નવા નિયમ : તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએટ ફરજિયાત કરાયું

ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે નવા નિયમ આવ્યા છે. જેમાં કોલેજ પાસને ફાયદો થશે. તેમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા છે. જેમાં અત્યાર સુધી ધોરણ 12 પાસ પર પરીક્ષા લેવાતી હતી. તેમાં હવે તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે. રાજ્યમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત થયુ છે. તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ 2010માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો.

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.