અમદાવાદ: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પંદર વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત સોળમા વર્ષે ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં “ઉષાપર્વ”નું આયોજન 7મી માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. આ વર્ષે “ઉષા પર્વ”માં સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, કલા, ફેશન જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 31 મહિલાઓ અને 1 પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમના અધ્યક્ષ પદે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને અતિથિ વિશેષ તરીકે પી.સી. સ્નેહલ ગ્રુપના એમ.ડી. ચિરંજીવભાઈ પટેલ અને સમાજસેવી આશા સરવૈયા ઉપસ્થિત હતા.ઉદ્દગમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિષે જણાવ્યું કે, ભારતીય પરંપરામાં મહિલાઓનું સન્માન કરવાની પ્રણાલીને વિશિષ્ઠ રીતે આગળ ધપાવવા માટે ઉદગમ દ્વારા વિવિધ ક્ષેત્રમાં અથાગ પ્રયાસો થાકી વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલાઓને 15 વર્ષથી સન્માનિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવે છે.
એવોર્ડ સમારોહના મુખ્ય મેહમાન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું.”મહિલાઓ તમામ ક્ષેત્રોમાં અદ્વિતીય યોગદાન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં મહિલાઓ માટે વિવિધ યોજનાના માધ્યમથી વધુ તકો આપવામાં આવી રહી છે જેનો મહિલાઓ મહત્તમ ઉપયોગ કરી રહી છે.એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે જ્યુરી તરીકે બિઝનેસ વુમન અને સામાજિક કાર્યકર પૂર્વા શાહ પટેલ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – ઉન્મેષ દીક્ષિત, સામાજિક કાર્યકર્તા હેતલ અમીન, સામાજિક કાર્યકર – આશા સરવૈયા, પરમજીતકૌર છાબડા, તથા સામાજિક કાર્યકર અને લેખક વૈજયંતિ ગુપ્તેએ પોતાની સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું મસંચાલન દેવેન્દ્રભાઈ પારેખે કર્યું હતું.
