15 માં દિવ્ય કલા મેળાનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા આયોજિત 15 માં દિવ્ય કલા મેળાનો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. 15 માં દિવ્ય કલા મેળામાં રેકોર્ડ બ્રેક 2 કરોડના વિક્રમી વેચાણ થયું હતું. આ મેળામાં આયોજિત રોજગાર મેળામાં 14 દિવ્યાંગોને જોબ ઓફર લેટર આપવામાં આવ્યાં હતા. એટલું જ નહિ આ મેળામાં સૌથી વધુ ખરીદી કરનારને બેસ્ટ બાયરનો એવોર્ડ એનાયત થયો હતો.

આ ઉપરાંત દિવ્યાંગ કલાકારોને પોતાની કલા કૌશલ્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ 15 માં દિવ્ય કલા મેળામાં 20 રાજ્યોમાંથી લગભગ 100 દિવ્યાંગ કારીગરો અને સાહસિકોએ ભાગ લીધો હતો.