રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે અને સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે ભારે વરસાદને પગલે સાબરમતી નદી બે કાંઠે વહેશે તો ઉકાઈ ડેમ અને તાપી નદીની જળ સપાટીમાં પણ વધારો થશે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે, અને સાથે પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું જોર રહેશે. અંબાલાલ પટેલે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અને ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના હોવાનું તેઓએ જણાવ્યું છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે , આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ તેઓએ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ વડાલી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, નડીયાદ, આણંદ, વડોદરા, તારાપુર, પેટલાદ, પંચમહાલમાંપણ ભારે વરસાદ થઈ શકે છે. તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે સાથે જ સાબરમતી નદી બે કાંઠે થશે.