યોએ સ્વ-રોજગાર અને વ્યવસાયની દિશામાં એક નવી શરૂઆત કરવાની તક મળશે. BPA આ કામગીરીને વિપુલ રીતે પ્રચારિત કરવાનો પ્રયાસ કરે છે, જેથી વધુ લોકો આ અનોખી અને દયાળુ પ્રવૃત્તિ સાથે જોડી શકે.

The Diplomat Trailer: ભારતની દીકરીઓને બચાવવા માટે જોન અબ્રાહમ નિકળ્યા એક મિશન પર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ અને સાદિયા ખતીબ અભિનીત ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’નું ટ્રેલર શુક્રવારે એટલે કે આજે રિલીઝ થયું છે. સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની જન્મજયંતિ પર રિલીઝ થયેલું આ ટ્રેલર 2017 માં ભારતીય રાજદ્વારી જેપી સિંહને ભારતની પુત્રીને પરત લાવવામાં ટેકો આપવા માટે તેમના દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રયાસોને શ્રદ્ધાંજલિ આપે છે.

ફિલ્મનું ટ્રેલર

આ રાજકીય થ્રિલર ફિલ્મ વાર્તા દર્શાવે છે કે યુદ્ધ કરતાં હોશિયારી અને વાટાઘાટો કેવી રીતે હીરોના અંતિમ શસ્ત્રો હોય છે. જોન અબ્રાહમ વાસ્તવિક જીવનના ભારતીય રાજદ્વારી જેપી સિંહની ભૂમિકા ભજવે છે, જે ભારતની પુત્રીને કેદમાંથી છોડાવવા માટે એક ઉચ્ચ-દાવના મિશન પર નીકળે છે. શિવમ નાયર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં જોન અબ્રાહમને વ્યૂહરચના, બુદ્ધિમત્તા અને વાતચીત પર આધારિત એક પાત્રમાં દર્શાવવામાં આવ્યું છે જે તેણે મોટા પડદા પર પહેલાં ક્યારેય ભજવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by tseriesfilms (@tseriesfilms)

જોન અબ્રાહમે પોતાની ખુશી શેર કરી

ફિલ્મ વિશે વાત કરતા જ્હોને કહ્યું,’રાજદ્વારી એક એવું યુદ્ધક્ષેત્ર છે જ્યાં શબ્દો શસ્ત્રો કરતાં વધુ વજન ધરાવે છે. જેપી સિંહની ભૂમિકા ભજવીને મને એવી દુનિયા શોધવાની તક મળી જ્યાં શક્તિ બુદ્ધિ, સ્થિતિસ્થાપકતા અને શાંત બહાદુરી દ્વારા વ્યાખ્યાયિત થાય છે. ઉઝમાની વાર્તા ભારતની શક્તિ અને હિંમતનો પુરાવો છે અને મને આ પ્રેરણાદાયી યાત્રાને પડદા પર જીવંત કરવાનો ગર્વ છે.”

આ દિવસે ફિલ્મ રિલીઝ થશે

ધ ડિપ્લોમેટની વાર્તા, પટકથા અને સંવાદો રિતેશ શાહ દ્વારા લખવામાં આવ્યા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ડિમો પોપોવ અને એમએસસી ગ્યાદ દ્વારા કરવામાં આવી છે, જ્યારે એડિટિંગ કુણાલ વાલ્વે દ્વારા કરવામાં આવ્યું છે. રવિ શ્રીવાસ્તવે પ્રોડક્શન ડિઝાઇનનું નિરીક્ષણ કર્યું છે. ફિલ્મનું મૂળ સંગીત ડેનિયલ બી જ્યોર્જે આપ્યું છે, જ્યારે સાઉન્ડ ડિઝાઇન મોહનદાસ વીપી દ્વારા કરવામાં આવી છે. ફિલ્મનું મૂળ સંગીત એ.આર. દ્વારા રચિત છે. ગીતો મનોજ મુન્તાશીરે લખ્યા છે. કલાકારોમાં રેવતી, કુમુદ મિશ્રા અને શારિબ હાશ્મીનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ 7 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મોરબીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો, સપ્લાયર ફરાર

મોરબી: ગુજરાતમાં ફરી એક વખત નસીલા પદાર્થની સંગ્રહખોરી કરતો આરોપી પોલીસના હાથે ઝડપાયો હતો. મોરબી શહેરમાં પોલીસે સફળ દારૂની રેડ પાડી છે. એ ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે લીલાપર કેનાલ રોડ પર બોરીયાપાટી વિસ્તારમાં આવેલી ભાંડિયાની વાડીમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બાતમીના આધારે પોલીસે મુકેશભાઈ નકુમના મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી વિદેશી દારૂની 72 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 48,465ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 30 વર્ષીય મુકેશભાઈ લખમણભાઇ નકુમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો તેમને ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરસનભાઈ કંઝારીયા પાસેથી મેળવ્યો હતો, જે વાવડી રોડ પર હદાણીની વાડી વિસ્તારમાં રહે છે. પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.