ગુગલને ગુરુવારે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોમ્પિટિશન કમિશન (CCI) દ્વારા લગાવવામાં આવેલા 1338 કરોડ રૂપિયાના દંડના આદેશ પર સ્ટે આપવાનો કોર્ટે ઇનકાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે ગુગલને એક સપ્તાહની અંદર દંડની 10 ટકા રકમ જમા કરવા કહ્યું છે. કોમ્પિટિશન કમિશને એન્ડ્રોઇડ એપ્લીકેશન દ્વારા સ્પર્ધા વિરોધી બિઝનેસ માટે ગૂગલને દંડ ફટકાર્યો હતો. કોર્ટે પણ દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને NCLTને 31 માર્ચ સુધીમાં ગૂગલની અપીલનો નિકાલ કરવા કહ્યું હતું.
શું છે મામલો?
CCIએ બુધવારે (19 જાન્યુઆરી) ગૂગલ એન્ડ્રોઇડ કેસમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ઘણા બજારોમાં તેના પ્રભાવશાળી સ્થાનના કથિત દુરુપયોગનો મુદ્દો રાષ્ટ્રીય મહત્વનો છે.
એન્ડ્રોઇડ શું છે?
એન્ડ્રોઇડ એક લોકપ્રિય ‘ઓપન સોર્સ’ મોબાઇલ સિસ્ટમ છે. તેનો ઉપયોગ સ્માર્ટફોન અને ટેબ્લેટના ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે. ‘ઓપન સોર્સ’ એટલે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનું ગેજેટ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.