વાયનાડ : PM મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે કેરળ પહોંચ્યા હતા. વડાપ્રધાન વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. તે પીડિતોને પણ મળશે. પીડિતો જ્યાં રોકાયા છે તે રાહત કેમ્પની વડાપ્રધાન મોદી મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ પીએમ હોસ્પિટલની મુલાકાત પણ લેશે. કેરળ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે સીએમ પિનરાઈ વિજયન પણ હાજર હતા. તેમણે પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું.

પીએમ મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમને બચાવ કામગીરીની માહિતી આપવામાં આવી હતી. પીએમ મોદી સાથે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ હાજર હતા.

ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોના મોત થયા

30 જુલાઈના રોજ, ભારે વરસાદને પગલે વાયનાડના ચુરામાલા અને મુંડક્કાઈમાં ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા હતા.