દેશની નજર વારણસી બેઠકની ચૂંટણી પર રહેલી છે. આ બેઠક હોટ ફેવરેટ માનવામાં આવે છે, કેમ કે આ બેઠક પરથી પ્રધાનમંત્રી ચૂંટણી લડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વારાણસી બેઠકથી ઉમેદવારી પત્રક નોંધાવ્યું છે.
લોકસભા ચૂંટણીનું ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અને આગામી 4 જૂનના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે. વારાણસી બેઠક પર લોકોની નજર બની રહી છે. જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી છે. ભારતની ધાર્મિક રાજધાની તરીકે ઓળખાતી વારાણસી લોકસભા બેઠક પાંચ વિધાનસભા બેઠકોથી બનેલી છે. જો PM મોદી ત્રીજી વખત આ સીટ જીતશે તો તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના રેકોર્ડની બરાબરી કરશે. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા એવા વડાપ્રધાન હતા જેઓ એક જ સીટ પરથી ત્રણ વખત જીતીને વડાપ્રધાન બન્યા હતા. જો મોદી આ વખતે જીતશે તો તેઓ આ રેકોર્ડની બરાબરી કરશે.
વારાણસી લોકસભા સીટ પર હિન્દુઓની વસ્તી કુલ વસ્તીના 75 ટકા છે. અને 20 ટકા વસ્તી મુસ્લિમ છે. બાકીની 5 ટકા વસ્તીમાં અન્ય ધર્મના લોકોનો સમાવેશ થાય છે. આ સીટની 65 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં અને 35 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. કુલ વસ્તીના 10.01 ટકા આદિવાસી અને 0.7 ટકા દલિત વર્ગના છે.
એકંદરે વારાણસી ભાજપનો સૌથી મજબૂત કિલ્લો રહ્યો છે, પરંતુ પ્રાદેશિક પક્ષો માટે આ બેઠક સારી માનવામાં આવતી નથી. જો આંકડાઓની વાત કરીએ તો 1952 માં થયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના રઘુનાથ સિંહ અહીંથી સાંસદ બન્યા હતા. વારાણસી બેઠક પરથી કોંગ્રેસ સાત વખત જીતી ચુકી છે અને ભાજપ પણ સાત વખત જીત્યા બાદ આઠમી વખત જીત મેળવવા મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે વારાણસી બેઠક પર 30 લાખ 78 હજાર 735 જેમાં પ્રથમ વથત મતદાતા 52 હજાર જેટલા છે.