ટોરેન્ટ ગ્રૂપ દ્વારા આયોજિત ‘અભિવ્યક્તિ’ની છઠ્ઠી આવૃત્તિમાં નવીન પ્રસ્તુતિઓ

અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા ‘અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ’ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ હાલમાં અમદાવાદમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં મંગળવારે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતી પ્રસ્તુતિઓની શ્રેણી સાથે સપ્તાહનો શાનદાર પ્રારંભ થયો. ગત સપ્તાહના અંતમાં દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવીઅભિવ્યક્તિએ પોતાની વૈવિધ્યસભર અને વાઈબ્રન્ટ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે ઉપસ્થિત દર્શકોનું મન મોહી લેવાનો સીલસિલો યથાવત રાખ્યો હતો.મંગળવારના કાર્યક્રમમાં રજૂ થયેલ વૈવિધ્યસભર પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાંજની શરૂઆત એક ભાવપૂર્ણ કવ્વાલીની પ્રસ્તુતિ સાથે થઈ હતી. જેનાથી આધ્યાત્મિક અને ઉત્સાહવર્ધક માહોલ તૈયાર થયો. ત્યાર બાદ એક નવીન ઈન્ડો-વેસ્ટર્ન ક્લાસિકલ ફ્યુઝન સંગીત અને નૃત્ય પ્રસ્તૃતિ રજૂ થઈ. જેમાં પરંપરાગત અને સમકાલીન તત્વોનો કલાત્મક તાલમેળ જોવા મળ્યો.

જૈમીન વૈદ્યએ પોતાની સંગીતમય પ્રસ્તૃતિ ‘મહેફિલ-એ-સમા’ રજૂ કરી હતી. જેમાં તેમણે સૂફી સંગીતની લયબદ્ધતાને આધુનિક તત્વોના સમન્વયમાં અનેક લોકપ્રિય રચનાઓ પ્રસ્તુત કરી હતી. રચનાત્મક પ્રેરણા અને સૂફી દિગ્ગજો અમીર ખુસરો તેમજ નિજામુદ્દીન ઔલિયાના સંદર્ભ સાથે જૈમીન વૈદ્યએ કવ્વાલીના માધ્યમથી એક અવિસ્મરણીય અનુભવ આપતી પ્રસ્તુતિ રજૂ કરી હતી. ત્યારબાદ ગતિશીલ વેકીંગ સ્ટ્રીટ નૃત્ય પ્રસ્તુતિએ વાતાવરણમાં ઊર્જાના સંચાર કરવાની સાથે કાર્યક્રમને એક નવો આધુનિક ટચ આપ્યો. અમદાવાદ સ્થિત શ્રીલક્ષ્મીએ સંગીતમય નૃત્ય પ્રસ્તુતિ ‘આઈ એમ એ ડિસ્કો ડાન્સર’ રજૂ કરીને પ્રત્યેક વ્યક્તિના મનમાં રહેલ મુક્ત અભિવ્યક્તિના વિચારને વાચા આપી. ખાસ કરીને વ્યસ્ત કામકાજી જીવનમાં રોજબરોજના ધમધમાટ પછી કોઈ વ્યક્તિ ક્લબિંગ કરતા સમયે સંગીત સાથે પોતાના શરીર અને પોતાના હાથોનું મુક્ત રીતે હલનહચન કરી જીવનમાં પોતાના સંતુલનને પામવા પ્રયત્ન કરે છે.

પૂણેથી આવેલ શાસ્ત્રીય ગાયક અમન રાયથાથાએ પોતાની ‘મેઘ શ્યામ’ પ્રસ્તુતિ રજૂ કરી હતી. જેમાં ૧૪ કલાકારોના ગ્રુપે વૈષ્ણવ સંપ્રદાયના કવિઓ અને તેમની કૃતિઓ અંગે વાર્તાલાપ અને શૈક્ષણિક – સંગીતના માધ્યમથી એક અતીન્દ્રિય અને આધ્યાત્મિક ભાગ વર્ણવ્યો. આધુનિક શ્રોતાઓ માટે તેમણે વૈષ્ણવ સંપ્રદાય અને લોકકથાઓ સાથે સંકળાયેલા ભજન અને ગીતો પ્રત્યે પરિવારની ભક્તિમાંથી પ્રેરણા લઈને હવેલી સંગીતને સમકાલીન બનાવી પ્રસ્તુત કર્યું. પંડિત જસરાજની કૃતિઓ અને અષ્ટછાપ કવિઓના ગ્રંથો અને તેમની જીવનકથાઓના સંદર્ભ સાથે તેમણે હવેલી અને મેવાતી સંગીતનો વિસ્તાર કર્યો.ચેન્નાઈના વાર્તાકાર અને પપેટ કલાકાર કારથીકે ધ વુલ્ફ મેન‘ પ્રસ્તૃતિ રજૂ કરી હતી. જેમાં પ્રકૃતિના સતત સંતુલન પ્રત્યે જાગૃતિ ફેલાવવા સાથે પ્રકૃતિનું નિરીક્ષણ કરવા સંબંધિત વાર્તા રજૂ કરવામાં આવી. છાયા પપેટનો ઉપયોગ કરીને ધ વુલ્ફ મેન‘ એક મનમોહક પડછાયાની દુનિયા સર્જે છેજ્યાં દર્શકો પણ ડુબકી લગાવી શકે છે.  સંપૂર્ણ પણે પડદા પાછળ ભજવાયેલ આ નાટક દર્શકોને એક અનોખો અનુભવ આપે છે.

પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના ધારા રુઘાનીએ લોક સંગીત સાથે નૃત્યના સમકાલીન સમન્વય સાથેની પોતાની પ્રસ્તુતિ ધાગ સંવાદ‘ રજૂ કરી. આ પ્રસ્તૃતિ કચ્છગુજરાતની રબારી સમાજની મહિલાઓ દ્વારા વિખ્યાત બનેલી ભરતકામનીની પરંપરાગત કલા ઉપર આધારીત હતી. જટિલ કોરિયોગ્રાફી દ્વારા તેમણે આધુનિકતા સાથે પરંપરાનો સમન્વય કરીને હસ્તકલાના સારને સમજાવ્યો છે. તેમણે એક માતા અને પુત્રીની વાર્તા રજૂ કરી હતી. જેમાં એક માતા પરંપરાગત ભરતકામની કલાને બંધન ન બનવા દેતાપોતાની પુત્રી માટે મુક્તિનું માધ્યમ બનાવે છે.મંચ પ્રસ્તુતિમાં તારક પટેલ પોતાના અનોખા એફ્રો નૃત્ય પ્રસ્તુતિ ‘અર્બન ડ્રમ્સ’ના માધ્યમથી આફ્રીકાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને રજૂ કરવાની સાથે પોતાની લયબદ્ધ અને મજબૂત રજૂઆત દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. આ પ્રસ્તુતિમાં દર્શાવવામાં આવ્યુ છે કે કેવી રીતે આફ્રો-સંગીતના સંક્રમિત ધબકારા અને લય કુદરતી રીતથી તમારા પગને નૃત્ય કરવા માટે મજબૂર બનાવી દે છે. આ પ્રસ્તુતિ આફ્રિકન લોક કલાની શુદ્ધ સંસ્કૃતિ અને શૈલીને ઉજાગર કરે છે. જેમાં આદિવાસી જેવી ભાવના જાગૃત કરવા માટે વાંસની ડ્રમસ્ટિકની મદદ લેવામાં આવે છે. આ નૃત્યનો ઉદ્દેશ્ય દર્શકોને પ્રસ્તુતિ સાથે ઝુમવા અને નૃત્ય કરવા પ્રેરિત કરવનો હતો. જે તમામ પ્રકારની કલાત્મક અભિવ્યક્તિની ઉજવણી કરવાના ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ’ પ્રોજેક્ટના ઉદ્દેશ્યને સાર્થક કરે છે.યશ ગજ્જર પોતાની વિચાર-પ્રેરક કલાકૃતિ ‘કન્સ્ટ્રક્શન ડાયનેમિક્સ’ પ્રસ્તુત કરે છે. આ કલાકૃતિ દર્શકોને એક એવી દુનિયામાં લઈ જાય છેજ્યાં પરિચિત અને અવાસ્તવિકની ટક્કર થાય છે. યશ ગજ્જર દ્વારા રેતીમાટીસિમેન્ટઇંટો અને સળીયા જેવી સામગ્રીનો ઝીણવટપૂર્વકનો ઉપયોગ ભૌતિકને અસાધારણમાં પરિવર્તિત કરે છે. આસપાસના તત્વો-સિમેન્ટના થાંભલાઓધાતુની પ્લેટો અને લાકડાના ટુકડા બાંધકામના સ્થળો અને કુદરતી વિશ્વ બંનેને પ્રતિબિંબિત કરે છે. આ કલાકૃતિના માધ્યમથી યશ ગજ્જર દર્શકોને નિર્માણ કાર્યની પ્રક્રિયાને માત્ર એક ટેકનિકલ પ્રક્રિયાના રૂપમાં જ નહીંપરંતુ કલાત્મક અભિવ્યક્તિ માટે એક કેનવાસના સ્વરૂપમાં નિહાળવા પ્રેરિત કરે છે. તેમનું માનવુ છે કે મૂર્તને કલ્પનાશક્તિ સાથે મર્જ કરીને એક દ્રશ્ય અનુભવનું સર્જન થઈ શકે છે. જે દર્શકો સાથે ગાઢ સ્તર પર પ્રતિધ્વનિત થાય છે.ચેતન કુરેકરએ પોતાની કલાકૃતિ ‘ફ્રેગમેન્ટ્સ ઓફ એ લોસ્ટ હોમ’ પ્રસ્તૃત કરી. જે દર્શકોને ઔદ્યોગિકીકરણ પછીની સ્થિતીના માધ્યમથી એક માર્મિક યાત્રા ઉપર લઈ જાય છે. ખંડેર મકાનોના લઘુ શિલ્પોના માધ્યમથી ચેતન કુરેકર વિસ્થાપનપર્યાવરણીય અધોગતિ અને આજીવિકાના ધોવાણની તદ્દન વાસ્તવિકતા દર્શાવે છે. ખોવાયેલા ભૂતકાળના આ ટુકડાઓ પ્રસ્તુત કરીને કલાકાર લોકોની વિચાર શક્તિ અને સહાનુભૂતિને જગાડવાનો પ્રયત્ન કરે છેસાથે જ દર્શકોને પ્રગતિની માનવીય કિંમતને પણ ધ્યાને લેવા વિનંતી કરે છે. ચેતન કુરેકરની કલાકૃતિ વિકાસ અને આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી વચ્ચેના નાજુક સંતુલનનું સ્પષ્ટ રીમાઇન્ડર છે.