Home Blog Page 1116

અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના આ છે મહત્ત્વના મુદ્દા…

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે રશિયા-યૂક્રેન યુદ્ધ, ટેરિફ વૉર સહિતના ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે તેમના વહિવટે ફક્ત 43 દિવસમાં તે કરી બતાવ્યું છે, જે પહેલાંની સરકારે ચાર વર્ષમાં પણ કર્યું નથી. ટ્રમ્પે આ સંબોધનને The Renewal of the American Dream નામ આપ્યું હતું.

ટ્રમ્પના સંબોધનના મુખ્ય મુદ્દા

– ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધનમાં કહ્યું કે અમે યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા એટલા માટે તેનો અંત લાવવાની જરૂર છે. ટ્રમ્પે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના પત્રના વખાણ કરતા કહ્યું કે મને ઝેલેન્સ્કીનો પત્ર ગમ્યો. અમારી રશિયા સાથે ગંભીર વાતચીત થઈ છે. ટ્રમ્પે કહ્યું કે અમને મોસ્કો તરફથી પણ મજબૂત સંકેતો મળ્યા છે. રશિયા શાંતિ માટે તૈયાર છે. તેમણે સંસદમાં હાજર લોકોને પૂછ્યું, ‘શું આ સારી વાત નથી?’ હવે આ યુદ્ધનો અંત આણવો જરૂરી છે.

– અમારી સરકાર પનામા નહેર પર કબજો કરી લેશે. આ સાથે અમે ગ્રીનલેન્ડના લોકોના અધિકારોનું સન્માન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બને. અમે ગ્રીનલેન્ડને સમૃદ્ધ બનાવીશું. જો તમે અમેરિકાનો હિસ્સો નહીં બનો તો અમે કોઈને કોઈ રીતે આવું કરી જ લઈશું. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમને સુરક્ષિત રાખીશું.

– અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે કહ્યું કે અમારે અમેરિકાને તેમનાથી મુક્તિ અપાવવી છે. અમારા દેશના અમુક ભાગો પર આ લોકોએ કબજો જમાવી લીધો છે. અમે તેમને દેશમાંથી શોધી શોધીને તગેડી મૂકીશું.

– જલ્દી જ અમે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ જેના પછી પોલીસ અધિકારીની કોઈ હત્યા કરી દેશે તો તેને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવશે.

– અમારા દ્વારા ગોલ્ડ કાર્ડની સ્કીમ લાવવામાં આવી છે.  અમે 5 મિલિયન ગોલ્ડ કાર્ડ ઈશ્યૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તેનાથી અમેરિકાને મોટો ફાયદો થશે અને મહેનતું લોકો આખી દુનિયામાંથી અમેરિકા તરફ આકર્ષાશે. તેમના માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ જશે. આ એક રીતે ગ્રીન કાર્ડ છે પણ તેમાં વધારે સુવિધાઓ રહેશે.

– અમેરિકા મોમેન્ટમ પરત આવી ગયું છે. આપણી આત્મા પરત આવી ગઇ છે. આપણું ગૌરવ પરત આવી ગયું છે. આપણો વિશ્વાસ પાછો ફર્યો છે. હવે અમેરિકાના લોકો પોતાના તમામ સપના પુરા કરી શકશે.

– મેં દેશની બોર્ડર પર થઇ રહેલા આક્રમણને રોકવા માટે અમેરિકી સેના અને બોર્ડર પેટ્રોલિંગ ટીમ તૈનાત કરી છે અને ગત મહિને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવાની ઘટનાઓમાં હવે ઘટાડો નોંધાયો છે.

– ભારત આપણા અર 100 ટકા ટેરિફ લગાવે છે. જે આપણા દેશ પર જેટલો ટેરિફ લગાવશે, આપણે એટલો ટેરિફ લગાવીશું.

– “અમે માનીએ છીએ કે તમે ડોક્ટર, એકાઉન્ટન્ટ, વકીલ અથવા એર ટ્રાફિક કંટ્રોલર હોવ, તમારી નિમણૂક જાતિ કે લિંગના આધારે નહીં, પરંતુ કુશળતા અને ક્ષમતાઓના આધારે થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એક બોલ્ડ અને ખૂબ જ શક્તિશાળી નિર્ણયમાં અમને તે કરવાની મંજૂરી આપી છે.”

– ‘અમે આપણી પબ્લિક સ્કૂલોમાંથી ક્રિટિકલ રેસ થિયરીનું ઝેર કાઢી નાખ્યું છે. મેં એક આદેશ પર સહી કરી છે, જેથી અમેરિકામાં હવે ફક્ત બે જ જેન્ડર હશે જેમાં એક છે મહિલા અને બીજા પુરુષ. મેં પુરુષોને મહિલાઓની રમતમાં રમાડવા સામે પ્રતિબંધ મૂકી દીધો છે.

– મેં પ્રમુખ બનતાની સાથે જ અનેક મોટા નિર્ણયો લીધા. સંઘીય ભરતી, નવી ફેડરલ પોલિસી અને અમેરિકાની નુકસાનકારક વિદેશી નીતિઓ રદ કરી નાખી. ગ્રીન ન્યૂ સ્કેમ મુર્ખામીભર્યો હતો અને મેં તેનો અંત લાવ્યો. અમેરિકા માટે પેરિસ ક્લાઈમેટ કરાર,  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને અમેરિકા વિરોધી સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પંચમાંથી હાથ પાછા ખેંચી લીધા.  તેમણે કહ્યું કે અમે જૂની સરકારો દ્વારા લાવવામાં આવેલા ઈવી વાહનોને લગતા નિયમ રદ કરી દીધા છે.

સંસદમાં ટ્રમ્પની જાહેરાત, ભારત પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાશે

અમેરિકા: પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ યુ.એસ. કોંગ્રેસને સંબોધન કર્યું છે. સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબોધનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ “ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ” રહેવાની છે.

ટ્રમ્પની મોટી જાહેરાત 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું.  ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કેનેડા, ચીન અને મેક્સિકો જેવા દેશો પર પહેલાથી જ 25 ટકા જેટલા ટેરિફની જાહેરાત કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે હવે ભારતને પણ મોટો ફટકો પડવાની તૈયારી છે. ભારત વિશે ટ્રમ્પે કહ્યું કે, તે અમારા પર વધારે ટેક્સ અને ટેરિફ લગાવે છે જે અયોગ્ય છે. ભાષણમાં બે વખત ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે જાહેરાત કરી દીધી કે આગામી 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે. ભારત સહિત કેનેડા, મેક્સિકો, ચીન પર આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડશે. 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારતનો કર્યો ઉલ્લેખ 

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં ફરી એકવાર ભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કેનેડા, મેક્સિકો અને ભારત તથા દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલી રહ્યા હતા. જેના પર અમે કાર્યવાહી કરી છે.

ટ્રમ્પે અમેરિકાથી સહાય મેળવતા દેશોની ચિંતા વધારી 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમારાથી જે જે લોકો આજ સુધી પૈસા લેતા આવ્યા છે તેમનાથી હવે વસૂલી કરવાનો ટાઈમ આવી ગયો છે. અમે એ પૈસા વસૂલ કરીશું અને અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં લાવીશું. અત્યાર સુધી હું બાઈડેનની ખરાબ નીતિઓની અસરથી દેશને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યો હતો.

અમેરિકા-યુરોપિયન દેશો વચ્ચેના તણાવમાં ચીન અવસરની શોધમાં

ચીને યુરોપમાં પોતાના માટે તકો શોધવાનું શરૂ કર્યું છે. ચીને EU સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે પગલાં લીધાં છે. ચીનની સંસદ, નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)ના પ્રવક્તા લુ કિંજિયાને મંગળવારે જણાવ્યું હતું કે ચીન (યુએસ) ની એકપક્ષીય નીતિઓ સામે 27 સભ્યોના યુરોપિયન યુનિયન સાથે કામ કરવા તૈયાર છે.ચીની પ્રવક્તાએ કહ્યું, “છેલ્લા ૫૦ વર્ષોના તથ્યોએ સાબિત કર્યું છે કે ચીન અને યુરોપ વચ્ચે કોઈ મૂળભૂત હિતોના સંઘર્ષો કે ભૂ-રાજકીય મુકાબલા નથી. તેના બદલે, તેઓ એકબીજાની સફળતામાં ફાળો આપતા ભાગીદારો છે.”

યુરોપિયન દેશો ચીન માટે એક મોટું બજાર

ચીન ખાસ કરીને EU ને તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી માટે એક આકર્ષક બજાર માને છે. જો કે, સ્થાનિક મોડેલોને પણ સુરક્ષિત રાખવા માટે EUએ ચીની ઇલેક્ટ્રિક વાહનો પર ભારે કર લાદ્યો છે. આ ઉપરાંત, ચીન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને ટ્રમ્પ વચ્ચેની તાજેતરની વિવાદાસ્પદ મુલાકાત પછી ઉદ્ભવેલા વ્યૂહાત્મક પરિવર્તનનો પણ લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની ટ્રમ્પ સાથેની વિવાદાસ્પદ મુલાકાત બાદ, EU નેતાઓએ ખુલ્લેઆમ તેમનું સમર્થન કર્યું છે. દરમિયાન, ચીની મીડિયાએ પણ આ બેઠકનો વીડિયો વ્યાપકપણે શેર કર્યો અને યુક્રેન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ચીનના પ્રવક્તાએ કહ્યું, “ચીન-યુરોપ સંબંધો કોઈપણ તૃતીય પક્ષ પર આધારિત નથી કે તેમના દ્વારા લક્ષ્ય બનાવવામાં આવ્યા નથી,” આડકતરી રીતે યુએસ-ઇયુ સંબંધોનો ઉલ્લેખ કરતા. ટ્રમ્પ અને પુતિન વચ્ચે વધતી જતી નિકટતા બેઇજિંગ માટે ચિંતાનો વિષય છે, તેમ છતાં ચીન રશિયા સાથે વધુ સારા સંબંધો જાળવવા માંગે છે.

ઝેલેન્સકી બેકફૂટ પર, યુક્રેન અમેરિકા સાથે ખનિજોના સોદાની તૈયારીમાં

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુક્રેન સાથે ખનિજ કરાર (યુએસ યુક્રેન મિનરલ્સ ડીલ)ની જાહેરાત કરી શકે છે. સમાચાર એજન્સી રોઇટર્સે ચાર સ્ત્રોતોને ટાંકીને આ માહિતી આપી છે. રશિયા સામેના યુદ્ધમાં અમેરિકાએ યુક્રેનને સહાય બંધ કર્યાના એક દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે.રોઇટર્સે જણાવ્યું હતું કે, ‘ટ્રમ્પે તેમના સલાહકારોને કહ્યું છે કે તેઓ યુએસ કોંગ્રેસને સંબોધનમાં યુક્રેન સાથેના આ ખનિજ કરારની જાહેરાત કરવા માંગે છે.’ જો કે, સૂત્રોએ એમ પણ કહ્યું કે કરાર પર હજુ સુધી હસ્તાક્ષર થયા નથી અને પરિસ્થિતિ બદલાઈ શકે છે. બીજી તરફ યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, “આવા કોઈ કરાર પર હસ્તાક્ષર કરવાની કોઈ યોજના નથી.”

ઓવલ ઓફિસમાં ચર્ચા પછી સોદો થઈ શક્યો નહીં

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ ખનિજ સોદા માટે 28 ફેબ્રુઆરીએ અમેરિકાની મુલાકાત લીધી હતી. જો કે, ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથેની તેમની દલીલ બાદ આ સોદો અંતિમ સ્વરૂપ મેળવી શકાયો ન હતો. ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું કહેવામાં આવ્યું. ચર્ચા દરમિયાન, ટ્રમ્પે તેમને મૂર્ખ રાષ્ટ્રપતિ પણ કહ્યા.આ પછી, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 4 માર્ચે જાહેરાત કરી હતી કે અમેરિકા રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને આપવામાં આવતી સહાય બંધ કરી રહ્યું છે. આ નિર્ણય પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી થોડા નરમ પડ્યા અને નિવેદન આપ્યું કે તેઓ ટ્રમ્પના મજબૂત નેતૃત્વ હેઠળ કામ કરવા તૈયાર છે. તેમણે ઓવલ ઓફિસમાં બનેલી ઘટના પર પણ દિલગીરી વ્યક્ત કરી. તે બેઠકમાં, ટ્રમ્પ અને જેડી વાન્સે ઝેલેન્સકીને ઠપકો આપતા કહ્યું કે તેમણે અમેરિકન મીડિયાની સામે વધારાની સહાય માગવાના બદલે અમેરિકાનો તેના સમર્થન બદલ આભાર માનવો જોઈએ.

યુક્રેન ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છે

આ સોદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા છે કે નહીં તે સ્પષ્ટ નથી. ગયા અઠવાડિયે હસ્તાક્ષર થવાના હતા તે કરારમાં યુક્રેન માટે કોઈ સ્પષ્ટ સુરક્ષા ગેરંટીનો સમાવેશ નહોતો. પરંતુ યુ.એસ.ને યુક્રેનના કુદરતી સંસાધનોની ઍક્સેસ આપી હતી. જૂના કરારમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે યુક્રેનિયન સરકાર તેના કોઈ પણ રાજ્ય માલિકીના કુદરતી સંસાધનોમાંથી થતી કમાણીનો 50% ભાગ યુએસ-યુક્રેન દ્વારા સંચાલિત ‘પુનઃનિર્માણ રોકાણ ભંડોળ’માં ફાળો આપશે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેમનું વહીવટીતંત્ર કરાર પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે.

પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, આર્મી કેન્ટ વિસ્તારમાં વિસ્ફોટ

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા. વિસ્ફોટો પછી, વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર છે. આ હુમલાને પૂર્વ આયોજિત આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 35 ઘાયલ થયા. આ હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાનનો હાથ હોવાનું કહેવાય છે, જે એક સમયે પાકિસ્તાની સેના સાથે જોડાયેલા HGB (હાફિઝ ગુલ બહાદુર)નો ભાગ હતો અને તાજેતરમાં TTP સાથે હાથ મિલાવ્યો હતો.

આતંકવાદીઓએ કાર બોમ્બનો ઉપયોગ કર્યો 
રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓએ સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા માટે બે કાર બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ પછી તરત જ એક લક્ષિત હુમલો કરવામાં આવ્યો. આતંકવાદીઓએ ઇફ્તાર પછી બન્નુ કેન્ટના સુરક્ષા અવરોધ પર હુમલો કર્યો. શરૂઆતની માહિતી મુજબ, આ હુમલામાં 5 થી 6 આતંકવાદીઓ સામેલ હતા.

બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો થયો હતો

સોમવારે અગાઉ, એક મહિલા આત્મઘાતી બોમ્બરે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોર્પ્સ (FC)ના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં એક સૈનિકનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલો કલાત જિલ્લાના મુગલઝાઈ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો. આત્મઘાતી હુમલાખોરે ફ્રન્ટિયર કોર્પ્સના કાફલાને નિશાન બનાવ્યો.

ઈન્સ્ટન્ટ પાલક ઢોસા

પાલકવાળો પૌષ્ટિક ઢોસો દેખાવમાં તો સારો લાગે છે, ક્રિસ્પી પણ બને છે! જેથી બાળકો તે હોંશે હોંશે ખાવા પ્રેરાશે!

સામગ્રીઃ

  • પાલક 1 ઝુડી
  • ચોખાનો લોટ 1½ કપ
  • રવો ½ કપ
  • આદુ 2 ઈંચ
  • લીલા મરચાં 2-3
  • રેડ ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • કાંદો 1
  • 2 ચપટી હીંગ
  • તેલ

રીતઃ પાલકના પાન ધોઈ લેવા. એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે પાલકના પાન તેમાં 2 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી પાલકમાંનું પાણી નિતારી લો. પાલક ઠંડી થાય એટલે તેને મિક્સીમાં બારીક પેસ્ટ કરી લો.

એક બાઉલમાં ચોખાનો લોટ, તેમજ રવો લઈ તેમાં પાલકની પ્યુરી ઉમેરી દો. સ્વાદ મુજબ મીઠું, લીલા મરચાં ઝીણાં સમારીને ઉમેરી દો. આદુ ખમણીને ઉમેરો. ચપટી હીંગ, ચિલી ફ્લેક્સ ઉમેરીને 2-3 વાટકી પાણી મેળવીને પાતળું ખીરું તૈયાર કરી લો. આ ખીરું ઢાંકીને 20-25 મિનિટ રાખી મૂકો.

ત્યારબાદ ગેસ પર નોનસ્ટીક અથવા લોખંડનો તવો તેલથી ગ્રીસ કરીને ગરમ કરી લો. એક કાંદાને ઝીણો સમારી લો. થોડો કાંદો તવા ઉપર ભભરાવીને એક વાટકી પાલકનું ખીરું તવા ફરતે રેડી પાતળો ઢોસો તૈયાર કરી લો. ઢોસાની ઉપર 1 ચમચી તેલ લગાડી લો. ગેસની આંચ મધ્યમ રાખવી. ઢોસાની કિનારી સોનેરી રંગની થઈને ઉખળવા માંડે એટલે ઢોસો તવેથા વડે વાળીને ઉતારી લો. આ જ રીતે બીજા ઢોસા તૈયાર કરી લો.

આ ઢોસો લીલી કોથમીરની અથવા નાળિયેરની ચટણી સાથે પીરસો.

૦૫ માર્ચ ૨૦૨૫

પંચાંગ 05/03/2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દુબઈમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને સતત ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો. ટીમ ઈન્ડિયાની જીતના સ્ટાર્સ મોહમ્મદ શમી અને વિરાટ કોહલી હતા, જેમણે પોતાના જોરદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. શમીએ ચાર વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 264 રનમાં રોકી દીધું, જ્યારે કોહલી (84) સદી ચૂકી ગયો હોત, પરંતુ તેણે ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે રનનો પીછો કરવામાં સફળતાપૂર્વક આગેવાની લીધી.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં, ભારતીય ટીમ 14 વર્ષ પછી ICC ટુર્નામેન્ટના નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહી. 2011 ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં, ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી અને પછી ટાઇટલ પણ જીત્યું હતું. આ વખતે, ટીમ ઈન્ડિયા ટાઇટલની નજીક પહોંચી અને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું. ઉપરાંત, ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી વખત (આ પહેલા 2013 અને 2017 માં) આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને હેટ્રિક હાંસલ કરી.

મંગળવાર 4 માર્ચે રમાયેલી આ પહેલી સેમિફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાએ તેની અડધી તાકાત હોવા છતાં જોરદાર પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયા, જેણે પહેલાથી જ ઘણા ખેલાડીઓ ગુમાવ્યા હતા, તે 21 વર્ષીય નવા ઓલરાઉન્ડર કૂપર કોનોલી (0) સાથે મેદાનમાં આવ્યું પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. પરંતુ, ટ્રેવિસ હેડ (39), જે ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે, તેણે ફરી એકવાર પોતાની વિસ્ફોટક બેટિંગથી ભારતને મુશ્કેલીમાં મુકી દીધું, પરંતુ વરુણ ચક્રવર્તી (2/49) એ અહીં પણ પોતાનો જાદુ બતાવ્યો અને તેને પેવેલિયન પાછો મોકલી દીધો.

ત્યારબાદ સુકાની સ્ટીવ સ્મિથ (73) એ શાનદાર અડધી સદી ફટકારી પરંતુ શમીએ સદી ફટકારતા પહેલા જ તેને બોલ્ડ કરી દીધો અને ભારતને રમત પાછા લાવ્યું અને ઓસ્ટ્રેલિયાની મોટા સ્કોરની આશાઓ પર પાણી ફેરવી દીધું. અંતે, એલેક્સ કેરીએ ફરી એકવાર ઝડપી ઇનિંગ્સ રમી અને 61 રન બનાવ્યા. પરંતુ 48મી ઓવરમાં, શ્રેયસ ઐયરે તેને રન આઉટ કર્યો, જેના કારણે ઓસ્ટ્રેલિયાના સ્કોરમાં 15-20 વધારાના રન ઉમેરવાની શક્યતાનો અંત આવ્યો. ટીમ ઈન્ડિયા તરફથી શમીએ 3 વિકેટ લીધી જ્યારે રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.

ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માએ પણ ઝડપી શરૂઆત કરી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાએ સતત બે ઓવરમાં બે વાર કેચ છોડીને શરૂઆતનું દબાણ બનાવવાની તક ગુમાવી દીધી હતી. જોકે, બેન દ્વારશુઈસે ટૂંક સમયમાં જ શુભમન ગિલને આઉટ કરીને પ્રથમ સફળતા અપાવી અને પછી કોનોલી, જેમણે રોહિત (28) ને આઉટ કર્યો હતો. આવી સ્થિતિમાં, બધાની નજર વિરાટ કોહલી પર હતી, જેમણે પાકિસ્તાન સામે પીછો કરતી વખતે સદી ફટકારી હતી અને ટીમને જીત તરફ દોરી હતી. શ્રેયસ ઐય્યર ફરી એકવાર કોહલી સાથે આ કામ કરવા આવ્યો અને ફરી એકવાર અડધી સદીની ભાગીદારી કરી.

આ બંનેએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી અને જીતનો પાયો નાખ્યો હતો. બંનેએ મળીને ત્રીજી વિકેટ માટે 91 રન ઉમેર્યા. આ દરમિયાન કોહલીએ તેની 73મી અડધી સદી પણ ફટકારી. શ્રેયસ (45) ના આઉટ થયા પછી મેદાનમાં આવેલા અક્ષર (27) એ કોહલી સાથે મળીને સ્કોર વધારવાનો પ્રયાસ કર્યો પરંતુ નાથન એલિસ દ્વારા બોલ્ડ થઈને મેચને રોમાંચક બનાવી દીધી. આ પછી, રાહુલ અને વિરાટે 47 રનની ભાગીદારી કરી અને જીત સુનિશ્ચિત કરી. કોહલી સદી ચૂકી ગયો હોવા છતાં, હાર્દિક (28) અને રાહુલ (અણનમ 42) એ છગ્ગા અને ચોગ્ગાની ધમાકેદાર ઇનિંગ્સ રમીને ટીમને વિજય અપાવ્યો.

ઐશ્વર્યા અને અભિષેક એક સાથે પહોંચ્યા ખાસ પ્રસંગમાં, જુઓ આ પોસ્ટ

મુંબઈ: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક મહિનાઓથી છૂટાછેડાની અફવાઓને કારણે સમાચારમાં છે. આ અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે આ કપલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ અલગ હાજરી આપતા જોવા મળ્યા હતાં. આ પછી, બંને લાંબા સમય સુધી સાથે જોવા મળ્યા નહોતા. તાજેતરમાં જ બંને એક ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર બંને સાથે જોવા મળ્યા છે. બંનેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને તેમના ચાહકો ખૂબ ખુશ છે.

આશુતોષ ગોવારિકરના દીકરાના લગ્નમાં ઐશ્વર્યા-અભિષેક સાથે પહોંચ્યા
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય આશુતોષ ગોવારિકરના પુત્રના લગ્ન સમારંભમાં સાથે પહોંચ્યા હતા અને આ દરમિયાન બંને ખૂબ ખુશ દેખાતા હતા. આ કાર્યક્રમમાં ઐશ્વર્યા અને અભિષેક બંને ટ્વિનિંગ કરતા જોવા મળ્યા. ઐશ્વર્યાએ સફેદ સૂટ પહેર્યો હતો, જ્યારે અભિષેક સફેદ શેરવાનીમાં જોવા મળ્યા હતા. બંનેની આ તસવીરો પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઐશ્વર્યા અને અભિષેક સાથે ખુશ દેખાતા હતા
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા લગ્ન સ્થળે ઇસ્કોન મંદિરના ઉપદેશક હરિનામ દાસને મળ્યા અને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા.અભિષેકે હરિનામ દાસનું હાથ જોડીને અભિવાદન કર્યું અને આ દરમિયાન ઐશ્વર્યા તેમની સાથે ઉભી જોવા મળી. હરિનામ દાસે પોતે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેના પર યુઝર્સ કોમેન્ટ કરતા થાકતા નથી.

હરિનામ દાસે ફોટા શેર કર્યા
ઐશ્વર્યા-અભિષેક સાથેની તસવીરો શેર કરતા હરિનામ દાસે કેપ્શનમાં લખ્યું, ‘વૃંદાવન ધામના આશીર્વાદ બે સુંદર અને નમ્ર આત્માઓ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે શેર કરીને ખુશ છું. કૃષ્ણની કૃપા હંમેશા તેમના પર રહે! શ્રી શ્રી રાધા વૃંદાવન ચંદ્રજીના આશીર્વાદ મેળવવા માટે તેમને આગામી વિશ્વના સૌથી ઊંચા મંદિર, વૃંદાવન ચંદ્રોદય મંદિરની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું.’