ગાંધીનગર: દર શિયાળામાં ઉત્તર ભારત પર ધુમ્મસની ચાદર પથરાઈ જાય છે. જો કે આ ધુમ્મસનું સ્તર ઉત્તર ભારતના લોકો માટે સ્વાસ્થ્ય અંગેની ગંભીર બીમારીઓને નોતરે છે. દિલ્હી જેવા શહેરો સતત વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં સ્થાન મેળવે છે. જેમાં PM 2.5નું સ્તર સલામત મર્યાદાથી ઘણું વધારે છે. જેના કારણે આરોગ્યની ગંભીર અસર થાય છે. જેમ કે શ્વસન સંબંધી બિમારીઓ, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને અકાળે મૃત્યુ પણ થાય છે. એક અંદાજ મુજબ, વાયુ પ્રદૂષણના કારણે વિશ્વભરમાં વાર્ષિક 6.7 મિલિયનથી વધુ લોકો મોતને ભેટે છે. જેમાં ભારત પણ એક મહત્વનો દેશ છે.સરકારી એજન્સીઓ હવાની ગુણવત્તાનો ડેટા તો આપે છે. પરંતુ તેમાં દર્શાવેલા આંકડાઓ અને માહિતી સામાન્ય લોકોની સમજણની બહાર હોય છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ લોક ઉપયોગી માહિતીને સામાન્ય લોકો માટે કાર્યક્ષમ દૃષ્ટિમાં કેવી રીતે રૂપાતંરિત કરી શકાય?IIT ગાંધીનગરના સંશોધકો અને સહયોગીઓ દ્વારા એક પ્રગતિશીલ ચેટબોટ VayuBuddy વિકસાવવામાં આવ્યું છે. જે હવાની ગુણવત્તાના ડેટાને દરેક માટે સુલભ બનાવી શકે તે પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે. આ લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) સંચાલિત ટૂલ જટિલ ડેટાસેટ્સને પણ સમજી શકાય તેવી ભાષામાં સરળ બનાવે છે.
વાયુબડી શું છે?
વાયુબડી હવાની ગુણવત્તા વિશે કુદરતી ભાષાના પ્રશ્નોના જવાબ આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, વપરાશકર્તા પ્રશ્ન પૂછી શકે છે જેમ કે, “મારા શહેરમાં ગયા મહિને પ્રદૂષણનું સ્તર શું હતું?” અથવા “શિયાળામાં કયા શહેરો સૌથી સ્વચ્છ છે?” ચેટબોટ તરત જ આ પ્રશ્નો પર પ્રક્રિયા કરે છે. ભારતના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટાનું વિશ્લેષણ કરે છે અને સાદી ભાષામાં અથવા ગ્રાફ અને હીટમેપ જેવા વિઝ્યુલાઇઝેશન દ્વારા જવાબો આપે છે.પ્રોજેકટના મુખ્ય સંશોધક પ્રોફેસર નિપુન બત્રાએ જણાવ્યું, “અમારો ઉદ્દેશ્ય બેઝિક ડેટા અને સામાન્ય લોકો વચ્ચેના અંતરને ઘટાડવાનો છે. વાયુબડી લોકોને વાયુ ગુણવત્તા ડેટા સાથે તેમના બધાં જ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપવાની ક્રિયા કરે છે.”
વાયુબડી શા માટે મહત્વ ધરાવે છે?
વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાંને જ નુકસાન કરતું નથી; તે જીવનના દરેક પાસાને અસર કરી રહ્યું છે. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે શાળાઓ બંધ થવાથી લઈને કાર્યસ્થળની ઉત્પાદકતામાં ઘટાડા સુધી તેની અસરો વિશાળ છે. જો કે સામાન્ચ લોકોની આ સમસ્યાઓને ગંભીરતાથી સંપૂર્ણ રીતે સમજવામાં આવતી નથી.હવા ગુણવત્તા નિષ્ણાત અને સહયોગી ડૉ. સરથ ગુટ્ટીકુંડાનું કહેવું છે, “વાયુ પ્રદૂષણ એ એક સહિયારો પડકાર છે, અને વાયુબડી જેવા સાધનો સામૂહિક જાગૃતિ અને ક્રિયાને પ્રોત્સાહન આપી શકે છે. જ્યારે લોકો સ્પષ્ટ, સ્થાનિક ડેટા જુએ છે, ત્યારે તેઓ વધુ સ્વચ્છ નીતિઓની હિમાયત કરે તેવી શક્યતા છે.”વાયુબડીના સંશોધકોમાંના એક ઝીલ પટેલનું કહેવું છે, “એઆઈ-સંચાલિત આ ચેટબોક્ષ સાથે ડેટા વિશ્લેષણને જોડીને, તે હવાની ગુણવત્તાના ડેટા સાથે જોડાવા માટે નવી શક્યતાઓ ખોલે છે. તે માત્ર નિષ્ણાતો માટે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ ઉપયોગ કરવા માટે રચાયેલ છે.”VayuBuddyને તૈયાર કરનારી ટીમ પહેલેથી જ તેના આગલા પગલાઓનું આયોજન કરી રહી છે. NO2 અને ઓઝોન જેવા વધુ પ્રદૂષકોને આવરી લેવા માટે આ ચેટબોક્ષની ક્ષમતાઓનો વિસ્તાર કરવો, બહુભાષી સુવિધાઓને એકીકૃત કરવી અને અન્ય દેશોના ડેટાસેટ્સનો પણ સમાવેશ કરવો એ બધું જ પાઈપલાઈનમાં છે. આ બધી જ માહિતી સંશોધકો આપવા માગે છે તેમ છતાં તેઓ મુખ્ય મિશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે છે હવાની ગુણવત્તાની આંતરદૃષ્ટિને વધુ સરળ, સુલભ, કાર્યક્ષમ અને પ્રભાવશાળી બનાવવી.
VayuBuddy જેવી નવીનતાઓ સાથે, સ્વચ્છ, સ્વસ્થ ભવિષ્યની આશા થોડી વધુ ઉજ્જવળ લાગે છે.