નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પર ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. આના પર આદિત્ય બિરલા ગ્રુપ, MP ફાઇનાન્સિયલ ગ્રુપ અને ગિફ્ટ સિટીના MDનું શું કહેવું છે?
બાલાસુબ્રમણ્યમ, MD અને CEO, આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ.કેન્દ્રીય બજેટ 2025 વપરાશ-આધારિત વૃદ્ધિને પ્રાથમિકતા આપે છે. વ્યાજ દરમાં ઘટાડાથી મૂડી ખર્ચમાં ઘટાડો થશે અને આર્થિક વિસ્તરણ અને રોજગારમાં વધારો થશે. આ બધાથી અનિશ્ચિત વૈશ્વિક ક્રમમાં આર્થિક અને બજાર ભાવનાઓમાં સુધારો થવો જોઈએ અને રોકાણકારોનો વિશ્વાસ વધવો જોઈએ. ટૂંકા ગાળાની બજાર અસ્થિરતા હોવા છતાં, મજબૂત મૂળભૂત બાબતો ભારતને લાંબા ગાળાના રોકાણકારો માટે આશાસ્પદ તક બનાવે છે.
મિહિર પરીખ, એમપી ફાઇનાન્શિયલ સર્વિસિસના સ્થાપક અને CEO“નાણામંત્રીએ મધ્યમ વર્ગની વાત સાંભળી છે અને આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરીને નોંધપાત્ર નાણાકીય રાહત આપી છે. જેનાથી માત્ર સ્થાનિક માંગમાં જ વધારો નહીં થાય પરંતુ રોકાણમાં પણ વધારો થશે, જે અર્થતંત્રને વેગ આપશે. આ સાથે જ બજેટમાં રાજકોષીય ખાધ GDPના 4.4% પર રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે રાજકોષીય સમજદારી દર્શાવે છે. વીમામાં FDI મર્યાદા 100% સુધી વધારવાથી ગ્લોબલ પ્લેયર્સ આકર્ષિત થશે. જેનાથી વધુ સ્પર્ધા, વધુ સારી પ્રોડક્ટ અને નાગરિકો માટે નાણાકીય સુરક્ષામાં સુધારો થશે. બજેટમાં પર્યટનને એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. ટોચના 50 પર્યટન સ્થળોનો વિકાસ, મુસાફરી અને કનેક્ટિવિટીમાં સુધારો અને ચોક્કસ જૂથો માટે વિઝા-ફી માફી સાથે સુવ્યવસ્થિત ઇ-વિઝા સુવિધાઓ રજૂ કરવથી સ્થાનિક પર્યટનના વિકાસમાં સારા સંકેત મળે છે.”
તપન રે, MD અને ગ્રુપ CEO, ગિફ્ટ સિટી, ગાંધીનગરકેન્દ્રિય બજેટ 2025 ગિફ્ટ સિટી આઈ.એફ.એસ.સી.ને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવા માટેની સરકારની કટીબદ્ધતાને મજબૂતાઇથીદર્શાવે છે. સૂચિત કરવેરામાં પ્રોત્સાહનો અને નિયમનકારી સરળતાઓ વૈશ્વિક રોકાણકારો, ફંડ મેનેજર્સ અને વ્યવસાયોને આકર્ષશે, જેનાથી ભારતની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે. આ પગલાંથીગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય ક્ષેત્રે સ્પર્ધાત્મક અને વ્યવસાયો માટેના અનુકૂળસ્થળ બનવા માટે સજ્જ છે. તે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રમાં ભારતનાવિકાસને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.