Home Blog Page 1018

ગુજરાતભરમાં મહાવીર જ્યંતીની ભવ્ય ઉજવણી

ગુજરાત રાજ્યભરમાં મહાવીર જયંતીનો ઉત્સાહ ચારેબાજુ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહત્વના શહેરોમાં જૈન સમાજે આ પવિત્ર દિવસને હર્ષ અને ઉલ્લાસથી ઉજવ્યો છે. વડોદરામાં જૈન સમુદાયે ભવ્ય શોભાયાત્રા સાથે ઉત્સવની શરૂઆત કરી, જ્યારે અમદાવાદ અને સુરતમાં પણ ધામધૂમથી શોભાયાત્રાઓ યોજાઈ.

AI generated image

અમદાવાદમાં મહાવીર જૈન કલ્યાણ મહોત્સવના ભાગરૂપે એક વિશાળ કાર્યક્રમનું આયોજન થયું. આ ઉજવણીમાં 20 કિલોમીટરની રથયાત્રા પ્રભાવશાળી રહી, જેમાં હજારો જૈન શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. 7થી 10 હજાર લોકોએ બાઇક અને ગાડીઓની રેલી સાથે ઉત્સાહ દર્શાવ્યો. ચાંદીના ખાસ રથમાં મહાવીર સ્વામીની મૂર્તિ સ્થાપિત કરીને તેમના સિદ્ધાંતોનો પ્રચાર કરાયો. વડોદરામાં બેન્ડવાજા અને ઢોલ-નગારાના સ્વરો સાથે ધર્મયાત્રા યોજાઈ, જેમાં ચારેય જૈન ફિરકાના સંઘો એકતાથી જોડાયા. ઘોડા, બગીઓ અને ટેમ્પોમાં વિવિધ વેશધારી બાળકોએ આ શોભાયાત્રાને રંગીન બનાવ્યું. રાજકોટમાં મણિયારા દેરાસરથી શરૂ થયેલી ધર્મયાત્રામાં હજારો લોકોએ ભાગ લઈ મહાવીરના સંદેશને પ્રસારિત કર્યો. સુરતમાં ડાંગી નૃત્યની સાથે શોભાયાત્રા યોજાઈ, જેમાં મહાવીર માટે ખાસ રથ તૈયાર થયો. 108થી વધુ સજાવટવાળી કારો અને 500 બાઇક-સ્કૂટરની રેલીએ શહેરને ભક્તિમય બનાવ્યું.

રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’નું ટ્રેલર રિલીઝ

રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની આગામી ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. ટ્રેલરમાં રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પહેલીવાર સાથે જોવા મળે છે. ટ્રેલરમાં, રાજકુમાર રાવ વામિકા ગબ્બી સાથેના લગ્નનું રહસ્ય ઉકેલતા જોવા મળે છે.

Photo: Deepak Dhuri

મુંબઈમાં એક ઈવેન્ટમાં ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પણ હાજર રહ્યાં હતાં.

Photo: Deepak Dhuri

ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ના ટ્રેલરમાં રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ઉત્તમ કેમેસ્ટ્રી જોવા મળી હતી. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી લગ્ન કરવા માટે સંમત થાય છે પરંતુ તેમના પરિવારો સંમત થતા નથી. વામિકા ગબ્બીના પિતા રાજકુમાર રાવ સામે એક શરત મૂકે છે કે જો તેને સરકારી નોકરી મળે તો વામિકા તેની સાથે લગ્ન કરશે. રાજકુમાર રાવ સરકારી નોકરી મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)

ટ્રેલરમાં રાજકુમાર રાવને સરકારી નોકરી ક્યારે મળે છે તે બતાવવામાં આવ્યું છે. આ પછી, તેઓ લગ્ન કરવાના છે. પણ કંઈક એવું બને છે કે લગ્નનો દિવસ આવતો નથી. આવી સ્થિતિમાં, એક પંડિતજી રાજકુમાર રાવને કહે છે કે તેમના કારણે કોઈને દુઃખ થયું છે. આવી સ્થિતિમાં, રાજકુમાર રાવ બધાને પોતાની ભૂલો માફ કરવા કહે છે. ટ્રેલરમાં ખૂબ હાસ્ય છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
‘ભૂલ ચૂક માફ’ ના નિર્માતાઓએ ગઈકાલે ઇન્સ્ટાગ્રામ દ્વારા માહિતી આપી હતી કે ફિલ્મનું ટ્રેલર 10 એપ્રિલે રિલીઝ થશે. પોસ્ટમાં લખ્યું હતું કે, ‘કૃપા કરીને મારી ભૂલો અગાઉથી માફ કરો! કારણ કે કાલે બધા જ અટવાઈ જવાના છે. કરણ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી ઉપરાંત સીમા પાહવા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દિલ્હી લવાયો

26/11 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો. ઘણા પ્રયત્નો પછી તેને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો. તહવ્વુર રાણા એક ખાસ વિમાન દ્વારા દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો હતો. NIA દ્વારા આતંકવાદી રાણાની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હવે તેમને કડક સુરક્ષા વચ્ચે NIA મુખ્યાલય લાવવામાં આવશે.

દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી તહવ્વુર રાણાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં NIA તેના રિમાન્ડની માંગ કરશે. તેમને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. તેને જેલમાં રાખવા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાણા મૂળ પાકિસ્તાનનો અને વ્યવસાયે ડૉક્ટર છે.

લાંબી કાનૂની પ્રક્રિયા પછી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. NIA, RAW સાથે મળીને, તેને ભારત લાવવા માટે સંકલન કરી રહી હતી. 2008ના મુંબઈ હુમલામાં 166 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. તહવ્વુર રાણા આ હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો.

કેટરિનાએ શાહરુખ ખાનની કરી પ્રશંસા, જાણો શું કહ્યું વિકીની પત્નીએ ?

ફિલ્મ ‘જબ તક હૈ જાન’ સિવાય પણ ચાહકોને હંમેશા કેટરિના કૈફ અને શાહરૂખ ખાનની જોડી ખૂબ ગમતી આવી છે, જેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની ફિલ્મોની વાર્તાથી લઈને તેમની ફિલ્મોના ગીતો સુધી, તેઓ આજે પણ દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. એક કાર્યક્રમ દરમિયાન કેટરિનાએ શાહરુખના ખૂબ વખાણ કર્યા, જે સાંભળીને તમે પણ ચોક્કસ સહમત થશો.

કેટરિનાએ શાહરુખના વખાણ કર્યા
ન્યૂઝ 18 ના અહેવાલ મુજબ, એક જૂના ઇન્ટરવ્યુમાં, કેટરિનાએ શાહરૂખ ખાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ‘શાહરુખ ખાન ખૂબ જ બુદ્ધિશાળી છે અને તેમનું જ્ઞાન પણ ખૂબ સારું છે.’ પિંકવિલાના એક અહેવાલ મુજબ, કેટરિનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન શાહરૂખ ખાનની પ્રશંસા કરી હતી. કેટરિનાએ કહ્યું, ‘શાહરુખ ખાન બધું જ જાણે છે, તે હંમેશની જેમ જ્ઞાની છે. એકબીજા સાથે વાત કરવી આપણા માટે હંમેશા ફાયદાકારક અને માહિતીપ્રદ હોય છે. કેટરિનાએ આગળ કહ્યું, ‘શાહરુખ સાથે વાત કરવાથી હંમેશા એવું લાગે છે કે તમે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો.’

આ ફિલ્મોમાં જોવા મળી હતી શાહરૂખ-કેટરિનાની જોડી
‘જબ તક હૈ જાન’ અને ‘ઝીરો’ જેવી ફિલ્મોમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. દિગ્દર્શક આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી, પરંતુ ‘જબ તક હૈ જાન’માં શાહરૂખ અને કેટરિનાનો રોમાંસ હજુ પણ દર્શકોને રોમાંચિત કરે છે. આ ફિલ્મમાં શાહરુખ અને કેટરિના ઉપરાંત અનુષ્કા શર્માએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કેટરિના-શાહરુખની કારકિર્દી
કેટરિના છેલ્લે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું હતું. આ રહસ્યમય થ્રિલર ફિલ્મમાં કેટરિના ઉપરાંત દક્ષિણના અભિનેતા વિજય સેતુપતિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘કિંગ’ માટે સમાચારમાં છે. આ ફિલ્મમાં કિંગ ખાનની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરશે. આ એક્શન થ્રિલર ફિલ્મમાં સુહાના ઉપરાંત અભય વર્મા અને અભિષેક બચ્ચન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી, 6 ટીમો ભાગ લેશે

ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. અનેક તબક્કાની ચર્ચાઓ પછી, આખરે મુંબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના 141મા સત્ર દરમિયાન ક્રિકેટને સત્તાવાર પ્રવેશ મળ્યો છે. આ રમતને 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સમાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, 128 વર્ષ પછી ક્રિકેટ ઓલિમ્પિકમાં વાપસી કરવા જઈ રહ્યું છે. ઓલિમ્પિકમાં છેલ્લે 1900ની આવૃત્તિમાં ક્રિકેટ રમાયું હતું, અને હવે તેને 2028માં ફરીથી સામેલ કરવામાં આવશે. પરંતુ આ પહેલા એ જાણવું જરૂરી છે કે તેમાં કેટલી અને કઈ ટીમો ભાગ લેશે? ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા માટે તેણે શું કરવું પડશે?

6-6 ટીમો, t20 ફોર્મેટ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) માં 12 પૂર્ણ સભ્ય દેશો છે, જ્યારે 94 એસોસિયેટ દેશો છે. જોકે, IOC એ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માં પુરુષો અને મહિલાઓની શ્રેણીમાં 6-6 ટીમોનો સમાવેશ કરવાની મંજૂરી આપી છે, જેમણે T20 ફોર્મેટમાં મેડલ માટે સ્પર્ધા કરવી પડશે. આ ઉપરાંત, બંને શ્રેણીઓમાં 90-90 ખેલાડીઓનો ક્વોટા પણ મંજૂર કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે દરેક ટીમ ઓલિમ્પિક માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર, IOC એ ICC ને પહેલાથી જ કહ્યું હતું કે ટુર્નામેન્ટમાં ક્રિકેટની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ. આ જ કારણ છે કે ICC એ વિશ્વની 6-6 શ્રેષ્ઠ ટીમોનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ઓલિમ્પિક માટે ફક્ત 6 ટીમો જ ક્વોલિફાય થઈ શકશે, પરંતુ આ માટે ક્વોલિફિકેશન માપદંડ હજુ નક્કી કરવામાં આવ્યા નથી. જોકે, અહેવાલો અનુસાર, યજમાન હોવાને કારણે યુએસ ટીમને સીધી પ્રવેશ મળી શકે છે. આ પછી, ICC રેન્કિંગના આધારે બાકીના 5 સ્થાનો માટે ટીમોની પસંદગી કરી શકાય છે. આનો અર્થ એ થયો કે ICC ની ટોચની 5 ટીમો ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે છે. આ માટે કટ-ઓફ તારીખ પણ નક્કી કરી શકાય છે.

ઓલિમ્પિક્સ 2028 વધુ ખાસ

ક્રિકેટના પ્રવેશ પછી, લોસ એન્જલસ ઓલિમ્પિક્સ વધુ ખાસ બની ગયું છે. રમતગમતનો આ મહાન કુંભ હવે ચર્ચાનો વિષય બની ગયો છે. 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટ સહિત કુલ 351 મેડલ ઇવેન્ટ્સ યોજાશે, જ્યારે પેરિસ ઓલિમ્પિકમાં 329 મેડલ ઇવેન્ટ્સ યોજાઈ હતી.

ફવાદ ખાનની બોલિવૂડમાં વાપસી પર સની દેઓલે કહ્યું કઈંક આવું…

ભારતમાં પાકિસ્તાની કલાકારો પર કામ કરવા પર પ્રતિબંધ હોવાના અહેવાલ છે, પરંતુ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન ‘અબીર ગુલાલ’ ફિલ્મથી બોલિવૂડમાં વાપસી કરી રહ્યા છે. હવે આ બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સની દેઓલ, જે તેની ફિલ્મ ‘જાટ’ માટે સમાચારમાં છે, તેને પૂછવામાં આવ્યું કે આ બાબતે તેમનો શું અભિપ્રાય છે? ફવાદ ખાનની વાપસી પર નિવેદન આપતાં સની દેઓલે કહ્યું કે એકતા અને તક હોવી જોઈએ.

કલાકારો આખી દુનિયા માટે કામ કરે છે

‘બોર્ડર’ અને ‘ગદર’ માટે પ્રખ્યાત અભિનેતા સની દેઓલને એચટી સિટીએ પૂછ્યું કે શું તે બોલિવૂડમાં ફવાદ ખાનને સપોર્ટ કરશે? આના જવાબમાં સની દેઓલે કહ્યું, ‘હું રાજકારણ તરફ નહીં જાઉં કારણ કે ત્યાં વસ્તુઓ ખૂબ જ અવ્યવસ્થિત છે. આપણે અભિનેતા છીએ; અમે સમગ્ર વિશ્વમાં દરેક માટે કામ કરીએ છીએ. કોઈ જુએ કે ન જુએ, અમે બધા માટે છીએ. દુનિયા જે રીતે બની ગઈ છે, આપણે આખી દુનિયા માટે દરવાજા ખોલવા જોઈએ અને વધુ દેશોને તેમાં જોડાવાની મંજૂરી આપવી જોઈએ.

ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ

2016 માં પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ અંગે કોઈ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. 2013માં, બોમ્બે હાઈકોર્ટે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને સત્તાવાર રીતે ફગાવી દીધી હતી.

ફવાદ ખાન વિશે

ફવાદ ખાનની વાત કરીએ તો, તેણે ‘ખુબસૂરત’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘કપૂર એન્ડ સન્સ’ થી લોકોના દિલ જીતી લીધા છે. તે વાણી કપૂરની સામે આરતી એસ બગદીની ‘અબીર ગુલાલ’ સાથે પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ આ વર્ષે 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

સુરતમાં સામૂહિક ઝેરીકરણનો પ્રયાસ! પોલીસે તપાસના ચક્રો કર્યા તેજ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ડાયમંડ કારખાનામાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ સેલફોસનું પાઉચ ભેળવી દેતાં 118 રત્નકલાકારોની તબિયત અચાનક લથડી હતી. આ ઘટના ગત રોજ સવારે સાડા આઠ વાગ્યે નોકરી પર આવેલા કર્મચારીઓએ પાણી પીધા બાદ એકાએક ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો હતો. તપાસ દરમિયાન ફિલ્ટરમાંથી સેલફોસ (અનાજમાં જંતુનાશક તરીકે વપરાતી ગોળીઓનું પાઉચ) મળી આવતાં સામૂહિક હત્યાના ષડયંત્રની આશંકા ઘેરાઈ છે.

આ ઘટના બાદ ઉતાવળે 104 રત્નકલાકારોને કિરણ હોસ્પિટલ અને 14ને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. જેમાંથી 6 રત્નકલાકારોની હાલત ગંભીર થતાં તેમને ICUમાં દાખલ કરાયા છે. તમામ અસરગ્રસ્તોને 24 કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનાને હત્યાનો પ્રયાસ ગણી BNS 109(1) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફિલ્ટરની આસપાસ સીસીટીવી ન હોવાથી પોલીસને શંકા છે કે આ કૃત્ય કારખાનાની અંદરના જ કોઈ કારીગરે કર્યું હશે. કારખાનામાં પ્રવેશવા માટે બે ગ્રિલ દરવાજાઓ છે, જે દર્શાવે છે કે બહારની વ્યક્તિ માટે આટલી સરળતાથી અંદર પહોંચવું મુશ્કેલ છે. FSLની ટીમ સાથે પોલીસે તપાસ તેજ કરી છે અને 118 અસરગ્રસ્તો સહિત કારખાનાના તમામ કર્મચારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.

મેનેજરના ભાણેજ નિકુંજે ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ કરતાં મુખ્ય મેનેજર હરેશભાઈએ તપાસ કરી હતી, જેમાં ફિલ્ટરમાં તરતું સેલફોસનું પાઉચ મળી આવ્યું હતું. આ ઘટનાએ કારખાનામાં ગભરાટ ફેલાવ્યો હતો. પોલીસ કમિશનરે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસના આદેશ આપ્યા છે, જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલ તંત્ર પાસેથી વિગતો મેળવી છે. કારખાનાના માલિક જીવરાજભાઈ ગાબાણી, જેઓ સુરતમાં પાંચથી વધુ હીરાના કારખાના ચલાવે છે,એ આ ઘટનાથી ચોંકી ગયા હતા અને તેમણે તાત્કાલિક પગલાં લઈને કર્મચારીઓને સારવાર માટે ખસેડ્યા હતા.

રાજ્યના 10 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતથી જ સૂરજે પોતાનો પ્રચંડ તાપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ વખતે રાજકોટ શહેરે ગરમીનો નવો ઈતિહાસ રચ્યો છે. આજે રાજકોટમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે એપ્રિલ મહિનામાં છેલ્લા 133 વર્ષનો સૌથી ઊંચો આંકડો છે. આ સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયું. હવામાન વિભાગના રેકોર્ડ મુજબ, અગાઉ 14 એપ્રિલ, 2017ના રોજ નોંધાયેલું સૌથી વધુ તાપમાન આજે તૂટી ગયું.

એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે અગન ગોળા વરસી રહ્યા છે. રાજકોટમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે પરિપત્ર જાહેર કરીને શહેર અને જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમય સવારે 7થી 11 સુધીનો કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર લાગુ પડશે.

રાજ્યમાં હીટવેવની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. રાજકોટ સહિત 8 શહેરોમાં ગરમીનું જોર વધ્યું છે. ઈ.સ. 1892થી એપ્રિલ મહિનાના તાપમાનની નોંધણીના ઈતિહાસમાં આજનો દિવસ રાજકોટ માટે અત્યંત ગરમ દિવસ તરીકે સામે આવ્યો છે. રાજ્યના આજે સર્વાધિક તાપમાન કંડલામાં 45.6 નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વઘુ નોંધાયુ હતું. અમદાવાદ, અમરેલી, વડોદરા, ચાણસ્મા, ડીસા, દીયોદર, ગાંધીનગર, રાજકોટ, હિંમતનગર ,ભુજ અને પોરબંદર સહિતના 10 થી વઘુ શહેરોમાં ગરમીનો પારો 43 કે તેથી વધુ ડિગ્રી પર રહ્યો હતો.

શા માટે ઉજવવામાં આવે છે મહાવીર જયંતિ? મહાવીર ભગવાનનું બાળપણનું નામ જાણો

મહાવીર જયંતિ એ જૈન સમુદાયનો એક મુખ્ય અને પવિત્ર તહેવાર છે, જે ભગવાન મહાવીરની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને જૈન ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે અને તે ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન મહાવીરના જન્મની 2623મી વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે મહાવીર જયંતિ 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહી છે.

મહાવીર જયંતિ શા માટે ઉજવવામાં આવે છે?
જૈન સમુદાય માટે મહાવીર જયંતિનું ઊંડું ધાર્મિક મહત્વ છે. આ દિવસ ભગવાન મહાવીરને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના ઉપદેશોને યાદ કરવાનો છે. ભગવાન મહાવીરને જૈન ધર્મના છેલ્લા તીર્થંકર તરીકે પૂજવામાં આવે છે. તેમને શાંતિ, અહિંસા અને સત્યનું પ્રતીક માનવામાં આવે છે. તેમના જીવન અને ઉપદેશોએ સમાજમાં સાચા ધર્મ અને સદ્ગુણોનો ફેલાવો કર્યો છે. ભગવાન મહાવીરે પોતાના જીવનમાં સંત જીવન જીવવાનું ઉદાહરણ રજૂ કર્યું છે. તેમનો જન્મ રાજવી પરિવારમાં થયો હતો, પરંતુ તેમણે દુન્યવી સુખોથી દૂર રહીને પોતાના જીવનનો હેતુ શોધવા માટે સંન્યાસ લીધો. 30 વર્ષની ઉંમરે તેમણે ઘર, પરિવાર અને રાજ્ય છોડી દીધું અને 12 વર્ષની કઠોર સાધના પછી, તેમને જ્ઞાન પ્રાપ્ત થયું.

મહાવીરનું બાળપણનું નામ શું હતું?
મહાવીર જયંતિ ભગવાન મહાવીરના જીવનની એક મહત્વપૂર્ણ વાર્તા સાથે સંબંધિત છે. ભગવાન મહાવીરનો જન્મ રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં થયો હતો. તેમનો જન્મ 599 બીસીઇમાં બિહારના કુંડલગ્રામમાં થયો હતો, જોકે દિગંબર જૈનો માને છે કે તેમનો જન્મ 615 બીસીઇમાં થયો હતો. બાળપણમાં તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું હતું. ભગવાન મહાવીરનું જીવન સત્ય, અહિંસા અને પવિત્રતાના સિદ્ધાંતોનું ઉદાહરણ છે. તેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈને દુઃખ પહોંચાડ્યું નહીં અને હંમેશા સત્યના માર્ગ પર ચાલ્યા. તેમના જીવન અને કાર્યએ જૈન ધર્મનો મજબૂત પાયો નાખ્યો.

મહાવીર જયંતીના દિવસે જૈન સમુદાયના લોકો વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે. આમાંથી મુખ્ય નીચે મુજબ છે.
પવિત્ર સ્નાન – ભક્તો સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરે છે.
અભિષેક – ભગવાન મહાવીરની મૂર્તિનો અભિષેક કરવામાં આવે છે અને ફૂલો ચઢાવવામાં આવે છે.
રથયાત્રા – ભક્તો ભગવાન મહાવીરની મૂર્તિને રથ પર બેસાડે છે અને સમગ્ર સમુદાયમાં ભ્રમણ કરે છે.
દાન અને મદદ – લોકો જરૂરિયાતમંદોને કપડાં અને ખોરાકનું દાન કરે છે.
ઉપવાસ – ઘણા ભક્તો આ દિવસે કડક ઉપવાસ રાખે છે.
મંદિર મુલાકાત – ભક્તો ઉપદેશ સાંભળવા અને પૂજા કરવા માટે જૈન મંદિરોની મુલાકાત લે છે.
સાત્વિક ભોજન – આ દિવસે સાત્વિક ભોજનનું સેવન કરવામાં આવે છે, જેમાં લસણ, ડુંગળી અને અન્ય તામસિક પદાર્થોનું સેવન કરવામાં આવતું નથી.

મહાવીર જયંતિ 2025: ભગવાન મહાવીરના ઉપદેશો
ભગવાન મહાવીર દ્વારા ઉપદેશિત મુખ્ય સિદ્ધાંતો નીચે મુજબ છે.
અહિંસા (અહિંસા): કોઈપણ જીવંત પ્રાણીને નુકસાન પહોંચાડવાનું ટાળવું.
સત્યતા: હંમેશા સત્ય બોલો અને જૂઠાણાથી દૂર રહો.
પવિત્રતા: દુન્યવી સુખોથી દૂર આત્મનિર્ભર જીવન જીવવું.
વૈરાગ્ય: કોઈ પણ વ્યક્તિ કે ભૌતિક વસ્તુ પ્રત્યે આસક્તિ ન રાખવી.
ચોરી ન કરવી: કંઈપણ ચોરી કરવાનું ટાળો, ખાસ કરીને એવી વસ્તુઓ જે આપણને ભેટ તરીકે આપવામાં આવી નથી.

રણથંબોરની સુપર સ્ટાર “એરોહેડ”

 

આ વર્ષે માર્ચ 2025માં રણથંબોરની મુલાકાતે જવાનું થયું. ત્યાં પહોંચ્યા તો જાણવા મળ્યું કે, રણથંબોરની ખ્યાતનામ વાઘણ “મછલી” ના કુળની “એરોહેડ” રણથંબોરમાં કિલ્લા અને ઝોન 2-3ના વિવિધભાગોમાં ફરી રહી છે. સાથે પોતાના દોઠ-બે વર્ષના બે સાવક પણ છે.

એરોહેડ અને તેના ભાઈ પેડમેન અને બહેન લાઈટનીંગને પહેલીવાર 2016ના જુનમાં ક્લિક કર્યા હતા. ત્યારબાદ લગભગ દર બે વર્ષે રણથંબોર જવાનું થયું. દર વખતે એરોહેડના અલગ અલગ અંદાજને કેમેરામાં ક્લિક કરવાનો મોકો પણ મળ્યો.

ઓક્ટોબર 2020માં તો આ કોલમમાં રણથંબોરની સુપર સ્ટાર-એરોહેડ એવો લેખ પણ લખ્યો. પણ આ વખતે રણથંબોર જવાનું થયું અને પહેલી જ સફારીમાં જોગી મહેલ પાસે પ્રવાસીઓના ઘોંઘાટ છતાં સૂતેલી અવસ્થામાં એરોહેડને જોઈ. સફારી ગાઈડ એ જણાવ્યું કે એરોહેડ બીમાર છે અને સાથે તેના દોઠ બે વર્ષના 2 બચ્ચા છે.

વર્ષ 2016 થી રણથંબોરમાં ઝોન 2-3-4ના ક્ષેત્રમાં પોતાનું સતત આધિપત્ય જાળવી રાખીને સુપર સ્ટાર બનેલ એરોહેડને બીમાર અવસ્થામાં જોઈ ઘણું દુ:ખ થયું. સફારી ડ્રાઈવર એ કહ્યું કે એરોહેડ અને મગર વચ્ચે લડાઈ થઈ હતી જેમાં એરોહેડ ઘાયલ થઈ પછી તેને ટ્યુમર થયું છે. આ વાત જાણી આઘાત લાગ્યો.

આ વખતે જ્યારે તેના ફોટો પાડયા ત્યારે અમે ચર્ચા કરી કે કદાચ એવું પણ બને કે ફરી રણથંબોર આવીએ ત્યારે એરોહેડના ફોટો લેવાનું શક્ય ન પણ બને.