અમદાવાદઃ ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસિસ લિમિટેડના રૂ. 1ની ફેસવેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો આઈપીઓ ગુરુવાર, 15 ઓક્ટોબરે ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ, આઈપીઓ ખૂલવાના કામકાજના એક દિવસ પહેલાં બુધવાર, 14 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. બિડિંગ અને ઓફર 19 ઓક્ટોબરે બંધ થશે.
કંપનીના આઈપીઓ માટે પ્રતિ ઇક્વિટી શેરની પ્રાઇઝ બેન્ડ રૂ. 143થી રૂ. 151 નક્કી કરવામાં આવી છે. દરેક ઇક્વિટી શેરની ફેસવેલ્યુ રૂ. 1 છે. રોકાણકારો ઓછામાં ઓછા 99 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 99 શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. શેરની ફ્લોર પ્રાઇસ તેની ફેસ વેલ્યુ કરતાં 143 ગણી છે, જ્યારે કેપ પ્રાઇસ તેની ફેસવેલ્યુ કરતાં 151 ગણી છે.
New Mainboard IPO
Zetwerk Manufacturing Businesses Limited
Date : 15-19 October
Issue Size :
Fresh – 2,830 Crore
OFS – 14,45,25,036 SharesFV : 1
Retail : 10%
Employee Portion ✅FY24
Revenue : 12,523 Crore
Adjusted Loss : (481 Crore)FY25
Revenue : 11,492 Crore
Adjusted Loss : (132 Crore)FY26
Revenue : 16,100 Crore
Adjusted Loss : (80.6 Crore)Q1 FY27
Revenue : 4,200 Crore
Net Loss : (51.4 Crore)LM : Kotak Mahindra Capital, Morgan Stanley, Goldman Sachs, Avendus Capital, JM Financial, HSBC Securities, Pantomath Capital
Zetwerk is a Leading asset-light manufacturing platform for industrial and consumer goods in India and globally serving industries such as utilities, RE, consumer electronics, AI Infra, aerospace, space & defence, oil & gas, and industrial automation.
Clientele : Siemens Gamesa, Acer India, boAt, NextPower,
CG Power,
NTPC Renewable Energy, L&T MHI Power Boiler, DRDO [Electronics & Radar Development Establishment
(LRDE)], NALCO, IOC, Mortenson, Nordex Acciona, Indian Air Force, Numaligarh Refinery, Etc.— Tanmay 🇮🇳 (@Tanmay_31_) October 11, 2026
આ ઓફરમાં રૂ. 1ની ફેસવેલ્યુ ધરાવતા કુલ મૂલ્ય રૂ. 28,300 મિલિયન (રૂ. 2,830 કરોડ) સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ અને કંપનીના કેટલાક હાલના શેરધારકો દ્વારા રૂ. 1ની ફેસવેલ્યુ ધરાવતા વધુમાં વધુ 144,525,036 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ફ્રેશ ઇશ્યુ અને વેચાણ માટેની ઓફર બંને મળીને આ “Offer” બને છે. ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટ કરવાની યોજના છે. આ ઇશ્યુ માટે એનએસઈ લિમિટેડને ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ તરીકે નિયુક્ત કરવામાં આવશે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.




