ભારત-પાકિસ્તાન મેચ : સ્ટેડિયમમાં ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ ગોલ્ડ આઇફોન થયો ગુમ

બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી સાથે એક મોટી ઘટના બની. ખરેખર અભિનેત્રીનો આઈફોન સ્ટેડિયમમાં ક્યાંક ખોવાઈ ગયો હતો. જેની જાણકારી તેણે ખુદ સોશિયલ મીડિયા પર આપી છે. ગઈકાલે રાત્રે ઉર્વશી રૌતેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો આનંદ માણવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી હતી. ત્યારબાદ અભિનેત્રીનો 24 કેરેટ સોનાનો આઈફોન સ્ટેડિયમમાંથી ગુમ થઈ ગયો હતો. ઉર્વશીએ આ જાણકારી તેના એક્સ (અગાઉ ટ્વિટર) પર આપી છે. જેમાં તેણે અમદાવાદ પોલીસને ટેગ કરીને લખ્યું- મારો 24 કેરેટનો આઈફોન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાઈ ગયો છે. મહેરબાની કરીને, જો કોઈને તે મળે, તો તરત જ સંપર્ક કરો…” હવે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર પણ આ પોસ્ટ શેર કરી છે.

ઉર્વશીએ સ્ટેડિયમનો વીડિયો શેર કર્યો હતો

આ પહેલા ઉર્વશી રૌતેલાએ તેના સ્ટેડિયમમાંથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ભારતને જીત તરફ આગળ વધતા જોઈને ઘણી ખુશ દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે અભિનેત્રી બ્લુ ડ્રેસ પહેરીને સ્ટેડિયમ પહોંચી હતી. એક્ટ્રેસનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પહેલા પણ ઉર્વશી ઘણી વખત મેચ જોતી જોવા મળી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

ઉર્વશી રોતેલા એક ગીતમાં એલ્વિશ યાદવ સાથે જોવા મળી હતી

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા થોડા દિવસો પહેલા બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ સાથે એક મ્યુઝિક આલ્બમમાં જોવા મળી હતી. તેમના બંને ગીતોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. ખૂબ જ જલ્દી અભિનેત્રી કેટલાક મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે. જેની તેના ફેન્સ ખૂબ રાહ જોઈ રહ્યા છે.