ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સોમવારે T20 વર્લ્ડ કપને લઈને મોટી જાહેરાત કરી છે. હાલમાં T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ દરમિયાન ICC દ્વારા કરવામાં આવેલી જાહેરાત ટીમોની ખુશીને બમણી કરી દેશે. ICCએ ટૂર્નામેન્ટની ઈનામી રકમ જાહેર કરી છે. આ ઈનામી રકમ અત્યાર સુધીની સૌથી વધુ ઈનામી રકમ છે. ICC એ T-20 વર્લ્ડ કપ માટે $11.25 મિલિયન (લગભગ 93 કરોડ 51 લાખ રૂપિયા) ની રેકોર્ડ ઈનામી રકમની જાહેરાત કરી છે, જેમાંથી વિજેતા ટીમને $2.45 મિલિયન એટલે કે લગભગ 20 કરોડ 36 લાખ રૂપિયા આપવામાં આવશે. રનર્સ અપને $1.28 મિલિયન (લગભગ રૂ. 10.63 કરોડ) મળશે.
ICC reveal historic prize money for the Men’s #T20WorldCup 🤩
Details ⬇️https://t.co/jRhdAaIkmc
— ICC (@ICC) June 3, 2024
સેમી ફાઈનલની ટીમોને કેટલી રકમ મળશે?
સેમિફાઇનલમાં હારનાર ટીમોને $7,87,500 (રૂ. 6.53 કરોડ) આપવામાં આવશે. છેલ્લી વખતે કુલ ઈનામની રકમ $5.6 મિલિયન હતી, જેમાંથી વિજેતા ઈંગ્લેન્ડને $1.6 મિલિયન મળ્યા હતા. ICCએ કહ્યું કે, વર્લ્ડ કપની નવમી સિઝનમાં 20 ટીમની ટૂર્નામેન્ટના વિજેતાને આપવામાં આવતી ઈનામી રકમ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ રકમ છે. આ સિવાય 29 જૂને બાર્બાડોસમાં ફાઈનલ બાદ ટ્રોફી પણ આપવામાં આવશે.
સુપર એઈટમાં પહોંચનારી ટીમોને કેટલા રૂપિયા આપવામાં આવશે
ICC અનુસાર, સુપર એઈટથી આગળ ન વધી શકનારી ચાર ટીમોમાંથી દરેકને $3,82,500 આપવામાં આવશે, જ્યારે નવમાથી 12મા ક્રમે રહેલી ટીમોને $2.47 લાખ અને 13માથી 20મા ક્રમે રહેલી ટીમોને $2.25 લાખ મળશે. દરેક ટીમ દરેક મેચ જીતવા બદલ $31,154 મેળવશે (સેમિ-ફાઇનલ અને ફાઇનલ સિવાય). 55 મેચોની ટૂર્નામેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડિઝના નવ સ્થળો પર 28 દિવસ સુધી રમાશે.
પ્રથમ વખત 20 ટીમો
ICC T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી. ત્યારથી આ ટુર્નામેન્ટ લગભગ દર બીજા વર્ષે રમાઈ રહી છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમો પ્રથમ વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. અગાઉ ક્યારેય આટલી ટીમોએ ભાગ લીધો ન હતો. અમેરિકામાં પ્રથમ વખત કોઈ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.