નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની જિયોસ્ટાર આશરે 1100 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. કંપનીએ આ નિર્ણય વાયાકોમ18 અને વોલ્ટ ડિઝનીના નવેમ્બર, 2024માં થયેલા મર્જર પછી લઈ રહી છે. આ છટણીની પ્રક્રિયા એક મહિના પહેલાં શરૂ થઈ ચૂકી છે અને જૂન, 2025 સુધી જારી રહેવાની સંભાવના છે.
નવેમ્બર 2024માં તેની પેરન્ટ કંપની વાયાકોમ18નું વોલ્ટ ડિઝની સાથે વિલીનીકરણ થયું હતું. આના કારણે કેટલાક વિભાગોમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે જેમને કાઢી મૂકવામાં આવશે તેમને છ મહિનાથી એક વર્ષ સુધીનો પગાર આપવામાં આવશે, એમ અહેવાલ કહે છે.
આ મર્જર પછી પુનર્ગઠનના ભાગરૂપે કંપનીમાં છટણી ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી અને જૂન સુધી ચાલુ રહેશે. કંપની વિતરણ, નાણાં, કોમર્શિયલ અને કાનૂની વિભાગોમાંથી બિનજરૂરી લોકોને દૂર કરશે. જો કોઈ કર્મચારી એક વર્ષ પહેલાં કંપનીમાં જોડાયો હોય તો તેને એક મહિનાનો સંપૂર્ણ પગાર મળશે. બાકીના કર્મચારીઓને પણ તે મુજબ મળશે. એકથી ત્રણ મહિનાની નોટિસ આપવામાં આવશે.
આ મર્જર પછી Jio દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક બની ગયું છે. આ કરાર 70,352 કરોડ રૂપિયામાં થયો હતો. ડિઝની-રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના દર્શકો હવે 750 મિલિયન છે. રિલાયન્સે આ સંયુક્ત સાહસ માટે 11,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જ્યારે બે મોટી કંપનીઓનું મર્જર થાય છે ત્યારે પદોનું ડુપ્લિકેશન ઘટાડવા માટે છટણી અનિવાર્ય બની જાય છે, આ રિસ્કંસ્ટ્રક્ટિંગ સોર્સિસને વધુ સારી રીતે ઉપયોગ કરવા અને કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
શનિવારથી ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA) શરૂ થઈ રહ્યો છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં બે દિવસ માટે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમ માટે ફિલ્મ સ્ટાર્સ એકઠા થવા લાગ્યા છે. અહીં માધુરી દીક્ષિત અને નુસરત ભરૂચા સહિતની અભિનેત્રીઓ જયપુર પહોંચી છે. બાકીના ફિલ્મ સ્ટાર્સ પણ અહીં જયપુરમાં ભાગ લેવાના છે. અહીં IIFA એવોર્ડ્સ 2025 8 અને 9 માર્ચ એમ બે દિવસ ચાલશે.
એવોર્ડ સમારોહ 2 દિવસ સુધી ચાલશે
ભારતીય ફિલ્મોનો સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ, IIFA એવોર્ડ્સ 2025 જયપુરમાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ શનિવાર અને રવિવારે અહીં યોજાવાનો છે. અહીં પરફોર્મ કરનારા ફિલ્મ સ્ટાર્સ આવવા લાગ્યા છે. આ ઉપરાંત અહીં રિહર્સલ પણ સતત ચાલી રહ્યા છે. માધુરી દીક્ષિતે જયપુર પહોંચતાની સાથે જ કહ્યું,’આઈફા એવોર્ડ્સ મારા હૃદયની ખૂબ નજીક રહ્યા છે. મારો તેની સાથે જૂનો સંબંધ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવો એ મારા માટે ગર્વની વાત છે. હવે આ વર્ષે આ એવોર્ડ જયપુરમાં યોજાઈ રહ્યો છે, જેના વિશે હું વધુ ઉત્સાહિત છું. જ્યારે અભિનેત્રી નુસરત ભરૂચાએ કહ્યું, ‘હું IIFA વિશે ખૂબ જ ઉત્સાહિત છું. જયપુરે આને વધુ ખાસ બનાવ્યું છે. હું અહીં 4 દિવસ રહીશ અને આ સમય દરમિયાન મને રાજસ્થાનની પણ શોધખોળ કરવાની તક મળશે.’
આ સ્ટાર્સ જયપુરમાં થશે ભેગા
તમને જણાવી દઈએ કે માધુરી અને નુસરત પહેલા પણ બોલિવૂડ સ્ટાર્સ અહીં પહોંચી ચૂક્યા છે. આ એવોર્ડ સમારોહની ભવ્યતા જયપુરમાં 2 દિવસ સુધી જોવા મળશે. આ પહેલા વિજય વર્મા, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને ઘણા ફિલ્મ સ્ટાર્સ અહીં પહોંચી ચૂક્યા છે. આ સાથે, શાહરૂખ ખાન સહિત ઘણા મોટા સુપરસ્ટાર પણ અહીં ભાગ લેવા માટે પહોંચવાના છે. આજે એટલે કે શુક્રવારે IIFA માં એક ખાસ કાર્યક્રમનું પણ આયોજન થવાનું છે. જેને ‘ભારતીય સિનેમામાં મહિલાઓની જર્ની’ નામ આપવામાં આવ્યું છે.
આઈફા એવોર્ડ્સને 25 વર્ષ પૂર્ણ થયા
તમને જણાવી દઈએ કે ભારતીય સિનેમાનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર વર્ષ 2000 માં લંડનમાં શરૂ થયો હતો. ત્યારથી આ એવોર્ડ દર વર્ષે યોજવામાં આવે છે. અમિતાભ બચ્ચન આ એવોર્ડના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ એવોર્ડ દક્ષિણ એશિયાઈ ફિલ્મ જગતમાં એક મહત્વપૂર્ણ એવોર્ડ છે. આ એવોર્ડ ભારતીય ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. હવે આ વર્ષે આ પુરસ્કાર 25 વર્ષ પૂર્ણ કરશે. આ એવોર્ડ સમારોહ 8 અને 9 માર્ચના રોજ યોજાવાનો છે.
અમદાવાદઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેમણે જુલાઈ, 2024માં કહ્યું હતું કે અમે ગુજરાતમાં મોદી અને ભાજપને હરાવીશું. મહારાષ્ટ્ર, હરિયાણ અનેદિલ્હીમાં કોંગ્રેસની હાર પછી કોંગ્રેસ ભાજપના ગઢમાં ઘેરવા ઇચ્છે છે.
રાહુલ ગાંધી પણ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સ્વાગત માટે પોસ્ટર સાથે આવેલા ધારાસભ્ય શૈલેશ પરમારના સમર્થકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ ભવન જવા રવાના થયા છે.
રાહુલ ગાંધી આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવનમાં 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે. જેમાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે
તેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે. ત્યાર બાદ 44 જિલ્લા અને શહેર પ્રમુખ સાથે અને એ પછી તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. તેઓ રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે.
તેઓ આવતી કાલે રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલમાં કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.
મુંબઈ: બોલિવૂડ સ્ટાર ગોવિંદાના સેક્રેટરી શશિ સિંહાનું નિધન થયું છે. તેમના મૃત્યુ પછી ગઈકાલે તેમને અંતિમ વિદાય આપવા આવેલા ગોવિંદા રડી પડ્યા હતાં. ગોવિંદાનો રડવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોવિંદાનું દુઃખ સ્પષ્ટ દેખાય છે. ગોવિંદાએ તેમના લાંબા સમયના સેક્રેટરી શશી સિંહાને ભાવનાત્મક વિદાય આપી.
શશિ સિંહા બોલિવૂડ વર્તુળોમાં એક મોટું નામ રહ્યું છે. શશી ઘણા વર્ષોથી ગોવિંદાના સેક્રેટરી હતાં. શશી લાંબા સમયથી બોલિવૂડ પ્રોજેક્ટ્સ અને એન્ડોર્સમેન્ટ્સ સંભાળી રહ્યા હતાં. ઘણા વર્ષો સુધી ગોવિંદાના કામનું સંચાલન કર્યા પછી સિંહાએ સ્ટારની વ્યાવસાયિક કારકિર્દીને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી. બોલિવૂડ પ્રોજેક્ટ્સની દેખરેખથી લઈને જાહેર કાર્યક્રમો અને જાહેરાતોનું સંચાલન કરવા સુધી, તે ફક્ત એક મેનેજર નહીં તેના કરતા પણ વધુ હતા. તે એક વિશ્વાસુ સાથી હતા જે દરેક મુશ્કેલ સમયમાં ગોવિંદાની પડખે ઊભો રહેતા હતાં.
સિંહાના અંતિમ સંસ્કારમાં તેમના નજીકના મિત્રો, પરિવાર અને ફિલ્મ જગતના સભ્યોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની ગેરહાજરીથી માત્ર ગોવિંદાના જીવનમાં જ નહીં પરંતુ બોલિવૂડ સમુદાયમાં પણ એક ખાલીપો સર્જાયો છે, જ્યાં તેમના સમર્પણ અને વિવેકબુદ્ધિ માટે તેમનું વ્યાપકપણે સન્માન કરવામાં આવતું હતું. ફિલ્મ ઉદ્યોગ ઉપરાંત, સિંહા મુંબઈના સામાજિક વર્તુળોમાં એક પરિચિત ચહેરો હતા, જે તેમની વ્યાવસાયિકતા અને પ્રામાણિકતા માટે જાણીતા હતા.
ગોવિંદા સાથેના છૂટાછેડાને લગતી અફવાઓને જાહેરમાં સંબોધિત કર્યાના થોડા દિવસો પછી જ તેમનું અવસાન થયું. જેમાં તેમણે અભિનેતા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેના અલગ થવાના અહેવાલોને ફગાવી દીધા હતા. એક મુલાકાતમાં, સિંહાએ અટકળોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે અલગ થવા અંગે કોઈ ઔપચારિક કાનૂની પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે સુનિતાએ કાનૂની નોટિસ મોકલી હતી, પરંતુ તેની સામગ્રી અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. તેમણે દંપતીના સંબંધોના જટિલ સ્વભાવ પર પ્રકાશ પાડ્યો, અને તેઓ અલગ રહેતા હોવાના દાવાઓને નકારી કાઢ્યા.
નવી દિલ્હીઃ US સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એલેના કૈગને તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી હતી. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી. રાણાએ US સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક સ્ટે આપવાની માગ કરી હતી. આ અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે અને મને મારી નાખવામાં આવશે.
રાણાએ યુએસ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કહ્યું હતું કે હું પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છું અને પકિસ્તાની સેનાનો ભૂતપૂર્વ સભ્ય છું, જેને કારણે તેને હિરાસતમાં યાતનાઓ આપવામાં આવે એવી શકયતા છે તથા એની સ્વાસ્થ્યની સ્થિતિને જોતાં તેનું મોત પણ થઈ શકે, કેમ કે તેને અનેક રોગો થયા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર વધુ ને વધુ સરમુખત્યારશાહી બની રહી છે અને જો તેને ભારત સરકારને સોંપવામાં આવશે તો તેને ત્રાસ આપવામાં આવશે તેના પૂરતાં કારણો છે.
કોણ છે તહવ્વુર રાણા?
તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ સમય દરમિયાન, તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ એ ઇસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવી અને તેને અંજામ આપવામાં મદદ કરી. આ કેસમાં આતંકવાદી હેડલી સરકારી સાક્ષી બન્યો છે.
રસ્તા પર પોદળો પડ્યો હોય તો આપણે ફરિયાદ કરીએ છીએ. પણ આપણે ત્યાં જ કચરો ફેંકીને સફાઈ કામદારો અથવા સરકારને દોષ દઈએ છીએ. પ્રાણી માટે કોઈ વ્યવસ્થા નથી કે પછી એમનામાં એવી સમજણ નથી. તો પણ એક વાર શીખી લીધા બાદ એ નિયમ મુજબ ચાલે છે. માણસ પાસે ઘણી સુવિધાઓ છે પણ બેફિકરાઈ તથા બેજવાબદાર વૃત્તિ એના વ્યવહારમાં દેખાય છે. જો અન્ય દેશોમાં રાષ્ટ્રભાવના હોય તો આપણે એ ન કેળવી શકીએ? આપણે ક્યાં કચરો નાંખીએ છીએ તે વિચારીએ તો પણ સમજાશે કે આપણે એ જગ્યાનો વપરાશ કરીએ છીએ અને તેને જ પ્રદૂષિત કરીએ છીએ. રોગચાળો ફાટી નિકળવાની શક્યતા પણ આપણે જ ઉભી કરીએ છીએ. શું આપણે આપણો દેશ સ્વચ્છ રાખવો જોઈએ?
મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આપણે વિદેશ જઈએ ત્યારે ડાહ્યા, સમજદાર અને અનુશાસિત થઈ જઈએ છીએ. તો પછી આપણાં દેશમાં આવીને પાછા ખરાબ કેમ થઈ જઈએ છીએ? ફલાઈટમાં વંદા, ટ્રેનમાં ગંદકી, રસ્તા અને નદી પ્લાસ્ટિક થી ભરપૂર, દિવાલો પર પાનના ડાઘા. લિફ્ટમાં તમાકુની પિચકારી વિગેરે. આમ તો લિસ્ટ બહુ લાંબુ બને. પણ પોતાના રહેણાંક અને વપરાશની જગ્યાએ ગંદકી કરવાનું મન કેવી રીતે થાય? શું કાયદા કડક કરવાની જરૂર છે કે પછી માત્ર ફરિયાદ જ કરવાની. દરેક વ્યક્તિ આ કામ મારું નથી એમ કહીને છટકી જાય એવું થોડું ચાલે?
જવાબ: સહુથી પહેલાં તો એ સમજવું જોઈએ કે આ દેશ આપણો બધાનો છે. સરકાર આપણા પ્રતિનિધિ છે. એ બધાને સુધારવા સિવાય ઘણા અગત્યના કામ કરે તે જરૂરી છે. કાયદાનો અમલ કરવો એ આપણી ફરજ છે. માત્ર અન્યના વાંક કાઢવાની ટેવ પણ યોગ્ય નથી. એક માણસે કચરો નાંખ્યો એટલે હું પણ નાખું એ ભાવના ખોટી છે. બે ખોટા થી એક સાચું સાબિત ન થાય. જ્યારે ઈશ્વર સર્વત્ર છે એવી સમજણ હતી ત્યારે માણસ અનુશાસનમાં માનતો હતો. હવે એ મૂર્તિમાં છે એવી માન્યતા છે. તેથી કોઈ જોતું નથી તો ચાલશે એવી ભાવના વધી શકે. વ્યક્તિ પોતે તો પોતાના કર્મ વિશે જાણે જ છે. વળી ખોટુ કર્યા બાદ બેફિકરાઈ વર્તવાની ટેવ ઘાતક છે. જ્યારે દરેક વ્યક્તિ સજાગ થશે ત્યારે જ દેશ પ્રગતિ કરી શકશે. પ્રતિબંધિત વસ્તુઓ ન ખરીદવા માટે નિશ્ચય લેવાનું શકય છે? તમે શરૂઆત કરી શકો છો. ધીમે ધીમે આપણે બધા એ દિશામાં આગળ વધીને સ્વચ્છ ભારત બનાવી શકીશું.
સવાલ: ઈશાનમાં ફુવારો મૂકી શકાય?
જવાબ: ઈશાનમાં જમીનની ઉપર પાણી રાખવાનો નિષેધ છે. તેથી ફુવારો ન રાખવાની સલાહ છે
સૂચન : સ્વચ્છતા એ પ્રભુતા છે. સ્વચ્છ જગ્યાએ સકારાત્મક ઉર્જા વધારે હોય છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આપણી ધાર્મિક માન્યતામાં હોળીનું ખૂબ મહત્ત્વ છે. આ પર્વમાં આપણે હોળીમાતા એટલે કે અગ્નિદેવતાને ધાણી, રેવડી, ગજક, દાળિયા, ખજૂર, વગેરે ધરાવીએ છીએ. આ ખાદ્ય પદાર્થ હોમવા પાછળનો ઉદ્દેશ એ છે કે આપણે આ વિધિ દ્વારા કુદરતનો આભાર માનીએ છીએ કે એ આપણને પોષણયુક્ત ખાદ્યો બક્ષે છે, જેના દ્વારા આપણું જીવન સંભવ છે.
હોળીના અગ્નિમાં હોમવામાં આવતા પૂજાપા એટલે કે કપૂર, એલચી, લવિંગના ઉપયોગથી વાતાવરણ તો શુદ્ધ થાય જ છે. સાથે સાથે સૂક્ષ્મ જીવાણુ, મચ્છર, વગેરેનો પણ નાશ થાય છે. આ ઋતુસંક્રમણના સમયે ઘણા પ્રકારના માઈક્રો-ઑર્ગેનિઝમ્સ તેમ જ મચ્છરનો ઉદ્ભવ થતો હોય છે. અગ્નિમાં હોમવામાં આવતી પૂજાપાની સામગ્રીના ઉપયોગથી એનો નાશ થાય છે. નૅચરોપેથી મુજબ ગિલોઈ, લીમડો, લોબાન, વગેરેમાં પણ ઍન્ટિબૅક્ટેરિયલ પ્રૉપર્ટી રહેલી છે. બળતણ તરીકે એના ઉપયોગથી પણ ઘણા નુકસાનકારક બૅક્ટેરિયા તેમ જ વાઈરસ ઘટે છે.
હોળીનો તહેવાર એ ગરમીના આગમનની એંધાણી છે અને શિયાળાનો અંત. આથી જ આવા ઋતુપરિવર્તનના સમયે તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. આખા વર્ષમાં પાક સારા થાય અને આપણને પોષક આહાર મળે એ માટે પ્રકૃતિનો આભાર વ્યક્ત કરી શકીએ તેમ જ રોગોને નિર્મૂળ કરીને આપણું શરીર શુદ્ધ કરી શકીએ એ દૃષ્ટિએ હોળીની પૂજાવિધિ ઘણું મહત્ત્વ ધરાવે છે. વર્ષોથી આપણે ત્યાં આ જ કારણસર અગ્નિની પૂજા થાય છે અને હોળીના પ્રતીક તરીકે આ વિધિ આપણી પરંપરામાં સંકળાઈ ગઈ છે.
ઘણાં ઘરોમાં હજી પણ હોળીના દિવસે અગ્નિનાં દર્શન બાદ જ ભોજન લેવાય છે. આખો દિવસ ઉપવાસ કર્યા બાદ તહેવારને અનુરૂપ ભોજન-મિષ્ટાન્ન બને છે, જેમાં (પ્રાંત વાર) ગુજિયા, પૂરણપૂરી, માલપૂવા, દહીંભલ્લા, ઠંડાઈ જેવી પારંપરિક વાનગી બનાવવામાં આવે છે. આ બધી વાનગી ઉપરાંત એવા પણ અમુક ખાદ્ય પદાર્થ છે જે આ સમયે લેવાય છે અને એને આવા સમયે લેવાના હેલ્થ બેનિફિટ્સ પણ છે. ફાગણના આ મહિનામાં, ખાસ તો હોળી સમયે ધાણી, દાળિયા, ખજૂર, પતાસાં, વગેરે ખાવાનું મહત્ત્વ છે, કારણ એ કે આ સીઝનમાં એ ખાવાથી શરીરને લાભ થાય છે, જેમ કે ધાણી એ કફ મટાડનાર છે. એ રેસાયુક્ત તેમ જ પોષક મૂલ્ય ધરાવે છે. બાળકોથી લઈને દરેક ઉંમરની વ્યક્તિને ધાણી પસંદ આવે છે. એમાં રહેલું ફેનોલિક ઍસિડ એ એક પ્રકારનું ઍન્ટિઑક્સિડન્ટ છે. આ ઋતુમાં એ ઉપયોગમાં લઈ શકાય એવો આદર્શ નાસ્તો છે.
ખજૂરની પ્રકૃતિ થોડી ગરમ છે એથી એ શરીરના તાપમાનનું નિયમન કરવામાં ઉપયોગી થશે. ખજૂર પાચન સુધારે છે એટલે એ ખાવાથી ઋતુપરિવર્તન દરમિયાન પાચનમાં તકલીફ થતી નથી. આ ઉપરાંત, શરીરને શક્તિ આપવાના અને આયર્ન જાળવવાના એના ગુણધર્મો તો ખરા જ. ખજૂર સાથે બૅલેન્સ કરવા માટે પતાસાં લેવામાં આવે છે, એ ઠંડક પ્રદાન કરે છે. આમ અત્યારે જ્યારે કે બે પ્રકારની સીઝન એકસાથે છે ત્યારે આ બન્ને પ્રકારના ખાદ્યોનું મિશ્રણ આપણા શરીરને ફાયદારૂપ રહેશે. પ્રોટીન તેમ જ ફાઈબર્સનો સમૃદ્ધ સ્રોત એવા દાળિયા પણ અત્યારે ઉપયોગમાં લેવા, કારણ કે દાળિયા પણ ધાણીની જેમ કફ મટાડે છે એટલે આ સીઝનમાં એનો ચોક્કસ ઉપયોગ કરવો.
આ દિવસોમાં કોલ્ડ ડ્રિન્ક્સ, આઈસક્રીમ, સોડા, વગેરેનો ઉપયોગ ઓછો કરવો. હા, શેરડી કે એનો રસ લઈ શકાય, પણ એ ચોક્કસપણે બરફ વગરનો હોવો જરૂરી છે. હોળીના તહેવારમાં ઠંડાઈનું પણ અલગ જ મહત્ત્વ છે. દૂધમાં સાકર, વરિયાળી, ડ્રાયફ્રૂટ્સ, કેસર, વગેરે નાખીને તૈયાર કરવામાં આવતી ઠંડાઈ એ સ્વાદ તેમ જ ન્યુટ્રિશનનું ફુલ પૅકેજ છે. રાજસ્થાનમાં તો ઠંડાઈ વગર હોળીને અધૂરી માનવામાં આવે છે. દૂધ, સાકર, વરિયાળી, વગેરે ગળું (થ્રોટ) સાફ રાખવા માટે ઉપયોગી છે.
આ સીઝનમાં ત્વચાને લગતી બીમારી થવાના ચાન્સ પણ વધુ રહે છે આથી સ્કિનને સાફસૂથરી રાખવી, જેના માટે હળવું મોશ્ર્ચરાઈઝર વાપરી શકાય તથા મસાજ કરી શકાય. ચણાના લોટના ઉપયોગથી પણ ત્વચા ચોખ્ખી રાખી શકાય. કેસૂડાનાં પાનને પાણીમાં પલાળી રાખી એનું સ્નાન પણ ત્વચાને લગતા રોગોથી મુક્ત રાખશે. એનાં ફૂલ સલ્ફર રિચ હોય છે એટલે એ ચામડીના રોગોમાં રાહતદાયક છે. કેસૂડો આ સીઝનમાં જ ઊગે છે. કેસૂડાનાં ફૂલને સૂકવીને એનો પાવડર પણ બ્યુટી-કૅર માટે કરી શકાય છે. એનો ઉપયોગ અમુક પ્રકારની દવામાં પણ કરવામાં આવે છે.
ઋતુ પ્રમાણે શરીરને પણ આહારમાં બદલાવની જરૂર હોય છે, જેથી આપણે હેલ્ધી રહી શકીએ. આથી જ આપણી ધાર્મિક માન્યતા અને પરંપરા પણ જે-તે સમયે ચોક્કસ પ્રકારના આહાર લેવાનું સૂચવે છે. રંગોના આ ઉત્સવમાં આધ્યાત્મિક તેમ જ આહારકીય બાબતોને ધ્યાનમાં રાખીએ અને આ તહેવારને ઊજવીએ, જેથી પ્રદૂષણમુક્ત રહીને આ સમયની પૌષ્ટિક ખાદ્ય સામગ્રીના ઉપયોગથી સારું સ્વાસ્થ્ય મેળવી શકીએ.
બધા વાચકોને હૅપ્પી ન્યુટ્રિશિયસ હોળી…
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)