ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.
સરેરાશ 51 ટકા મતદાન
રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે.5 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 60 ટકા મતદાન. 5 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 41 ટકા મતદાન. આ વચ્ચે 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું. રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. કુલ 266 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. હવે 4જૂને પરિણામ પર સૌની નજર રહેશે. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી માહિતી આપી હતી. ચૂંટણી કમિશનર પી. ભારતીએ જણાવ્યું કે, સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. આજે રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. છેલ્લા એક કલાકના આંકડા હજુ પણ બાકી છે.
કઈ બેઠક પર કેટલું મતદાન ?
- કચ્છ 48.96%
- બનાસકાંઠા 64.48%
- પાટણ 54.48%
- મહેસાણા 55.23%
- સાબરકાંઠા 58.82%
- ગાંધી નગર 55.65%
- અમદાવાદ પૂર્વ 49.95%
- અમદાવાદ પશ્ચિમ 50.29%
- સુરેન્દ્રનગર 49.19%
- રાજકોટ 54.29%
- પોરબંદર 46.51%
- જામનગર 52.36%
- જુનાગઢ 53.84%
- અમરેલી 45.69%
- ભાવનગર 48.59%
- આણંદ 60.44%
- ખેડા 53.83%
- પંચમહાલ 53.99%
- દાહોદ 54.78%
- વડોદરા 57.11%
- છોટા ઉદેપુર 63.76%
- ભરૂચ 63.56%
- બારડોલી 61.01%
- નવસારી 55.31%
- વલસાડ 68.12%
- સુરત ——-