એશિયા કપ 2023 : આ ખેલાડીઓની ટીમમાં થઈ શકે છે Entry, ઘણા દિગ્ગજો થશે OUT

એશિયન ક્રિકેટનો મહાકુંભ એટલે કે એશિયા કપ 30 ઓગસ્ટ, 2023થી શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે. 2023 એશિયા કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, BCCIએ હજુ સુધી આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. આ પહેલા જાણી લો કે આ ટૂર્નામેન્ટ માટે ભારતની 15 સભ્યોની ટીમ કેવી હોઈ શકે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એશિયા કપની શરૂઆત પહેલા ભારતના મુખ્ય ખેલાડીઓ ફિટ થઈ જશે. જેના કારણે BCCIએ હજુ સુધી ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી નથી. એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને જસપ્રિત બુમરાહ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.

એશિયા કપ માટે સંભવિત ટીમમાં કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર અને જસપ્રિત બુમરાહનો સમાવેશ કર્યો છે. એશિયા કપમાં કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં વિકેટકીપર તરીકે રમતા જોવા મળી શકે છે. આ સિવાય સંજુ સેમસનને રિઝર્વ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ અને સૂર્યકુમાર યાદવ માટે એશિયા કપની ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. એશિયા કપની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને સંજુ સેમસન બેટ્સમેન હશે. જ્યારે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર હશે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને પણ સ્થાન મળશે. આ સાથે મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર ઝડપી બોલર હશે.