અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ સાથે જ તેમણે સત્તાવાર રીતે દેશના રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળી લીધુ છે. પદ સંભાળતાની સાથે જ ટ્રમ્પ એક્શનમાં આવી ગયા છે અને એક પછી એક એમ અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આમાં અમેરિકાને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના સભ્યપદમાંથી ખસી જવાનો આદેશ પણ શામેલ છે.શપથ લીધા પછી ટ્રમ્પ ઓવલ ઓફિસ પહોંચ્યા. તેમણે અહીં અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ સમયગાળા દરમિયાન, તેમણે બિડેન સરકારના 78 નિર્ણયો મોટી સંખ્યામાં રદ કર્યા છે. આ સાથે, તેમણે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાના ખસી જવાની જાહેરાત કરી.
ટ્રમ્પે કહ્યું કે અમે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ, હું પાછલી સરકાર દ્વારા લેવામાં આવેલા વિનાશક નિર્ણયોને રદ કરીશ. આ અમેરિકન ઇતિહાસની સૌથી ખરાબ સરકાર હતી.
– 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલાના દોષિત 1500 લોકોને માફી.
– ડ્રગ કાર્ટેલને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવશે.
– અમેરિકાની દક્ષિણ સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા લોકોથી અમેરિકન લોકોને સુરક્ષિત રાખવામાં આવશે.
– મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી શકે છે.
– અમેરિકા-પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી જશે.
– સંઘીય સરકારમાં નિમણૂકો યોગ્યતાના આધારે કરવામાં આવશે.
– અમેરિકામાં સરકારી સેન્સરશીપનો અંત લાવો અને વાણી સ્વાતંત્ર્ય પુનઃસ્થાપિત કરો.
– અમેરિકામાં ત્રીજા લિંગને અમાન્ય જાહેર કરવામાં આવ્યું.
– અમેરિકા-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર.
– રાષ્ટ્રીય ઉર્જા કટોકટીની ઘોષણા.
– ઇલેક્ટ્રિક વાહનો (EV)ની ફરજિયાત ખરીદી નાબૂદ કરવામાં આવી.
– અમેરિકામાં જન્મજાત નાગરિકતાનો અંત.
– યુએસમાં TikTok ને 75 દિવસની રાહત મળી