પાકિસ્તાનમાં ટ્રેન બ્લાસ્ટ, બે મુસાફરોના મોત, અનેક ઘાયલ

પાકિસ્તાનમાં ગુરુવારે સવારે ટ્રેનમાં બ્લાસ્ટના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે બલૂચિસ્તાનના ક્વેટા જઈ રહેલી જાફર એક્સપ્રેસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, પેશાવરથી ક્વેટા જતી જાફર એક્સપ્રેસ જ્યારે ચિચવત્ની રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.

સ્થાનિક મીડિયા અનુસાર, પેશાવરથી ક્વેટા જતી જાફર એક્સપ્રેસ જ્યારે ચિચવત્ની રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જણાવવામાં આવ્યું છે કે વિસ્ફોટ ઈકોનોમી ક્લાસની બોગી નંબર 6માં થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે વિસ્ફોટોનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, જાફર એક્સપ્રેસમાં બ્લાસ્ટનો આ બીજો કિસ્સો છે. ગયા મહિને આ ટ્રેનમાં આવો જ એક બ્લાસ્ટ થયો હતો, જેમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં જાફર એક્સપ્રેસના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા.