અક્ષર પટેલ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ટી20 શ્રેણીની અંતિમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. 14 ડિસેમ્બરે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં પટેલ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ આપી છે કે માંદગીને કારણે પટેલ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.

અપડેટેડ ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ.

અક્ષર પટેલ બહાર
BCCI એ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અક્ષર પટેલ દક્ષિણ આફ્રિકા સામેની ચોથી અને પાંચમી T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. પટેલની બીમારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચોથી અને પાંચમી T20I માટે અક્ષર પટેલના સ્થાને શાહબાઝ અહેમદને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20I 17 ડિસેમ્બરે લખનૌમાં રમાશે. શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્રણ મેચ પછી, ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. અગાઉ, જસપ્રીત બુમરાહ વ્યક્તિગત કારણોસર સ્વદેશ પરત ફર્યો હતો અને તેથી ધર્મશાળામાં ત્રીજી મેચ રમ્યો ન હતો. ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે બુમરાહને અંતિમ બે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.




