વિદિશા: મધ્ય પ્રદેશમાં ‘ભૂત કર્મચારીઓ’નો પર્દાફાશ થોડા સમય પહેલાં થયો હતો. અંદાજે 50,000 સરકારી કર્મચારીઓ એવા છે જેમનો રેકોર્ડ તો સિસ્ટમમાં છે, પરંતુ ડિસેમ્બર, 2024થી તેમણે પગાર ઉપાડ્યો જ નથી. પણ હવે આ સિસ્ટમની એક બીજી ચોંકાવનારી હકીકત સામે આવી છે, અને આ કેસ એકદમ ઊલટો છે. જ્યાં હજારો કર્મચારીઓ પગાર નહીં લઈ રહ્યા હોય, ત્યાં એક પોલીસકર્મચારી એ એવો છે કે જે એક દિવસ પણ કામ કર્યા વિના 12 વર્ષ સુધી પગાર લીધો છે.
વિદિશા જિલ્લામાં તહેનાત થયેલા સિપાહી અભિષેક ઉપાધ્યાયે છેલ્લાં 12 વર્ષમાં અંદાજે 28 લાખ રૂપિયાનો પગાર લીધો છે, જ્યારે તેણે કદી પણ ટ્રેનિંગ કરી નથી અને ન તો કદી ડ્યુટી પર હાજર થયો છે.
વર્ષ 2011માં અભિષેક ઉપાધ્યાયની ભરતી મધ્ય પ્રદેશ પોલીસમાં થઈ હતી. તેને પ્રથમ ભોપાલ પોલીસ લાઈનમાં પોસ્ટિંગ મળ્યું અને ત્યાંથી ટ્રેનિંગ માટે સાગર મોકલવામાં આવ્યો હતો, જે તે બેચ માટે સામાન્ય પ્રક્રિયા હતી. પણ અભિષેક ન તો સાગર ટ્રેનિંગ સેન્ટર પહોંચ્યો અને ન કોઈને જાણ કરી. તે સીધો પોતાને ઘરે – વિદિશા પાછો આવી ગયો.
તેણે ન તો રજા માટે અરજી કરી, ન કોઈ તબીબી દસ્તાવેજ આપ્યો. જે કર્યુ એ માત્ર એટલું કે તેણે પોતાની સર્વિસ ફાઇલ સ્પીડ પોસ્ટથી ભોપાલ મોકલી દીધી, જેમાં લખેલું હતું કે તેની તબિયત ખરાબ થઈ ગઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ રહી કે સિસ્ટમમાં ક્યારેય એલાર્મ વાગ્યો જ નહીં. ભોપાલ ઓફિસે માન્યે રાખ્યું કે તેની ટ્રેનિંગ શરૂ થઈ ગયો છે, જ્યારે સાગર સેન્ટર પાસે તો જાણકારી જ ન હતી કે અભિષેક આવ્યો જ નથી. આ રીતે આખા 12 વર્ષ સુધી તેને દર મહિને પગાર મળતો રહ્યો.
ACP અંકિતા ખટેડકરે જણાવ્યું હતું કે આ મામલો વિદિશા જિલ્લાના નિવાસી એક પોલીસ આરક્ષકથી જોડાયેલો છે. સંસ્થાના વિભાગે તેને ફોન કરીને બોલાવ્યો અને પૂછ્યું કે તમે ક્યાં છો. ત્યારે ખબર પડી કે આ તો કદી ડ્યુટી પર ગયો જ નથી. ઘરમાં બેઠાં-બેઠાં પગાર લેતો રહ્યો.
