Home Blog Page 1002

ટ્રેડ વોર વધુ ઘેરું બન્યું: ટ્રમ્પનો ડ્રેગન પર વધુ એક બોમ્બ

વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ ઘેરું બન્યું છે. હવે અમેરિકાએ ચીનથી આવતા માલ પર 245 ટકા સુધીનો ટેરિફ (કસ્ટમ ડ્યુટી) લગાવ્યો છે. આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે ચીને પોતાની એવિયેશન કંપનીઓને અમેરિકન બોઇંગ જેટ વિમાનની નવી ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. એ સાથે જ બીજિંગે ચીની વિમાન કંપનીઓને અમેરિકન કંપનીઓથી વિમાની સાધનો અને પાર્ટસ ખરીદવાનું બંધ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

આ પગલાં અમેરિકાના અગાઉના 145 ટા  ટેરિફના જવાબમાં લેવામાં આવ્યાં હતાં. હવે અમેરિકા દ્વારા વધારાના 100 ટકા ટેરિફ સાથે કુલ ટેરિફ 245 ટકા થઈ ગયો છે.ચીનએ 11 એપ્રિલે અમેરિકન માલ પર 125ટ ટકા ટેરિફ લગાવ્યો હતો,

અમેરિકાના નવા ટેરિફના પગલે ચીને કહ્યું છે કે તેઓ ટ્રેડ વોરથી ડરતા નથી અને તેઓ હજુ પણ વાતચીત દ્વારા સમાધાન ઈચ્છે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું કે જો અમેરિકા ખરેખર વાતચીતથી મુદ્દા હલ કરવા માગે છે, તો તેમને દબાણ બનાવવું, ધમકાવવું અને બ્લેકમેલ કરવાનું બંધ કરવું જોઈએ.

તેમણે પત્રકારોને કહ્યું કે હતું કે અમેરિકાને પૂછવું જોઈએ. ટેરિફ વોર અમે શરૂ કર્યું નથી, અમે તો માત્ર પ્રતિસાદ આપી રહ્યા છીએ. અમારા પગલાં સંપૂર્ણ રીતે તર્કસંગત અને કાયદેસર છે. અમે દેશના હકો અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ન્યાયસંગત વ્યવહાર જાળવવા પ્રયત્નશીલ છીએ.

અમેરિકા અને ચીનના ટ્રેડ વોર વચ્ચે ચીને સાત કીમતી ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચીને કાર, ડ્રોન, રોબોટ અને મિસાઇલ જેવી ટેક્નોલોજી માટે ઉપયોગી ચુંબકોના શિપમેન્ટને પણ રોકી દીધાં છે. આ મટિરિયલ્સ ઓટોમોબાઇલ, સેમિકંડક્ટર અને એરોસ્પેસ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ નિર્ણયથી વિશ્વમાં વાહન, વિમાન, ચિપ્સ અને હથિયાર બનાવતી કંપનીઓ પર અસર પડશે અને આ વસ્તુઓ મોંઘી બનશે.

વાહ ! હવે ટ્રેનોમાં પણ ATMની સુવિધા મળશે

ટ્રેનમાં હવે આરામદાયક ખુરશીઓથી લઈને મોબાઈલ ફોન ચાર્જિંગ અને લેમ્પ સુધીની ઘણી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, રેલવેના વિકાસની આ પ્રક્રિયા હજુ અટકી નથી. એવા સમાચાર છે કે રેલવેએ ટ્રેનોમાં ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. જોકે, તે ક્યારે વ્યાપક સ્તરે લાગુ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી.

સેન્ટ્રલ રેલ્વે (CR) એ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે ATM સ્થાપિત કર્યું છે. મંગળવારે આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એટીએમ એક ખાનગી બેંક દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે અને તે આ દૈનિક એક્સપ્રેસ સેવાના એર-કન્ડિશન્ડ ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના મતે, તે ટૂંક સમયમાં મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે.’ રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એટીએમ કોચના પાછળના ભાગમાં એક ક્યુબિકલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં પહેલા એક કામચલાઉ પેન્ટ્રી હતી. ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટર ડોર પણ લગાવવામાં આવ્યો છે.

અમેરિકા-ચીન ટ્રેડવૉર: ટેરિફની જંગમાં નવો વળાંક, ચીન પર ટેરિફ વધારીને 245 ટકા કરાયો

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડવૉર દિવસેને દિવસે વધુ તીવ્ર બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર આર્થિક દબાણ વધારવા માટે નવું પગલું ભર્યું છે, જેમાં ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ટેરિફનો દર 145 ટકાથી વધારીને 245 ટકા કરવામાં આવ્યો છે. આ પગલાને કારણે બંને દેશો વચ્ચેનો આર્થિક સંઘર્ષ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. વ્હાઈટ હાઉસે આ નિર્ણય ચીનની વળતી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જણાવ્યું છે, જેમાં ચીને અમેરિકી ઉત્પાદનો પર 125 ટકાના ટેરિફ લાદ્યા હતા.

આ ટેરિફ યુદ્ધની શરૂઆત અમેરિકાએ ‘રેસિપ્રોકલ ટેરિફ’ની નીતિ જાહેર કરી ત્યારથી થઈ હતી. ચીને આના જવાબમાં તરત જ પોતાના ટેરિફમાં વધારો કરીને વળતો પ્રહાર કર્યો. બંને દેશો એકબીજાને ટેરિફના દરમાં સતત વધારો કરીને આર્થિક નુકસાન પહોંચાડવાની રણનીતિ અપનાવી રહ્યા છે. અગાઉ અમેરિકાએ ચીની આયાત પર 145 ટકા ટેરિફ લગાવ્યા હતા, જેના પ્રત્યુત્તરમાં ચીને અમેરિકી ઉત્પાદનો પર 125 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. વ્હાઈટ હાઉસે મંગળવારે સ્પષ્ટતા કરી કે, ચીનની આ વળતી નીતિને પગલે હવે ચીની આયાત પર 245 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે.

ચીનની બદલાતી રણનીતિ પણ આ ટ્રેડવૉરમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. વ્હાઈટ હાઉસે ચીન પર આરોપ લગાવ્યો છે કે, તેણે લશ્કરી, એરોસ્પેસ અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગો માટે જરૂરી ગેલિયમ, જર્મેનિયમ અને એન્ટિમોની જેવા હાઈ-ટેક મટિરિયલ્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, ચીને રેર અર્થ મેગ્નેટ અને છ હેવી રેર અર્થ મેટલ્સની નિકાસ પણ રોકી દીધી છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પર ગંભીર અસર પડી છે. આ પગલાંથી ચીન અમેરિકાને માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ તેના ઉદ્યોગોની કામગીરી પર પણ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ ટેરિફ યુદ્ધની અસર માત્ર અમેરિકા અને ચીન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ પડી રહી છે. ટ્રમ્પની આ આક્રમક નીતિ અને ચીનના વળતા પ્રહારોના કારણે વિશ્વભરના બજારોમાં અસ્થિરતા જોવા મળી છે. ટ્રમ્પે ચીની ઉત્પાદનો પર ટેરિફ વધારીને આર્થિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ચીનના વિદેશ મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે, 100 ટકાથી વધુ ટેરિફના દરે દ્વિપક્ષીય વેપાર શક્ય નથી. ચીન હવે ટેરિફની દોડમાં ભાગ લેવાને બદલે વેપારના વૈકલ્પિક રસ્તાઓ શોધવા પર ધ્યાન આપી રહ્યું છે, જેમાં એશિયા, યુરોપ અને અન્ય બજારો સાથે વેપારી સંબંધો મજબૂત કરવાનો સમાવેશ થાય છે.

ટ્રમ્પના આ નવા ટેરિફ વધારા બાદ હવે સમગ્ર વિશ્વની નજર ચીનના આગામી પગલાં પર છે. ચીન આ ટેરિફનો જવાબ કઈ રીતે આપે છે, તેના પર વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા મોટા પ્રમાણમાં નિર્ભર રહેશે. આ ટ્રેડવૉરના કારણે બંને દેશોના ઉદ્યોગો, નોકરીઓ અને ગ્રાહકો પર ગંભીર અસર પડવાની શક્યતા છે, અને તેની અસર વૈશ્વિક સ્તરે પણ જોવા મળશે.

જસ્ટિસ બીઆર ગવઈ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે

જસ્ટિસ બીઆર ગવઈ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ 14મેના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના 13 મેના રોજ નિવૃત્ત થશે અને જસ્ટિસ ગવઈ બીજા જ દિવસે કાર્યભાર સંભાળશે. તેઓ દેશના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ બનશે. તેમના પહેલા જસ્ટિસ કેજી બાલકૃષ્ણન પણ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે, જેઓ અનુસૂચિત જાતિના હતા.

સોનાના ભાવમાં સીધો 1100 રૂપિયાનો વધારો!

જો તમે પણ અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અને નબળા પડતા ડોલર વચ્ચે, બુધવારે સવારે સ્થાનિક વાયદા બજારમાં સોનાનો ભાવ 94,573 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા હાઈ રેકોર્ડ પર પહોંચી ગયો. બુધવાર, 16 એપ્રિલના રોજ શરૂઆતના વેપારમાં MCX પર સોનાના ભાવ 1100 રૂપિયા વધીને રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા.

સોનું 1300 રૂપિયા મોંઘુ થયું

MCX પર સોનાના ભાવ 94,573 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સ્તરને સ્પર્શ્યા પછી થોડો ઘટાડો જોવા મળ્યો. ગુરુવારે સવારે લગભગ 9:40 વાગ્યે, તે 1.13% ના વધારા સાથે 94,475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. 11 વાગ્યા સુધીમાં આ ભાવ 1300 રૂપિયા મોંઘા થઈ ગયા છે. બુધવારે, આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. આનું મુખ્ય કારણ ડોલરના સતત ઘટતા મૂલ્ય અને વૈશ્વિક આર્થિક વિકાસ પર ચાલી રહેલા વેપાર યુદ્ધની અસર અંગે રોકાણકારોની વધતી ચિંતા છે.

કોમેક્સ પર પણ સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ત્યાં તે 2% ના વધારા સાથે $3,294.60 પ્રતિ ટ્રોય ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો. આર્થિક અસ્થિરતા અને વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં, રોકાણકારો સલામત વિકલ્પ તરીકે સોના તરફ વળી રહ્યા છે, જેના કારણે તેની માંગ અને ભાવ બંને વધી રહ્યા છે.

ભારત અને અમેરિકા બંનેમાં છૂટક ફુગાવામાં ઘટાડો થયો છે, જેના કારણે વ્યાજ દરમાં સંભવિત ઘટાડાની આશા વધી છે. આની અસર સોનાના ભાવ પર પણ પડી છે. ભારતમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત છૂટક ફુગાવાનો દર માર્ચ 2025 માં ઘટીને 3.34% થયો, જે ઓગસ્ટ 2019 પછીનો સૌથી નીચો દર છે. ફેબ્રુઆરી 2025 માં આ દર 3.61% હતો, જ્યારે ગયા વર્ષે માર્ચમાં તે 4.85% નોંધાયો હતો.

‘જાટ’ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ, ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ

સની દેઓલની ફિલ્મ ‘જાટ’ પર ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ વિવાદ ફિલ્મના એક દ્રશ્યને લઈને ઉભો થઈ રહ્યો છે. ભારતભરના ખ્રિસ્તીઓએ હવે એક ચોક્કસ દ્રશ્યને કારણે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે, અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ફિલ્મના કલાકારો અને ક્રૂ સામે વિરોધ અને કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

કયા દ્રશ્ય વિશે વિવાદ છે?

ફિલ્મના એક દ્રશ્યમાં રણદીપ હુડ્ડા એક ચર્ચની અંદર બતાવવામાં આવ્યો છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ખ્રિસ્તી સમુદાયે આ દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો છે. આમાં, રણદીપનું પાત્ર ચર્ચની અંદર ક્રોસની નીચે ઊભેલું જોવા મળે છે, જ્યારે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આ દ્રશ્ય કથિત રીતે ધમકીઓ અને ગુંડાગીરી દર્શાવે છે.

શ્રદ્ધાનું અપમાન

ખ્રિસ્તી સમુદાયના લોકોને આ દ્રશ્ય ગમ્યું નહીં. સમુદાયના પ્રતિનિધિઓએ અહેવાલ મુજબ કહ્યું છે કે આ દ્રશ્ય જાણી જોઈને તેમના વિશ્વાસનું અપમાન કરે છે અને ચર્ચની પવિત્રતાનો અનાદર કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આ દ્રશ્ય સમુદાયના લોકોને નકારાત્મક રીતે દર્શાવી શકે છે.

પ્રતિબંધની માંગ કરી
ખ્રિસ્તી સમુદાયના સભ્યોએ ‘જાટ’ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે થિયેટરોની બહાર વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી, પરંતુ પોલીસના હસ્તક્ષેપ બાદ તે બંધ થઈ ગયું. તેમણે નિર્માતાઓને બે દિવસનો સમય આપવાનું નક્કી કર્યું. તેમણે ચેતવણી આપી હતી કે જો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે અથવા ફિલ્મમાંથી દ્રશ્ય દૂર કરવામાં નહીં આવે તો તેઓ થિયેટરોની બહાર વિરોધ કરશે. ‘જાટ’ના નિર્માતાઓએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ‘જાટ’ 10 એપ્રિલ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મુર્શિદાબાદ હિંસા મુદ્દે CM મમતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ કાનૂનમાં ફેરફારને લઈ થયેલી હિંસા બાદ હજી પણ ત્યાં તણાવપૂર્ણ વાતાવરણ છે. અહીં શાંતિ જળવાઈ રહે એ માટે કેન્દ્રીય સુરક્ષા દળોની અનેક ટુકડીઓ સ્થાનિક પોલીસ સાથે મળીને ડ્યૂટી પર છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ આ હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો છે.

તેમણે કહ્યું હતું કે  અમે સર્વ ધર્મ સમભાવમાં વિશ્વાસ રાખીએ છીએ. હું શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદમાં વિશ્વાસ રાખું છું. હું તમને વિનંતી કરું છું કે જો કોઈ ભાજપની વાતથી પ્રેરાઈને બંગાળમાં અસહિષ્ણુતા ફેલાવવાનો પ્રયાસ કરશે.

મુર્શિદાબાદમાં વકફ એક્ટને લઈ થયેલી હિંસા અંગે તેમણે વિપક્ષના તમામ આરોપો નકારી કાઢ્યા છે. ઇમામો સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે જો TMC આ હિંસામાં સામેલ હોત, તો અમારી પોતાની પાર્ટીના નેતાઓનાં ઘરો પર હુમલાઓ ના થાત.

તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો અન્ય રાજ્યોની જૂની હિંસાની વિડિયો ક્લિપ બતાવીને તેને બંગાળની હિંસા તરીકે રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને ભ્રમિત કરવા માટે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ જાણબૂજીને વકફ કાનૂનના નામે હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી મુસ્લિમ સમુદાયના હકો માટે હંમેશાં લડતી આવી છે અને હિંસાનું TMC ન તો સમર્થન કરે છે, ન તો સહન કરે છે.

કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે તમે વકફ બોર્ડની શક્તિ ઓછા કરવાની કોશિશ કરી રહ્યા છો. તમારી પાસે બહુમતી છે, છતાં તમે આવી રીતે વર્તી રહ્યા છો. ચંદ્રબાબુ નાયડુ શાંતિથી બેઠા છે, નીતિશકુમાર પણ કંઇ બોલતા નથી, માત્ર પાવર માટે સમર્થન આપી રહ્યા છે. વિચાર કરો, શું તમારે તેમને મત આપવો જોઈએ હતો?

ડોન 3ની કાસ્ટમાં ફેરફાર,કિયારાને બદલે આ અભિનેત્રી બનશે રણવીર સિંહની હિરોઇન

ફરહાન અખ્તરની ‘ડોન’ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ, ‘ડોન 3’ ઘણા સમયથી સમાચારમાં છે. હવે આ ફિલ્મ વિશે એક મોટી માહિતી બહાર આવી રહી છે. જે મુજબ ફિલ્મના કલાકારોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે અને તેના સ્થાને એક નવી મુખ્ય અભિનેત્રીની ફિલ્મમાં એન્ટ્રી થઈ છે.

કિયારા નહીં, શર્વરી ‘ડોન’ની નવી હિરોઇન હશે
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ શર્વરી વાઘે હવે ‘ડોન 3’માં કિયારા અડવાણીની જગ્યા લીધી છે. જે રણવીર સિંહ સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ અનુસાર, જે સમાચાર આવી રહ્યા છે તે દર્શાવે છે કે કિયારા અડવાણીને બદલે ‘ડોન 3’ ની નવી મહિલા લીડ શરવરી વાઘ હશે.

ગર્ભાવસ્થાને કારણે કિયારાએ ફિલ્મ છોડી દીધી
આ પહેલા ‘ડોન 3’માં રણવીર સિંહ સાથે કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતી. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં કિયારા અડવાણીએ પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કિયારા ડોન 3 છોડી શકે છે. હવે, બોલિવૂડ હંગામાના એક અહેવાલમાં જણાવાયું છે કે કિયારાની જગ્યાએ, નિર્માતાઓએ શર્વરી વાઘને મુખ્ય અભિનેત્રી તરીકે ફાઇનલ કરી છે.

આ વખતે રણવીર સિંહ ‘ડોન’ બનશે
‘ડોન 3’ એ ફરહાન અખ્તર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છે, જે તેમની ‘ડોન’ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. આ પહેલા ‘ડોન’ અને ‘ડોન 2’ રિલીઝ થઈ ચૂકી છે. બંને ફિલ્મોમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે શાહરૂખ ખાનને બદલે રણવીર સિંહ ‘ડોન 3’માં ડોનની ભૂમિકા ભજવશે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની મહિલા મુખ્ય ભૂમિકા વિશે કંઈ સ્પષ્ટ કર્યું નથી.

ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ, 15-17 એપ્રિલ દરમિયાન આકરી ગરમીની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે 15થી 17 એપ્રિલ, 2025 દરમિયાન હીટવેવની ચેતવણી જાહેર કરી છે, જેના કારણે રાજ્યભરમાં આકરી ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 એપ્રિલે રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના પરિણામે અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રાજ્યના અન્ય શહેરો જેવા કે ભુજ અને ભાવનગરમાં 43 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી, જ્યારે દ્વારકા અને પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુક્રમે 33 અને 36 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટમાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 41થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.

એપ્રિલ 2025ની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા 15 દિવસ દરમિયાન રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. રાજકોટમાં 1થી 15 એપ્રિલ દરમિયાન 14 દિવસ સુધી તાપમાન 42 ડિગ્રીથી વધુ રહ્યું, જેમાં 9 એપ્રિલે 45.2 ડિગ્રીનું સર્વોચ્ચ તાપમાન નોંધાયું. અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન 13 દિવસ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું, જેમાં 10 એપ્રિલે 43.3 ડિગ્રીનું ઉચ્ચતમ તાપમાન નોંધાયું, જોકે 11 અને 12 એપ્રિલે તાપમાન 40 ડિગ્રીથી નીચે ગયું હતું. વડોદરામાં 15 દિવસમાં 8 દિવસ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું, જેમાં 9 એપ્રિલે 43 ડિગ્રીનું તાપમાન નોંધાયું. સુરતમાં, અન્ય મહાનગરોની તુલનામાં ગરમી ઓછી રહી, જ્યાં માત્ર 5 દિવસ તાપમાન 40 ડિગ્રીથી ઉપર ગયું, અને 9 એપ્રિલે 41 ડિગ્રીનું ઉચ્ચતમ તાપમાન નોંધાયું. 15 એપ્રિલે નોંધાયેલા તાપમાન પ્રમાણે, રાજકોટમાં 42.8 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 42.3 ડિગ્રી, ડીસામાં 41.5 ડિગ્રી, ભુજમાં 41.2 ડિગ્રી, ભાવનગરમાં 40.9 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી, સુરતમાં 37.0 ડિગ્રી, અને દ્વારકા તથા વેરાવળમાં 31.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આકરી ગરમીના આ દોર વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઈને રાહતના સમાચાર આપ્યા છે. વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી ચોમાસું ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ સારું રહેવાની શક્યતા છે, જે રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આશાનું કિરણ લઈ આવશે. હાલની હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવાના ઉપાયો અપનાવવા હવામાન વિભાગે સૂચન કર્યું છે.

વિકી કૌશલની ‘છાવા’ નહીં, આ સાઉથ ફિલ્મ નેટફ્લિક્સ પર નંબર 1 બની

વિકી કૌશલ, રશ્મિકા મંદાન્ના અને અક્ષય ખન્ના અભિનીત ‘છાવા’ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી. પરંતુ, જો તમે આ ફિલ્મ થિયેટરોમાં જોવાનું ચૂકી ગયા છો, તો તમે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર પણ જોઈ શકો છો. હા,છાવા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ OTT જાયન્ટ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. પરંતુ, સિનેમાઘરોમાં ધૂમ મચાવનારી આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર નંબર વન ટ્રેન્ડ કરવાને બદલે બીજા નંબર પર રહી છે.11 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘છાવા’, નેટફ્લિક્સ પરની દક્ષિણ ભારતીય ફિલ્મ કરતાં ઘણી આગળ નીકળી ગઈ હોય તેવું લાગે છે.

10 કરોડમાં બનેલી સાઉથ ફિલ્મ ‘છાવા’ પર ખૂબ જ હિટ

નેટફ્લિક્સ પર છાવાને સ્પર્ધા આપી રહેલી આ ફિલ્મ બીજી કોઈ નહીં પણ તેલુગુ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ ‘કોર્ટ સ્ટેટ વર્સિસ નોબડી’ છે, જેને દર્શકો OTT પર ખૂબ જોઈ રહ્યા છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ફિલ્મ 14 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને વિવેચકો તરફથી પણ સારી સમીક્ષાઓ મળી હતી.

બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યું

આ તેલુગુ ફિલ્મ 10 કરોડમાં બની હતી જ્યારે તેણે બોક્સ ઓફિસ પર 49 કરોડનો જબરદસ્ત કલેક્શન કર્યો હતો. ફિલ્મની વાર્તા જ નહીં, પરંતુ કલાકારોના અભિનયની પણ દર્શકોએ ખૂબ પ્રશંસા કરી. હવે OTT પર પણ આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન રામ જગદીશે કર્યું હતું. જ્યારે પ્રિયદર્શી પુલીકોંડા, શિવાજી, રોહિણી અને હર્ષ વર્ધન જેવા કલાકારો તેમના અભિનયથી દર્શકોને પ્રભાવિત કરતા જોવા મળ્યા.

‘કોર્ટ સ્ટેટ વર્સિસ નોબડી’ ની વાર્તા વિશે વાત કરીએ તો ફિલ્મની વાર્તા એક ગરીબ છોકરા ચંદુની આસપાસ ફરે છે. ચંદુ એક શ્રીમંત પરિવારની છોકરીના પ્રેમમાં પડે છે. બંને ફોન પર એકબીજા સાથે વાત કરતા હતા અને આ સમય દરમિયાન, બંનેને ખબર જ ન પડી કે તેઓ ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા. છોકરીના શ્રીમંત માતાપિતાને તેના અફેર વિશે ખબર પડે છે ત્યારે વાર્તામાં નવો વળાંક આવે છે. શ્રીમંત છોકરીના પિતા ચંદુને ખોટા કેસમાં ફસાવે છે, મામલો કોર્ટમાં પહોંચે છે. આ પછી જ ફિલ્મની વાસ્તવિક વાર્તા શરૂ થાય છે.