અમદાવાદઃ ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સે અમદાવાદમાં યોજાયેલા લોન્ચ કાર્યક્રમમાં સ્વિચગિયર પોર્ટફોલિયોને લોન્ચ કર્યો હતો, એ સાથે કંપનીએ નવી બ્રાન્ડની ઓળખ રજૂ કરી હતી. આ જાહેરાત કંપનીના વિકાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે, જે આધુનિકીકરણ, સુરક્ષા અને ભવિષ્ય માટે તૈયાર ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સ પર કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. એ સાથે કંપની ફાસ્ટ મુવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) સેગમેન્ટમાં તેની હાજરીને વધુ મજબૂત કરે છે.
દેશના બદલાતા ઇલેક્ટ્રિકલ્સ બજારની માગને ધ્યાનમાં રાખીને કંપનીની નવી બ્રાન્ડની ઓળખ કંપનીની પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. નવી બ્રાન્ડ અભિવ્યક્તિ કંપનીના વિસ્તરતા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિશ્વસનીયતા, સુરક્ષા અને દીર્ઘકાલીન કામગીરી પરના કંપનીના મૂળ મૂલ્યો સાથે સુસંગત રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
નવી પ્રોડક્ટનું આ લોન્ચ FMEG સેગમેન્ટમાં કંપનીની હાજરીને આગળ ધપાવે છે, જેમાં સ્વિચગિયર પોર્ટફોલિયોની ઔપચારિક રજૂઆત સાથે પ્રોડક્ટ ઓફરિંગ્સમાં રચનાત્મક અને વ્યૂહાત્મક વિસ્તરણ કરવામાં આવ્યું છે. લોન્ચના ભાગરૂપે, કંપનીએ મિનિએચર સર્કિટ બ્રેકર્સ (MCBs), રેસિડ્યુઅલ કરન્ટ સર્કિટ બ્રેકર્સ (RCCBs), આઇસોલેટર્સ અને ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ્સનો સમાવેશ કરતી સ્વિચગિયર રેન્જ રજૂ કરી છે. આ પોર્ટફોલિયો રહેણાક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં સતત કામગીરી, ઓપરેશનલ સુરક્ષા અને સિસ્ટમ પ્રોટેક્શન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
સ્વિચગિયર પોર્ટફોલિયો ઉપરાંત કંપનીએ તેની વાયર રેન્જ માટે નવી પેકેજિંગ ડિઝાઇન પણ રજૂ કરી છે, જેમાં FR, HRFR, FR-LSH અને HFFR વેરિયન્ટ્સનો સમાવેશ થાય છે. અપડેટેડ પેકેજિંગ ઑન-શેલ્ફ વિઝિબિલિટી વધારવા અને મુખ્ય સુરક્ષા તથા કામગીરીના ગુણધર્મોને સ્પષ્ટ રીતે દર્શાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, એ સાથે સાથે નવી બ્રાન્ડ ઓળખ સાથે સુસંગતતા જાળવી રાખે છે.
કંપનીએ અમદાવાદમાં અદ્યતન ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરીને તેની નવીનતા ક્ષમતાઓને પણ મજબૂત બનાવી છે. આ સુવિધા પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ અને FMEG કેટેગરીઝમાં ભાવિ નવીનતા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી અપેક્ષા છે. કંપનીના ડિરેક્ટર વરુણ મહેતાએ જણાવ્યું હતું કે “સ્વિચગિયર પોર્ટફોલિયોનું લોન્ચિંગ અને નવી બ્રાન્ડની ઓળખનું લોન્ચિંગ ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં સુરક્ષા-કેન્દ્રિત મજબૂત હાજરી ઊભી કરવા માટેના એકીકૃત અભિગમને પ્રતિબિંબિત કરે છે, જેને સંશોધન અને ઇનોવેશન માટેના કેન્દ્રિત રોકાણોથી ટેકો મળે છે.




