યુએસ સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા હુર્રસ અલ-દિન જૂથના ટોચના નેતા અને અન્ય આઠને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ સૈન્ય કાર્યવાહી પર નજર રાખવા માટે જવાબદાર હતા. આ સાથે સેન્ટ્રલ સીરિયામાં આઈએસના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સીરિયાના ચાર નેતાઓનો સમાવેશ થાય છે.
અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલાએ યુએસ હિતોની સાથે સાથે અમારા સહયોગીઓ અને ભાગીદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ISISની તૈયારીઓને નષ્ટ કરી દીધી હતી. સીરિયામાં લગભગ 900 અમેરિકન સૈનિકો તૈનાત છે. યુ.એસ. દળો ઉત્તરપૂર્વીય સીરિયામાં તેમના મુખ્ય સહયોગીઓ, કુર્દિશની આગેવાની હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસને સલાહ અને સહાય પૂરી પાડે છે.